છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ ફરી વધવા લાગ્યા છે આને ધ્યાનમાં લેતા સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કોરોનાને લઇને ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે. જો તમે વિદેશ યાત્રા કરી રહ્યા હો કે પછી ભારતમાં જ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરી રહ્યા છો કે ફરવાનું પ્લાન બનાવી રહ્યા છો, આ ગાઇડલાઇન્સની મદદથી તમે સારુ પ્લાનિંગ કરી શકશો.
દેશમાં ફરવા સંબંધિત ગાઇડલાઇન્સઃ
1. જો તમે ફ્લાઇટ, ટ્રેન કે પછી બસથી દિલ્હીમાં આ 5 પ્રદેશો (મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ)થી આવી રહ્યા છો તો પોતાની સાથે કોવિડ 19નો નેગેટિવ રિપોર્ટ જરુર સાથે રાખો.
2. મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશમાં આવતા પહેલા પણ તમારે કોવિડ-19નો નેગેટિવ રિપોર્ટ પોતાની સાથે રાખવો પડશે.
3. આ સાથે જ અનેક પ્રદેશોએ એકબીજા શહેરમાં ટ્રાવેલ કરવા પર પણ ગાઇડલાઇન્સ જાહેર કરી છે.
પ્રદેશોની ગાઇડલાઇન્સઃ
મહારાષ્ટ્ર
1. ગુજરાત, દિલ્હી એનસીઆર, ગોવા, રાજસ્થાન તેમજ કેરળથી રાજસ્થાન આવનારા યાત્રી પોતાની સાથે RT-PCRનો નેગેટિવ રિપોર્ટ જરુર સાથે રાખે.
2. ફ્લાઇટથી આવનારા યાત્રી માટે 72 કલાક અને ટ્રેનથી આવનારા યાત્રી 96 કલાક પહેલા તૈયાર કરવામાં આવેલો નેગેટિવ રિપોર્ટ બતાવી શકે છે.
3. મહારાષ્ટ્રે રાતે 8 થી સવારે 7 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરી છે.
4. બધા ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક, રાજનીતિક આયોજન રદ્દ કર્યા છે. લગ્નમાં મહત્તમ 50 અને અંતિમ સંસ્કારમાં મહત્તમ 20 લોકોને આવવાની અનુમતિ છે.
5. પુણેમાં રાતે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ ચાલુ રહેશે. બધા બાર, હોટલ, થિએટર, મૉલ રાતે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે, જ્યારે બગીચા સાંજે બંધ રહેશે.
કર્ણાટક
1. મહારાષ્ટ્ર અને કેરળથી આવતા યાત્રીઓએ આવતા પહેલા પોતાનો કોવિડ 19નો નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે.
2. ફ્લાઇટથી આવતા મુસાફરોએ 72 કલાક અને ટ્રેનથી આવતા મુસાફરોએ 96 કલાક પહેલા કઢાવેલો નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે.
ઉત્તરાખંડ
1. મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ, મધ્યપ્રદેશ તેમજ કેરળથી આવતા યાત્રીઓએ પોતાની સાથે RT-PCRનો નેગેટિવ રિપોર્ટ જરુર સાથે રાખો.
2. એરપોર્ટ, રેલવે સ્ટેશન અને ઉત્તરાખંડ બૉર્ડર પર બધા યાત્રીઓએ કોવિડ ટેસ્ટ આપવો જરુરી છે. દિલ્હીથી આવનારા યાત્રીઓનો મફત કોવિડ ટેસ્ટ કરવો પડશે.
જમ્મૂ કાશ્મીર
1. શ્રીનગર એરપોર્ટ પર ઉતરતા યાત્રીઓએ RT-PCRનો નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે. જો કોઇ યાત્રી કોવિડ પોઝિટિવ આવશે તો તેને ક્વોરન્ટાઇન કરવામાં આવશે.
હિમાચલ પ્રદેશ
1. લાહૌલ અને સ્પીતિ આવનારા યાત્રીઓ પોતાનો કોવિડ 19 નેગેટિવ રિપોર્ટ બતાવવો અનિવાર્ય છે.
2. કેબ કે ખાનગી વાહનથી આવતા યાત્રીઓએ 72 થી 96 કલાક પહેલા કઢાવેલો કોવિડ નેગેટિવ રિપોર્ટ બતાવવો અનિવાર્ય છે.
લદ્દાખ
1. લદ્દાખ આવતા બધા યાત્રીઓએ 72 કલાક પહેલા કઢાવેલો કોવિડ 19 નેગેટિવ રિપોર્ટ બતાવવો અનિવાર્ય છે.
ગુજરાત
1. ગુજરાતના અમદાવાદ, વડોદરા, સૂરત, રાજકોટ, આણંદ, ગાંધીનગર, નડિયાદ, જામનગર, ભાવનગર, જુનાગઢ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલીમાં રાતે 8 વાગ્યાથી સવારે 6 કલાક સુધી નાઇટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે.
2. ગુજરાતમાં રોડ, રેલવે કે હવાઈ માર્ગે ગુજરાતમાં પ્રવેશ કરવા માટે RT -PCR ટેસ્ટ ફરજીયાત કરાવવો પડશે. ગુજરાત આવનારા બધા યાત્રી RT-PCR ટેસ્ટનો 72 થી 96 કલાક પહેલા કઢાવેલો નેગેટિવ રિપોર્ટ સાથે રાખજો.
3. અમદાવાદ, સૂરત, રાજકોટ, વડોદરા સહિત મોટા 8 શહેરોમાં શનિ-રવિમાં મૉલ, થિએટર, જીમ, બાગ-બગીચા બંધ રહેશે.
4. ગુજરાતમાં થતા લગ્નમાં માત્ર 100 લોકોને જ મંજૂરી આપવામાં આવશે. 30 એપ્રિલ સુધી સરકારી કચેરીમાં શનિ-રવિ રજા જાહેર કરવામાં આવી છે.
મધ્ય પ્રદેશ
1. મહારાષ્ટ્રથી આવતા યાત્રીઓ માટે 7 દિવસનું ક્વોરન્ટાઇન ફરજીયાત રહેશે.
પંજાબ
1. પટિયાલા, લુધિયાણા, ફતેહગઢ સાહેબ, મોહાલી, જાલંધર, નવાનશહેર, હોશિયારપુર તેમજ કપૂરથલામાં નાઇટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. આ કર્ફ્યૂ રાતે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રહેશે.
જો તમે વિદેશ યાત્રા કરી રહ્યા છો તો આ લિંક પર ક્લિક કરીને વધુ જાણકારી મેળવી શકો છો.
આ આર્ટિકલ 8 એપ્રિલ 2021ના રોજ અપડેટ કરવામાં આવ્યો છે.