
જો તમે ગોવા અને કેરળ વગેરે ઉપરાંત કોઇ નવી જગ્યા શોધી રહ્યા છો તો સિક્કિમ અને પશ્ચિમ બંગાળ નિશ્ચિત રીતે એક સારો વિકલ્પ છે.
મેં ઉત્તરપૂર્વની મારી 12 દિવસની યાત્રાનો આનંદ ફક્ત ₹20,000માં લીધો હતો. કેવી રીતે આ બધુ કર્યું એ હુ તમને જણાવું છું.
યાત્રાનો રુટ
હું હૈદરાબાદથી સિલીગુડી (બાગડોગરા એરપોર્ટ) ફક્ત ₹8,500માં ગયો હતો. ત્યાંથી સિલિગુડી રવાના થયો ત્યાંથી કેટલાક દિવસ દાર્જિલિંગ યાત્રા પર નીકળી ગયો.

દાર્જિલિંગમાં કલિમ્પોંગ પહોંચ્યો અને પછી ત્યાંથી મને પશ્ચિમ સિક્કિમના પેલિંગ જવાનું હતું. તે પહેલા મેં કલિંપોંગમાં એક રાત પસાર કરી. અહીંથી ગંગટોક પહોંચ્યા અને આસપાસના પર્યટન સ્થળો પર ફરવા ગયા. ગંગટોકથી લાચુંગ અને કટો ગયા બાદ અમે પાછા ગંગટોક આવી ગયા.
આ સુંદર રાજ્યથી વિદાય લેતા અંતિમ દિવસે અમે ગંગટોક થી બાગડોગરા એરપોર્ટ માટે રવાના થયા.
જે રુટને અને ફોલો કર્યા હતા તેને તમે પણ ફોલો કરી શકો છો.
સિલીગુડી-દાર્જિલિંગ-મિરિક-કલિમ્પોંગ-પેલિંગ-ગંગટોક-સોમગો લેક-ગંગટોક-લાચુંગ-કટો-ગંગટોક-સિલીગુડી
Day 1
સિલીગુડી
હું બપોરે બાગડોગરા પહોંચ્યો. ત્યાંથી સિલીગુડી માટે બસ પકડી. જેનું ભાડું અંદાજે ₹20- ₹30 હતું. બસ સ્ટેન્ડ પર રાત પસાર કરવા માટે ₹500માં એક રુમ લીધો. માતાની રાહ જોવા લાગ્યો અને મારી મમ્મી રાતે બે વાગે આવી. રાતે વહેલા સુઇ ગયા જેથી સવારે દાર્જિલિંગ જઇ શકાય.

Day 2
દાર્જિલિંગ
અમે સિલિગુડીથી શેરીંગ જીપમાં બપોરે દાર્જિલિંગ પહોંચ્યા. જેનું ભાડું પ્રતિ વ્યક્તિ ₹160 હતું. અમે ₹1800માં દાર્જિલિંગ અને મિરિકના મુખ્ય સ્થળ જોવા માટે એક ટેક્સી કરી.

Day 3
દાર્જિલિંગ
સવારે 5 વાગે અમે ટાઇગર હિલ્સ જવાની તૈયારી કરી જ્યાંથી કંચનજંગા પર્વત સ્પષ્ટ દેખાય છે. અહીં જવા માટે 30-40 મિનિટ થાય છે. અહીં લગભગ 1-1.15 કલાક પસાર કર્યા બાદ મિરિક જવા નીકળ્યા. આ ખરેખર એક સુંદર જગ્યા છે. ઇંડો-નેપાળ બોર્ડર પર ચા-નાસ્તો કર્યા. કેટલોક સમય મીરિક સરોવરની આસપાસની સુંદરતામાં પસાર કર્યો. અહીં લોકોની ભીડ વધારે રહે છે. બપોરે બે વાગે અને પશુપતિ માર્કેટ પહોંચ્યા જ્યાંથી કેટલીક ખરીદી કરી.



Day 4
કલિમ્પોંગ
શેરિંગ ટેક્સીમાં દાર્જિલિંગથી કલિમ્પોંગ જવામાં 4-5 કલાકનો સમય લાગે છે. ભાડું અંદાજે ₹200 છે. બપોરે 1 વાગે કલિમ્પોંગ પહોંચીને ₹700 માં એક રુમ લીધો. ફરવા માટે એક ટેક્સી ₹1100માં કરી અને ડેઓલો હિલ્સ, મંગલ ધામ, ડરપિન મઠ, કેક્ટસ ફાર્મ સહિત અન્ય સ્થળો પર ફર્યા.




Day 5
પેલ્લિંગ સનસેટ પોઇન્ટ
અહીં જવા માટે ₹400નો ખર્ચ થયો. ગેજિંગથી શેરીંગ ટેક્સી લઇને 30 મિનિટમાં પેલિંગ પહોંચી ગયા. બપોરે 2 વાગે પહોંચીને એક રાત માટે ₹500માં એક રુમ લીધો. બપોરે પહોંચ્યા બાદ શેરીંગ ટેક્સી ન મળી. પછી અમારે ખાનગી ટેક્સીમાંથી ₹1300 ભાડામાં પેલિંગના મુખ્ય પર્યટન સ્થળ જોવાની તક મળી. કંચનજંગા જળધોધ, ખોચોપારી, સિંગ સાંગ બ્રિજ વગેરે. સાંજે હેલિપેડ વિસ્તારમાં સનસેટ પોઇન્ટ જોઇને રુમ પર પાછા ફર્યા


Day 6
ગંગટોક
ગંગટોક જવા માટે એડવાંસમાં કેબ બુક કરવી પડશે
સિક્કિમ ટૂર પેકેજ બુક કરવા માટે અહીં ક્લિક કરો
અમે સિંગટમ માટે ₹180માં એક ટેક્સી કરી અને ત્યાંથી ગંગટોક માટે ₹60માં એક ટેક્સી કરી. આખો દિવસની યાત્રા પછી અમે સાંજે 6-7 વાગે ગંગટોક પહોંચ્યા.

રાતે મોલ રોડ પર ફર્યા. ગંગટોકમાં ₹400ના ભાડામાં 3 રાત માટે હોટલ બુક કરી.
Day 7
ગંગટોક
પ્રથમ દિવસે પેકેજ ટૂરમાં રુમટેક, ફોડોંગ સહિત અનેક જગ્યાએ ફર્યા ₹1500માં અમે આખો દિવસ ફર્યા. જેમાં રુમટેક મઠ, લિંગ્ડન મઠ, બંઝાકરી વોટરફોલ, તાશી વ્યૂ પોઇન્ટના સુંદર દ્રશ્યો જોયા.
Day 8
ત્સોંગમો સરોવર
અહીં અને એક દિવસ પહેલા જ ₹750નું પેકેજ બુક કરાવી લીધું હતું. જેમાં જો કે બરફવર્ષાના કારણે નાથુલા ન જઇ શક્યા તેથી ત્સોંગમો સરોવર માટે ફક્ત ₹400ની ચુકવણી કરી. સવારે 8 વાગે નીકળીને 2 કલાકમાં ત્સોંગ સરોવર પહોંચી ગયા હતા. અહીં આસપાસના સુંદર પહાડોમાં સમય પસાર કર્યો. અહીંથી સાંજે 3-4 વાગે ગંગટોક પહોંચી ગયા.

Day 9
ગંગટોક
અહીં ઘણો વરસાદ થયો તેથી મોલ રોડ પર જુદી જુદી બેકરી અને કેફેમાં સમય પસાર કર્યો.
Day 10
લાચુંગ
ઉત્તરી સિકિકિમની યાત્રા અમે ₹1300માં કરી. 2 દિવસ અને 1 રાતની આ યાત્રામાં અમે લાચુંગ, યુમથાંગ, ઝીરો પોઇન્ટ ફર્યા. લાચુંગમાં પહેલીવાર બરફવર્ષાનો લ્હાવો માણ્યો. અહીં અમે હોમસ્ટે માટે નીકળ્યા. ત્યાં સ્વાદિષ્ટ જમવાનું જમીને ઠંડી વધતા રુમમાં સુવા જતા રહ્યા.
Day 11
કાટો-નોર્થ સિક્કિમ
હિમપ્રપાતના કારણે યુમથાંગ ખીણનો રસ્તો બંધ થઇ ગયો હતો. તેથી અમે ગંગટોક પાછા ફર્યા પરંતુ લાચુંગમાં બરફનો ખુબ આનંદ માણ્યો.
શહેર પાછા ફરતી વખતે લાચુંગથી 25 કિ.મી. દૂર કટાઓ જવાની યોજના બનાવી. અહીં સ્નોબોલ સ્નો એંગલ્સ બનાવીને બરફની ખુબ મજા માણી. મારુ માનો તો આ જગ્યા મીસ કરવા જેવી નથી.
ગંગટોક
રાતે લગભગ 9-10 વાગે ગંગટોક પાછા ફર્યા કારણ કે બીજા દિવસે પાછા સિલિગુડી માટે નીકળવાનું હતું.
Day 12
બાગડોગરા એરપોર્ટ
અમારી યાત્રાનો અંતિમ દિવસ હતો. બાગડોગરાથી અમારી હૈદરાબાદની ફ્લાઇટ હતી. ગંગટોકથી બાગડોગરા જવામાં 4 કલાક લાગ્યા હતા. એટલે ટેક્સી કરી જેનું ભાડું ₹1000 થયું હતું.
સિક્કિમ ટૂર પેકેજ બુક કરવા માટે અહીં ક્લિક કરો.
નોટઃ અહીં ખાનગી કેબ અંગે 2 લોકો માટે છે. જો એકલા યાત્રા કરો તો ઓછા ખર્ચ માટે શેરીંગ ટેક્સી કરવી. ગ્રુપમાં યાત્રા કરવા માટે બધા મળીને ટેક્સીનો ખર્ચ ઘટાડી શકો છો.