Budha Amarnath Yatra : શું છે બૂઢ્ઢા અમરનાથ યાત્રાનું મહત્વ, કોણ છે બાબા ચટ્ટાની?

Tripoto
Photo of Budha Amarnath Yatra : શું છે બૂઢ્ઢા અમરનાથ યાત્રાનું મહત્વ, કોણ છે બાબા ચટ્ટાની? by Paurav Joshi

બુઢા અથવા બુઢ્ઢા અમરનાથ યાત્રાની પ્રથમ ટુકડી 18 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરથી રવાના કરવામાં આવી છે, તમને જણાવી દઈએ કે શ્રાવણ મહિનામાં યોજાનારી આ યાત્રા 27 ઓગસ્ટ સુધી ચાલશે. કહેવાય છે કે જ્યાં સુધી તમે બુઢ્ઢા અમરનાથના દર્શન ન કરો ત્યાં સુધી અમરનાથ યાત્રા અધૂરી છે, આ મંદિર ઘણી બધી બાબતમાં અન્ય મંદિરોથી અલગ છે. તમને જણાવી દઈએ કે આ મંદિરનું શિવલિંગ પણ બરફનું બનેલું છે, જેને 'બાબા ચટ્ટાની' પણ કહેવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે ભગવાન શિવે માતા પાર્વતીને અમરત્વનું જ્ઞાન આપ્યું હતું પરંતુ તેની શરૂઆત જૂના અમરનાથ મંદિરથી થઈ હતી. આસ્થાના ધોરણો એવા આ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે અહીંથી કોઈ ખાલી હાથે નથી જતું, ભગવાન ભોલેનાથ હંમેશા પોતાના ભક્તોને કોઇ ને કોઈ વસ્તુ આપે છે, એવું કહેવાય છે કે અહીં માંગવામાં આવેલી દરેક ઈચ્છા ચોક્કસપણે પૂરી થાય છે.

Photo of Budha Amarnath Yatra : શું છે બૂઢ્ઢા અમરનાથ યાત્રાનું મહત્વ, કોણ છે બાબા ચટ્ટાની? by Paurav Joshi

તમને જણાવી દઈએ કે જમ્મુથી 246 કિલોમીટર દૂર પુંછ ખીણની રાજપુરા મંડીમાં સ્થિત આ મંદિરમાં લાકડાની સુંદર કોતરણી કરવામાં આવી છે. પુલસતા નદીના કિનારે આવેલું આ મંદિર સાંપ્રદાયિક સૌહાર્દનું સૌથી મોટું અને શ્રેષ્ઠ ઉદાહરણ છે કારણ કે આ મંદિરની રક્ષા અને સંભાળ હિન્દુ ભાઈઓ દ્વારા નહીં પરંતુ મુસ્લિમ ભાઈઓ દ્વારા કરવામાં આવે છે કારણ કે આ વિસ્તારમાં એક પણ હિન્દુ પરિવાર રહેતો નથી.

હવે પાકિસ્તાનીઓનું આગમન નહિવત થઈ ગયું છે

Photo of Budha Amarnath Yatra : શું છે બૂઢ્ઢા અમરનાથ યાત્રાનું મહત્વ, કોણ છે બાબા ચટ્ટાની? by Paurav Joshi

આ મંદિરની જાળવણી અવ્વલ દરજ્જાની છે, અગાઉ પાકિસ્તાનના હિન્દુ પરિવારોના લોકો પણ અહીં દર્શન કરવા આવતા હતા, પરંતુ હવે જ્યારે ભારત-પાકિસ્તાનના સંબંધો સારા નથી ત્યારે હવે અહીં આવતા પાકિસ્તાનીઓની સંખ્યા નહિવત થઈ ગઇ છે.

લોકો મોક્ષ પ્રાપ્ત કરે છે

એવી માન્યતા છે કે ચકમક પત્થરમાંથી બનેલા શિવલિંગના દર્શન કરવાથી લોકોને મોક્ષ મળે છે. રક્ષાબંધનના દિવસે એટલે કે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે પીર પંજાલની સુંદર ખીણોમાં આવેલા આ મંદિર પર મોટો મેળો ભરાય છે. જો કે બુઢ્ઢા અમરનાથની યાત્રાની સમગ્ર વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં આવે છે, પરંતુ વર્ષ 2005થી બજરંગ દળ પણ આ યાત્રાના સંચાલનમાં જોડાયું છે.

Photo of Budha Amarnath Yatra : શું છે બૂઢ્ઢા અમરનાથ યાત્રાનું મહત્વ, કોણ છે બાબા ચટ્ટાની? by Paurav Joshi

'બાબા ચટ્ટાની' ના દર્શન

અમે તમને જણાવી દઈએ કે બુઢ્ઢા અમરનાથ યાત્રા બાબા અમરનાથની યાત્રા જેટલી દુર્લભ અને મુશ્કેલ નથી, અહીં સરળતાથી જઈ શકાય છે, તેથી જે લોકો બીમાર છે, વૃદ્ધ છે અને બાબા ભોલેનાથના ભક્ત છે પરંતુ 'બાબા બર્ફાની' સુધી નથી પહોંચી શકતા. તેઓ અહીં પહોંચી શકે છે અને 'બાબા ચટ્ટાની'ના દર્શન કરી શકે છે જે તેમને 'બર્ફાની'ની જેમ જ ખ્યાતિ, શક્તિ અને મોક્ષ પ્રદાન કરે છે. લિંગ સ્વરૂપમાં ભગવાનના દર્શન કરતા પહેલા ભક્તો લોરણ નદીમાં સ્નાન કરીને પોતાને શુદ્ધ કરે છે અને પછી ભગવાનના દર્શન કરીને તેમની મનોકામના પૂર્ણ કરવા માટે આશીર્વાદ લે છે. મંદિરની અંદર ભગવાન શિવ-પાર્વતીની આરાધ્ય મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે.

Photo of Budha Amarnath Yatra : શું છે બૂઢ્ઢા અમરનાથ યાત્રાનું મહત્વ, કોણ છે બાબા ચટ્ટાની? by Paurav Joshi

એવું કહેવાય છે કે જે ચકમક પત્થરમાંથી શિવલિંગ બનાવવામાં આવ્યું છે તેની ઊંચાઈ લગભગ સાડા પાંચ ફૂટ છે, પરંતુ તેનો માત્ર એક ભાગ જ ઉપર દેખાય છે. એવું પણ કહેવાય છે કે મહમૂદ ગઝનવીએ પોતાના લૂંટફાટ અભિયાન દરમિયાન આ મંદિરને આગ લગાડી દીધી હતી, પરંતુ આ લિંગને કંઇ નહોતું થયું. એક પ્રચલિત દંતકથા છે કે બુઢ્ઢા અમરનાથના દર્શન વિના કાશ્મીરના અમરનાથના દર્શન અધૂરા ગણાય છે.

બુઢ્ઢા અમરનાથની કથા

આ મંદિર અને વાર્ષિક ઉત્સવ સાથે ઘણી દંતકથાઓ જોડાયેલી છે, જેમાંથી એક એ છે કે સદીઓ પહેલા જ્યારે કાશ્મીરમાં ઘણી અશાંતિ હતી ત્યારે લોરન ચંદ્રિકાની રાણી અમરનાથની ગુફામાં જઈ શકી ન હતી. જ્યારે તે આનાથી દુઃખી થવા લાગી ત્યારે તે વારંવાર વિચારતી હતી કે ભગવાન શિવની પ્રખર ભક્ત હોવા છતાં તે ભગવાન શિવના દર્શન કરવા જઈ શકતી નથી, તેથી તેણે ખાવા-પીવાનું બંધ કરી દીધું અને ભગવાન શિવની તપસ્યામાં મગ્ન થઈ ગઈ.

Photo of Budha Amarnath Yatra : શું છે બૂઢ્ઢા અમરનાથ યાત્રાનું મહત્વ, કોણ છે બાબા ચટ્ટાની? by Paurav Joshi

અન્ન-જળનો ત્યાગ કરવાના કારણે તેની બગડતી હાલત જોઈને ભગવાન શિવે એક વૃદ્ધ સંન્યાસીનું રૂપ ધારણ કર્યું અને હાથમાં ચાંદીની લાકડી લઈને રાણી પાસે ગયા. મહારાણી પાસે પહોંચીને તેમણે તેને કહ્યું કે તે મંડી પાસે એક સુંદર નદીના કિનારે ભગવાન શિવના દર્શન પણ કરી શકે છે અને અમરનાથની ગુફા સુધી જવાની કોઇ જરૂર નથી.પછી શું.. રક્ષાબંધનના દિવસે તે વૃદ્ધ સંન્યાસીના નેતૃત્વમાં રાણીએ મંડી તરફ પ્રયાણ કર્યું, ત્યારે તેણે ભગવાન શિવના લિંગને ચકમક પથ્થરના રૂપમાં જોયું, પરંતુ તે વૃદ્ધ સંન્યાસી ન દેખાયા. એટલામાં આકાશવાણી થઇ અને તેને કહ્યું કે વૃદ્ધ સંન્યાસી ભગવાન શિવ જ હતા અને તે દિવસથી ફરી મંડીમાં સ્થિત આ લિંગનું નામ બુઢ્ઢા અમરનાથ રાખવામાં આવ્યું.

Photo of Budha Amarnath Yatra : શું છે બૂઢ્ઢા અમરનાથ યાત્રાનું મહત્વ, કોણ છે બાબા ચટ્ટાની? by Paurav Joshi

અન્ય એક જૂની દંતકથા અનુસાર, પૂંછ શહેરની સ્થાપના કરનાર રાવણના દાદા શ્રી પુલસ્ત્યને લોરાન નદીના કિનારે ભગવાન શિવના દર્શન થયા હતા, ત્યારથી આ સ્થાન બુઢ્ઢા અમરનાથ અને લોરન નદી પુલસ્ત્ય નદી તરીકે ઓળખાય છે. દંતકથા અનુસાર, જ્યારે ભગવાન શિવ માતા પાર્વતી સાથે અમરનાથની પવિત્ર ગુફા તરફ આગળ વધી રહ્યા હતા, ત્યારે તેઓ મંડીના સ્થાન પર થોડીવાર માટે રોકાયા હતા જ્યાં આજે બુઢ્ઢા અમરનાથજીનું મંદિર છે.

Photo of Budha Amarnath Yatra : શું છે બૂઢ્ઢા અમરનાથ યાત્રાનું મહત્વ, કોણ છે બાબા ચટ્ટાની? by Paurav Joshi

દંતકથા અનુસાર, ઠંડીને કારણે, તેમણે એક ચકમક પથ્થર બનાવીને આગ પ્રગટાવી હતી અને માતા પાર્વતીને અમરનાથની ગુફામાં અમરત્વ વિશે જે વાર્તા કહી હતી તે આ સ્થાનથી શરૂ કરવામાં આવી હતી. એટલા માટે કહેવાય છે કે આ સ્થાન અમરનાથ ગુફા જેવું જ પવિત્ર અને ધાર્મિક માનવામાં આવે છે અને આ ધાર્મિક સ્થળની મુલાકાત વિના અમરનાથની યાત્રા અધૂરી માનવામાં આવે છે.

દરબાર સુધી કેવી રીતે પહોંચવું:

બાબા ચટ્ટાનીની મુલાકાત લેવા માટે જમ્મુથી સુંદરબની, નૌશેરા, રાજૌરી, ભીમબરગલી, ચાંડક થઈને મંડી પહોંચી શકાય છે. શ્રાવણ માસ દરમિયાન અહીં ભક્તોની ભીડ રહે છે. મુસાફરો અને ખાનગી વાહનો દ્વારા અહીં પહોંચી શકાય છે. જમ્મુથી અઠવાડિયા સુધી ચાલનારી યાત્રાનું સંચાલન બજરંગ દળ દ્વારા કરવામાં આવે છે.

Photo of Budha Amarnath Yatra : શું છે બૂઢ્ઢા અમરનાથ યાત્રાનું મહત્વ, કોણ છે બાબા ચટ્ટાની? by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads