ભારતના આ મંદિરોમાં ભગવાનને પ્રસાદ નહીં, શરાબ ચઢાવાય છે

Tripoto

કોઇ ધાર્મિક વ્યક્તિ માટે એક સામાન્ય દિવસ આવો હોય છે- વહેલી સવારે જાગવું, સ્નાન કરવું, કંઇપણ ખાધા વગર મંદિર જવું અને પછી પ્રસાદ ખાધા બાદ પોતાની દિનચર્યા શરુ કરવી. મંદિર જતા પહેલા તમે માંસ કે મદિરાનું સેવન નહીં કરી શકો. અને કેટલાક દિવસો પછી પણ. આપણો દેશ પોતાની વિવિધતા અને વિચિત્રતાથી ભરપૂર છે. ભારતમાં એવા ઘણાં મંદિર છે જ્યાં દારુ વર્જિત નથી પરંતુ પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે.

એ મંદિર જ્યાં શરાબ પ્રસાદ છે:

1. કાળ ભૈરવ મંદિર, ઉજ્જૈન

કાળ ભૈરવ મધ્યપ્રદેશના શહેર ઉજ્જૈનના સંરક્ષક છે. ભૈરવને ખુશ કરવા માટે તાંત્રિક વિધિ પંચકર્મથી પૂજન કરવામાં આવે છે જેમાં પ્રાચીન કાળમાં મદિરા, માંસ, મીન, મુદ્રા અને મૈથુનનો ભોગ ધરાવાતો હતો. પરંતુ આધુનિક કાળમાં મંદિર ઉપરાંત બાકીની ચીજોને સાંકેતિક રીતે કરવામાં આવે છે. એવું કહેવાય છે કે કાળ ભૈરવની મૂર્તિ ભોગ લગાવેલા શરાબને પી જાય છે.

2. ખબીસ બાબા મંદિર, લખનઉ

ખબીસ બાબા પોતાની અલૌકિક શક્તિઓ માટે ઓળખાતા હતા. એવું કહેવાય છે કે તે પોતાના સ્પર્શથી ઇજાગ્રસ્ત લોકોને ઠીક કરી દેતા હતા. ખબીસ બાબાને મદિરા ઘણી જ પસંદ હતી એટલા માટે મૃત્યુપર્યંત તેમની સમાધિ પર શરાબનો ભોગ ધરાવાય છે. આ મંદિર લખનઉની નજીક સીતાપુરમાં છે.

3. પરસિનિક્કિડવૂ મંદિર, કન્નૂર

Photo of ભારતના આ મંદિરોમાં ભગવાનને પ્રસાદ નહીં, શરાબ ચઢાવાય છે 2/4 by Paurav Joshi
પરસિનિક્કડવૂ મંદિર \ ક્રેડિટઃ વિકિપીડિયા

પરસિનીક્કડવૂ મંદિરના સંરક્ષક ભગવાન શિવનું એક યાયાવર રુપ છે. અહીં અનેક અનોખી રીતો હોય છે જેમાં મુથપ્પન થય્યમ નૃત્ય, માછલી, માંસ અને તાડી (તાડના ફળથી બનેલો શરાબ)નો ભોગ ધરાવાય છે. આ જોવા માટે તમારે અહીં કુંભમના મહિના (માર્ચના પહેલા સપ્તાહ)માં જવું પડશે.

4. ઉત્તરેશ્વરી મંદિર, જગતસિંહપુર

ઓરિસ્સાના એક ગામમાં સ્થિત માતા ઉત્તરેશ્વરીનું મંદિર પોતાની ચમત્કારીક શક્તિઓ માટે પ્રસિદ્ધ છે. માતાને વાઇન અને માછલી ચઢાવાય છે જેને બાદમાં વાઇના દર્દીઓમાં વહેંચી દેવામાં આવે છે.

5. કાશીના કોટવાળ, વારાસણી

કાળ ભૈરવ દેવતાઓના ચોકીદાર છે અને કાશી શહેરની રક્ષા પણ તે જ કરે છે જેના કારણે તેમના કાશીના કોટવાળના નામે ઓળખવામાં આવે છે. કાળ ભૈરવ જ એ નક્કી કરે છે કે કાશીમાં કોણ પ્રવેશ કરી શકે છે અને અહીં રહી શકે છે. કાળ ભૈરવને પ્રસન્ન કરવા માટે તેમને ચૉકલેટ, માંસ અને મદિરાનો ચઢાવો આપવામાં આવે છે.

Photo of ભારતના આ મંદિરોમાં ભગવાનને પ્રસાદ નહીં, શરાબ ચઢાવાય છે 3/4 by Paurav Joshi
ક્રેડિટ- કાશીના કોટવાળ

6. કાળ ભૈરવ મંદિર, દિલ્હી

ભારતની રાજધાની દિલ્હીમાં અબાલવૃદ્ધ સૌ કાળ ભૈરવની ભક્તિમાં ડુબેલી શરાબનું સેવન કરતા જોઇ શકાય છે. આ મંદિર જુના કિલ્લાની પાસે છે.

7. જીવા મામા મંદિર, વડોદરા

જીવા મામા કોઇ ધાર્મિક કે આધ્યાત્મિક હસ્તી નહોતા પરંતુ તેમણે એક ગામને ડાકુઓથી લૂંટતા બચાવ્યું હતું અને પોતાના જીવની આહુતી આપી હતી. એટલા માટે અહીં મંદિર બનાવાયું છે. જીવા મામાને સિગારેટ અને શરાબ ઘણી જ પસંદ હતી એટલા માટે ગુજરાતમાં શરાબ પ્રતિબંધિત હોવા છતાં આ મંદિરમાં શરાબ, માંસ અને સિગારેટનો ભોગ ધરાવાય છે.

8. ભંવાલ માતા મંદિર, મેરતા, રાજસ્થાન

ભંવાલ માતા કોઇ બીજુ નહીં પરંતુ ફક્ત અઢી પ્યાલો દારુ ચાંદીના ગ્લાસમાં ગ્રહણ કરે છે. મંદિરનો પૂજારી પોતાની આંખ બંદ કરીને માતા પાસેથી શરાબ ગ્રહણ કરવાનો આગ્રહ કર છે અને માતા 2 પ્યાલા પીને ત્રીજો પ્યાલો અડધો છોડી દે છે. દુનિયાભરના લોકો આ ચમત્કાર જોવા આવે છે.

9. ભદ્રકાળી મંદિર, અમૃતસર

દર વર્ષે મે મહિનામાં ઓલ્ડ અમૃતસરના ભદ્રકાળી મંદિરમાં મેળો લાગે છે. મેળા દરમિયાન માતાને માંસ અને શરાબનો ભોગ લગાવાય છે અને ભક્તજનોને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads