ક્લાઈમેટ ચેન્જની અસરોથી કોણ અજાણ નથી ? પણ આટલી ઝડપે અસર થશે એની ખબર નહોતી. જ્યાં ને ત્યાં ગ્લેશિયરો પિગળી રહ્યા છે, તાપમાન વધી રહ્યુ છે અને એટલે દરિયાનુ લેવેલ પણ વધી રહ્યુ છે. છેલ્લા અમુક વર્ષો સૌથી વધુ ગરમ રહ્યા છે.
કેટલાક સ્થળો આ બધી ઈવેન્ટ્સના કારણે થોડા વધુ પ્રભાવિત છે. એટલા કે કદાચ ભવિષ્યમા એ સ્થળો પાણીમા ગરકાવ હોય તેવી શક્યતાઓ વધુ છે.
1. ધ ગ્રેટ બેરિયર રીફ, ઓસ્ટ્રેલિયા

વિશ્વની સૌથી મોટી કોરલ રીફ સિસ્ટમ એટલે ઓસ્ટ્રેલિયાના નોર્ધેસ્ટ ખૂણે આવેલી 1400 માઈલથી પણ વધુ લમ્બાઈ ધરાવતી ગ્રેટ બેરિયર રીફ. ત્યાં દરિયાઈ જીવ વિવિધતા પુષ્ક્ળ પ્રમાણમા છે. પણ ત્યાની ખાસિયત કોરલ છે. પણ દરિયાના વધતા જતા તાપમાનને કારણે કોરલ બ્લિચીંગ થવા લાગ્યુ છે. કોરલ બ્લિચીંગ એટલે એવી સ્થિતી જેમા કોરલનો એક મોટો સમુહ સફેદ થઈ જાય છે અને મૃત્યુ પામે છે. અને આપણે જાણીયે છીએ તે મુજબ કોરલ રીફ ઘણી દરિયાઈ જીવ સૃષ્ટિનુ ઘર પણ છે. 2020 મા કરાયેલા એક સર્વે દ્વારા જાણવા મળ્યુ છે કે પાંચ વર્ષમા કોરલ બ્લિચીંગનો ત્રીજો વિસ્ફોટ થયો છે જેના કારણે 60 ટકા કોરલ મૃત્યુ પામ્યા છે.
2. ધ માલદિવ્સ

અલમોસ્ટ બધાનુ એક સપનુ માલદિવ્સ જવાનુ તો હોય જ છે. હિંદ મહાસાગર પર તરતા લક્ઝરિયસ વિલા, હોટેલ્સ, રિસોર્ટ્સ વગેરે વગેરે. પરન્તુ તમારુ સપના ઊપર પાણી ફરી જવાનુ છે. અરે સાચુ. માલદિવ્સ વિશ્વની સૌથી નીંચાણવાળી જગ્યાઓમાની એક છે. દરિયાની સપાટીથી માત્ર 6 ફૂટ ઉપર. જો આમ ને આમ ચાલ્યુ તો ખુબ ટૂંકા સમયગાળામા આ બધુ જ પાણીમા સમાધી લઈ લેશે.
3. રિયો ડી જાનેરો, બ્રાઝિલ

કોપાકબાના બીચ.! કેટલો સુંદર બીચ..! પણ જો તાપમાન આમ જ વધતુ રહ્યુ તો 2100 સુધીમા તેની દરિયાઈ સપાટી 32 ઈંચ જેટલી વધી જશે કે જે ત્યાના એરપોર્ટથી લઈ આજુબાજુના વિસ્તારોને પાણીમા ડુબાડી દેવા પુરતુ છે.
4. વેનિસ, ઇટાલી

મોસ્ટ રોમેંટીક સીટી. આ શહેરના પ્રેમમા પડ્યા વગર રહી જ ન શકાય એવુ છે. આ શહેર અનેક ટાપુઓ પર છે, જેમાના કેટલાક તો સમુદ્ર સપાટીથી નીચે છે તેથી વારે વારે પૂરનો સામનો કરવો પડે છે. 2018મા ત્યા ભયાનક પૂર આવ્યુ હતુ. દરિયાની સપાટીનુ સ્તર વધતા એડવાન્સ ફ્લડ ગેટ્સ અને અન્ય ટેક્નોલોજીમા રોકાણ કર્યુ છે. જો દરિયાનુ સ્તર આ જ તિવ્રતાથી વધતુ રહ્યુ તો વેનિસ સદીના અંત સુધીમા પાણીની અંદર હશે.
5. ધ ડેડ સી

ડેડ સી નો કિનારો દરિયાની સપાટીથી લગભગ 1300 ફૂટ નીંચાણમા છે. પરંતુ જ્યારથી અહી વિકાસ થયો ત્યારથી ડેડ સી સુકાઈ રહ્યો છે. વિકાસને લીધે જોર્ડન નદીનુ પાણી ત્યા નથી પહોચી શકતુ અને બીજુ વધતા તાપમાન ને કારણે દરિયાના પાણીનુ બાષ્પિભવન થઈ રહ્યુ છે. નિષ્ણાંતોનુ કહેવુ છે કે 2050 સુધીમા ડેડ સી સમ્પુર્ણપણે સુકાઈ જશે.
6. ધ એમેઝોન

વિશ્વનુ સૌથી મોટુ રેઈન ફોરેસ્ટ. મોસ્ટ ડાઈવર્સ ફોરેસ્ટ. જાત જાતની પ્રાણી અને વનસ્પતિ સૃષ્ટિનુ ઘર હવે ખુબ નાજુક હાલતમા છે. દાવાનળનુ પ્રમાણ વધતુ જાય છે અને ઘણા બધા જીવો નાશ પામી રહ્યા છે.
7. આલ્પ્સ

આલ્પ્સ. આ મનમોહક યુરોપિયન માઉન્ટેન રેંજ કે જે 8 દેશોમા ફેલાયેલી છે, સ્કિઅર્સ નુ ફેવરીટ સ્થળ છે. પરંતુ વધતા તાપમાનના કારણે બરફ પિગળી રહ્યો છે અને આ બધી રમત ગમતની સિઝન એટલે કે શિયાળો હવે દિવસે ને દિવસે ટૂંકો થતો જાય છે. સાઈન્ટિસ્ટ્સના મત અનુસાર સદીના અંત સુધીમા બરફ જોવા 10,000 ફુટ માર્ક વધુ ઊપર ચઢવુ પડશે.
8. અલાસ્કા

દેનાલી નેશનલ પાર્કમા હાઈકીંગ કરવા જવુ હોય કે પછી કેનાઈ નદીમા કયાકીંગ માટે જવુ હોય, આ સ્થળ એડવેંચરથી ભરપૂર છે. પરંતુ અલાસ્કામા કોસ્ટલ ઈરોઝન, આઈસ રિટ્રીટ ઓલરેડી થઈ રહ્યુ છે. ઓછામા વધુ વાઈલ્ડ ફાયર્સ, જેના કારણે જંગલો નાશ થઈ રહ્યા છે. માનવામા આવી રહ્યુ છે કે લગભગ 2050 સુધીમા આ વાઈલ્ડ ફાયર્સનુ પ્રમાણ ડબલ થઈ જશે.
9. ગ્લેશિયર નેશનલ પાર્ક

મોંટાનામા આવેલુ ગ્લેશિયર નેશનલ પાર્ક 39 ગ્લેશિયર્સનુ ઘર છે. પરંતુ US જીઓલોકલ સર્વે અને પોર્ટલેંડ સ્ટેટ યુનિવર્સીટી દ્વારા કરવામા આવેલા એક સર્વે અનુસાર આ ગ્લેશિયર્સ ઘટી રહ્યા છે. ગ્લેશિયર્સનુ કદ ઘટવાને કારણે દરિયાઈ સૃષ્ટીને પણ નુક્સાન છે. માત્ર અહિ જ નહી પરંતુ હિમાલય અને એંટાર્કટિકાના ગ્લેશિયર્સ પણ ખતરામા છે.
10. કેપ ફ્લોરલ રિજીઅન

સાઉથ આફ્રીકાના કેપ ટાઉનમા આવેલ ફ્લોરલ રિજીઅન મોસ્ટ બાયોડાઈવર્સ પ્લેસ છે. ખાસ તો ત્યાના વાઈલ્ડ ફ્લાવર્સ, છોડ, ફળફળાદી અને મનમોહક દ્રશ્યો માટે જાણીતુ છે. 30% વનસ્પતિઓ તો એવી છે જે માત્ર અહિ જ થાય છે. પરંતુ 90 ના દશકથી આગનુ પ્રમાણ વધી રહ્યુ છે. જેને કારણે પક્ષીઓ પણ આ નુક્સાન ભોગવી રહ્યા છે.
બાત નીકલેગી તો બહોત દૂર તલક જાયેગી.... આ લિસ્ટ આટલુ જલ્દી પુરુ થાય તેમ નથી.