40,000ની અંદર કરી શકો છો સસ્તી વિદેશ યાત્રા, બનશે દક્ષિણપૂર્વ એશિયાનો વિકલ્પ

Tripoto

દિવાળી અને નવું વર્ષ ઇન્ટરનેશનલ ટૂર કરવા માટે સૌથી સારો સમય ગણાય છે. આ દિવસોમાં ઘણાં ગુજરાતીઓ વિદેશ ફરવા જાય છે. વિદેશમાં સાઉથઇસ્ટ એશિયાના દેશો ખાસ કરીને બેંગકોક, સિંગાપુર, મલેશિયા, ઇન્ડોનેશિયા ગુજરાતીઓની ફેવરિટ જગ્યા છે કારણ કે અહીં ઓછા બજેટમાં ફરી શકાય છે. પરંતુ આજે અમે આપને દક્ષિણપૂર્વ એશિયાના બદલે મધ્ય એશિયાના કેટલાક દેશોનો વિકલ્પ બતાવી રહ્યા છીએ જેમાં તમને 40 હજારથી વધુ ખર્ચ નહીં થાય અને આ દેશો ફરવાની પણ મજા આવશે.

Photo of 40,000ની અંદર કરી શકો છો સસ્તી વિદેશ યાત્રા, બનશે દક્ષિણપૂર્વ એશિયાનો વિકલ્પ 1/5 by Paurav Joshi

મધ્ય એશિયાના છુપાયેલા રત્નોઃ ધ સ્ટેન્સ (સ્તાન)

મધ્ય એશિયાના 7 દેશો જેના નામના અંતમાં સ્તાન લાગે છું તેમાં કઝાખસ્તાન, તાજીકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગીસ્તાન, તુર્કમેનિસ્તાન, અફગાનિસ્તાન અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. આ સાત દેશોમાંથી અફગાનિસ્તાન અને પાકિસ્તાનને છોડીને બાકીના 5 દેશો પૂર્વ સોવિયત યુનિયનના ભાગ છે. આ પાંચ દેશો પ્રવાસીઓ માટે ફ્રેન્ડલી દેશોમાં આવે છે. એટલે કે અહીં તમે સારો આવકારો મળે છે, મુક્ત રીતે હરી ફરી શકાય છે, એટલું જ નહીં અહીં જોવાલાયક પણ અનેક સ્થળો છે. આ પાંચ દેશોમાંથી આજે હું તમારી સમક્ષ એવા 3 દેશોની વાત કરીશ જે અત્યંત સુંદર છે અને ખુબજ ટૂરિસ્ટ ફ્રેન્ડલી છે.

ઉઝબેકિસ્તાન

ભારત-રશિયા વચ્ચેની તાશ્કંદ સમજૂતી વિશે તો તમે જાણતા જ હશો. આ તાશ્કંદ શહેર આજે ઉઝબેકિસ્તાનનું પાટનગર છે. કદાચ દુનિયામાં આનાથી વધારે ઇન્સ્ટાગ્રામ યોગ્ય જગ્યા બીજી કોઇ નહીં હોય.

ચમકતી ફિરોઝા ટાઇલ્સો, ભવ્ય ગેટવે અને જટિલ વાસ્તુકળાના પોતાના લેઆઉટની સાથે આ વાસ્તવમાં દુનિયામાં સૌથી ઉલ્લેખનીય વાસ્તુકળામાંની એક છે. ઇતિહાસના શોખીનોએ ઉઝબેકિસ્તાનના મુખ્ય ત્રણ શહેરો સમરકંદ, ખિવા અને બુખારાની મુસાફરી કરવી જોઇએ. તાશ્કંદ કે જે તેની રાજધાની છે તે પણ જોવાલાયક છે. માર્કેટ, સંગ્રહાલય, સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વના સ્થાનો અહીં આવેલા છે. હકીકતમાં, ઉઝબેકિસ્તાન સસ્તી વિદેશ યાત્રા માટે યોગ્ય જગ્યા છે જે ધીમે ધીમે લોકપ્રિયતા પ્રાપ્ત કરી રહી છે.

પાટનગર તાશ્કંદમાં આવેલું હિસ્ટ્રી મ્યૂઝિયમમાં તમને આ દેશને જાણવાની તક મળે છે. અહીં જુના સિક્કા, પુસ્તકો, પુરાતત્વ લેખ જોવા અને વાંચવા મળશે. નવોઇ રંગમંચમાં આ દેશના નાટકોને જોવાની તક મળે છે. જેમને નાટકોમાં રસ છે તેમના માટે આ ઉત્તમ સ્થાન છે. આ સિવાય ચોરસુ બજાર તાશ્કંદનું ઘણું જ જુનું માર્કેટ છે. અહીં ઘણાં સ્ટોલ જોવા મળે છે. આ બજારમાં રેસ્ટોરન્ટ, સ્ટ્રીટ ફુડની મજા માણી શકાય છે. તાશ્કંદ ઇસ્લામિક વિશ્વવિદ્યાલય ઉઝબેકિસ્તાનની મુખ્ય યૂનિવર્સિટીમાંની એક છે. તેમાં ઘણાં સુંદર ત્રણ મકબરા બનેલા છે. આની અંદર જતા પહેલા અનુમતી લેવી પડે છે. આ ઉપરાંત, અહીં, તાશ્કંદ મીનાર, ભૂકંપ સ્મારક, કાફલ શશિ સમાધિ વગેરે જોવાલાયક છે.

વિમાન ટિકિટઃ નવી દિલ્હીથી તાશ્કંદની સીધી વિમાની સેવા છે. જેનું ભાડું 22,000 રુપિયાથી શરુ થાય છે.

દરરોજનું બજેટઃ ઉઝબેકિસ્તાન ઘણું સસ્તું છે. હરવાફરવા અન ખાવાપીવા સાથે દરરોજનો ખર્ચ લગભગ 600 રુપિયાની આસપાસ થશે. એકોમોડેશન પ્રતિ રાત 340 રુપિયાથી શરુ થાય છે.

ક્યાં રોકાશો: રિઅલ તાશ્કંદ હોટલ: ₹724 પ્રતિ રાત ડબલ બેડના (અંદાજીત)

કઝાકિસ્તાન

સિંગાપુરના ગાર્ડનના બદલે કઝાકિસ્તાનનો બેટેરેક ટાવર

કઝાકિસ્તાન દુનિયાનો સૌથી મોટો લેંડલૉક દેશ છે જે મધ્યએશિયામાં સ્થિત છે. તેના પૂર્વમાં અલ્તાઇ પર્વત છે તો પશ્ચિમમાં કેસ્પિયન સાગર આવેલો છે. રશિયા અને ચીન અનુક્રમે કઝાકિસ્તાનના ઉત્તર અને દક્ષિણમાં આવેલા છે. અહીં તમને રાજસી ખીણ, વિશાળ રણ, આકર્ષક મેદાન, મોટી સંખ્યામાં ગ્લેશિયર અને પ્રાગૈતિહાસિક સંરચનાઓના ભવ્ય વિસ્ટાનો આનંદ માણવા મણશે. અહીં ઘણી સુંદર જગ્યાઓ છે.

Photo of 40,000ની અંદર કરી શકો છો સસ્તી વિદેશ યાત્રા, બનશે દક્ષિણપૂર્વ એશિયાનો વિકલ્પ 2/5 by Paurav Joshi
ક્રેડિટઃ કેન અને યેટ્ટા
Photo of 40,000ની અંદર કરી શકો છો સસ્તી વિદેશ યાત્રા, બનશે દક્ષિણપૂર્વ એશિયાનો વિકલ્પ 3/5 by Paurav Joshi
ક્રેડિટઃ કેન અને યેટ્ટા
Photo of 40,000ની અંદર કરી શકો છો સસ્તી વિદેશ યાત્રા, બનશે દક્ષિણપૂર્વ એશિયાનો વિકલ્પ 4/5 by Paurav Joshi
ક્રેડિટઃ ક્રિશ્ચિયન કોર્ટમ
Photo of 40,000ની અંદર કરી શકો છો સસ્તી વિદેશ યાત્રા, બનશે દક્ષિણપૂર્વ એશિયાનો વિકલ્પ 5/5 by Paurav Joshi
ક્રેડિટઃ મારીઉઝ ક્લૂઝનિઆક

કેસ્પિયન સાગરના કિનારે અકટૌ કુદરતી સૌંદર્ય અને સુફીવાદનો દેશ છે. અકાટૌમાં ઘણાં સૂફી સ્થળો છે. અહીં યાત્રા કરતી વખતે તમે ઓયસ, હૉટ સ્પ્રિંગ્સ અને માટીના સ્નાનનો આનંદ લઇ શકો છો. ભવ્ય સમુદ્ર કિનારામાં ડુબકી લગાવી શકો છો. સોવિયત સંઘની પૂર્વ રાજધાની અને કઝાકિસ્તાનનું સૌથી મોટું શહેર અલ્માટી એક ભવ્ય પર્યટન સ્થળ છે. અહીં બરફથી ઢંકાયેલા પહાડોના દ્રશ્યો જોવાલાયક છે. અસ્તાના એક શાનદાર પર્યટન સ્થળ છે જેમાં જુની સોવિયત સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. અહીં બીજા દેશોના વાસ્તુકારો દ્ધારા બનાવેલી ઘણી ઇમારતો છે. યાત્રી સુંદર અને સુનિયોજિત અસ્તાના શહેરને જોવા આવે છે જે 1998 પછીથી કઝાકિસ્તાનની રાજધાની પણ છે. જેની ડિઝાઇન જાપાની વાસ્તુકાર કિશો કુરોકાવા દ્ધારા બનાવાઇ હતી.

ફ્લાઇટ ભાડુઃ નવી દિલ્હીથી અસ્તાના અને અલ્માટી વચ્ચે સીધી ફ્લાઇટ છે. દિલ્હી અને અસ્તાના વચ્ચેનું ભાડું લગભગ ₹24,347 રુપિયા છે.

દરરોજન ખર્ચઃ ટ્રાવેલ, મનોરંજન અને ખાવા સાથે લગભઘ ₹1,539 જેટલો ખર્ચ થાય છે. રહેવાનો ખર્ચ 547 રુપિયાથી શરુ થશે.

ક્યાં રહેશો: અસ્તિના હોટલ: ₹1,312 પ્રતિરાતનું બે વ્યક્તિનું ભાડું.

કિર્ગિસ્તાન

કુઆલાલમ્પુરના પેટ્રોન ટાવરના બદલે કારાકોલની ડુંનગન મસ્જિદ

કિર્ગિસ્તાન ચારેબાજુ જમીન અને પહાડોથી ઘેરાયેલું છે. તેની ઉત્તરમાં કઝાકિસ્તાન, પશ્ચિમમાં ઉઝબેકિસ્તાન અને દક્ષિણ પશ્ચિમમાં તાઝિકિસ્તાન જ્યારે પૂર્વમાં ચીનની બોર્ડર છે. અહીં સોનું અને અન્ય કિંમતી ખનિજો નીકળે છે. રાજધાની બિશ્કેક અહીં સુંદર જગ્યાઓમાંની એક છે.

બિશ્કેકમાં સૌથી વધ કુમીસ મળે છે જે એક પ્રકારનો પ્રવાહી પદાર્થ છે. જેમ આપણે ત્યાં લસ્સી હોય છે તેવો. આ ઘોડીના દૂધમાંથી બનાવાય છે. જો કે તેમાં થોડીક માત્રામાં શરાબ હોય છે. આ પહેલા રશિયાના કબજામાં હતો. એટલે અહીં મોટાભાગના રીતિ-રિવાજ રશિયા સાથે મળતા આવે છે.

આ દેશમાં લગભગ 800 મીટર (અંદાજે 2600 ફૂટ)ની ઊંચાઇ પર કિરગિજ આલા-તૂ પર્વતમાળા છે. અહીંના ઝાડ-પાન એક વિહંગમ દ્રશ્ય રજૂ કરે છે. અહીં ફરવા માટે ઓશ બજાર, સેવ ધ એલ્સ, ફૈઝા, ઇરકિંદિક બૉલેવાર્ડ, ડોરદોઇ, ડુબઇ પાર્ક, નેશનલ હિસ્ટ્રી મ્યૂઝિયમ, સની ફિશ ફાઉન્ટેન જેવી ઘણી જગ્યાઓ છે. બિશ્કેકના પહોળા રસ્તાઓ પરથી ઉંચા ઉંચા પર્વતો નજરે પડે છે. ફૂડ લવર્સ માટે અહીં ઘણાં રેસ્ટોરરન્ટ્સ અને કેફે છે. જે કેક અને ગોર્મેટ કોફી માટે પ્રખ્યાત છે.

વિમાન ભાડું- નવી દિલ્હીથી બિશ્કેકની સીધી ફ્લાઇટ છે. રાઉન્ડ ટ્રીપના અંદાજે ₹21,742 થશે.

દરરોજનો ખર્ચઃ અંદાજે 1319 રુપિયા જેમાં ટ્રાવેલ, મનોરંજન અને ફૂડનો સમાવેશ થાય છે. રહેવાનો ખર્ચ એક રાતનો ₹629 થી શરુ થશે.

ક્યાં રહેશોઃ ઓસન હોટલઃ₹2,671 પ્રતિ રાત ડબલ બેડના

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads