દક્ષિણ ભારતમાં કર્ણાટક એક એવું શહેર છે, જે પોતાના ભવ્ય ઇતિહાસ, રોમાંચ અને ધાર્મિક મૂલ્ય માટે જાણીતું છે. આ શહેરમાં ફરવા માટે ઘણાં આકર્ષક અને મનમોહક જગ્યાઓ છે, જેનો આનંદ તમારી રજાઓ દરમિયાન લઇ શકો છો. આ રાજ્ય એક જીવંત સાંસ્કૃતિક વિરાસત અને ઇતિહાસથી ભરેલું છે.
કર્ણાટકનું આકર્ષણ તેના અનેક શહેરોમાં જોવા મળે છે. આ શહેરોમાં સુંદર દરિયાકિનારો, આકર્ષક વાસ્તુશિલ્પ, સ્વાદિષ્ટ ભોજન અને પ્રાકૃતિક નજારાનો આનંદ ઉઠાવી શકાય છે. જો તમે કર્ણાટક ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ 5 જગ્યા જરૂર જુઓ.
મુલાયનગિરી, ચિકમંગલૂર
મુલાયનગિરી પીક સમુદ્રની સપાટીએથી 1930 મીટરની ઊંચાઇ પર સ્થિત છે. હિમાલયથી નીલગિરી સુધી ચેમ્બ્રા, બનૌરા અને વેલારી માલા શિખરોની પાછળ મુલાયનગિરી સૌથી ઊંચુ શિખર છે. અહીંનું તાપમાન 20 થી 25 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે. આ જગ્યા પોતાની શાંત પ્રકૃતિ, ગાઢ લીલાછમ જંગલો અને યગચી નદી માટે જાણીતી છે. ફરવા માટે ચિકમંગલૂરમાં મુલાયનગિરી ઉપરાંત, કેમ્મનગુંડી, કુદ્રેમુખ રાષ્ટ્રીય ઉદ્યાન, હેબ્બે જળધોધ, બાબા બુદનગિરી પણ સુંદર જગ્યાઓ છે.
આ પહાડી સ્થાન તેના સાહસિક અનુભવો માટે જાણીતું છે. દૂર-દૂરથી ટ્રાવેલર્સ અહીં ટ્રેકિંગ જેવા એડવેન્ચરની શોધમાં આવે છે. પહાડોના વળાંકદાર અને જંગલોના રસ્તા રોમાંચક ટ્રેલ્સ માટે ઘણાં પ્રસિદ્ધ છે.
ટ્રેકિંગ ઉપરાંત તમે અહીં કેમ્પિંગ, માઉન્ટેન બાઇકિંગ અને એક લાંબી પગપાળા યાત્રાનો આનંદ ઉઠાવી શકે છે. તપસ્વી મુલપ્પા સ્વામી મંદિર, સૂર્યાસ્ત પૉઇન્ટ અને નંદી મૂર્તિ અહીંના સૌથી ખાસ પર્યટન સ્થળ છે જ્યાંનો પ્લાન તમે મુલાયનગિરીની સફર દરમિયાન બનાવી શકે છે.
બીદર
કર્ણાટકમાં મૈસૂર ઉપરાંત એવા ઘણાં રાજ્ય હતા જ્યાં મુગલ શાસન ફેલાયેલું હતું. જેમાં બીદર પણ સામેલ છે. જો તમને સંસ્કૃતિ, ઇતિહાસ, વાસ્તુકળાનું આકર્ષણ છે તો અહીંની યાત્રા જરૂર કરો. બીદર શહેર ઘણી ઐતિહાસિક વિરાસતો માટે જાણીતું છે. જો તમે ઇતિહાસ પ્રેમી છો, અને પ્રાચીન વાસ્તુકળાને જોવાની ઇચ્છા રાખો છો તો બીદર ફોર્ટ જરૂર જાઓ. આ કિલ્લો દક્ષિણ ભારતમાં બહમની સામ્રાજ્યના ગર્વનું પ્રતીક માનવામાં આવે છે, જેનું નિર્માણ બહમની સામ્રાજ્યના શક્તિશાળી શાસક સુલ્તાન અલાઉદ્દીન બહમને કરાવ્યું હતું.
અગુમ્બે
અગુમ્બે કર્ણાટકનું એક સુંદર શહેર છે, જ્યાં જવાના ઘણાં કારણો છે. આ શહેર લીલુંછમ અને શાંત છે, જે ઘણું રિફ્રેશિંગ લાગે છે. જો તમને કર્ણાટક પસંદ છે તો તમારે અગુમ્બે પણ જરૂર જવું જોઇએ. અહીં આખુ વર્ષ ભારે વરસાદ થાય છે. એટલા માટે આને દક્ષિણનું ચેરાપૂંજી પણ કહેવાય છે. મૉનસુનના મહિનાઓ એટલે કે જુલાઇથી સપ્ટેમ્બરને બાદ કરીએ તો તમે અહીં કોઇ પણ સમયે આવી શકો છો. તમે કદાચ જાણતા હશોકે આર.કે.નારાયણની ટીવી સીરીઝ 'માલગુડી ડેઝ'નું શૂટીંગ આ જ ગામમાં થયું હતું.
અગુમ્બે સ્થિત સૂર્યાસ્ત પોઇન્ટ ઘણી ખાસ જગ્યા માનવામાં આવે છે. આ પૉઇન્ટ ફક્ત અગુમ્બેનો જ નહીં પરંતુ તેની ગણતરી આખી દુનિયામાં ખાસ સૂર્યાસ્ત પૉઇન્ટ તરીકે થાય છે. જો તમારે બેસ્ટ સનસેટ વ્યૂ પૉઇન્ટને સામેલ કરવામાં આવે તો અગુમ્બેનો ચોક્કસ સમાવેશ થાય. પશ્ચિમી ઘાટોની ઉચ્ચત્તમ શિખરોમાં વસેલુ આ એક સ્થાન અરબ સાગરમાં સૂર્યાસ્તના અદ્ભૂત દ્રશ્યોને જોવાની તક આપે છે.
સૂર્યના રંગમાં ઘોળીને સાગર અદ્ભૂત સુંદરતાનું આવરણ ઓઢી લે છે. નિશ્ચિત રીતે આ દ્રશ્યોને જોવા એક શાનદાર અનુભવ હશે. આ પૉઇન્ટ અગુમ્બે ગામથી 10 મિનિટ પગપાળા ચાલીને જઇ શકાય છે.
કુદ્રેમુખ
પહાડો, ટ્રેકિંગ એડવેન્ચર અને પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતા સ્થળ ચિકમંગલૂર જિલ્લાનો હિસ્સો છે. અહીં દરેક પ્રકારના પ્રવાસીઓ ફરવા જઇ શકે છે. કુદ્રેમુખનું સૌથી મુખ્ય આકર્ષણ અહીંનું કુદ્રેમુખ શિખર છે, જેને જોવા માટે દૂર-દૂરથી લોકો આવે છે. કુદ્રેમુખ પીકથી એવા પ્રાકૃતિક દ્રશ્ય જોવા મળે છે જેનો કોઇ જવાબ નથી. ખાસ કરીને આ શિખર પરથી અરબ સાગરને ઢંકાયેલા આકાશ અને વાદળોને જોવાનું ઘણું રોમાંચક હોય છે.
મુલાયનગિરીની મુલાકાતે આવતા ટ્રાવેલર્સ અહીં પણ આવવાનું ઘણું જ પસંદ કરે છે. કુદ્રેમુખ પોતાના પ્રાકૃતિક ખજાનામાં પહાડ, પ્રાચીન ઝરણાં અને લીલીછમ પરિદ્શ્ય માટે ઘણું જ પ્રસિદ્ધ છે. જો તમે પ્રકૃતિ પ્રેમી છો તો આ સ્થાન તમારા માટે ખાસ છે. અહીં તમને પ્રકૃતિની નજીક જવાની ભરપૂર તક મળશે જ્યાં તમે એક યાદગાર સમય વિતાવી શકો છો.
કુદ્રેમુખની પ્રાકૃતિક સુંદરતાનો આનંદ તમે અહીં કુદ્રેમુખમાં ટ્રેકિંગ અને કુદ્રેમુખ રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત કરી શકો છો. ભગવતી પ્રકૃતિ શિબિર, સુરીમાલે ફૉલ્સ અને કદંબી ઝરણાં અહીંના ખાસ દર્શનીય સ્થાન છે.
ચન્નાપટના
ચન્નાપટના પોતાના લાકડાના રમકડા માટે જાણીતું છે. આ રમકડા વજનમાં હલકા અને સખત હોય છે. વર્ષો પહેલાં આ રમકડાંને આઇવરી વુડથી બનાવીને તેની પર પૉલિશ કરવામાં આવતી હતી. આજના સમયમાં તેને દેવદાર, રબરવુડ, પાઇનવુડ, સાગૌન, ગૂલર વગેરેની લાકડીઓથી બનાવવામાં આવે છે. ચન્નાપટનાના રમકડાંનો સંબંધ ટીપૂ સુલ્તાનના શાસન સાથે જોડાયેલો છે. એવું કહેવાય છે કે સુલ્તાનને ફારસથી એક લાકડીનું રમકડું ઉપહારમાં મળ્યું હતું. આ ઉપહારથી સુલ્તાન એટલા ખુશ થયા કે તેમણે ફારસથી કારીગરોને બોલાવીને પોતાને ત્યાંના કારીગરોને આ કળા શિખવાડી. આ રીતે જે કારીગર આ રમકડાંને બનાવવાનું શિખી ગયા તે ચન્નાપટનામાં જ રહીને રમકડાં બનાવવા લાગ્યા.