હું લક્ઝરી માટે નહિ પરંતુ અનુભવ માટે યાત્રા કરું છું.
આપણે બધા જાણીએ છીએ કે શોખ માટે મુસાફરી કરવી મોંઘી પડે છે તેને લીધે તમારી દુનિયા ફરવાની ઈચ્છામાં અવરોધ આવે છે.
ભારત એ ઓછા બજેટમાં મુસાફરી કરવા માટેના શ્રેષ્ઠ દેશોમાં નામ ધરાવે છે. ભારતમાં એવા ઘણા શહેરો છે જ્યાં તમે ઓછા બજેટમાં સારી મુસાફરી કરી શકો છો. જો તમે ઓછા બજેટમાં વિશ્વની સુંદરતાનો અનુભવ કરવા ઈચ્છો છો તો આ ભારતના ૯ શહેરોમાં એ શક્ય બની શકે છે.
૧. ગોવા
ગોવા ભારતનું સૌથી વધુ પ્રવાસીઓ ધરાવતી જગ્યામાંથી એક છે છતાં તે મોંઘુ છે એવું હું નહિ કહું. દરેક વ્યક્તિએ જિંદગીમાં એક વખત ગોવા જોવાની જરૂર છે. આ સુંદર રાજ્યમાં દેશના અમુક શ્રેષ્ઠ દરિયાકિનારા, રેસ્ટોરન્ટ, હોમ સ્ટે અને ચર્ચ છે. ગોવામાં તમને રહેવા માટે સસ્તા અને સારા સ્થળો મળી જશે , તમે બાઈક ભાડે કરીને આસપાસ ફરી શકો છો , તમને ખુબ જ સારું ફૂડ ત્યાં મળી રહે છે અને તમે બીચ પર કલાકો વિતાવી શકો છો અને તેમાં ડૂબકી પણ લગાવી શકો છો ત્યાં તમને ખુબ સસ્તો દારૂ પણ મળી રહે છે. પાર્ટી માટે તૈયાર છો? તો ગોવા તમારું સ્થાન છે!
૨. વારાણસી
એવું કોણે કહ્યું છે કે મુસાફરી કરવાની ઈચ્છાને આધ્યાત્મિકતા સાથે ન જોડી શકાય? વારાણસી(બનારસ) એ હિંદુ ધર્મના સાત પવિત્ર શહેરોમાંનું એક છે અને તે પવિત્રતા અને દિવ્યતા સાથે સતત અંકુરિત થતું રહે છે. અહી તમને મોટી સંખ્યામાં ગેસ્ટહાઉસ અને હોટેલ્સ મળી રહે છે જે દરેક બજેટમાં ફિટ થઇ શકે છે. વારાણસીમાં અદભુત અને પોસાય તેવા ખોરાકના વિકલ્પો મળી રહે છે અને પ્રવાસીઓ માટે આકર્ષક સ્થળો પ્રદાન કરે છે. ત્યાં તમે ઘાટ પર ચાલી શકો છો અને મંદિરના રંગબેરંગી વાઈબ્સનો આનંદ માણી શકો છો.
૩. પોન્ડિચેરી
આજે પણ કેન્દ્રશાસિત પ્રદેશમાં ફ્રેન્ચના પ્રભાવને કારણે તેને પૂર્વનો ફ્રેન્ચ રિવેરા કહે છે. પોન્ડિચેરીમાં સૌંદર્ય , શાંતિ, સારો ખોરાક, ઉત્તમ વાઈન, નૈસર્ગીક દરિયાકિનારા, અદભુત આશ્રમો , આનંદદાયક સંસ્કૃતિ અને અદભુત ફ્રેચ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે અને એ પણ ખુબ જ ઓછી કિંમતમાં. પોન્ડિચેરીના સુંદર અનુભવ અને ઓછા ખર્ચ માટે ઓરોવીલે આશ્રમમાં રહેવું.
૪. મેકલિયોડ ગંજ
આ શહેર ધર્મશાળાનું ઉપનગર છે અને જે લોકો વિશ્વની બહારના અનુભવોની રાહ જોતા હોય છે તે પ્રવાસીઓમાં આ શહેર ખુબ જ લોકપ્રિય છે. તમે ધર્મશાળા જવા માટે ટ્રેન લઇ શકો છો અને પછી લૂપિંગ બસ અથવા ખાનગી કાર દ્વારા મેકલિયોડ ગંજ તરફ આગળ વધી શકાય છે. આ સ્થળ પર તમને રહેવા માટે ખુબ જ વ્યાજબી કિંમતે સુંદર સ્થાનો , શાનદાર ખાણીપીણીની જગ્યાઓ, કાફે, અદભુત સંગ્રહાલયો, મંદિરો, ગેલેરીઓ અને સસ્તા માર્ગદર્શિત ટ્રેક જોવા મળે છે.
૫. અમૃતસર
સુવર્ણ મંદિરની દૈવી પ્રાર્થનાથી ઝગમગતું શહેર અમૃતસર પ્રવાસીઓ, શ્રદ્ધાળુઓ અને ખાદ્યપ્રેમીઓ માટે સ્વર્ગ છે. આ શહેરની મુલાકાત માત્ર સુવર્ણ મંદિર માટે નહિ પરંતુ વાઘા બોર્ડર પર દેશભક્તિનો અનુભવ કરવા માટે પણ લેવી જોઈએ. સુવર્ણ મંદિરમાં મફતમાં રહો અને લંગરનો સ્વાદ લો જે શહેરના સ્વાદિષ્ટ ભોજનમાંથી એક છે. પછી તમે જલિયાંવાલા બાગની આસપાસ ફરવા જઈ શકો છો અને સસ્તામાં કેટલાક શ્રેષ્ઠ ધાબા અને રેસ્ટોરન્ટની મજા લઇ શકો છો.
૬. ગોકર્ણ
કર્ણાટકમાં એક બીચ ટાઉન ગોકર્ણને ભારતીયો અને વિદેશીઓ દ્વારા એકસરખું વખાણવામાં આવે છે. જે લોકો શાંતિ, વૈભવ અને કેટલાક આકર્ષક પૂજા સ્થાનોની શોધમાં છે તેમના માટે આ એક સુંદર પ્રવાસનું સ્થળ છે. તમે ઘણા બધા ગેસ્ટહાઉસ અને હોમ સ્ટેમાં સસ્તા ભાવમાં રહી શકો છો અને આ શહેરમાં રહેવાના ખર્ચની ચિંતા કાર્ય વગર દિવસો પસાર કરી શકો છો.
૭. હમ્પી
જો તમને આર્કિટેક્ચર પસંદ છે અને મહેલો, મંદિરો અને અદભુત શાહી ઇમારતોની ભવ્યતા જોઈને આનંદ માણો છો તો મને ખાતરી છે કે હમ્પી તમારા માટે બેસ્ટ છે. કર્ણાટકના આ અદભુત શહેરમાં લોકો દિવસો અને અઠવાડિયાઓ વિતાવે છે જ્યાં મુસાફરી કરીને એક અલગ જ અનુભવ થાય છે. તમે કોઈ પણ સસ્તું કોટેજ અથવા હોટલમાં રહી શકો છો , સાયકલ અથવા બાઈક ભાડે લઇ શકો છો , અદભુત ભોજનાલયોમાં જઈ શકો છો અને એક પ્રકારનું અસ્તિત્વ અનુભવી શકો છો જે મોટા ભાગના અન્ય સ્થળોએ અસ્તિત્વમાં નથી.
૮. દાર્જિલિંગ
દાર્જિલિંગ એક સુંદર અને આનંદદાયક પ્રવાસ સ્થળ છે જે તેની પરંપરાગત છતાં મોહક નાની હોટલ, હોમ સ્ટે અને કોટેજ માટે પ્રખ્યાત છે જે ખુબ જ ઓછી કિંમતના છે. બરફથી ભરેલા પહાડોના સુંદર નજારા, સૂર્યોદય અને સૂર્યાસ્તના અદભુત દ્રશ્યો અને યોગ્ય ભાવે સ્વાદિષ્ટ ખોરાક અને ત્યાંની પ્રખ્યાત ચાનો સ્વાદ તેને તમારા મુસાફરીના લિસ્ટમાં ઉમેરવા માટે પૂરતું છે.
૯. કોડાઈકનાલ
તામિલનાડુમાં દરિયાની સપાટીથી લગભગ ૭૨૦૦ ફૂટ ઉપર સ્થિત કોડાઇકનાલને 'હિલ સ્ટેશનની રાજકુમારી' કહેવામાં આવે છે. તે સમજાવી ન શકાય તેવી ભવ્યતા ધરાવે છે અને ત્યાં તમને ઓછા ભાવે કેટલાક શ્રેષ્ઠ સ્ટ્રીટ ફૂડ મળે છે. ત્યાં રહેવા માટે સુંદર સ્થાનો છે જે ખુબ જ ઓછા બજેટમાં મળી રહે છે. તમે ત્યાં કેટલીક સાહસિક પ્રવૃતિઓ પણ કરી શકો છો અથવા તો ફક્ત પ્રકૃતિની સુંદરતાનો આનંદ માણી શકો છો.
શું હજુ પણ તમારી પાસે ટ્રાવેલ ન કરવાનું કોઈ કારણ છે?
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ