હોટલનો મોહ છોડો! એકવાર ગુજરાતની આ ઈકો કેમ્પસાઈટ્સમાં રાત રોકાઓ

Tripoto

કોરોનાના કારણે લોક થયેલા લોક હવે અનલોક થઇ રહ્યાં છે. શિવરાત્રી આવી રહી છે અને કોરોના વિદાય લઇ રહ્યો છે. ત્યારબાદ હોળી-ધુળેટીની રજાઓ આવશે એટલે ગુજરાતીઓ ફરવા નીકળી પડશે. હજુ ગરમીનો માહોલ જામ્યો નથી એટલે ફરવા માટે માર્ચ મહિનો શ્રેષ્ઠ છે ત્યારે વધારે પેટ્રોલ બાળીને ગુજરાતની બહાર જવા કરતાં અમે તમને ગુજરાતના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સંચાલિત કેટલીક ઇકો કેમ્પસાઇટ વિશે જણાવીશું જેમાં તમે ઓછા બજેટમાં એન્જોય કરી શકશો. ચાલો નજર કરીએ કેટલીક આવી જ સાઇટ્સ પર...

કડા ડેમ અને તરગોળ ઇકો ટૂરિઝમ સાઇટ

Photo of હોટલનો મોહ છોડો! એકવાર ગુજરાતની આ ઈકો કેમ્પસાઈટ્સમાં રાત રોકાઓ by Paurav Joshi

કડા ડેમ અને તરગોળમાં ઇકો ટુરિઝમ સાઇટ છે જે વનવિભાગ હસ્તક આવે છે. કડા ડેમ પાસે ધનપુરીમાં કેમ્પસાઇટમાં 3 ડિલક્સ એસી અને 10 નોન એસી કોટોજીસ આવેલા છે. આ ઉપરાંત કડા ડેમ સાઇટ પર ટેન્ટ પણ છે. જેમાં એટેચ બાથરુમ અને ટોઇલેટની વ્યવસ્થા છે. આ ઉપરાંત, ઓરીએન્ટેશન સેન્ટર, સેપરેટ કિચન અને ડાઇનિંગ પ્લેસ, વોકિંગ એરિયા, કેમ્પફાયરની પણ વ્યવસ્થા છે. અહીંના કિચનમાં શુદ્ધ દેશી જમવાની મજા આવી જશે. બાજરીનો રોટલો, છાશ, ગોળ, સેવ-ટામેટાં, રિંગણનો ઓળો, લણસિયા બટાકા વગેરેનો સ્વાદ તમને જીવનભર યાદ રહેશે. અહીં જંગલ જોવા માટે માંચડા પણ બનાવેલા છે. કડા ડેમથી જંગલનો અદ્ભુત નજારો જોવા મળે છે. કડા ડેમ પર બેસીને નદીની સુંદરતા માણ્યા જ કરીએ તેવું મન થાય છે.

Photo of હોટલનો મોહ છોડો! એકવાર ગુજરાતની આ ઈકો કેમ્પસાઈટ્સમાં રાત રોકાઓ by Paurav Joshi

કડા ડેમથી આગળ તરગોળ કેમ્પ સાઇટ છે જ્યાં છ જેટલા નોન એસી કોટેજ છે. જો કે રૂમની વ્યવસ્થા બરોબર નથી એટલે મારુ માનો તો તમારે કડા ડેમની ઇકો સાઇટમાં જ રહેવું જોઇએ. તરગોળ ડેમ સાઇટનું સૌંદર્ય માણવાલાયક છે. અહીં તમે વિવિધ પ્રકારના પક્ષીઓ જોઇ શકો છો. તરગોળ ડેમ સાઇટ નજીક ઝાડ પર મોટી સંખ્યામા ચામા ચીડીયાનો વાસ છે.

રતનમહાલ ઇકો કેમ્પસાઇટ

રતનમહાલમાં કુલ 2 સાઇટ કેમ્પ આવેલા છે. (1) નાલધા સાઇટ કેમ્પ (2) ઉધાલ મહુડા કેમ્પ સાઇટ. સરકાર દ્ધારા આ બન્ને સાઇટનું સંચાલન કરે છે. અહીં કોઇ ખાનગી રિસોર્ટ કે કેમ્પ સાઇટ નથી. નાલધા કેમ્પ સાઇટમાં 10 ટેન્ટ છે જેમાં એક ફેમિલી આરામથી રહી શકે છે. આ ટેન્ટમાં તમામ પ્રકારની વ્યવસ્થા છે. એકસ્ટ્રા બેડ જોઇએ તો તે પણ ઉપલબ્ધ છે.

Photo of હોટલનો મોહ છોડો! એકવાર ગુજરાતની આ ઈકો કેમ્પસાઈટ્સમાં રાત રોકાઓ by Paurav Joshi

કેમ્પ સાઇટથી 2.5 કિ.મી અંદર ચાલતા જવાનું છે જ્યાં વોટરફોલ આવે છે. આ અઢી કિલોમીટરના રસ્તે અનેક નાના-મોટા ઝરણાં, નાના-મોટા વૃક્ષો, પથ્થરોની હારમાળા આવે છે. ચારેતરફ લીલોતરી જ લીલોતરી. જાણે કે સ્વર્ગમાં આવી ગયા હોઇએ તેવું લાગે. અહીં મનને અપાર શાંતિ મળે છે. જો ભોજનની વાત કરીએ તો જમવાનું અહીં સુંદર મળે છે.

Photo of હોટલનો મોહ છોડો! એકવાર ગુજરાતની આ ઈકો કેમ્પસાઈટ્સમાં રાત રોકાઓ by Paurav Joshi

ઉધાલ મહુડા

અહીં જંગલ, ગાર્ડન અને ડેમ જોવાલાયક છે. આ જગ્યાએથી હિલ તરફ સનસેટ પોઇન્ટ જવા 9 કિલોમીટરનો રસ્તો છે. અહીં જવા માટે તમારી પ્રાઇવેટ કાર ચાલી શકે નહીં કારણ કે અહીં કાચા રસ્તા છે.

Photo of હોટલનો મોહ છોડો! એકવાર ગુજરાતની આ ઈકો કેમ્પસાઈટ્સમાં રાત રોકાઓ by Paurav Joshi

ઉધાલ મહુડા એસી ટ્રી પેકેજમાં તમને દરેક ટ્રી હાઉસમાં ડબલ બેડની સુવિધા સાથે લંચ, ડિનર, કોમ્પ્લિમેન્ટરી બ્રેકફાસ્ટ (2 વાર) બે વ્યક્તિઓ માટે મળે છે. નોન એસી પેકેજમાં પણ બે વ્યક્તિઓને આ જ પ્રમાણેની સુવિધા મળે છે.

Photo of હોટલનો મોહ છોડો! એકવાર ગુજરાતની આ ઈકો કેમ્પસાઈટ્સમાં રાત રોકાઓ by Paurav Joshi

વઢવાણા લેક

વઢવાણા તળાવ વડોદરાથી 40 કિલોમીટરના અંતરે ડભોઈ ખાતે શિવરાજપુરમાં આવેલ છે. વઢવાણા તળાવ એ પક્ષીઓ માટે જાણીતું સ્થળ છે. જ્યાં લોકો દૂર દૂરથી પક્ષીઓને જોવા માટે આવતા હોય છે. વઢવાણા તળાવની મુલાકાત લેવી હોય તો એનો શ્રેષ્ઠ સમયગાળો નવેમ્બર - ડિસેમ્બર મહિનાઓ છે. શિયાળાની ઋતુમાં (Migratory Birds in Wadhwana Lake) ખાસ ભિન્ન ભિન્ન પ્રકારના પક્ષીઓ જોવા મળતા હોય છે.

Photo of હોટલનો મોહ છોડો! એકવાર ગુજરાતની આ ઈકો કેમ્પસાઈટ્સમાં રાત રોકાઓ by Paurav Joshi

આ સિઝનમાં અત્યાર સુધી 70 હજાર જેટલા યાયાવર પક્ષીઓ આવી ચૂક્યા છે. ત્યારે વનવિભાગ દ્વારા તાજેતરમાં થયેલી ગણતરી મુજબ આશરે 150થી વધુ જાતના યાયાવર પક્ષીઓ વઢવાણા તળાવના મહેમાન બની ચૂક્યા છે. અત્યાર સુધી અહી આ સિઝનમાં અત્યાર સુધી રાજહંસ, ગાજહંસ, ગ્રેટર ફ્લેમિંગો, ભગવી સુરખાબ, પિંટેલ, કોમનટીલ, લાલચાંચ કારચીયા, કોમન પોચાર, સફેદ આંખ કારચીયા, પિયાસણ, ગયણો, કાબરી કારચીયા, ગિરજા, મત્સ્ય ભોજ, ભગતડું, કાળી ડોક ઢોંક વિગેરે યાયાવર પક્ષીઓ આવી ચુક્યા છે. વઢવાણા તળાવ સિવાય આસપાસના તળાવો અને નદીના પાણીમાં પક્ષીઓ જોવા મળે છે.

Photo of હોટલનો મોહ છોડો! એકવાર ગુજરાતની આ ઈકો કેમ્પસાઈટ્સમાં રાત રોકાઓ by Paurav Joshi

અહીં વનવિભાગ તરફથી ઇકો કેમ્પસાઇટ છે. અહીં નોન એસી રૂમ અને નોન એસી ફેમિલી રૂમ છે.

કેટલું છે ભાડું

ધનપુરી ઇકો સાઇટ

નોન-એસી રૂમ રૂ.1650

એસી રૂમ રૂ.2900

કડાડેમ સાઇટ

નોન એસી ટેન્ટ રૂ.1650

એસી ટેન્ટ રૂ.2900

નોન એસી રૂમ રૂ.1650

તરગોળ ઇકો સાઇટ

નોન એસી ટેન્ટ રૂ.1650

નોન એસી રૂમ રૂ.1650

ભાટ

નોન એસી હટ રૂ.1650

નોન એસી રૂમ રૂ.1650

ઉધાલ મહુડા

નોન એસી ટેન્ટ રૂ.1650

એસી ટ્રી હાઉસ રૂ.3500

નોન એસી રૂમ રૂ.1650

નાલધા ઇકો કેમ્પસાઇટ

નોન એસી ટેન્ટ રૂ.1650

વઢવાણા વેટલેન્ડ

નોન એસી રૂમ રૂ.1900

નોન એસી ફેમિલી રૂમ રૂ.3800

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads