હરવુ ફરવુ તો વળી કોને ન પસંદ હોય? પણ આ રોજ રોજની ભાગ દોડવાળી લાઈફમા ઑફિસથી ઘર અને ઘરથી ઑફિસ, એવુ બોગસ રુટિન બની ગયુ હોય છે. આવી બિઝી લાઈફમા મનને શાંતી આપવી પણ જરુરી છે. ઑફિસમા વધારે રજા ન મળતી હોવાને કારણે તમે ક્યાય ફરી પણ શકતા નથી. ઉપરથી આપણુ બજેટ પણ એટલુ નથી હોતુ કે ઓછા પૈસામા ક્યાક ફરીને આવી શકીયે. તો ચાલો સમયનો થોડો સદુપયોગ કરીયે અને આવનારા સારા દિવસોની તૈયારીમા થોડુ ધ્યાન આપીયે.
અમે તમને થોડી ટીપ્સ આપીયે છીએ કે ઓછા પૈસામા પણ કેવી રીતે સુંદર જગ્યાઓનો આનંદ માણી શકાય છે.
ધનૌલ્ટી હિલ સ્ટેશન
જી હા, આપણે ઉત્તરાખંડના નાનકડા હિલ સ્ટેશન ધનૌલ્ટીની વાત કરી રહ્યા છીએ. ધનૌલ્ટી 2286 મીટરની ઊંચાઈ પર આવેલ અને પહાડોથી ઘેરાયેલી એક સુંદર ટુરિસ્ટ પ્લેસ છે.
ધનૌલ્ટી પહાડોની રાણી કહેવાતા મસુરીથી માત્ર 24 કિમી દુર છે અને ચમ્બા રુટથી માત્ર 31 કિમીના અંતરે છે. તે આ બન્ને જગ્યાઓની વચ્ચે પડે છે.
ધનૌલ્ટી એક મનમોહક અને શાંતીપુર્ણ જગ્યા છે. અહિ મૌસમ બદલવામા એક મિનિટ પણ નથી લાગતી. ક્યારેક તડકો તો બીજી જ મિનિટે ધુમ્મસ. અને વરસાદની વાત કરો તો એ તો ક્યારેય પણ ટપકી પડે.
આ જગ્યા સ્વર્ગથી ઓછી નથી. અહિની પ્રાકૃતિક સુંદરતા તમારુ દિલ ખુશ કરી દેશે. અને તમને પાછા જવાનુ મન પણ નહિ થાય.
અહિ આવવાનો શ્રેષ્ઠ સમય માર્ચથી જુન વચ્ચેનો છે. પણ એવુ નથી, તમે અહિ ચોમાસામા પણ આવશો તો પણ તમારી ટ્રીપ યાદગાર જ હશે. ઊપરાંત શિયાળામા અહિ બરફનો આનંદ માણી શકાય છે.
આ હિલ સ્ટેશન પર તમે કેમ્પિંગની મજા માણી શકો છો. અહિ કેટલાય કેમ્પ તમને મળી રહેશે જ્યા તમે વન નાઈટ સ્ટે કરી શકો છો. અને હું કહુ છુ કે પહેલી વાર જાઓ ત્યારે તો કેમ્પિંગની મજા લેજો જ લેજો.
કેટલાય કેમ્પ્સમાથી એક આવારા કેમ્પ છે જ્યા રહીને તમે એકદમ સેલિબ્રેશન વાળી મજા લઈ શકો છો. અહિ તમારે ખાવા પીવાની ચિંતા કરવાની જરુર નથી.
આ સાથે જ અહિ કેટલીક એક્ટિવિટિઝ પણ કરાવવામા આવે છે જેમા રાતે બોનફાયર સાથે ખુબ એંજોય કરી શકો છો.
તમને રોજ સવારે ઊઠીને યોગ અને એક્સરસાઈઝ કરવાની આદત હોય તો તે પણ તમે અહિ કરી શકો છો. તાજી હવા સાથે યોગ અભ્યાસ હમેશા આનંદમય હોય છે.
દિલ્હી જેવી ગરમીથી રાહત અને મનને શાંતી સાથે સુકુન મળે છે. અહિ આવી તમે તમારી બધી જ મુશ્કેલીઓ ભૂલી જશો. તમારા માટે આ ક્ષણો સૌથી યાદગાર હશે.
ઈકો પાર્ક
ધનૌલ્ટીમા તમે ઈકો પાર્કમા પણ ફરી શકો છો કે જે આવારા કેમ્પથી માત્ર 2 કિમીના અંતરે છે. ઈકો પાર્ક મોટા મોટા વૃક્ષોથી ઘેરાયેલુ છે. અહિની સુંદરતા તમારુ મન મોહી લે તેવી છે. અહિ ગરમા ગરમ મેગી અને ચા ની ચુસ્કીઓની મજા જ કંઈક અલગ છે.
સુરખંડા દેવી મંદિર
અહિથી તમે સુરખંડા દેવી મંદિર સુધીનો 8 કિમીનો ટ્રેક પણ કરી શકો છો.
અહિ કેવી રીતે પહોંચવુ?
ધનૌલ્ટી પહોંચવા માટે તમે દિલ્હીથી આઈએસબીટી બસ સ્ટેશનથી દહેરાદુનની બસ લઈ શકો છો. અને દહેરાદુનથી મસુરી અને ત્યાથી ધનૌલ્ટીની પહોંચી શકો છો.
દહેરાદુનથી સવારે ડાયરેક્ટ ધનૌલ્ટી સુધી પણ બસ જાય છે. અહિ ફરવાનો ખર્ચો આશરે 3000 જેટલો થાય છે જે સ્વાભાવિક તમને અનુકુળ રહેશે.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.