બજેટ ટ્રાવેલ: બનાવો એક્સાઈટીંગ ગોવા પ્લાન ફક્ત રુપિયા 3,000 માં!

Tripoto
Photo of બજેટ ટ્રાવેલ: બનાવો એક્સાઈટીંગ ગોવા પ્લાન ફક્ત રુપિયા 3,000 માં! by Romance_with_India

ગોવા જવાનો પ્લાન આપણે ન જાણે કેટલીયે વાર બનાવ્યો હશે! પણ કોઈ ના કોઈ કારણોસર આ ટ્રીપ કેન્સલ જ થઈ જાય છે, કેમ? ગોવા જવા માટે જો બજેટની ચિંતામા છો તો બિલિવ મી, તમારી ગોવા ટ્રીપ 3,000 મા પણ પ્લાન થઈ શકે છે. આ ટ્રીપ યાદગાર પણ રહેશે અને સાથે સાથે તમારે કોઈ ટ્રાવેલ એજંટના ચક્કરમા પણ નઈ ફસાવુ પડે. ગોવા ટ્રીપની સૌથી ખાસ બાબત એ છે કે ત્યા જઈને શાંતીનો અનુભવ પણ કરી શકાય છે. હા, ભીડ-ભાડ વાળી જગ્યાઓથી છટીને પણ ગોવામા બીજુ ઘણુ બધુ છે.

1. ટ્રેન ટિકીટ બુક કરો

Photo of બજેટ ટ્રાવેલ: બનાવો એક્સાઈટીંગ ગોવા પ્લાન ફક્ત રુપિયા 3,000 માં! by Romance_with_India

ગોવા માટે ટ્રેન ટિકીટ બુક કરવી સૌથી સરળ અને બજેટ પ્લાન છે. તમે મુમ્બઈથી જન શતાપ્દી ટ્રેનની બુકીંગ કરાવી શકો છો. જન શતાબ્દી એક્સપ્રેસ દાદરથી સવારે વહેલા 5:25 એ ઊપડે છે અને એ જ દિવસે સાંજે 4 વગ્યા સુધીમા મડગાંવ પહોંચાડે છે. આ ટ્રેનની સ્લીપર સીટ તમને માત્ર 260 રુપિયામા પડશે.

2. ઑફ સિઝનમા ટ્રાવેલ કરો

Photo of બજેટ ટ્રાવેલ: બનાવો એક્સાઈટીંગ ગોવા પ્લાન ફક્ત રુપિયા 3,000 માં! by Romance_with_India

જો તમે સાવ ઓછા ખર્ચમા ગોવા પ્લાન કરી રહ્યા છો તો ન્યુ યર પર બિલકુલ પ્લાન ન કરવો. આ સમયે માત્ર હોટેલ્સ જ નહિ પણ બધી જ વસ્તુઓની કિંમત ખુબ વધુ હોય છે. સાથે સાથે તમે ગોવા જઈને મસ્તીની સાથે સુકુન પણ ચાહો છો તો તો આ સમયે એ ભુલી જ જજો. તો ઑફ સિઝનમા ટ્રીપ પ્લાન કરવી વધુ સરળ રહેશે. ઑફ સિઝનમા તમને સારા અને સસ્તા હોટેલ્સ આરામથી મળી રહેશે. ગોવામા કેટલીય જગ્યાએ સુરક્ષિત હોસ્ટેલ્સ પણ મળી જશે. હોસ્ટેલ્સ લગભગ 350 રુપિયા પ્રતિ રાત રેંટ ચાર્જ કરે છે. અગર તમે ગ્રુપમા જાઓ છો તો આ વિકલ્પ ખુબ સારો રહેશે.

3. ફરવા માટે સ્કુટી બૂક કરો અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઊપયોગ કરો

Photo of બજેટ ટ્રાવેલ: બનાવો એક્સાઈટીંગ ગોવા પ્લાન ફક્ત રુપિયા 3,000 માં! by Romance_with_India

ગોવામા ફરવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે સ્કુટી રેંટ પર લેવી. અહિ સપ્ટેમ્બરથી માર્ચ સુધીમા ખુબ સુંદર વાતાવરણ હોય છે. આવા સુહાના મૌસમમા સ્કુટી રાઈડ તો લેવી બને જ છે. એમ પણ ગોવામા પેટ્રોલ ખુબ સસ્તુ છે તો એ પણ તમારા બજેટમા જ હશે. 300-500 રુપિયા પ્રતિ દિવસ તમે સ્કુટી રેંટ પર લઈ શકો છો. ગોવા ટ્રીપ પર જતા પહેલા એક લિસ્ટ બનાવી લેજો કે તમારે ક્યા ક્યા જવુ છે. બસ પછી સ્કુટી લઈ નીકળી પડો. અને છત્તા તમારે હજુ ખર્ચ ઓછો કરવો હોય અને વધુ ફરવુ હોય તો તમે પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરી શકો છો.

4. સ્ટ્રીટ ફુડ

Photo of બજેટ ટ્રાવેલ: બનાવો એક્સાઈટીંગ ગોવા પ્લાન ફક્ત રુપિયા 3,000 માં! by Romance_with_India

ગોવામા ખુબ સ્વાદિષ્ટ અને સસ્તુ સ્ટ્રીટ ફુડ મળે છે તેથી મોંઘી મોંઘી હોટેલ્સમા જવાનુ ટાળો અને ગોવાના સ્ટ્રીટ ફુડનો આનંદ માણો. ગોવામા તમને દરેક પ્રકારના સ્નેક્સ સસ્તામા મળી રહેશે. ત્યા તમને સરળતાથી કોઈપણ રેસ્ટૉરંટમા થાળી સિસ્ટમ મળી રહેશે જેમા વેજ થાળી લગભગ 100-150 રુપિયામા અને નોન-વેજ થાળી 250-300 રુપિયામા પડી શકે છે.

5. સ્ટ્રીટ શોપિંગ

Photo of બજેટ ટ્રાવેલ: બનાવો એક્સાઈટીંગ ગોવા પ્લાન ફક્ત રુપિયા 3,000 માં! by Romance_with_India

નોર્થ ગોવામા એક માર્કેટ છે જે કલંગુટ બીચ પાસે છે. આ જગ્યાને ટુરિસ્ટનો સૌથી મોટો અડ્ડો પણ માનવામા આવે છે. આ માર્કેટમા તમને ખુબ ઓછા ભાવમા ટી-શર્ટ મળી રહેશે. સાથે જ અહિ તમને ઘણી એંટિક વસ્તુઓ પણ સરળતાથી મળી રહેશે. પહેલા તો તમને ખુબ વધારે ભાવ કહેશે પણ તમને બાર્ગેનિંગ આવડતુ હશે તો એ બધુ જ તમે સસ્તા ભાવમા ઘરે લઈ લાવશો. ટ્રાય ટુ બિહેવ લાઈક અ લોકલ, જેથી તમને દુકાનદાર ટુરિસ્ટ સમજીને છેતરી ન જાય.

જાણો તમે ગોવામા 3 દિવસ શુ કરી શકો છો?

Day 1
Photo of બજેટ ટ્રાવેલ: બનાવો એક્સાઈટીંગ ગોવા પ્લાન ફક્ત રુપિયા 3,000 માં! by Romance_with_India

તમે પહેલા દિવસે ગોવાના ફેમસ કૈંડોલિમ બીચ, અંજુના બીચ પર મિત્રો સાથે પાર્ટી કરી શકો છો. તમે તમારો પુરો સમય કલંગુટ અને બાગા બીચ પર પણ વિતાવી શકો છો કેમ કે અહિ તમને ફ્રી મા ડાન્સ ફ્લોર પણ મળી રહેશે. અહિના બીચ એટલા સુંદર છે કે તમારો આખો દિવસ આરમથી નિકળી જશે.

Day 2
Photo of બજેટ ટ્રાવેલ: બનાવો એક્સાઈટીંગ ગોવા પ્લાન ફક્ત રુપિયા 3,000 માં! by Romance_with_India

બીજા દિવસે તમે ગોવામા સ્થિત મંદિર કે ચર્ચ પણ ફરી શકો છો. તમે અગૌડા ફોર્ટ, મંગેશી મંદિર, અવર લેડી ઑફ ઈમૈક્યુલેટ કંસેપ્શન ચર્ચ વગેરા એક્સપ્લોર કરી શકો છો. આ સિવાય તમે ગોવામા સ્ટ્રીટ ફુડની પણ અને શોપિંગની પણ મજા માણી શકો છો.

અવર લેડી ઑફ ઈમૈક્યુલેટ કંસેપ્શન ચર્ચ એંટ્રી ફીસ – 10 રુપિયા/વ્યક્તિ

Day 3
Photo of બજેટ ટ્રાવેલ: બનાવો એક્સાઈટીંગ ગોવા પ્લાન ફક્ત રુપિયા 3,000 માં! by Romance_with_India

બાકી રહ્યો ત્રીજો દિવસ. તો ત્યારે તમે મહાદેઈ વાઈલ્ડ લાઈફ સેંચ્યુરી, ભગવાન મહાવીર સેંચ્યુરી અને મોલમ નેશનલ પાર્ક પણ જઈ શકો છો. જ્યા ખુબ ઓછા ખર્ચમા ઘણુ બધુ જોઈ અને ફરી શકાય છે.

મહાદેઈ વાઈલ્ડલાઈફ સેંચ્યુરી એંટ્રી ફીસ – 20 રુપિયા/વ્યક્તિ

ભગવાન મહાવીર સેંચ્યુરી એંટ્રી ફીસ – 20 રુપિયા/વ્યક્તિ

મોલમ નેશનલ પાર્ક એંટ્રી ફીસ – 20 રુપિયા/વ્યક્તિ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Further Reads