દરેક ભારતીય એડવેન્ચર ટ્રાવેલર જે ખતરનાક ટ્રેક, રોડટ્રિપ કે એક્ટિવિટીઝમાં લાગેલા રહે છે. તેમના બકેટ લિસ્ટમાં કેટલીક જગ્યાઓ કે ચીજોના નામ તો જરૂર હોય છે જેવા કે મનાલી-લદ્દાખ-શ્રીનગર બાઇક ટ્રિપ, સ્પીતિ વેલી બાઇક ટ્રિપ, કૈલાશ માનસરોવર યાત્રા, એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેક, કાશ્મીરથી કન્યાકુમારી બાઇક ટ્રિપ, ઓડેન્સ કોલ ટ્રેક વગેરે. આ ઉપરાંત એક નામ હોય છે ચાદર ટ્રેક
ચાદર ટ્રેક, લદ્દાખનો એ સૌથી ખતરનાક ટ્રેક છે જે દરેક ટ્રાવેલરના બકેટ લિસ્ટનો હિસ્સો તો હોય છે પરંતુ તેને કરી ઘણાં ઓછા લોકો શકે છે. પરંતુ આમ કેમ? આ જાણીએ આપણે આજના આર્ટિકલમાં
શિયાળામાં લેહ શહેર
ચાદર ટ્રેક ખતરનાક શિયાળા (જાન્યુઆરી તેમજ ફેબ્રુઆરીની શરૂઆત)માં લેહના જંસ્કાર ક્ષેત્ર કરવામાં આવતો પગપાળા ટ્રેક છે. આ ટ્રેકની ખાસિયત એ છે કે જાન્યુઆરી ફેબ્રુઆરીની ખતરનાક ઠંડીમાં અહીં વહેતી જંસ્કાર નદી બરફના મોટા પડમાં જામી જાય છે. બસ તૈયાર થઇ ગઇ ચાદર, બરફની ચાદર. હવે તમારે બસ આની પર ચાલવાનું છે. અને પહોંચી જવાનું છે એક વિશાળ ઝરણાની પાસે. જે પોતે પણ બરફમાં જામી જાય છે.
ઇન્ટરનેશનલ સ્તરે ફેમસ આ ટ્રેક અંદાજે 9 દિવસનો હોય છે. કોઇ એજન્સી પાસેથી ટ્રેકનું પેકેજ લો, કારણ કે જ્યાં સુધી મને ખબર છે આ ટ્રેક એજન્સી દ્વારા જ કરવો પડે છે. દિલ્હીથી લેહની ફ્લાઇટ પકડો, ટ્રેક દરમિયાન બોર્ડિંગ પાસ સંભાળીને રાખો, તેની વગર તમને ટ્રેક પર જવાની અનુમતિ નહીં મળે. જે દિવસે તમે લેહ ઉતરશો ત્યાર બાદ 2 દિવસ સુધી તમને લેહ શહેરમાં જ રોકી લેવામાં આવે છે. જેથી તમે ત્યાંના વાતાવરણમાં અનુકૂળ થઇ જાઓ.
હવે આ જ બે-ત્રણ દિવસોમાં તમે લેહ શહેરના શિયાળાની સુંદરતા જોઇ શકશો. અહીંની કડકડતી ઠંડીનો અંદાજો લઇ શકશો. તમને ખબર પડશે કે કેવી રીતે અહીં પાણીની કમી શિયાળામાં રહે છે, કેવી રીતે ગરમ બોટલમાંથી પાણી બહાર નીકાળતા જ થોડીક જ મિનિટોમાં તમારી આંખોની સામે બરફ બની જશે. શહેરમાં દરેક જગ્યાએ માત્ર સફેદી, નદી, નાળા, મકાન, ખાલી મેદાન, ઝાડ, પાન બધુ જ બરફથી ઢંકાયેલું. ઠંડી એટલી કે તમારી ઉપર 5-5 રજાઇ અને બ્લેન્કેટ એટલે કે ધાબળો નાંખ્યા બાદ પણ હાથ પગ સુન્ન થઇ જશે. હીટરવાળા રૂમ સામાન્ય રીતે શરૂમાં નથી આપવામાં આવતા જેથી આપણું શરીર આ ઠંડા મોસમ સાથે લડવામાં સક્ષમ થઇ શકે.
તમારે લેહ શહેરમાં બે વાર ફરવું જોઇએ. એકવાર શિયાળામાં અને એકવાર ગરમીમાં. બન્નેવાર તમને અહીંની અલગ અલગ સુંદરતા જોવા મળશે. આ 2-3 દિવસોમાં તમે લેહ માર્કેટ, લેહ પેલેસ, આઇસ સ્તૂપ, શાંતિ સ્તૂપ જેવી જગ્યાઓ ફરી શકો છો. ત્રીજા દિવસે તમારા મેડિકલ ટેસ્ટ થશે જેમાં બ્લડ ટેસ્ટ, ઓક્સિજન લેવલ વગેરે ચેક થાય છે. તમારો બોર્ડિંગ પાસ જોવામાં આવશે કે શું તમારે લેહમાં 3 દિવસ થઇ ચૂક્યા છે. બધુ જ બરોબર રહ્યું તો તમને આગળ ટ્રેક પર મોકલવામાં આવશે, એક atm સાઇઝના મેડિકલ તેમજ રેસ્ક્યુ કાર્ડને જોઇને
ચાદર ટ્રેકનો એક સંક્ષિપ્ત અનુભવ -
શ્રીનગર રોડ તરફ પથ્થરસાહેબ ગુરુદ્ધારા, મેગ્નેટિક હિલ, નિમ્મૂ સંગમની બહારથી પસાર થતા એક ગાડીમાં તમને એ જ જગ્યા સુધી લઇ જવામાં આવશે જ્યાંથી ટ્રેક ચાલુ થાય છે. આખા રસ્તે જ તમને એક તરફ જામેલી નદી જ જોવા મળશે. અંદાજે 10 -15 લોકોની બેચની સાથે કેટલાક પોર્ટર્સ, ટ્રેક લીડર, કૂક તમારી સાથે સ્લીપિંગ બેગ્સ, ટેન્ટ, મેડિકલ કિટ, ઓક્સિજન સિલિન્ડર લઇને આખા ટ્રેક પર તમારી સાથે રહેશે. તમને નદીની ઉપર ઉતારવામાં આવશે અને જણાવાશે કે તમારે પગ ઉપાડીને નહીં પરંતુ ઘસડીને આગળ વધવાનું છે. જેથી લપસીને પડી ન જાઓ. તો પણ પહેલા દિવસથી જ યાત્રીઓના પડવાનો સિલસિલો શરૂ થઇ જશે.
3 દિવસ લેહ શહેર બાદ હવે 5 દિવસ આ ટ્રેક પર તમને લાગશે. જો તમને NEYRAKS ગામના GRAND FROZEN WATERFALL થી આગળ વસેલા ગામમાં પણ જવાનું હોય છે, તો તેના 3 દિવસ અલગથી ગણી લેજો. સામાન્ય રીતે ત્યાં કોઇ એજન્સી નથી લઇ જતી. તો આ રીતે આ ટ્રેક 3 +5 =8 અને એક અંતિમ સવારે, જે રિટર્ન ફ્લાઇટ હોય તેમ માની લેજો. અંદાજે 9 દિવસમાં આ ટ્રેક સમાપ્ત થઇ જાય ચે દિલ્હીથી દિલ્હી સુધી.
હવે આવી જઇએ કે અહીં કેટલું પગપાળા ચાલવાનું છે. જવાબ છે અંદાજે 60 કિ.મી. કેટલું ઉંચાઇ પર ચઢવાનું છે તો જવાબ છે ઝીરો. આ જ તો આ ટ્રેકની ખાસિયત છે. તમારે ચડવાનું નહીં પણ પગપાળા ચાલવાનું છે. ચાદર તૂટી જાય તો આગળ વધવાનો રસ્તો બંધ થઇ જાય તો તમે ફસાઇ પણ શકો છો. કે અધૂરા ટ્રેકથી પાછા ફરવું પડી શકે છે. ઉપરથી રાતે તાપમાન -30 ડિગ્રી સુધી ખતરનાક. જેમ જેમ ઉંઘ આવશે તો સવાર થતા જ નાક, વાળ, કાન પર બરફ જામી ગયો હશે.
ટ્રેક દરમિયાન કામમાં આવતો સામાન-
કપડા, હાથ પગના મોજા, તમારે એક જ સમયે એક ગ્લોવ નહીં, પરંતુ બે કે ત્રણ પહેરવા પડશે, જેને તમે પાંચ દિવસ સુધી ખોલવાનો વિચાર પણ નહીં કરો.
લિસ્ટ આ પ્રકારે છે-
1. polarised sunglasses
2. monkey cap
3. 3-3 pairs of woolen and synthetic socks
4. comfortable trekking shoe
5. gum boots
6. rain coat
7. down jacket
8. gloves - 2 pairs,waterprrof
9. 3 to 4 full layer woolen t-shirts
10 headtorch /normal torch
11.trekking pole
12.rain trousers and thermals
13.sunscreen lotions
14.insulated water bottle
15.first aid kit
16.towels
17.dryfruits and chocolates
18. toiletry
19. colgate flex mouthwash
20. comfortable rucksack or duffle bag.No trolly bags.
મેં ચાદર ટ્રેક પર એક આખી સીરિઝ પણ લખી છે, જેમાં મારી દૈનિક પ્રવૃતિ પણ લખી છે.જેને તમે ફેસબુક પર વાંચી શકો છો. તમે ડિસ્કવરી દ્વારા બનાવેલી તેની ડોક્યુમેન્ટરી જોઈ શકો છો અને હાં જો હજુ પણ કોઈ માહિતી બાકી રહી ગઇ હોય તો તમે મને પૂછી શકો છો.
આભાર
- ઋષભ ભરવા (લેખક, પુસ્તક: ચલો ચલે કૈલાશ)
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો