અમદાવાદની સાબરમતી નદીમાં ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું ટ્રાયલ, જાણો ક્યારથી થશે શરૂ

Tripoto
Photo of અમદાવાદની સાબરમતી નદીમાં ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું ટ્રાયલ, જાણો ક્યારથી થશે શરૂ by Paurav Joshi

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ સ્થાનિકોની સાથે બહારથી આવતા મુલાકાતીઓ માટે એક ખાસ સ્થાન બની ગયું છે. સાંજ પડે એટલે સ્થાનિકો રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં ઉમટી પડે છે. અને સાબરમતી નદીના સુંદર દ્રશ્યોથી પોતાની આંખોને ઠંડી કરે છે. અહીં બોટીંગ, સાયકલિંગ, વોકિંગ સહિત ઘણીબધી પ્રવૃતિઓ તમે કરી શકો છો અને હવે તેમાં એક નવું નજરાણુ ઉમેરાયું છે.

Photo of અમદાવાદની સાબરમતી નદીમાં ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું ટ્રાયલ, જાણો ક્યારથી થશે શરૂ by Paurav Joshi

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અક્ષર ટ્રાવેલ્સ પ્રા.લિ દ્વારા સાબરમતિ નદીમાં ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરુ કરાશે. આ ક્રૂઝને આધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરવામાં આવ્યું છે. ક્રૂઝ તૈયાર થઇ ગયુ છે અને હવે સાબરમતી નદીમાં ટ્રાયલ શરુ કરાયું છે. તેને જૂન મહિનામાં શરુ કરવામાં આવશે તેવો અંદાજ છે. કદાચ તેની ઓપનિંગ સેરેમનીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે તેવી શક્યતા છે.

શું હશે ખાસિયત

ફલોટિંગ રેસ્ટોરન્ટમાં એક સાથે 125થી 150 લોકો એક સાથે આ ક્રુઝ ઉપર બેસી શકશે. ફ્લોટિંગ રેસ્ટોરન્ટ માટે અક્ષર ટ્રાવેલ્સ પ્રા.લિ.ને વર્ક ઓર્ડર અપાયો છે. દેશમાં પ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ હશે, જે નદીમાં કાર્યરત હશે. લાઇફ સેવિંગ કિટ, સીસીટીવી કેમેરા અને લાઇટીંગ તેમજ ડીજે સાઉન્ડ સાથે રહેશે. સરદાર બ્રિજથી ગાંધી બ્રિજ સુધી ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરેન્ટ તરીકે સેવા આપશે.

Photo of અમદાવાદની સાબરમતી નદીમાં ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું ટ્રાયલ, જાણો ક્યારથી થશે શરૂ by Paurav Joshi

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટે ઉદ્યાનો અને બગીચાઓ, રિવરસાઇડ પ્રોમીનાડ, ફૂડ કોર્ટ, બાયોડાયવર્સિટી પાર્ક, ઇવેન્ટ સેન્ટર, વોકવે, ઘાટ વગેરેના સમન્વયથી એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવી છે. આ પ્રોજેક્ટેના કારણે રિવરફ્રન્ટ પર આવવા અને મનોરંજન માટે એક વધુ નજરાણું ઉમેરાશે. આ રિવર ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટમાં સફર કરતી વખતે સ્વાદિષ્ટ ભોજનની સાથે આનંદથી ભરપૂર પ્રવૃત્તિઓ હશે અને લોકો માટે આરામદાયક મુસાફરી બની જશે. પ્રોજેક્ટના સમગ્ર વિકાસના લીધે નદી આરામ અને મનોરંજન માટેનું શ્રેષ્ઠ સ્થાન બની રહેશે. સાબરમતી રિવરફ્રન્ટ બોર્ડ દ્વારા અનેક નવા પ્રકલ્પ મુકવામાં આવ્યા છે. તેમાં વધુ એક નવું નજરાણું ઉમેરવામાં આવ્યું છે.

Photo of અમદાવાદની સાબરમતી નદીમાં ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું ટ્રાયલ, જાણો ક્યારથી થશે શરૂ by Paurav Joshi

રિવર ફ્રન્ટ પર શું છે જોવા જેવું

અટલ બ્રિજ

સાબરમતી નદી ઉપર એલીસબ્રિજ તથા સરદારબ્રિજની વચ્ચે રૂ.74 કરોડથી વધુના ખર્ચે અટલ બ્રિજનું નિર્માણ કરાયું છે. ફૂટ ઓવર બ્રિજની લંબાઇ 300 મીટર અને પહોળાઇ 10થી 14 મીટર છે, તેને બનાવવા માટે સ્ટીલનો ઉપયોગ કરાયો છે. સાબરમતી નદીના પૂર્વ અને પશ્ચિમ કિનારાને જોડતા બ્રિજનો એરિયલ વ્યૂ જાયન્ટ ફિશ જેવો છે. આ ફૂટ ઓવરબ્રિજ પર RCCનું ફ્લોરિંગ અને સ્ટેનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગની વ્યવસ્થા કરાઈ છે. તો બ્રિજના છેડે પતંગ આકારના સ્કલ્પચર તૈયાર કરાયા છે. બ્રિજના વચ્ચેના ભાગમાં મુલાકાતીઓ બેસી શકે તેવી વ્યવસ્થા છે. આ બ્રિજ પર કલર ચેન્જ થઈ શકે એવી ડાઈનેમિક એલઈડી લાઈટ ગોઠવાઈ છે. મુલાકાતીઓ સરળતાથી આવન-જાવન કરી શકે તે માટે બંને છેડે મલ્ટિલેવલ કાર પાર્કિંગની વ્યવસ્થા રખાઈ છે.

Photo of અમદાવાદની સાબરમતી નદીમાં ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું ટ્રાયલ, જાણો ક્યારથી થશે શરૂ by Paurav Joshi

રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક

પ્રાકૃતિક સુંદરતાને માણવા માટે, ખુશી અને આંનદનો અનુભવ કરવા માટે ફ્લાવર પાર્ક વિવિધ પ્રકારના ફૂલો પ્રદાન કરે છે. એલિસબ્રીજ નજીક આવેલા ફૂલોથી ભરેલા આ ગાર્ડનમાં ૭૨ થી વધુ પ્રકારનાફૂલો છે.આ ગાર્ડનને સુગંધ, તેના વિષય વસ્તુ, પાંદડાના રંગ અને અન્ય ઘણી વસ્તુઓના આધાર પર તેને અલગ તારવવામાં આવ્યો છે.આ ૩.૮૫ હેક્ટર ગાર્ડનમાં વેલી ઓફ ફ્લાવર પણ છે જેમાં ફૂલોની વિવિધતા એક જ જગ્યા પર જોવા મળે છે.

Photo of અમદાવાદની સાબરમતી નદીમાં ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું ટ્રાયલ, જાણો ક્યારથી થશે શરૂ by Paurav Joshi

રિવરફ્રન્ટ બાયોડાયવર્સીટી પાર્ક

૯ હેક્ટરમાં પથરાયેલું આ પાર્ક સ્થળાન્તરિત તેમજ નિવાસી પક્ષીઓ માટે એક આદર્શ રહેઠાણની વૈકલ્પિક સુવિધા પુરી પડશે અને આ પાર્ક વાસના બેરેજના કિનારા પર તેમજ આંબેડકર બ્રિજની નજીક આવેલ છે. આ પાર્ક માં ૫૦૦૦ થી પણ વધારે વૃક્ષો અને વિલુપ્ત થતી વનસ્પતિઓ આવેલ છે. આ બાયોડાયવર્સીટી પાર્ક લોકો ને શહેરના ઘોંઘાટ થી દૂર એકાંત પૂરું પડશે.

વોટર રાઇડ્સ

સાબરમતી રિવરફ્રન્ટ પર તમે જુદી જુદી વોટર એક્ટિવિટીઝ કરી શકો છો. જેમાં જેટ સ્કી, હાઈસ્પીડ બોટ, કિડ્સ પેડલ બોટ અને ઝોર્બિંગની સુવિધા છે.

Photo of અમદાવાદની સાબરમતી નદીમાં ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું ટ્રાયલ, જાણો ક્યારથી થશે શરૂ by Paurav Joshi

અમદાવાદમાં બીજે ક્યાં ફરવા જવાય

હાલ વેકેશનનો માહોલ છે ત્યારે જો તમે રિવરફ્રન્ટ સિવાય બીજે ફરવા જવા માંગો છો તો તમે કાંકરિયા લેક કે સાયન્સ સિટીની મુલાકાત લઇ શકો છો. સાયન્સ સિટીના એક્વેરિયમમાં અલગ- અલગ 68 ટેન્કમાં શાર્ક સહિતની ઘણી પ્રજાતિઓ જોઈ શકાય છે અને આ માટે 28 મીટરની અંડરવોટર વોક વે ટનલ તૈયાર કરવામાં આવી છે”. અહીં 188 પ્રજાતિની 11600થી વધુ માછલીઓ એક છત નીચે જોવા મળે છે. અહીં ગેલરીમાં 10 અલગ-અલગ ઝોનમાંથી લાવેલી જળચર સૃષ્ટિ દર્શાવવામાં આવી છે, જેમ કે ઈન્ડિયન ઝોન, એશિયન ઝોન, આફ્રિકન ઝોન, અમેરિકન ઝોન, ઓસિયન્સ ઓફ ધ વર્લ્ડ અને અન્ય. દરિયાઈ દુનિયાના રોમાંચક અનુભવ માટે 5-ડી થિયેટર છે.

Photo of અમદાવાદની સાબરમતી નદીમાં ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું ટ્રાયલ, જાણો ક્યારથી થશે શરૂ by Paurav Joshi

સાયન્સ સિટી ખાતે 11 હજાર સ્કેવર મીટર વિસ્તારમાં અત્યાધુનિક રોબોટિક ગેલરીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં 79 પ્રકારના 200થી વધુ રોબોટ છે. અહીં પ્રવેશદ્વાર પર અચંબિત કરી દેનાર ટ્રાન્સફોર્મર રોબોટની પ્રતિકૃતિનું પણ નિદર્શન કરાયું છે. આ ગેલરીમાં ખાસ રીતે તૈયાર કરાયેલા હ્યુમનોઈડ રોબોટ આનંદ, આશ્ચર્ય અને ઉત્સાહ જેવી અનેક ભાવનાઓ વ્યક્ત કરે છે અને મુલાકાતીઓ સાથે વાતચીત કરે છે. ગેલરીના અલગ-અલગ માળ પર વિવિધ ક્ષેત્રના રોબોટ્સ અને એની ઉપયોગીતાનું પ્રદર્શન કરે છે, જેમ કે મેડિસિન, એગ્રિકલ્ચર, સ્પેસ, ડિફેન્સ વગેરે. અહીંના રોબોકાફેમાં રોબો શેફ દ્વારા બનાવાયેલું ભોજન રોબો વેઈટર્સ દ્વારા પીરસવામાં આવશે. વળી, 16 રોબોગાઈડ અહીં આવનારા મુલાકાતીઓને ગાઈડ કરશે.

Photo of અમદાવાદની સાબરમતી નદીમાં ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું ટ્રાયલ, જાણો ક્યારથી થશે શરૂ by Paurav Joshi

20 એકરમાં પથરાયેલા નેચર પાર્કમાં 380થી વધુ સ્પીસિસ જોવા મળશે. અહીં મિસ્ટ બામ્બૂ ટનલ, ઓક્સિજનપાર્ક, ચેસ અને યોગ સ્પેસ, ઓપન જિમ અને બાળકો માટે ખાસ પ્લે એરિયા તૈયાર કરાયો છે. અહીં જોગિંગ ટ્રેક, વોકિંગ ટ્રેક અને બાળકો માટે રસપ્રદ ભુલભુલામણી છે. વૈજ્ઞાનિક માહિતી સાથે વિવિધ સ્કલ્પ્ચર પણ છે, જેમ કે મેમથ, ટેરર બર્ડ, સેબર ટૂથ લાયન, ગ્રાઉન્ડેડ સ્લોથ બેર, ઊધઈના રાફડા અને મધપૂડાની રચના અંગેની વૈજ્ઞાનિક સમજ આપવામાં આવે છે.

Photo of અમદાવાદની સાબરમતી નદીમાં ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટનું ટ્રાયલ, જાણો ક્યારથી થશે શરૂ by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads