વિશ્વની સફર કરવાની ઈચ્છા કોને નથી હોતી! પરંતુ એમાં થનાર ખર્ચ વિષે વિચારીને ઘણા લોકો વિદેશયાત્રા માંડી વાળતા હોય છે. અમે અમુક એવી વિદેશ યાત્રાઓ લાવ્યા છીએ જે ખિસ્સાને પરવડે પણ છે અને અદભુત પણ છે!
કંબોડીયા
ઐતિહાસિક જગ્યાઓ અને મંદિરોના દેશ એવા કમ્બોડિયાને ફરવા માટે ત્રણ ચાર દિવસ પૂરતા છે. અહીંયાની જગ્યાઓ સિવાય શોપિંગ અને ખાનપાન પણ અન્ય દેશો કરતા અલગ છે. અહીંનું અંગકોર વાટ મંદિર એ વિશ્વનું સૌથી વિશાળ ધાર્મિક સ્થળ છે. અહીંયા તમને પહાડો અને નદીઓ પણ જોવા મળી રહેશે. બજેટ ફ્રેન્ડલી ટ્રીપ માટે કંબોડીયા બેસ્ટ છે.
શ્રીલંકા
એશિયા મહાદ્વીપના સૌથી સસ્તા દેશોમાં શ્રીલંકાનું નામ આવે છે. સમુદ્રકિનારાઓ, જંગલો સાથે શ્રીકાંકને અપ્રતિમ કુદરતી સુંદરતા સાથે ઐતિહાસિક મહત્વ પણ મળ્યું છે. શ્રીલંકામાં અન્ય દેશોની સરખામણીએ ફરવાની અને રહેવાની સુવિધાઓ સસ્તી છે એટલે અહીંયા ભારત સિવાય પણ અન્ય દેશોના લોકો આવે છે. વિશ્વના સૌથી વધુ મનપસંદ ટાપુઓમાં શ્રીલંકાનો સમાવેશ થાય છે અને અહીંયા રોમેન્ટિક રાજાઓ ગાળવા આવનાર લોકોની સંખ્યા પણ ઘણી જ વધારે છે.
ઇન્ડોનેશિયા
ઇન્ડોનેશિયાની પ્રાકૃતિક સુંદરતા, નાઈટ લાઈફ, સંસ્કૃતિ, ઇતિહાસ, અને બજેટમાં પોસાય એવો ખર્ચ એ આ દેશને દુનિયાભરના પ્રવાસીઓમાં માનીતો બનાવે છે. ઇન્ડોનેશિયાના બાલી, જાવા, સુમાત્રા જેવા ટાપુઓ ફરવાની બાબતમાં ખુબ જ પ્રખ્યાત છે.
થાઈલેન્ડ
થાઈલેન્ડ એ લોકપ્રિય દક્ષિણ પૂર્વી એશિયાઈ દેશ છે. સમુદ્રતટ, જંગલો, ટાપુઓ, અને સાંસ્કૃતિક પર્યટન સ્થળ તરીકે થાઈલેન્ડ ઘણા લાંબા સમયથી પ્રખ્યાત છે. અહીંયાની થાઈ મસાજ એ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. છેલ્લા કેટલાક સમયથી થાઈલેન્ડ કપલ્સને પણ આકર્ષવામાં આગળ રહ્યું છે.
નેપાળ
નેપાળ પણ બજેટ ફ્રેન્ડલી દેશ છે. અહીંયાની હોટેલ્સ અન્ય દેશોની સરખામણીએ ઘણી જ સસ્તી છે. ખાવા અને રહેવાની બાબતમાં નેપાળમાં ખર્ચ ઓછો થાય છે પરંતુ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં થોડો ખર્ચ વધી શકે છે. ભારતથી નેપાળની 10 દિવસની સફર માત્ર ૧૫૦૦૦ રૂપિયા આજુબાજુ પણ થઈ શકે છે!નેપાળ સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ છે અને જીવન માટે એક અલગ દ્રષ્ટિકોણ પણ પૂરો પાડે છે.
.