શું તમે લેહ-લદાખ જઇ રહ્યા છો? બજેટમાં રહેવા માટે આ શ્રેષ્ઠ સ્થાનો છે!

Tripoto
Photo of શું તમે લેહ-લદાખ જઇ રહ્યા છો? બજેટમાં રહેવા માટે આ શ્રેષ્ઠ સ્થાનો છે! 1/2 by Romance_with_India

લદ્દાખ, ભારતનું સૌથી સુંદર અને સૌથી વધારે મુલાકાત લેવાઈ હોય તેવુ સ્થળ છે. બાળપણમાં દરેક વ્યક્તિ મોટા થઈ ને ગોવા જવાની વાત કરે છે, જ્યારે તેઓ મોટા થાય ત્યારે ગોવા જાય કે નહિ પણ તેઓ લદાખની બાઇક ટ્રીપ કરવાનુ ચોક્કસપણે વિચારે છે. તે ઘુમક્કડ જ શું જે લદાખ ન ગયો હોય.! જ્યારે તમે ફરવા જાઓ છો ત્યારે તમારે મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે છે - લદાખ પહોંચવાનુ અને ત્યાં જ રોકાવાનુ. આ બંનેમાં થોડું ઊંચ નીચ થવું બજેટને બગાડે છે અને મુસાફરી કરવાની મજા બગડી શકે છે. જો તમે રિસર્ચ કરીને જાઓ તો લદ્દાખ પહોંચવામાં કોઈ તકલીફ નહીં પડે. રોકાવાનું સ્થળ તમારું બજેટ બગાડે છે. ફરવા સમયે બજેટ જગ્યાઓ પસંદ કરવી જોઈએ. કારણ કે તમે ફરવા સમયે બહાર જ રહો છો. થોડા કલાકો માટે પૈસાને પાણીની જેમ શું કામ વેડફવાના.

Photo of શું તમે લેહ-લદાખ જઇ રહ્યા છો? બજેટમાં રહેવા માટે આ શ્રેષ્ઠ સ્થાનો છે! 2/2 by Romance_with_India

લેહ-લદાખ પાસે બજેટમાં રહેવા માટે સારી જગ્યાઓ છે. અહીં તમને બજેટમાં હોટેલો પણ મળશે, ત્યાં હોમસ્ટેઝ અને બેગપેકર્સ માટે શ્રેષ્ઠ હોસ્ટેલ પણ છે. તમને આ સ્થાનો શોધવામાં ઘણો સમય લાગી શકે છે. તેથી અમે તમારું કાર્ય સરળ બનાવીએ છીએ. લેહ-લદાખની કેટલીક શ્રેષ્ઠ જગ્યાઓ વિશે એક સૂચિ બનાવવામાં આવી છે જે તમારા માટે ખૂબ ઉપયોગી થશે.

તમારી સરળતા માટે, આ સ્થાનોને ત્રણ કેટેગરીમાં, હોટેલ, હોમસ્ટેઝ અને હોસ્ટેલમાં વહેંચ્યુ છે. સૌ પ્રથમ, હોટેલ વિશે વાત કરીશું.

1. ગોમાંગ બુટિક હોટેલ, લેહ

Credit : Gomang Hotel

Photo of Leh by Romance_with_India

લદાખની પહેલી શ્રેષ્ઠ બુટિક હોટેલ 2014 માં ખુલી હતી. ગોમાંગ હોટેલ લેહના શાંતિપૂર્ણ વિસ્તારમાં આવેલ છે. તેની વિશેષતા તેની આસપાસનુ શાંત અને સુંદર વાતાવરણ છે. આથી જ તેને પસંદ કરવામાં આવે છે. હોટેલમાં વાઇ-ફાઇ સુવિધા પણ છે. જો કે, આ હોટેલમાં ફક્ત શાકાહારી ખોરાક જ ઉપલબ્ધ છે. જો તમને સુંદર દૃશ્યોવાળી ખૂબ જ આરામદાયક હોટેલ જોઈએ છે, તો આ હોટેલ તમારા માટે યોગ્ય છે.

ભાડુ: અહીં રાત્રિ રોકાણ ₹ 3000 થી પ્રારંભ થાય છે.

સરનામું: અપર, ચાંગસ્પા રોડ, લેહ.

2. જીપાટા ગેસ્ટ હાઉસ, લેહ

Credit : Zeepata Guest House

Photo of શું તમે લેહ-લદાખ જઇ રહ્યા છો? બજેટમાં રહેવા માટે આ શ્રેષ્ઠ સ્થાનો છે! by Romance_with_India

જ્યારે તમે પ્રથમ વખત લેહની મુલાકાત લો છો, ત્યારે જીપાટા ગેસ્ટહાઉસ શોધવામાં મોડુ થઈ શકે છે. આ ગેસ્ટ હાઉસ લેહના અપર ચાંગસ્પામાં ભુલભુલૈયા જેવી જગ્યાએ છે. જો તમે સ્ટ્રોલર છો, તો તમે તેની શોધ કરતી વખતે ઘણું જોશો. લેહમાં રહેવા માટે ઘણી બધી જગ્યાઓ છે પરંતુ થોડા સ્થળોએ શાંતિ અને નિખાલસતા બંને છે. આવા સ્થાનોમાંથી એક જીપાટા ગેસ્ટ હાઉસ છે. રૂમ ખૂબ સરસ અને આરામદાયક છે. આ સ્થાન બેગપેકર્સ માટે યોગ્ય સ્થળ છે. જે લોકો ફરતી વખતે કેટલીક સારી વાર્તાઓની શોધમાં હોય છે, આ વાર્તાઓ આવા નાના રૂમાંથી મળી આવે છે.

ભાડુ: અહીં એક રાત રોકાણના ₹ 1000 છે.

સરનામું: ચાંગસ્પા રોડ, લેહ.

હોસ્ટેલ

હવે આપણે બીજી કેટેગરીમાં આવીએ છીએ જેને હોસ્ટેલ કહેવામાં આવે છે. આ એક મજાની રોકાણની વ્યવસ્થા છે. અહીં તમને માત્ર ને માત્ર મુસાફરો અને બેગપેકર્સ મળશે. અહીંની શ્રેષ્ઠ વાત નવા લોકોને મળવાની છે, જ્યાં બધા લોકો તેમની મુસાફરી વિશે કથાઓ વર્ણવે છે. તો ચાલો લેહ-લદાખની કેટલીક આવી જ જગ્યાઓ વિશે વાત કરીએ.

Credit : Hostel vie

Photo of શું તમે લેહ-લદાખ જઇ રહ્યા છો? બજેટમાં રહેવા માટે આ શ્રેષ્ઠ સ્થાનો છે! by Romance_with_India

1. હિમાલયન બંકર

હું હંમેશાં માનું છું કે સ્થળ અને લોકો એક વચ્ચે સમાનતા છે, જોડાણની સમાનતા. હિમાલયન બંકર એક રૂમમાં ઘણા લોકોને એકસાથે લાવવા સિવાય કંઇ કરતું નથી. જ્યારે આવું થાય ત્યારે એ ખાલી રૂમ સુંદરતાથી ભરાઈ જાય છે. ત્યારે તેની સામે બધી ફાઈવ સ્ટાર હોટેલો નિષ્ફળ જાય છે. લદાખની આ હોસ્ટેલ ઘણા લોકોને એક કરવા માટે સેવા આપે છે. દરેક સ્ટ્રોલરે હોટલને બદલે આ હોસ્ટેલમાં રહેવું જોઈએ. તમામ ધર્મોના લોકો અહીં રહે છે, પછી ભલે તે બૌદ્ધ, ખ્રિસ્તી અથવા મુસ્લિમ હોય. હોસ્ટેલની સંસ્કૃતિને કારણે મુસાફરી વધુ સુંદર બની છે.

ભાડુ: હિમાલયન બંકરમાં એક રાત માટે ₹ 800 ચૂકવવા પડશે.

સરનામું: સ્નો લેપર્ડ ચેક, લેહ.

Credit : Hostelvie

Photo of શું તમે લેહ-લદાખ જઇ રહ્યા છો? બજેટમાં રહેવા માટે આ શ્રેષ્ઠ સ્થાનો છે! by Romance_with_India

2.જોસ્ટેલ, લેહ

હોસ્ટેલ દેશના દરેક મોટા શહેરમાં મળશે. દરેકને હોસ્ટેલ પસંદ છે કારણ કે તેની ગુણવત્તા ખૂબ સારી છે. સારા મુસાફરો હોસ્ટેલમાં રોકાવાનું પસંદ કરે છે. દિલ્હી, પુષ્કર અને ઉદેપુર જેવા શહેરોમાં હોસ્ટેલને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. લેહ-લદાખમાં, સમાન કંપની અને સેવાઓ માટે હોસ્ટેલ્સ ઉપલબ્ધ છે. અહીં તમને ટેરેસમાંથી શયનગૃહ, ખાનગી ઓરડાઓ અને અદભૂત દૃશ્યો મળશે. તે વિશ્વભરના સ્ટ્રોલર્સને મળવાનું શ્રેષ્ઠ સ્થળ છે જ્યાં તમે વાત કરવામાં સમય પસાર કરી શકો છો.

ભાડુ: હોસ્ટેલમાં એક દિવસ રોકાવા માટે ₹ 1000 નું ભાડુ લેવામાં આવે છે.

સરનામું: કરઝુ રોડ, લેહ

હોમસ્ટે

Credit : Zostel

Photo of શું તમે લેહ-લદાખ જઇ રહ્યા છો? બજેટમાં રહેવા માટે આ શ્રેષ્ઠ સ્થાનો છે! by Romance_with_India

Credit : Breath Dream Go

Photo of શું તમે લેહ-લદાખ જઇ રહ્યા છો? બજેટમાં રહેવા માટે આ શ્રેષ્ઠ સ્થાનો છે! by Romance_with_India

ઘણા લોકો સ્ટ્રોલર્સ બન્યા છે ત્યારથી, સ્થાનિક લોકોએ હોટલ, હોમસ્ટે ખોલવાને બદલે કંઈક અનોખું શોધી નાખ્યુ છે. આ અત્યાર સુધીનુ રહેવા માટેનું  શ્રેષ્ઠ સ્થાન છે જ્યાં તમને ઘરની લાગણી અનુભવવાનો પ્રયાસ કરવામાં આવે છે. અહીં તમને બધી સુવિધાઓ આપવામાં આવે છે. અહીં તમે સ્થાનિક લોકો સાથે રહો છો, તેમની સાથે વાત કરો તે આ સંસ્કૃતિની વિશેષતા છે.

1. ગેંગ્સ શોન હોમસ્ટે

Credit : Leh-Laddakh

Photo of શું તમે લેહ-લદાખ જઇ રહ્યા છો? બજેટમાં રહેવા માટે આ શ્રેષ્ઠ સ્થાનો છે! by Romance_with_India

લેહ-લદાખના બજેટ હોમસ્ટેઝમાંથી એક લેહનુ ગેંગ્સ શોન છે. આ હોમસ્ટે ખૂબ સુંદર જગ્યાએ આવેલું છે જ્યાંથી હિમાલયનો ખૂબ જ સુંદર નજારો જોઈ શકાય છે. આજુબાજુમાં લીલાછમ ખેતરો અને તેની વચ્ચે ગેંગ્સ શોન હોમસ્ટે છે. દર સેકન્ડમાં લેહની સુંદરતાનો અનુભવ કરવા અહીં રહો. ડો. ટર્સિંગ મોરપ આ હોમસ્ટે ચલાવે છે. હોમસ્ટે મા ખૂબ સારી સુવિધા પ્રદાન કરવામાં આવે છે. ઉત્તમ ઓરડાઓ સાથે, ત્યાં 24 કલાક પાણી પણ છે. ઘરે તૈયાર કરેલા ટિપિકલ લદાખી નાસ્તોનો સ્વાદ ચાખો. ઘરના માલિકો અહીં બૌદ્ધ ધર્મ, ઇતિહાસ, સંસ્કૃતિ અને ભૌગોલિક મહત્વ વિશે વાત કરવા માટે હંમેશાં તૈયાર રહે છે. આ હોમસ્ટેમાં એક રાત્રિ રોકાણ 1000 રૂપિયા છે.

2. સ્કિટલ્સ હોટેલ

Credit : Yatraa

Photo of શું તમે લેહ-લદાખ જઇ રહ્યા છો? બજેટમાં રહેવા માટે આ શ્રેષ્ઠ સ્થાનો છે! by Romance_with_India

આ હોમસ્ટે તેને ચલાવનાર સ્ત્રી જેટલું જ સુંદર છે. તેના મધુર અવાજમાં, સ્ત્રી ખૂબ જ અનોખી રીતે દરેકનું સ્વાગત કરે છે. સ્કિટલ્સ હોમસ્ટે લેહના શાંત ભાગમાં સ્થિત છે. આ હોમસ્ટે જોઈને, તમને પહાડી મકાનોની યાદ આવી જાશે. લાકડામાંથી બનેલું રસોડું, થાંભલા બધું જુના જમાના તરફ દોરી જાય છે. રસોડું, બગીચો ફૂલો અને શાકભાજીથી ઘેરાયેલું છે. રૂમની બહાર નીકળતી વખતે તમને એક સુંદર દૃશ્ય મળે છે. ફરતી વખતે, દરેક જણ તે સ્થળે રહેવાનું ઇચ્છે છે જ્યાં દૃશ્ય સારું હોય. આ હોમસ્ટે તે જ વસ્તુ છે જે દરેક શોધે છે.

ભાડું: એક રાત રોકાણ ₹800 થી પ્રારંભ થાય છે.

સરનામું: કરજુ, લેહ.

રિસોર્ટ

Photo of શું તમે લેહ-લદાખ જઇ રહ્યા છો? બજેટમાં રહેવા માટે આ શ્રેષ્ઠ સ્થાનો છે! by Romance_with_India

રિસોર્ટ એ મારા મતે વ્યવસાયિક વિચાર જેવું છે. જેમાં કેટલાક સ્ટ્રોલર ગ્રુપ્સ ને એક જગ્યાએ રાખવામાં આવે છે. જ્યાં તેઓ ખુલ્લા આકાશની નીચે રહે છે. આવા સ્થળોએ, બેકપેકર્સ ઓછા હોય છે, પ્રવાસીઓ વધુ રહે છે. તો ચાલો લેહમાં આવી જ કેટલીક જગ્યાઓ શોધીએ.

ડેઝર્ટ હિમાલય રિસોર્ટ

Credit : Desert Himalayan Resort

Photo of શું તમે લેહ-લદાખ જઇ રહ્યા છો? બજેટમાં રહેવા માટે આ શ્રેષ્ઠ સ્થાનો છે! by Romance_with_India

નુબ્રાના ઠંડા રણમાં, ઊંટની સવારી દરેકની સૂચિમાં હોય છે. ડેઝર્ટ હિમાલય આ અનુભવને તમારી સાથે જોડે છે. લેહમાં ફરવા ઉપરાંત ડિઝર્ટ હિમાલય કેમ્પમાં રહેવાની સુવર્ણ તક આપે છે. કેમ્પસાઇટ પર રોકાવું ખૂબ આરામદાયક છે. અહીં જમવાના સારા વિકલ્પો પણ છે. આ કેમ્પમાં તમારી પાસે એક અલગ બાથરૂમ પણ છે. આ તંબુ ઉનાળામાં ગરમ ​​થઈ શકે છે, પરંતુ ઠંડી પવન તમને સાંજે આનંદિત કરશે. તેથી રોકાણ માટે આ સ્થાન સારી પસંદગી છે. આ રિસોર્ટ ટુકટુકની નજીક છે અને અહીંથી મઠનો રસ્તો પણ જાય છે.

ભાડું: આ કેમ્પમાં રોકાણ ₹ 4000 થી શરૂ થાય છે.

સરનામું: ડિસ્કિટ વિલેજ

ઉલે એથનિક રિસોર્ટ

Credit : Blessings on The Net

Photo of શું તમે લેહ-લદાખ જઇ રહ્યા છો? બજેટમાં રહેવા માટે આ શ્રેષ્ઠ સ્થાનો છે! by Romance_with_India

શામ વેલીની મુલાકાત લેનારાઓ માટે ઉલે ટોકપો ગામ એક પ્રિય સ્થળ બની રહ્યું છે. જાજરમાન ઉલે એથનિક રિસોર્ટ સિંધુ નદીના કાંઠે આવેલું છે. આથી જ તેની માંગ સૌથી વધુ છે. દરેક વ્યક્તિ નદીના કાંઠે રહેવા માંગે છે. સફરજન અને જરદાળુ બગીચાની વચ્ચે સ્થિત, આ રિસોર્ટ સુંદર રીતે બધી બાજુઓથી ઘેરાયેલું છે. અહીં સોલાર વોટર હીટર દ્વારા પાણી ગરમ કરવામાં આવે છે. જે કોઈ અહીં આવે છે તે એક રાત તો રોકાઈ જ જાય છે. આવી સ્થિતિમાં, આ રિસોર્ટમાં રોકવું તો જરૂરી છે હો.

ભાડુ: અહીં રાત્રિ રોકાણ ભાડુ ₹ 6000 થી પ્રારંભ થાય છે.

સરનામું: ઉલે ટોકપો, લેહ

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો.

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો.

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો.

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સીવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ.

Further Reads

Tagged:
#Leh