ગુજરાતમાં ચોમાસાની મોસમ પ્રવાસીઓને કુદરતની ઍકદમ નજીક લઇ જાય છે. ગુજરાતમાં આવેલા માણવાલાયક ધોધની જા વાત કરીઍ તો ઘણા બધા નામ યાદ આવે. પરંતુ આ તમામ ધોધ માત્ર ચોમાસામાં જ સક્રિય બને છે. જેથી આજ સમય હોય છે જ્યારે કુદરતના અદ્દભુત નજારાને માણી શકાય.
આપણા ગુજરાતમાં આમતો અનેક ધોધ આવેલા છે. જેમાંથી કોઈ મોટા છે તો કોઈ નાના. છેલ્લા થોડા દિવસોથી દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. ડાંગ જિલ્લામાં પણ ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે. ચોમાસામાં ડાંગનો કુદરતી વૈભવ અતૂલ્ય હોય છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નર્મદા અને વલસાડ જિલ્લામાં ઘણા નાનાં-મોટાં ધોધ આવેલો છે.
ભીગુ (કોસમાળ) વોટરફોલ
ડાંગ જિલ્લાના વઘઇથી 12 કિ.મી.ના અંતરે આવેલા કોસમાળ ગામની સીમમાં ડુંગર પર 200 ફૂટ ઊંચાઇએથી ઝરણું ધોધની જેમ નીચે વરસે છે. આ રમણીય ભેગુ (ભીગુ)ધોધ સ્થાનિક પ્રવાસીઓને આકર્ષે છે. વઘઇથી આ ધોધ પર જવા માટે ઝાવડા રોડ પર ડોકપાતળ થઈ કોસમાળ જવાય છે.
કાલીબેલવાળા રસ્તેથી પણ કોસમાળ જઇ શકાય છે. 9 કિમીનો આ રસ્તો છે. 200 ફૂટ ઊંચા ભેગુ ધોધ નીચે મનમૂકીને ભીંજાવું તે એક લહાવો છે. અહીં ડૂબી જવાય એટલું પાણી નથી પણ લપસી ન જવાય એનું ધ્યાન રાખવું પડે.
આ ધોધ ડાંગ જિલ્લામાં જોવાલાયક સ્થળો પૈકીનું એક છે. આ ધોધ ગાઢ જંગલની અંદર આવેલો છે. આ ધોધ ડાંગ જિલ્લાના વઘાઈ તાલુકામાં આવેલો છે. આ ધોધ કુસમલ ખીણમાં આવેલો છે. અહીં તમને ચારેબાજુ સુંદર પહાડી દૃશ્ય જોવા મળે છે. તમે અહીં આવીને કુદરતી વાતાવરણમાં આનંદ માણી શકો છો. આ ધોધની નજીક એક વ્યુપોઈન્ટ છે જ્યાંથી તમે આ ધોધનો સુંદર નજારો જોઈ શકો છો. ધોધ સુધી પહોંચવા માટે તમારે ટ્રેકિંગ કરવું પડશે.
વાંઘણ વોટરફોલ
આ વાંસદાના વાંઘણ ગામમાં આવેલો છે જે સેફની સાથે સુંદર પણ છે. લોકો આ જગ્યાએ ખુબ એન્જોય કરે છે. અહીં ઉપરની તરફ એક બીજો વોટરફોલ પણ છે. એટલે કે તમે બન્ને વોટરફોલમાં મસ્તી કરી શકો છો. ચોમાસામાં આ જગ્યાએ જોવાલાયક છે.
બરડા ધોધ
ગુજરાતના દક્ષિણ ભાગમાં ડુંગરાળ તેમજ ગીચ વનરાજીથી અત્યંત રમણીય એવા ડાંગ જિલ્લાના મુખ્ય મથક તરીકે જાણીતા આહવાથી મહાલ તરફ જતાં 10 કિલોમીટર દૂર આ ધોધ જોવા મળે છે. જ્યાંથી માત્ર 30 મિનિટનો રસ્તો છે. ચનખલ ગામથી પણ અહીં જઇ શકાય છે. ચનખલ ગામથી બરડા ધોધ જવા માટે ખેતરોમાં પંગદડીના માર્ગે ચાલતા જવું પડે છે. આ ધોધમાં વરસાદના પાણી ભરાતાં તેનો પ્રવાહ ખુબ જ જોવા મળે છે. આ ધોધ ઉંચેથી ખડકો પરથી વહીને સફેદ દૂધ જેવું પાણી નીચે તલાવડીમાં પડે છે. ધોધની આજુ બાજુ આવેલા ઉચાં ખડકો પરથી જોતાં ધોધનો નજારો પ્રવાસીઓનું મનમોહી લે છે.
બરપુડા વોટરફોલ
કપરાડા તાલુકામાં આવેલો બરપુડા વોટરફોલ પણ ચોમામા વિઝિટ કરવા લાયક છે. આ વોટર ફોલ સુધી જવા માટે તમારે જંગલમાં થોડુક ટ્રેકિગ કરીને જવું પડશે. પાણીમાં પડી ન જવાય તેનું ધ્યાન રાખવું. તમે અહીં ફોટોગ્રાફી કરી શકો છો. વોટરફોલ જોવાની સાથે તમે અહીં બેસીને નાસ્તાની ઉજાણી કરી શકો છો. પણ હાં, નાસ્તો કરીને કચરો ગમે ત્યાં ફેંકતા નહીં. પ્રકૃતિને તેના મૂળ સ્વરૂપમાં સાચવવાની જવાબદારી આપણા સૌની છે.
શિવ ઘાટ, ડાંગ
શિવ ઘાટ ડાંગ જિલ્લાનું મુખ્ય પ્રવાસન સ્થળ છે. આ એક સુંદર ધોધ છે. અહીં શિવ અને પાર્વતીનું મંદિર પણ છે. આ ઘાટ નજીક સુંદર ખીણ જોવા મળે છે. ચારે બાજુ કુદરતી નજારો જોવા મળે છે. આ ધોધ આહવાથી પિંપરી તરફ જતા રસ્તા પર આવેલો છે. જો તમે વરસાદની મોસમમાં અહીં આવશો તો તમને ખૂબ મજા આવશે. અહીં મોટી સંખ્યામાં કપિરાજ પણ જોવા મળે છે.
શંકર ધોધ
વલસાડ જિલ્લામાં આવેલા અનેક ધોધ વર્ષા ઋતુમાં સક્રિય થઈ જાય છે. જિલ્લામાં મેધ રાજા મનમુકીને વરસી રહ્યા છે જેના કારણે વલસાડની વનરાજી લીલીછમ થઈ ગઈ છે. જિલ્લામાં ચોમાસું જ્યારે પીક પર હોય છે ત્યારે અહી આવેલા અનેક ધોધ વહેવા લાગે છે અને નયનરમ્ય દ્રશ્યો સર્જાતા હોય છે. ધરમપુર તાલુકામાં આવેલા અનેક ધોધ પણ સક્રિય થયા છે. છેલ્લા કેટલાક દિવસથી અવિરત વરસાદ પડવાના કારણે શંકર ધોધ સક્રિય થયો છે.
ચોમાસા દરમિયાન,વલસાડ જિલ્લામાં આવેલ ઘરમપુર ખાતે આવેલા શંકરધોધનું સૌદર્ય સોળેકળાએ વરસાદી નીરના કારણે ખીલે છે. આ ધોધમાં વરસાદ પડતાની સાથે જ ધોધમાંથી પાણી વહેવાનું શરૂ થઇ જતા જિલ્લાનું ટુરીઝમ પોઇન્ટ બની જાય છે. આ કુદરતી સૌંદર્યના મજા માણવા માટે ગુજરાત ભરમાંથી લોકો ઉમટી પડે છે, ત્યારે શંકરધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.
શંકરધોધના આહલાદક દ્રશ્યને સંભારણા માટે સેલ્ફી તથા ફોટા પાડી આનંદિત થાય છે. વિખ્યાત શંકરધોધની મુલાકાતે વલસાડ, ચીખલી, નવસારી, સુરત સહિત ગુજરાતભરમાંથી સેહલાણીઓ વરસતા વરસાદમાં આવી આનંદ માણે છે.અહી આવતા સહેલાણીઓને ધુમ્મસભર્યુ વાતાવરણ મનમોહી તે તેવું હોય છે. જેનો આનંદ પણ લોકો માણે છે. સાથે સાથે અહી આવેલા પર્યટકો જિલ્લામાં આવેલા અન્ય સ્થેળોની પણ મુલાકાત લે છે.
જો તમે સુરતથી આવતા હો તો ચીખલી ખેરગામ ધરમપુર થઈ 100 કિલોમીટર ધરમપુર અને ત્યાંથી 29 કિલોમીટર પર શંકર ધોધની મુલાકાત લઈ શકો છો. જો વાપી દમણ નવસારીથી આવતા હોય તો 80 કિલોમીટરના અંતરે તમે આહલાદક દ્રશ્યોનો રોમાન્ચ માણી શકો છો. સાથે જ ચોમાસામાં ઉત્પન્ન થતા ખળખળ વહેતાં ઝરણાઓ પણ તમારું મન મોહી શકે છે
ગીરમાળ ધોધ
આવો જ બીજો એક ધોધ ગીરમાળ (Girmal waterfall) આવેલો છે. આ ધોધ પણ સાપુતારા નજીક આવેલો છે. આ ધોધ આહવામાં સુબીર ગામ (Subir village) નજીક આવેલો છે. સુબીર ગામથી આ ધોધ 14 કિલોમીટર દૂરના અંતરે આવેલો છે. અહીં પહોંચવા માટેનો રસ્તો પ્રમાણમાં સારો છે. અહીં આસપાસ પૂર્ણા નદી આવેલી છે. આસપાસનો વિસ્તાર પૂર્ણા વાઇલ્ડ લાઇફ સેન્ચુરી છે. ચોમાસા દરમિયાન અહીંની મુલાકાત સ્વર્ગનો અનુભવ કરાવશે!
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો