ધોળાવીરા એ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં ખદીરબેટ ખાતે આવેલું એક પુરાતત્વીય સ્થળ છે. આ સ્થળ ખાતે એક પ્રાચીન સિંધુ ખીણ સભ્યતાના અવશેષો જોવા મળ્યા છે - હડપ્પા શહેર ધોળાવીરા એ હડપ્પાના પાંચ સૌથી મોટા સ્થળો પૈકીનું એક છે અને સિંધુ ખીણની સભ્યતા સાથે સંબંધિત ભારતના સૌથી પ્રખ્યાત પુરાતત્વીય સ્થળ છે. આ સ્થળની શોધ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના જે.પી.જોષી દ્વારા 1-6-68માં કરવામાં આવી હતી અને તે હડપ્પાના આઠ મુખ્ય સ્થળોમાં પાંચમા ક્રમનું સૌથી મોટું સ્થળ છે. હડપ્પાના અન્ય મુખ્ય સ્થળોમાં હડપ્પા મોહેં-જો-દરો, ગનેરીવાલા, રાખીગઢી, કાલીબંગન, રૂપનગર અને લોથલનો સમાવેશ થાય છે.
આ પ્રવાસન દ્રષ્ટિએ અત્યંત લોકપ્રિય તેમજ ઐતિહાસિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના નગર ખાતે ક્રાફ્ટ ઓફ આર્ટ નામની સંસ્થા દ્વારા ગુજરાત ટુરિઝમના સહયોગની 28 જાન્યુઆરીના રોજ યુનેસ્કો વિશ્વ ધરોહર એવા ધોળાવીરા ફેસ્ટિવલનું આયોજન થનાર છે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અભિનેતા માનવ ગોહિલ કરશે.
આ મ્યુઝિક ફેસ્ટિવલ એક ખાસ વાતાવરણ બનાવવા વિશે છે જે સ્મારકને એકસાથે લાવે છે. ધોળાવીરા ખાતે યોજાનાર આ મહોત્સવમાં સમૃદ્ધ સાંસ્કૃતિક સ્થાપત્ય ઇતિહાસ અને આપણી ભારતીય પરંપરાની વિવિધ ગાથાઓનું પ્રદર્શન કરવામાં આવશે. હેરિટેજ ફેસ્ટિવલ દરમિયાન પ્રખ્યાત કલાકારો અને તબલા વાંસળી, સારંગી ઢોલક વગેરે જેવા વાદ્યોના ઉસ્તાદો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે.
ક્રાફ્ટ ઓફ આર્ટ વિશે
ક્રાફ્ટ ઓફ આર્ટ એક પહેલ છે જે લોકોને, ખાસ કરીને યુવા પેઢીને સ્મારકો ફરીથી રજૂ કરવા પર કેન્દ્રિત છે. આ સંસ્થાનો મુખ્ય હેતુ આપણા સ્મારકો અને વારસો પ્રત્યે સામાન્ય જનતા અને યુવાનોમાં સર્જનાત્મકતા અને જિજ્ઞાસાને પ્રોત્સાહન આપવાનું છે.
છેલ્લા નવ વર્ષથી તા, 19 મ્યુઝિક ફેસ્ટિવલમાં, ગુજરાતમાં વિવિધ જગ્યાઓએ ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા ખૂબ જ પ્રશંસનીય કાર્યક્રમોનું આયોજન થયું છે. ગુણવત્તાસભર સંગીત અને હેરિટેજ સાઇટનું જ્ઞાનસભર પ્રદર્શનના એક સમૃદ્ધ મિશ્રણ દ્વારા આ ફેસ્ટિવલની સુંદરતા અને વૈભવ કઈક અનેરા જ હોય છે.
આ ખાસ પ્રયાસ સ્મારકની છુપાયેલી કલા, ઇતિહાસ અને ગૌરવને ઉજાગર કરવામાં છે જે પ્રવાસન તેમજ ઐતિહાસિક વારસા બંને ક્ષેત્રે એક સરહનીય કામ છે.
ક્રાફ્ટ ઓફ આર્ટ એ બિરવા કુરેશીનું વિઝન ઓફ એન્ડ ઇનિશિયેટિવ છે.
વિવિધ લોકપ્રિય પ્રવાસન સ્થળોએ ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા યોજાયેલા રસપ્રદ કાર્યક્રમો:
અડાલજની વાવ ખાતે વૉટર ફેસ્ટિવલ
રાણી કી વાવ ખાતે વૉટર ફેસ્ટિવલ
સરખેજ રોજા ખાતે સૂફી ફેસ્ટિવલ
અમદાવાદની ગુફા ખાતે મ્યુઝિક તેમજ ફોટોગ્રાફી ફેસ્ટિવલ
ભદ્ર કિલ્લા તેમજ ત્રણ દરવાજા ખાતે મ્યુઝિક ફેસ્ટિવલ
ધોળાવીરા ફેસ્ટિવલ ખાતે રસપ્રદ એક્ટિવિટીઝ:
ક્રાફ્ટ ઓફ આર્ટના આગળના કાર્યક્રમોની જેમ ધોળાવીરા ફેસ્ટિવલ ખાતે પણ અનેક રસપ્રદ એક્ટિવિટીઝ યોજાનાર છે જે ધોળાવીરા સંસ્કૃતિ વિષે લોકોને વધુ માહિતગાર કરશે.
- પ્રખ્યાત કલાકારો દ્વારા સાંજે સંસ્કૃતિ કાર્યક્રમ
- લોક સંગીત અને શાસ્ત્રીય સંગીત
- વિવિધ સ્થળોના હેરિટેજ સ્મારકો પર ઑડિઓ વિઝ્યુઅલ શો
- સ્થાનિક રાંધણકળાના સ્ટોલ્સ
ધોળાવીરા કેવી રીતે પહોંચવું?
સૌથી નજીકનું એરપોર્ટ કંડલા એરપોર્ટ છે, જે 190 કિ. મી. દૂર છે.
નજીકનું અનુકૂળ રેલવે સ્ટેશન ભચાઉ રેલવે સ્ટેશન છે, જે 150 કિલોમીટર દૂર છે.
સૌથી નજીકનું મુખ્ય શહેર ધોળાવીરા છે, જે 2KM દૂર છે.
પ્રવાસની સાથોસાથ સંગીતનો શોખ ધરાવતા લોકોએ ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા યોજાતા વિવિધ ફેસ્ટિવલ્સ વિષે જરૂર અપડેટ રાખવી જોઈએ કેમકે તેમના માટે આ શ્રેષ્ઠ કાર્યક્રમો હોવાના!
માહિતી:
https://utsav.gov.in/view-event/dholavira-festival-1
https://www.youtube.com/channel/UCHQA9DdCtOs9ize2iho-Tjg
https://crraft-of-art.com/
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ