પ્રભુ શ્રીરામે આ રાજ્યમાંથી કર્યું હતું વન પ્રયાણ

Tripoto

50% કરતાં પણ વધુ આદિવાસીઓની વસ્તી ધરાવતા છત્તીસગઢ વિષે આપણે સૌ ભાગ્યે જ કશું જાણીએ છીએ. ભારતમાં દરેક રાજ્યો કઈકને કઈક વિશેષતાઓ ધરાવતા હોય તો તેમાં છત્તીસગઢ શું કામ બાકી રહે?

ચાલો, આજે ભારતના સૌથી અન્ડરરેટેડ રાજ્યોમાંના એક એવા છત્તીસગઢ વિષે અવનવી માહિતી જાણીએ:

શ્રી રામ વન ગમન માર્ગ: પ્રાચીન સમયમાં દક્ષિણ કૌશલ્ય નામે જાણીતી જગ્યા તે હાલનુ છત્તીસગઢ છે. કહેવાય છે કે ભગવાન શ્રી રામે તેમના વનવાસની શરૂઆત અહીંથી ચાલીને કરી હતી. જે જે સ્થળોએથી ભગવાન શ્રી રામ પસાર થયા હતા તે બધી જ જગ્યાઓ આજે શ્રી રામ વન ગમન માર્ગ કરીકે ઓળખવામાં આવે છે. તેમાં સેઓરીનારાયણ, રામ ટેકરી, રામ ગઢ, સીતા બેંગરા વગેરે અનેક સ્થળોનો સમાવેશ થાય છે.

Photo of Chhattisgarh, India by Jhelum Kaushal

આદિવાસીઓ: છત્તીસગઢમાં 40 કરતાં વધુ વિવિધ જાતિના આદિવાસીઓ વસે છે. દેશમાં સૌથી વધુ આદિવાસીઓ પણ આ જ રાજ્યમાં છે. નવાઈની વાત એ છે કે એક જ રાજ્યમાં રહેવા છતાં બધી જ જાતિના આદિવાસીઓ એકબીજા કરતાં ભિન્ન પરંપરા, સંસ્કૃતિ તેમજ રહેણીકરણી ધરાવે છે! છત્તીસગઢમાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવામાં ટ્રાઈબલ ટુરિઝમનો ફાળો પણ ઘણો મોટો છે.

Photo of પ્રભુ શ્રીરામે આ રાજ્યમાંથી કર્યું હતું વન પ્રયાણ by Jhelum Kaushal

ધાર્મિક બાંધકામો: કેટલાક આધુનિક તો કેટલાય પ્રાચીન, છત્તીસગઢમાં ખૂબ સુંદર મંદિરો જોવા મળે છે. હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મના સદીઓ પહેલા બનાવવામાં આવેલા મંદિરો સાચે જ બહુ જ આકર્ષક છે. સાતમી સદીમાં ઈંટોથી બનેલું લક્ષ્મણ મંદિર એ પ્રાચીન આર્કિટેક્ટનો એક ઉત્કૃષ્ટ નમૂનો માનવામાં આવે છે.

Photo of પ્રભુ શ્રીરામે આ રાજ્યમાંથી કર્યું હતું વન પ્રયાણ by Jhelum Kaushal

દશેરાની ઉજવણી: છત્તીસગઢના બસ્તરમાં મૈસૂર અને કુલુ બાદ દશેરાની ત્રીજા ક્રમની સર્વ શ્રેષ્ઠ ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણી એટલી ભવ્ય હોય છે કે તેનો સમયગાળો કુલ 75 દિવસ જેટલો હોય છે!

Photo of પ્રભુ શ્રીરામે આ રાજ્યમાંથી કર્યું હતું વન પ્રયાણ by Jhelum Kaushal

ચિત્રકોટ: આ નામ અને ‘ભારતનો નાયગ્રા ફોલ્સ’ જાણે એકબીજાના સમાનાર્થી બની ગયા છે. કેનેડાના વિશ્વ પ્રસિદ્ધ ધોધની જેમ ઘોડાની નાળ આકારમાં બનેલો આ ધોધ પ્રવાસપ્રેમીમાં એક ખૂબ જ આકર્ષક પર્યટન સ્થળ બની ગયું છે.

Photo of પ્રભુ શ્રીરામે આ રાજ્યમાંથી કર્યું હતું વન પ્રયાણ by Jhelum Kaushal

મોટરસાઇકલ એમ્બ્યુલન્સ: છત્તીસગઢ રાજ્યએ હજુ વિકાસમાં હરણફાળ નથી ભરી. પણ ત્યાંનાં નાગરિકોને પાયાની સુવિધાઓથી વંચિત પણ નથી રાખ્યા. રાજ્યના અંતરિયાળ ગામોમાં જ્યાં એમ્બ્યુલન્સ ન પહોંચી શકે, તેવા સ્થળો માટે છત્તીસગઢમાં મોટરસાઇકલ એમ્બ્યુલન્સની શરૂઆત કરવામાં આવી છે.

Photo of પ્રભુ શ્રીરામે આ રાજ્યમાંથી કર્યું હતું વન પ્રયાણ by Jhelum Kaushal

ઇન્દિરા કલા સંગીત વિશ્વવિદ્યાલય: ખૈરાગઢ ખાતે બનેલી આ યુનિવર્સિટી ભારતની સૌ પ્રથમ યુનિવર્સિટી છે જે માત્ર સંગીત અને નૃત્યનો અભ્યાસ થતો હોય.

Photo of પ્રભુ શ્રીરામે આ રાજ્યમાંથી કર્યું હતું વન પ્રયાણ by Jhelum Kaushal

પ્રસિદ્ધ કાપડ: કોસા સિલ્ક અને ટશર સિલ્ક એ બહુ જ જાણીતું ફેબ્રીક માનવામાં આવે છે. આ બંનેનું જન્મસ્થળ છત્તીસગઢ છે.

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads