ભારતમાં શ્રદ્ધા એ એક મોટી લાગણી છે. ઘણા ધર્મો અને અસંખ્ય ધાર્મિક સ્થળો તેમની સાથે જોડાયેલા છે...જેમાં માત્ર ઈતિહાસ જ નથી પરંતુ જેની માન્યતાઓ લાખો લોકોને જીવનનો માર્ગ બતાવે છે. રહસ્યોથી ભરેલી કેટલીક જગ્યાઓ એવી પણ છે જેની મુલાકાત લઈ શકાય છે પરંતુ આ યાત્રા દરેકની પહોંચમાં નથી હોતી. રોમાંચ અને પડકારોથી ભરેલી આવી જ એક યાત્રા છે આદિ કૈલાશ પર્વતની. આ પ્રવાસમાં પડકારો, રોમાંચની સાથે સાથે ખૂબ જ સુંદર રસ્તાઓ પરથી પસાર થવાનો અનુભવ પણ છે.
અંદાજે 6 હજાર કિલોમીટરની ઉંચાઇ પર આવેલા આદિ કૈલાશને છોટા કૈલાશ પણ કહેવામાં આવે છે. ઉત્તરાખંડમાં આવેલા આદિ કૈલાશ પર્વત તિબેટના કૈલાશ માનસરોવર જેટલો જ સુંદર અને કુદરતી દ્રશ્યોની વચ્ચે આવેલો છે. ખાસ વાત એ છે કે જો કૈલાશ માનસરોવર જવું છે તો પ્રવાસીઓએ આ રસ્તા પરથી જ પસાર થવાનું હોય છે.
આદિ કૈલાસ ભગવાન શિવ અને માતા પાર્વતીનું નિવાસસ્થાન છે. હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, આદિ કૈલાશ પંચ કૈલાસમાંથી એક છે. હિન્દુ ધર્મમાં ઓમ પર્વત અને આદિ કૈલાશને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અહીં પ્રચલિત કોસ્મિક એનર્જી કોઈપણ વ્યક્તિનું પરિવર્તન કરી શકે છે. તેને જોઈને જ તમારો અંતઃ આત્મા શુદ્ધ અને શાંત થઈ શકે છે. આજે આપણે આ યાત્રા સાથે જોડાયેલી તમામ નાની-મોટી બાબતો વિશે જાણવાનો પ્રયત્ન કરીશું.
ધારચુલાથી આદિ કૈલાશ સુધીની સંપૂર્ણ યાત્રા
દેશમાં રહસ્યોથી ભરેલી કેટલીક જગ્યાઓ એવી પણ છે જ્યાં જઇ તો શકીએ છીએ પરંતુ આ યાત્રા દરેકની પહોંચમાં નથી હોતી. રોમાંચ અને પડકારોથી ભરેલી આવી જ એક યાત્રા છે આદિ કૈલાશ પર્વતની. આ પ્રવાસમાં પડકારો, રોમાંચની સાથે સાથે ખૂબ જ સુંદર માર્ગોમાંથી પસાર થવાનો અનુભવ પણ છે. તેને શરૂ કરવા માટે તમારે દેશના કોઈપણ ભાગમાંથી ઉત્તરાખંડના પિથોરાગઢ આવવું પડશે. અહીં આવીને તમારે મેડિકલ ટેસ્ટ કરાવવો પડશે.
વચ્ચે શું આવે છે, કેટલો સમય લાગે છે?
પિથોરાગઢના ધારચુલાથી આદિ કૈલાશ સુધીની યાત્રા લગભગ 5 દિવસમાં પૂર્ણ થાય છે. આ યાત્રા પથરાળ રસ્તાઓ પરથી પસાર થાય છે, થોડા સમય પછી એક પાકો રસ્તો જોવા મળે છે પરંતુ તે વચ્ચે હવામાનમાં ફેરફારને કારણે અચાનક ભૂસ્ખલન થાય છે અને ઘણી જગ્યાએ રોડ તૂટી જાય છે જેના કારણે 60 કિલોમીટરની આ યાત્રા રોડ દ્વારા પૂરી કરવામાં લગભગ 9 કલાકનો સમય લાગે છે.
-ધારચૂલાથી 5 કિલોમીટરની મુસાફરી પૂરી કર્યા બાદ મળે છે તપોવન -અહીં નેપાળ અને ભારતના પહાડો આમને-સામને છે અને વચ્ચે વહે છે કાલી નદી બોર્ડર લાઇનના જેવી છે
રસ્તામાં આવે છે માલપા ગામ
તંપા વિસ્તારની નજીક આવેલા માલપા ગામ પહોંચતા પહેલા, તમને દેખાશે એક સુંદર ધોધ જે માન્યતાઓ અનુસાર દિવ્ય શક્તિનો આર્શીવાદ પ્રાપ્ત છે. જેના કારણે આ માત્ર એક દર્શનીય સ્થળ જ નહીં પરંતુ જ્યારે સૂર્યના કિરણો આ ધોધ પર પડે છે તો મેઘધનુષના બધા રંગ જોઇ શકાય છે. આ જગ્યાએ લાખો હિંદૂ શ્રદ્ધાળુઓ દર વર્ષે આવે છે.
સીતા પુલ પર ભગવાન શિવ અને વેદ વ્યાસજીનું મંદિર
ત્યારબાદ ગુંજી ગામ પહોંચતા પહેલા સીતા પુલ મધ્યમાં આવે છે જે ભારત અને નેપાળની પહાડીઓને જોડે છે, આ પુલ લાકડાનો બનેલો છે અને હવામાં ઝૂલતો દેખાય છે. પુલને પસાર કર્યા બાદ તમને નેપાળ આર્મીના સૈનિકો જોવા મળે છે. અહીં નેપાળી પહાડી પર ભગવાન શિવ અને વેદવ્યાસજીનું મંદિર છે.
હવે આવે છે પાર્વતી સરોવર
આદિ કૈલાશ પર્વતને અડીને આવેલા પાર્વતી સરોવર પાસે બનેલા પ્રસિદ્ધ શિવ પાર્વતી મંદિરના દર્શન કર્યા વિના લોકો અહીંથી પાછા ફરતા નથી.ભાગ્યશાળી છે કે જેને પાર્વતી કુંડ જોવાનો દુર્લભ અવસર મળે છે, કારણ કે આ સ્થળની ઉંચાઈ એટલી ઊંચી છે કે ભાગ્યે જ કોઈ
પ્રવાસીઓ અહીં આવે છે. જે પ્રવાસીઓ અહીં આવીને સ્નાન કરવાનો લહાવો મેળવે છે તેઓને ક્યારેય ચામડીના રોગો થતા નથી.
પાર્વતી કુંડ આધ્યાત્મિક
દ્રષ્ટિકોણથી ખૂબ જ પવિત્ર છે, તેની પોતાની એક અલગ વિશેષતા છે. તમે આ સ્થળની સુંદરતા બીજે ક્યાંય જોઈ શકતા નથી. બરફથી ઢંકાયેલા પહાડોની વચ્ચે આ કુંડ વધુ સુંદર લાગે છે. સાધુઓ અહીં ખાસ કરીને ધ્યાન કરવા માટે આવે છે કારણ કે માન્યતાઓ અનુસાર, માતા પાર્વતીએ પણ અહીં બેસીને મહાદેવની તપસ્યા કરી હતી, જેના પરિણામે તેમના લગ્ન મહાદેવ સાથે થયા હતા, તેથી જે પણ અહીં જાય છે તે તપસ્યા કરે છે. તેને સ્વયં માતા પાર્વતી અને મહાદેવના આશીર્વાદ મળે છે અને જે ધ્યેય માટે તે તપસ્યા કરે છે તે ચોક્કસ પરિપૂર્ણ થાય છે.અહીં નજીકમાં માતા પાર્વતીનું મંદિર પણ છે.અહીના સ્થાનિક લોકોની વેશભૂષા બહારથી આવતા ભક્તોને આકર્ષિત કરે છે.
પાર્વતી સરોવર પાસે શેષનાગ પર્વત અને વેદવ્યાસ ગુફા નજીકમાં છે. અહીંથી લોકો પૂજા અર્ચના કરીને ગુંજી પરત ફરે છે.
વેદવ્યાસ ગુફા
જો કે આ એક નાની ગુફા છે, પરંતુ કહેવાય છે કે હજારો વર્ષ પહેલા મહર્ષિ વેદ વ્યાસે આ ગુફામાં રહીને વેદ અને પુરાણોનું સંકલન કર્યું હતું. એવું પણ માનવામાં આવે છે કે આ ગુફામાં વેદ વ્યાસે ભગવાન ગણેશની મદદથી મહાભારતની રચના કરી હતી.વેદ વ્યાસ ગુફા તેની અનોખી છત માટે પણ દેશભરમાં પ્રખ્યાત છે. આ છતને જોતાં એવું લાગે છે કે જાણે કેટલાય પાના એક ઉપર એક મુકવામાં આવ્યા છે. આ છતને લઈને એક રહસ્યમય માન્યતા છે. એવું કહેવાય છે કે આ મહાભારતની વાર્તાનો તે ભાગ છે, જેના વિશે મહર્ષિ વેદ વ્યાસ અને ભગવાન ગણેશ સિવાય કોઈ જાણતું નથી.
તમને જણાવી દઈએ કે આ યાત્રામાં 32 થી 40 હજાર રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. આ સિવાય તમારે આ પ્રવાસ માટે તમારી જાતને શારીરિક રીતે ફિટ કરવી પડશે. તો જ તમે આ સમગ્ર પ્રવાસનો આનંદ માણી શકશો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો