ચાંદીપુર બીચ, જ્યાં ગાયબ થઇ જાય છે સમુદ્રકિનારો!

Tripoto
Photo of ચાંદીપુર બીચ, જ્યાં ગાયબ થઇ જાય છે સમુદ્રકિનારો! 1/1 by Paurav Joshi
ક્રેડિટઃ બૉની ઘોષ

"ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વરથી કેટલાક જ કિલોમીટર દૂર એકાંતમાં એક દરિયાકિનારો છે જ્યાં સમુદ્ર કેટલાક કલાકો માટે ગાયબ થઇ જાય છે અને પછી પાછો ફરે છે. આ કુદરતના કરિશ્મા અને વણઉકેલ્યા રહસ્યને કોઇ ઉકેલી શક્યું નથી."

ટ્રેનમાં ભુવનેશ્વર તરફ જતી વખતે કેટલાક સહયાત્રીઓને મેં આવુ કહેતા સાંભળ્યા. પુછવાથી તેમણે જણાવ્યું કે ત્યાં સુધી પહોંચવા માટે મને બાલેશ્વર કે બાલાસોર સ્ટેશન પર ઉતરવું પડશે જ્યાંથી ચાંદીપુર 30 કિ.મી. દૂર છે.

બાલેશ્વર સ્ટેશન આવતાં હું અંતરનો અવાજ સાંભળી ત્યાં જ ઉતરી ગયો. રાતના 9 વાગી રહ્યા હતા અને આ સમયે કોઇ અજાણી જગ્યા પર ઉતરવાની સલાહ આપવામાં નથી આવતી. રાતે હોટલ શોધવી મુશ્કેલ હોય છે અને ભૂતકાળમાં મને મારા બજેટ કરતા ઘણાં વધુ રુપિયા હોટલમાં રાતે રોકાવાના આપવા પડ્યા છે.

બાલાસોર ભારતનું એક નાનકડું ગામ છે. સ્ટેશનથી ઉતરતા જ તમારી સામે રોડ પર બધી સુખ-સુવિધાઓથી સુસજ્જ ફોર સ્ટાર હોટલ પણ હશે તો મૂળભૂત જરુરિયાતોવાળા માંકડ અને કોકરોચ (વંદા)થી ભરેલી બજેટ હોટલ પણ હશે. ઓટીડીસી દ્ધારા સંચાલિત લક્ઝરી હોટલ શ્રેણી પંતનિવાસ હોટલ્સ પણ આ જ વિસ્તારમાં છે.

બીજા દિવસે હું જલદી ઉઠ્યો અને ચાંદીપુર દરિયાકિનારા તરફ નીકળી પડ્યો. ઓરિસ્સા પોતાના સસ્તા ભોજન માટે જાણીતું છે. નાસ્તામાં ગરમાગરમ પૂરી ભાજી અને પકોડા ખાધા પછી પોતાની જાતને રોકી ના શક્યો. રેલવે સ્ટેશનથી ચાંદીપુર જવા માટે તમને ટેક્સીઓ મળી જશે જે એક તરફના ₹800 લેશે. જે લોકો સ્થાનિક જીવનને નજીકથી જોવા માંગે છે તે શેરીંગ જીપમાં પણ બેસી શકે છે. શેરીંગ જીપ એક માણસના ₹20 લે છે અને ઉપડવામાં એક કલાક લગાવી દે છે. જીપને યાત્રીઓથી ભરતા જોવાનું ઘણું હાસ્યાસ્પદ હતું જ્યાં જીપનો ડ્રાઇવર જેમ તેમ સવારીઓને ઠૂંસવાની મહેનત કરી રહ્યો હતો અને છેવટે વધારે સવારી બેસાડવા માટે તેણે એક બગી ગાડી પણ પાછળ બાંધી લીધી.

ચાંદીપુર

ક્રેડિટઃ સૌરવ સાન્યાલ

Photo of Chandipur, Odisha, India by Paurav Joshi

બાલાસોરથી ચાંદીપુર પહોંચવામાં મને એક કલાક લાગ્યો. દરિયાકિનારાની પાસે ઉગેલા ઊંચા ઊંચા તાડના ઝાડોએ મારુ સ્વાગત કર્યું. કિનારા પર ઉભા રહીને મને કંઇક અજુગતુ જોવા મળ્યું. જોતજોતામાં સમુદ્ર કેટલાક કિલોમીટર પાછો ખસકી ગયો. લોકો સમુદ્ર તરફ ભાગવા લાગ્યા,

કરચલાના બાળકો જમીનના છિદ્રોમાંથી બહાર આવવા લાગ્યા, માછીમારો પોતાની જાળ સુકી જમીન પર એ વિશ્વાસમાં પાથરવા લાગ્યા કે ભવિષ્યમાં પાણીની સાથે માછલીઓ જાતે જ આવી જશે અને માછલી પકડવામાં પાણીમાં ઉતરીને કલાકો સુધી મહેનત નહીં કરવી પડે.

Photo of ચાંદીપુર બીચ, જ્યાં ગાયબ થઇ જાય છે સમુદ્રકિનારો! by Paurav Joshi

હું કેટલાક કિલોમીટર સમુદ્રનો પીછો કરતા કરતા આગળ વધી ચૂક્યો હતો કે એક સ્થાનિક માછીમારે મને પાછા જવા કહ્યું. સમુદ્ર થોડીક જ વારમાં આવવાનો હતો અને અહીં રોકાવાનું સુરક્ષિત નહોતું.

ચાંદીપુર સમુદ્રના કિનારે વસેલુ એક નાનકડુ ગામ છે જ્યાં આસપાસના વિસ્તારોમાં ઘણાં રેસ્ટોરન્ટ અને નાની મોટી ઝુંપડી (કોટેજ)ઓ બની છે. અહીં ઓરિસ્સા પર્યટન વિભાગનો એક રિસોર્ટ પણ છે જ્યાં તમે પરંપરાગત ઉડિયા વ્યંજનો જેવા કે ફિશ કરી અને કરચલાનો સ્વાદ ચાખી શકો છો.

સમુદ્ર આવવા લાગે છે

Photo of ચાંદીપુર બીચ, જ્યાં ગાયબ થઇ જાય છે સમુદ્રકિનારો! by Paurav Joshi

જોતજોતામાં કિનારાને પોતાનામાં સમાવી લે છે

Photo of ચાંદીપુર બીચ, જ્યાં ગાયબ થઇ જાય છે સમુદ્રકિનારો! by Paurav Joshi

પછીથી હું બાલાસોર પાછો ફર્યો જેથી અહીંના સ્થાનિક મંદિરોમાં ફરી શકું. ઓરિસ્સામાં મોટાભાગના શહેરો પ્રાચીન મંદિરોથી ભરેલા છે જે વાસ્તુકળાનું અદ્ભુત ઉદાહરણ છે. પથ્થરમાં બારીક નકશીકામ કરીને બનાવેલા આ મંદિર અલગ અલગ વિશ્વાસના પ્રતિક છે અને અલગ જ કહાની પણ કહે છે. આવું જ એક મંદિર પંચલિંગેશ્વરનું પણ છે જે બાલાસોરથી 45 કિ.મી. દૂર છે અને અહીં દિવસભર બસો આવતી રહે છે. નીલગિરી પર્વત શ્રેણીના સુંદર નજારાના કારણે અહીં જરુર જવું જોઇએ.

Day 3

પંચલિંગેશ્વર મંદિર

Photo of ચાંદીપુર બીચ, જ્યાં ગાયબ થઇ જાય છે સમુદ્રકિનારો! by Paurav Joshi
Photo of ચાંદીપુર બીચ, જ્યાં ગાયબ થઇ જાય છે સમુદ્રકિનારો! by Paurav Joshi

ખિરચૌરા ગોપીનાથ મંદિર

વૈષ્ણવ સિદ્ધાંતો પર બનેલુ અને બાલાસોરથી 9 કિ.મી. દૂર સ્થિત ખિરચૌરા ગોપીનાથ મંદિર પણ એક સુંદર મંદિર છે. આ મંદિર અહીં મળતા ખાસ પ્રસાદ " ખીર" ના કારણે લોકપ્રિય છે. મંદિરની અંદર લાગેલા કદંબના વૃક્ષોથી આખુ મંદિરનું પ્રાંગણ મહેકતુ રહે છે.

ઓરિસ્સા બેકબેકર્સ માટે ઘણી સારી જગ્યા છે. આ રાજ્ય સાંસ્કૃતિક, ભોજન અને ઐતિહાસિક રીતે પણ ઘણું સંપન્ન છે એટલા માટે અહીં ફરવાની મજા આવે છે. ચાંદિપુરનો કરીશ્મા જોઇને મને અહેસાસ થયો કે ઇન્ડિયાની આગળ ઇન્ક્રેડિબલ કેમ લગાવાય છે.

કેવી રીતે પહોંચશો :

બાલાસોર

ભુવનેશ્વર અને બાલાસોર વચ્ચે ટ્રેનો અલગ અલગ સમયે દોડે છ. પહોંચવામાં 2 થી 3 કલાક લાગે છે અને યાત્રી કોચની એક ટિકિટની કિંમત ₹120 ની આસપાસ છે.

બાલાસોરથી ચાંદીપુર

બાલાસોર અને ચાંદીપુર વચ્ચે શેર જીપ અને પ્રાઇવેટ ટેક્સી ચાલતી જ રહે છે. એક તરફ માટે ટેક્સી ₹800 અને જીપ ₹20 લે છે.

બાલાસોરમાં જોવાલાયક

બાલાસોર અહીંના પ્રાચીન મંદિરો માટે જાણીતું છે અને ઓટીડીસી દ્ધારા સંચાલિત બસો ચાલે છે જે સવારે આપને મંદિર દર્શને લઇ જશે. એક વ્યક્તિ માટે બસનું ભાડું લગભગ ₹200 છે.

અમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રૅડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads