વેક્સિન વગરના બાળકોને લઇને ફરવા જવાથી ચિંતિત છો? આ રીતે તમે ઘટાડી શકો છો જોખમ

Tripoto
Photo of વેક્સિન વગરના બાળકોને લઇને ફરવા જવાથી ચિંતિત છો? આ રીતે તમે ઘટાડી શકો છો જોખમ 1/7 by Paurav Joshi

કોરોના સંક્રમણના દોરમાં પ્રવાસીઓએ જવાબદારીપૂર્વક વર્તવાની સાથે જ ફરતી વખતે ખાસ તકેદારી રાખવી પણ જરુરી છે. જ્યારે આપણે પુખ્તોને આ પ્રકારની સલાહ આપીએ છીએ ત્યારે જો બાળકોની વાત આવે તો શું આટલી જ ગંભીરતા રાખવાની જરુર નથી? આ ચિંતાનો વિષય એટલા માટે છે કે કારણ કે મોટાભાગના બાળકો હજુ રસી વગરના છે.

Photo of વેક્સિન વગરના બાળકોને લઇને ફરવા જવાથી ચિંતિત છો? આ રીતે તમે ઘટાડી શકો છો જોખમ 2/7 by Paurav Joshi
(c)TribuneIndia

માં-બાપ પોતાના બાળકોની સુખાકારી માટે ચિંતિત રહેવા માટે મજબૂર છે. પરંતુ ઘણી જ સાવધાની અને સુરક્ષાની સાથે દરેક સુરક્ષિત યાત્રા સુનિશ્ચિત કરી શકે છે.

જોખમોને ઘટાડવા માટે માં-બાપે કેટલાક બિંદુઓને ધ્યાનમાં રાખવા જોઇએ:

રસીકરણ ન કરાવનારા બાળકોને બે પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે

બાળકો માટે સીધુ જોખમ બની શકે છે અને બીજુ કે અન્યના સંપર્કમાં આવીને બીજાનું જોખમ પણ વધારી શકે છે.

Photo of વેક્સિન વગરના બાળકોને લઇને ફરવા જવાથી ચિંતિત છો? આ રીતે તમે ઘટાડી શકો છો જોખમ 3/7 by Paurav Joshi
(c) Oneindia

પુખ્તવયના લોકોની તુલનામાં બાળકો ઘાતક વાયરસથી ઘણાં ઓછા પ્રભાવિત થાય છે અને તેમનો મૃત્યુદર પણ ઓછો હોય છે. પરંતુ બાળકો COVID-19થી મરે છે. તો કેટલાક બાળકો લાંબા સમય સુધી COVID-19થી પ્રભાવિત છે. ચિંતાજનક વાત એ છે કે COVID-19 ના પ્રભાવને હજુ પણ સારી રીતે સમજી નથી શકાયો. આનાથી પીડિત થવું અને પછી ઠીક થવું તેના કરતાં સંક્રમિત થવાથી બચવું સૌથી સારુ છે.

એક જગ્યાથી બીજી જગ્યાએ જતાં રાખવી સાવધાની

Photo of વેક્સિન વગરના બાળકોને લઇને ફરવા જવાથી ચિંતિત છો? આ રીતે તમે ઘટાડી શકો છો જોખમ 4/7 by Paurav Joshi
(c) UNICEF

હવાઇ મુસાફરીમાં કોવિડનો પ્રકોપ ફેલાવાની શક્યતા વધુ છે જો કે સદભાગ્યે આવા આંકડા ઓછા છે. સામાન્ય રીતે કારથી આવવા-જવાનું સુરક્ષિત માનવામાં આવે છે જેમાં જોખમ આરામના સ્ટોપ અને ભોજના બ્રેક પૂરતું મર્યાદિત હોય છે

જગ્યાની પસંદગી પર મોટો આધાર

Photo of વેક્સિન વગરના બાળકોને લઇને ફરવા જવાથી ચિંતિત છો? આ રીતે તમે ઘટાડી શકો છો જોખમ 5/7 by Paurav Joshi
(c) World Vision

કોવિડ-19ના કેસો અંગે જાણવું ઘણું જ જરુરી છે ખાસ કરીને તેના ડેલ્ટા વેરિએન્ટ અંગે. જ્યારે કોઇ જગ્યાએ કોવિડના કેસોમાં વધારો થાય તો તે જગ્યાથી અંતર બનાવવું જરુરી છે. તે તમારા બાળકો માટે જોખમી બની શકે છે. હંમેશા ઓછા અને સ્થિર રેટ ધરાવતી જગ્યાએ જાઓ. આવા સ્થળોની પસંદગીની શ્રેષ્ઠ રીત એ છે કે જે પ્રદેશમાં મોટી સંખ્યામાં રસીકરણ થયું હોય તેવી જગ્યાએ ફરવા જવાની પસંદગી કરવી જોઇએ.

હાલ કઇ જગ્યા સુરક્ષિત છે

Photo of વેક્સિન વગરના બાળકોને લઇને ફરવા જવાથી ચિંતિત છો? આ રીતે તમે ઘટાડી શકો છો જોખમ 6/7 by Paurav Joshi
(c) Indian Holiday

જ્યારે લોકો યાત્રા કરે છે તો તેઓ અજાણ્યા અને અન્ય લોકોના સંપર્કમાં આવે છે જેમાં મિત્રો અને દૂરના સગાવ્હાલા હોય છે જેમની સામાન્ય રીતે ઘરમાં મુલાકાત નથી થતી હોતી. રોગશાસ્ત્રીઓ આ અંતઃક્રિયાઓને મિશ્રણ કહે છે. આનાથી લોકોના SARS-CoV-2ના સંપર્કમાં આવવાની સંભાવના વધી જાય છે.

અને જેવું અમે પહેલા કહ્યું તેમ, જોખમની તીવ્રતા તમારી આસપાસના રસીકરણની સ્થિતિ પર નિર્ભર કરે છે. જો તમારા સંપર્કમાં આવનારા લગભગ બધા લોકોને રસી મુકાવી છે તો જોખમ ઘણું જ ઓછુ રહેશે નહીં તો થશે તેનાથી બિલકુલ ઉલટું.

જેટલો સમય તમે બહારની દુનિયા સાથે સંપર્કમા રહો છો તો તેની પણ અહીં ભૂમિકા હોય છે. જો તમે ઘણાં કલાકો માટે ઘણાં લોકોની પાસે રહો છો તો જોખમ પણ વધી જાય છે પરંતુ જ્યારે તમે થોડા સમય માટે થોડાક લોકોની પાસે હોવ છો તો એટલું જોખમ રહેતું નથી.

આમ માન્યતા: ઘરની અંદર રહેવા કરતાં બહાર રહેવાથી જલદી ચેપ લાગશે.

Photo of વેક્સિન વગરના બાળકોને લઇને ફરવા જવાથી ચિંતિત છો? આ રીતે તમે ઘટાડી શકો છો જોખમ 7/7 by Paurav Joshi
(c) Shutterstock

Please વાયરસને ફેલાવા માટે માત્ર એક વ્યક્તિની જરુર હોય છે. કેવળ બહાર રહેવું કોઇ સમસ્યા નથી પરંતુ ઘણાંબધા લોકોથી ઘેરાયેલા રહેવું એક સમસ્યા છે. ઉદાહરણ તરીકે, જો બાળકો એક ખાલી બગીચામાં આમ તેમ રમી રહ્યા છે તો એવી પરિસ્થિતિ કરતાં વધુ સુરક્ષિત છે જેમાં તે અન્ય બાળકો સાથે નજીકથી રમતા હોય.

ચર્ચાને ટૂંકાવતા અહીં એક અંતિમ ટિપ આપી દઇએઃ તમે કોઇ ટિકિટ બુક કરો કે યાત્રાની યોજના બનાવો તે પહેલા કૃપા કરીને પોતાના પરિવારની અંદર અને એવા લોકોની સાથે જેને તમે મળવાના છો, તમારી અપેક્ષાઓ અને ચિંતાઓથી અવગત કરાવવાનું ન ભૂલો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads