જાણો 2.5 એકરમાં ફેલાયેલા દિલ્હીના બટરફ્લાય પાર્કના શું છે ટાઇમિંગ, કેટલી થાય ટિકિટ

Tripoto
Photo of જાણો 2.5 એકરમાં ફેલાયેલા દિલ્હીના બટરફ્લાય પાર્કના શું છે ટાઇમિંગ, કેટલી થાય ટિકિટ by Paurav Joshi

જો તમે પણ એક નહીં પરંતુ અનેક પ્રકારના પતંગિયા એક જ સ્થાને જોવા માંગો છો તો દિલ્હીનો પ્રથમ બટર ફ્લાય પાર્ક તમારા માટે છે. આ બટરફ્લાય પાર્કમાં પ્રવાસીઓને રંગ-બેરંગી પતંગિયા જોવા મળશે. આ પતંગિયા બહુ મોટા આકારના છે. આવામાં તમે પરિવાર અને દોસ્તોની સાથે આ પાર્કમાં જઇ શકો છો અને અહીંની કુદરતી સુંદરતાનો આનંદ ઉઠાવી શકે છે.

પાર્કમાં દરેક જગ્યાએ બેન્ચ, ફુવારા આકર્ષણનું કેન્દ્ર

આ સુંદર પાર્કમાં પ્રવાસીઓ માટે તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. આ પાર્ક ખૂબ જ આકર્ષક છે અને અહીં હાજર ફુવારા પ્રવાસીઓનું દિલ જીતી લેશે.

Photo of જાણો 2.5 એકરમાં ફેલાયેલા દિલ્હીના બટરફ્લાય પાર્કના શું છે ટાઇમિંગ, કેટલી થાય ટિકિટ by Paurav Joshi

બટરફ્લાય પાર્કમાં પ્રવાસીઓના બેસવા માટે વિવિધ સ્થળોએ બેન્ચ બનાવવામાં આવી છે. આ ઉપરાંત પાર્કમાં હજારો ઔષધીય વૃક્ષો અને છોડનું પણ વાવેતર કરવામાં આવ્યું છે. તમે ઉદ્યાનમાં રંગબેરંગી પતંગિયાઓને ફરતા જોઈ શકો છો. તમે તમારા બાળકોને આ પાર્કમાં લઈ જઈ શકો છો. આ પાર્કની સ્થાપના 2017માં કરવામાં આવી હતી. ત્યારથી આ પાર્ક પ્રકૃતિ પ્રેમીઓ અને પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

Photo of જાણો 2.5 એકરમાં ફેલાયેલા દિલ્હીના બટરફ્લાય પાર્કના શું છે ટાઇમિંગ, કેટલી થાય ટિકિટ by Paurav Joshi

બટરફ્લાય પાર્ક 2.5 એકરમાં ફેલાયેલો છે. જેનો ઉદ્દેશ્ય લોધી ગાર્ડન અને અરવલ્લી બાયોડાયવર્સિટી પાર્કની જેમ પ્રવાસીઓને હરિયાળી અને પ્રાકૃતિક સુંદરતાનો પરિચય કરાવવાનો છે. બટરફ્લાય પાર્ક જેવી પહેલનો હેતુ જૈવવિવિધતાને પ્રોત્સાહન આપવાનો છે. દિલ્હી એનસીઆરના લોકો હવે અન્ય જગ્યાએ જવાના બદલે થોડાક દૂર ચાલીને બટરફ્લાય પાર્કમાં જઇ શકશે. આ જગ્યાએ ખાસ કરીને બાળકોને ખુબ મજા આવશે.

આ પતંગિયા જોવા મળશે

Photo of જાણો 2.5 એકરમાં ફેલાયેલા દિલ્હીના બટરફ્લાય પાર્કના શું છે ટાઇમિંગ, કેટલી થાય ટિકિટ by Paurav Joshi

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પાર્કમાં ઘણા એવા પતંગિયા છે જે ભારતમાં લગભગ લુપ્ત થઈ ગયા છે. અહીં જોવા મળતા મુખ્ય પતંગિયાઓમાં સ્પોટેડ પેરટ, લાઈન બ્લુ, બાલ્કા પેરટ, કોમન કેસ્ટર, કોમન ગ્લાસ યલો, કોમન જે, પ્લેઈન ટાઈગર, ડીંગી સ્વિફ્ટ, લેમન માઇગ્રન્ટ વગેરે છે. કહેવામાં આવી રહ્યું છે કે આવનારા દિવસોમાં પતંગિયાઓની પ્રજાતિમાં વધુ વધારો થશે.

બટરફ્લાય પાર્ક કેવી રીતે પહોંચવું

Photo of જાણો 2.5 એકરમાં ફેલાયેલા દિલ્હીના બટરફ્લાય પાર્કના શું છે ટાઇમિંગ, કેટલી થાય ટિકિટ by Paurav Joshi

બટરફ્લાય પાર્ક દિલ્હી મેટ્રો સાથે સારી રીતે જોડાયેલો છે. પ્રવાસીઓ આ પાર્કમાં ખાનગી અને જાહેર પરિવહન દ્વારા પહોંચી શકે છે. આ પાર્ક હાલમાં દિલ્હી-એનસીઆરના પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે. બટરફ્લાય પાર્ક નવી દિલ્હીના આસોલામાં આવેલો છે. જ્યાં જવા માટે પ્રવાસીઓ તુગલકાબાદથી મહેરૌલી-બદરપુર રોડ થઈને પાર્કમાં પહોંચી શકે છે અથવા હુડા સિટી સેન્ટર મેટ્રો લઈને મહેરૌલી જઈ શકે છે અને તુગલકાબાદ કિલ્લાની નજીકમાં છતરપુર મંદિરે ઉતરી શકે છે. અહીંથી તમે બસ અને કેબ દ્વારા પહોંચી શકો છો.

Photo of જાણો 2.5 એકરમાં ફેલાયેલા દિલ્હીના બટરફ્લાય પાર્કના શું છે ટાઇમિંગ, કેટલી થાય ટિકિટ by Paurav Joshi

આ પાર્ક સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લો રહે છે

બટરફ્લાય પાર્કનો સમય સવારે 9:00 થી સાંજના 5:00 વાગ્યા સુધીનો છે. આ સમય દરમિયાન પ્રવાસીઓ આ પાર્કમાં ફરવા જઈ શકે છે. આ પાર્ક સપ્તાહના અંતે બંધ રહે છે. પાર્કની મુલાકાત લેવાની ટિકિટ લગભગ 20 થી 30 રૂપિયા છે. આ પાર્કમાં તમને પતંગિયાઓની ઘણી એવી પ્રજાતિઓ જોવા મળશે જે લુપ્ત થઈ ગઈ છે.

Photo of જાણો 2.5 એકરમાં ફેલાયેલા દિલ્હીના બટરફ્લાય પાર્કના શું છે ટાઇમિંગ, કેટલી થાય ટિકિટ by Paurav Joshi

પાર્ક ઉપરાંત આ જગ્યાએ પણ ફરવા જઇ શકો છો

અત્યાર સુધીમાં તમને ખબર પડી જ ગઈ હશે કે આ બટરફ્લાય પાર્ક ક્યાં છે. આ પાર્ક સિવાય પણ આસપાસ એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે ફરવા જઈ શકો છો. બટરફ્લાય પાર્કથી થોડે દૂર સુંદર 'ગુંબજ પાર્ક' આવેલું છે જ્યાં તમે ફરવા જઈ શકો છો. આ દિલ્હીના સૌથી જૂના પાર્કમાંથી એક છે.

Photo of જાણો 2.5 એકરમાં ફેલાયેલા દિલ્હીના બટરફ્લાય પાર્કના શું છે ટાઇમિંગ, કેટલી થાય ટિકિટ by Paurav Joshi

કિલા રાય પિથોરાની મુલાકાત લો

બટરફ્લાય પાર્કથી લગભગ 15 મિનિટના અંતરે મધ્યયુગીન કિલ્લો રાય પિથોરા છે. તમે આ મધ્યકાલીન કિલ્લામાં ફરવા પણ જઈ શકો છો. એવું કહેવાય છે કે ચૌહાણ રાજપૂત રાજાઓએ મોહમ્મદ ઘોરી પાસેથી લાલકોટનો કિલ્લો જીત્યો અને તેનું નામ કિલા રાય પિથોરા રાખ્યું. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ઘણા લોકો તેને લાલ કોટના નામથી પણ ઓળખે છે.

Photo of જાણો 2.5 એકરમાં ફેલાયેલા દિલ્હીના બટરફ્લાય પાર્કના શું છે ટાઇમિંગ, કેટલી થાય ટિકિટ by Paurav Joshi

જો તમે ભટકવાના શોખીન છો અને ઈતિહાસ જાણવા અને સમજવામાં રસ ધરાવો છો, તો તમને દિલ્હીના માલવિયા નગર મેટ્રો સ્ટેશન પાસે દિલ્હીનો આ પ્રાચીન વારસો ગમશે. આ સ્થાન પર બહુ ઓછા લોકો પહોંચે છે, પરંતુ ઈતિહાસના પાનાઓમાં તેનું ખૂબ જ વિશેષ મહત્વ છે. વાસ્તવમાં, અમે કિલા રાય પિથોરાની વાત કરી રહ્યા છીએ. જો કે હવે કિલ્લાના નામે ખાસ કંઈ નથી. કેટલાક અવશેષો બાકી છે. સાથે જ ડાબી બાજુએ ખૂબ લાંબી, પહોળી અને જાડી દિવાલ છે, જે આપણને દિલ્હીના ભૂતકાળની યાદોમાં લઈ જાય છે. તમે ત્યાં ભૂતકાળની યાદોને તાજી કરવાનો પ્રયત્ન કરો છો. જેવું કે નામ પરથી જ ખબર પડે છે કે રાય પિથોરાનું નિર્માણ રાય પિથોરા એટલે કે પૃથ્વીરાજ ચૌહાણે કરાવ્યું હતું.

Photo of જાણો 2.5 એકરમાં ફેલાયેલા દિલ્હીના બટરફ્લાય પાર્કના શું છે ટાઇમિંગ, કેટલી થાય ટિકિટ by Paurav Joshi

એવું કહેવામાં આવે છે કે જ્યાં હવે રાય પિથોરાનો કિલ્લો છે, ત્યાં એક પ્રાચીન શહેર લાલ કોટ હતું. જો કે, આ બાબતે કોઈ સર્વસંમતિ નથી. કેટલાક લોકો કહે છે કે લાલકોટ એક અલગ શહેર હતું. કેટલાક લોકો એવું પણ માને છે કે આ લાલકોટનું વિસ્તરણ કરીને પૃથ્વીરાજ ચૌહાણે નવું શહેર કિલા રાય પિથોરા બનાવ્યું હતું. વાસ્તવિકતા ભલે ગમે તે હોય, પરંતુ જ્યારે પણ આ કિલ્લાનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે લાલકોટનો ઉલ્લેખ હંમેશા કોઈને કોઈ બહાને થઇ જ જાય છે.

Photo of જાણો 2.5 એકરમાં ફેલાયેલા દિલ્હીના બટરફ્લાય પાર્કના શું છે ટાઇમિંગ, કેટલી થાય ટિકિટ by Paurav Joshi

આ રીતે જોવામાં આવે તો કિલા રાય પિથોરાનો ઈતિહાસ લાલકોટના ઉલ્લેખ વિના અધૂરો છે. ખરા અર્થમાં, લાલકોટ એકમાત્ર શહેર છે જે આ શહેરને પૂર્ણ કરે છે અને તેને દિલ્હીનું પ્રથમ શહેર હોવાનું ગૌરવ અપાવે છે.

કિલા રાય પિથોરાના અવશેષો માત્ર માલવિયા નગરમાં જ નહીં, પરંતુ હવે દિલ્હીના સાકેત, મહેરૌલી, કિશનગઢ અને વસંત કુંજ વિસ્તારોમાં પણ જોવા મળે છે. આ કિલ્લામાં પહેલા કુલ 28 ગઢ હતા, જે હાલમાં નષ્ટ થઈ ગયા છે. હવે કિલ્લાના નામે માત્ર થોડા ટાવર અને દીવાલો બાકી છે.

Photo of જાણો 2.5 એકરમાં ફેલાયેલા દિલ્હીના બટરફ્લાય પાર્કના શું છે ટાઇમિંગ, કેટલી થાય ટિકિટ by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads