શું તમારી ટિકિટ પર કોઇ બીજી વ્યક્તિ મુસાફરી કરી રહ્યું છે? જાણો રેલવેના જરૂરી નિયમ

Tripoto
Photo of શું તમારી ટિકિટ પર કોઇ બીજી વ્યક્તિ મુસાફરી કરી રહ્યું છે? જાણો રેલવેના જરૂરી નિયમ by Paurav Joshi

આપણા દેશમાં ટ્રેનમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યા લાખો અને કરોડોમાં છે. આ એક એવું પરિવહન છે, જ્યાં ગરીબથી ગરીબ અને અમીરથી અમીર લોકો મુસાફરી કરતા જોવા મળે છે. ભારતીય રેલ્વેની ગણતરી વિશ્વના સૌથી મોટા રેલ નેટવર્કમાં થાય છે, આવી સ્થિતિમાં મુસાફરોને તમામ પ્રકારની સુવિધાઓ આપવા માટે ઘણા નિયમો પણ બનાવવામાં આવે છે. પરંતુ આમાં કેટલાક એવા નિયમો છે, જેના વિશે મુસાફરો ઘણીવાર મૂંઝવણમાં રહે છે. હવે ટ્રેનની ટિકિટને જ જોઇ લો.. ક્યારેક એવી સ્થિતિ સર્જાય છે કે આપણી ટ્રેનની ટિકિટ પર અન્ય વ્યક્તિએ મુસાફરી કરવી પડે છે. ઘણા મુસાફરોને પ્રશ્ન થાય છે કે તેમની ટિકિટ પર અન્ય કોઈ મુસાફરી કરી શકશે કે નહીં. જો તમને પણ આ જ પ્રશ્ન હોય તો ચાલો આજે તમારા પ્રશ્નનો જવાબ આપીએ.

Photo of શું તમારી ટિકિટ પર કોઇ બીજી વ્યક્તિ મુસાફરી કરી રહ્યું છે? જાણો રેલવેના જરૂરી નિયમ by Paurav Joshi

ભારતીય રેલ્વેના નિયમ શું છે?

જો કોઈ કારણસર તમારી ટ્રેનની ટિકિટ પર કોઈ અન્ય વ્યક્તિએ મુસાફરી કરવી પડે છે, તો આના માટે ભારતીય રેલવેનો એક પરિપત્ર પણ છે. તદનુસાર, તમે મુસાફરી કરવા માટે તમારી કન્ફર્મ ટિકિટ અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરી શકો છો.

જો કોઈ વ્યક્તિ પાસે ટ્રેનની કન્ફર્મ ટિકિટ હોય, પરંતુ કોઈ માન્ય કારણસર તે ટિકિટ પર મુસાફરી ન કરી શકે, તો આવી સ્થિતિમાં, તે તેની ટિકિટ તેના પરિવારના કોઈપણ સભ્યના નામે ટ્રાન્સફર કરી શકે છે. જેના કારણે ટિકિટ પાછળ ખર્ચવામાં આવતા પૈસાની બચત થશે. આ સવાલનો જવાબ આપતા રેલવેએ કહ્યું કે અહીં પરિવારનો અર્થ કોઈ મિત્ર કે સંબંધી નથી. રેલ્વેએ પરિવારમાં ફક્ત પિતા, માતા, બહેન, ભાઈ, પુત્રી, પુત્ર, પતિ અથવા પત્નીનો સમાવેશ કર્યો છે જેનો અર્થ છે કે તમે તમારી ટિકિટ આમાંથી કોઇ એકને જ ટ્રાન્સફર કરી શકો છો.

આ માટે મુસાફરી કરી રહેલા યાત્રીએ સ્ટેશન માસ્ટરને તેની અરજી આપવાની રહેશે. આ પછી સ્ટેશન માસ્ટર તમને સંબંધિત વ્યક્તિને ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી આપશે. આ સાથે તમારે સ્ટેશન માસ્ટરને કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ બતાવવાના રહેશે.

તમને જણાવી દઈએ કે આ માટે ટ્રેન ઉપડવાના 24 કલાક પહેલા પેસેન્જરને રિક્વેસ્ટ આપવી જરૂરી છે. આ પછી જ ટિકિટ પરના પેસેન્જરનું નામ કાઢી નાખવામાં આવે છે અને જેના નામે ટિકિટ ટ્રાન્સફર કરવામાં આવી છે તેનું નામ ઉમેરવામાં આવે છે.

Photo of શું તમારી ટિકિટ પર કોઇ બીજી વ્યક્તિ મુસાફરી કરી રહ્યું છે? જાણો રેલવેના જરૂરી નિયમ by Paurav Joshi

રેલવે મુસાફરો માટે સુવિધા

ભારતીય રેલ્વેના નિયમો મુજબ, જો મુસાફર સરકારી કર્મચારી છે અને તેની ફરજ પર જઈ રહ્યો છે, તો તે ટ્રેન ઉપડવાના 24 કલાક પહેલા રિક્વેસ્ટ આપી શકે છે. બીજી તરફ, જો કોઈના લગ્નમાં જતા લોકોની સામે આવી સ્થિતિ ઉભી થાય છે, તો લગ્ન અને પાર્ટીનું આયોજન કરનાર વ્યક્તિએ તેના માટે જરૂરી દસ્તાવેજો સાથે 48 કલાક અગાઉ અરજી કરવાની રહેશે. તમે આ માટે ઓનલાઈન પણ અરજી કરી શકો છો. તમને જણાવી દઈએ કે જો પેસેન્જરે એક વખત પોતાની ટિકિટ અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરી દીધી હોય તો હવે તે બદલી નહીં શકે.

Photo of શું તમારી ટિકિટ પર કોઇ બીજી વ્યક્તિ મુસાફરી કરી રહ્યું છે? જાણો રેલવેના જરૂરી નિયમ by Paurav Joshi

જાણો શું છે આખી પ્રક્રિયા

સૌથી પહેલા તમારે ટિકિટની પ્રિન્ટ આઉટ કાઢવી પડશે અને પછી રેલવે સ્ટેશનના રિઝર્વેશન કાઉન્ટર પર જઈને જે વ્યક્તિના નામે ટિકિટ ટ્રાન્સફર કરવાની છે તેનું આધાર કાર્ડ અથવા પાન કાર્ડ બતાવવું પડશે અને પછી તમે ટિકિટ ટ્રાન્સફર માટે અરજી કરી શકશો.

રેલવેના કેટલાક બીજા નિયમો પણ તમારે ધ્યાનમાં રાખવા જરૂરી છે. જે નીચે મુજબ છે.

જનરલ બોગીમાં સીટ ના મળે તો શું કરવું?

વિચારો, તમારી પાસે જનરલ ડબ્બાની ટિકિટ છે પણ તે ભીડથી ભરેલો છે અને તમે ઈચ્છો તો પણ તેમાં ચઢી શકતા નથી, તો પછી તમે શું કરશો. શું તમે તે ટ્રેન છોડશો કે પછી તમે જોખમ ઉઠાવીને બીજા આરક્ષિત ડબ્બામાં ચઢશો. રિઝર્વ કમ્પાર્ટમેન્ટમાં ચડશો તો દંડ થશે કે નહીં? આવા અનેક સવાલો તમારા મનમાં વારંવાર ફરતાં હશે, જેનો આજે અમે વિગતવાર જવાબ આપવા જઈ રહ્યા છીએ. આ વાંચ્યા પછી તમારા મગજમાં ઘણી બધી બાબતો સ્પષ્ટ થઈ જશે.

Photo of શું તમારી ટિકિટ પર કોઇ બીજી વ્યક્તિ મુસાફરી કરી રહ્યું છે? જાણો રેલવેના જરૂરી નિયમ by Paurav Joshi

રેલ્વે એક્ટ 1989 હેઠળ, જો તમારી મુસાફરી 199 કિમી અથવા તેનાથી ઓછી છે, તો તમારી જનરલ ડબ્બાની ટિકિટની માન્યતા 3 કલાકની હશે. જ્યારે આનાથી વધુ અંતર હોય તો વેલિડિટી વધીને 24 કલાક થઈ જાય છે. જ્યારે ટ્રેન આવે છે, જો તેના જનરલ કોચમાં પગ મૂકવાની પણ જગ્યા નથી, તો તમારે નિયમો અનુસાર આગલી ટ્રેનની રાહ જોવી પડશે.

જો તમારી મુસાફરી 199 કિલોમીટરથી ઓછી હોય અને આગામી 3 કલાક સુધી તે રૂટ પર કોઈ ટ્રેન ના જાય, તો તમે તે જ ટ્રેનના સ્લીપર ક્લાસમાં મુસાફરી કરવા માટે હકદાર છો. જો કે, તમે તે ડબ્બામાં સીટ મેળવી શકતા નથી. તે ટ્રેનમાં TTEના આવે પછી તમારે જણાવવું પડશે કે તમે તે સ્લીપર ક્લાસ કોચમાં શા માટે આવ્યા છો.

Photo of શું તમારી ટિકિટ પર કોઇ બીજી વ્યક્તિ મુસાફરી કરી રહ્યું છે? જાણો રેલવેના જરૂરી નિયમ by Paurav Joshi

ટીટીઈ તમને આપી શકે છે સીટ

આ સમય દરમિયાન, જો સ્લીપર ક્લાસમાં કોઈ સીટ ખાલી રહે છે, તો TTE તમને બંને ક્લાસની ટિકિટની ડિફ્રન્સ અમાઉન્ટ લઈને સ્લીપર ક્લાસની ટિકિટ આપશે, જેના પછી તમે આરામથી મુસાફરી કરી શકશો. જો સ્લીપર કોચમાં કોઈ સીટ ખાલી ના હોય તો TTE તમને આગલા સ્ટેશન સુધી મુસાફરી કરવાની પરવાનગી આપી શકે છે. આ પછી પણ જો તમે સ્લીપર ક્લાસમાંથી બહાર ન નીકળો તો તે તમારા પર અઢીસો રૂપિયાનો દંડ લેશે.

જો તમારી પાસે દંડના પૈસા નથી, તો તે તમને ચલણ બનાવી આપશે, જે તમારે કોર્ટમાં જમા કરાવવું પડશે. અહીં મોટી વાત એ છે કે TTE અથવા અન્ય પોલીસકર્મીઓ તમને કોઈ પણ સંજોગોમાં સ્લીપર ક્લાસમાંથી હટાવી શકતા નથી, ના તો તેઓ તમારો સામાન જપ્ત કરી શકે છે. તેઓ ફક્ત તમને દંડ કરી શકે છે. જે ચૂકવીને તમે સ્લીપર ક્લાસમાં સીટ વગર રહી શકો છો.

Photo of શું તમારી ટિકિટ પર કોઇ બીજી વ્યક્તિ મુસાફરી કરી રહ્યું છે? જાણો રેલવેના જરૂરી નિયમ by Paurav Joshi

રાત્રે સૂવાના નિયમો

રેલ્વેના નિયમો અનુસાર રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો સમય સૂવા માટે નક્કી કરવામાં આવ્યો છે. આ દરમિયાન, લોઅર બર્થના મુસાફરો મધ્યમ બર્થના મુસાફરોને તેમની બર્થ પર જવા માટે કહી શકે છે. રાત્રે મુસાફરી કરતી વખતે મુસાફરોને મોટેથી સંગીત સાંભળવા અને મોટેથી વાત કરવા પર પણ પ્રતિબંધ છે.

TTE આ સમયે ટિકિટ ચેક કરશે નહીં

રેલવેના નિયમો અનુસાર રાત્રે 10 થી સવારે 6 વાગ્યાની વચ્ચે સામાન્ય રીતે TTE પણ ટિકિટ ચેક કરતા નથી. આ નિયમો મુસાફરોની મુસાફરીને આરામદાયક બનાવવા માટે બનાવવામાં આવ્યા છે, જેથી તેમની ઊંઘમાં ખલેલ ન પડે. જો કે, જો તમારી મુસાફરી રાત્રે 10 વાગ્યા પછી શરૂ થાય છે, તો આ નિયમ લાગુ પડતો નથી. આવી સ્થિતિમાં ટિકિટ ચેકર તમારી ટિકિટ ચેક કરી શકે છે.

Photo of શું તમારી ટિકિટ પર કોઇ બીજી વ્યક્તિ મુસાફરી કરી રહ્યું છે? જાણો રેલવેના જરૂરી નિયમ by Paurav Joshi

ટ્રેનમાં કેટલો સામાન લઈ શકાય છે

ભારતીય રેલ્વેના લગેજ નિયમો અનુસાર, મુસાફરો ટ્રેનની મુસાફરી દરમિયાન માત્ર 40 થી 70 કિલોનો સામાન લઈ જઈ શકે છે. જો કોઈ વ્યક્તિ આનાથી વધુ સામાન સાથે મુસાફરી કરે છે, તો તેણે અલગ ભાડું ચૂકવવું પડશે. રેલવેના કોચ પ્રમાણે સામાનનું વજન અલગ-અલગ રીતે નક્કી કરવામાં આવે છે.

Photo of શું તમારી ટિકિટ પર કોઇ બીજી વ્યક્તિ મુસાફરી કરી રહ્યું છે? જાણો રેલવેના જરૂરી નિયમ by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads