કેટલી વાર તમે ગોવાનો પ્લાન બનાવ્યો છે અને કેટલી વાર તે કેન્સલ થયો છે ? ક્યારેક બજેટ તો ક્યારેક દોસ્તોના કારણે, તો ક્યારેક લોકડાઉન, ગોવાનો પ્લાન તો કેન્સલ થતો જ રહેશે. પરંતુ કેવું રહે કે જો હું તમને ગોવા ફરવા માટે ગોવાથી પણ સુંદર જગ્યા બતાઉં. ત્યારે તો ના બજેટનું ટેંશન, ના લાંબુ પ્લાનિંગ, ફક્ત પરિસ્થિતિ સુધરવાની રાહ છે. પછી તો કોઇ દોસ્ત એવું પણ નહીં કહી શકે કે ગોવા ફરી આવ્યા છીએ.
હું મહારાષ્ટ્રના સૌથી દક્ષિણમાં માલવણની વાત કરી રહ્યો છું. હવે તો તમે સમજી ગયા હશો કે હું તમને અહીંની એક ખાસ પ્રોપર્ટી અંગે જણાવવાનો છું.
ક્યાં છે આ પ્રોપર્ટી અને અહીં કેવીરીતે પહોંચશો
માલવણ
આ જે ઢળતો સૂરજ જોઇ રહ્યા છો તમે? આવા નજારા માલવણમાં રજાઓ પસાર કરતા લોકો રોજ સાંજે જુએ છે. માલવણ મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં વસ્યું છે.
ઘણીવાર લોકો આને ભારતનો તાહિતી ટાપુ પણ કહે છે, કારણ કે અહીંના સમુદ્ર કિનારા તાહિતી ટાપુ જેવા જ સફેદ રેતવાળા છે. અહીંના કિનારે નાળિયેરના મોટા મોટા ઝુંડની વચ્ચે એક શાનદાર હોટલના દર્શન થશે જેનું નામ છે માછલી. તો આ વખતે હું તમને ગોવા જવાના બદલે માછલીમાં રહીને માલવણ બતાવવાનો છું.
કેવી રીતે જશો?
આસ-પાસમાં મોટા શહેરો સાથે જોડાયેલું હોવા છતાં માલવણમાં એવી શાંતિ છે જે લોકોને આજકાલ ગોવામાં પણ નથી મળતી. અહીં ત્રણ રીતે ઘણી જ આરામથી પહોંચી શકાય છે:
ફ્લાઇટમાં જવું હોય તો ગોવાના ડેંબોલિમ એરપોર્ટ ઉતરવું પડશે, જ્યાંથી તમારે અહીં આવવા માટે ટેક્સી મળી જશે. એરપોર્ટથી માલવણ અંદાજે 2 કલાક દૂર છે.
ટ્રેનના રસ્તે અહીં પહોંચવા માટે માલવણથી 30 કિ.મી. દૂર કણકવલી-કુડાલના રેલવે સ્ટેશન પર ઉતરી જાઓ અને બહારથી ટેક્સી, બસ કંઇ પણ લઇ લો.
રોડ દ્ધારા માલવણ પહોંચવાનું ઘણું સરળ છે. મુંબઇ અને પુનાથી માલવણ માટે સવારે-સાંજે મહારાષ્ટ્ર રોડવેઝની બસો ચાલે છે. મુંબઇથી બસ લેશો તો 10 કલાક અને પુનાથી 8 કલાક લાગશે. બસ સ્ટેન્ડથી માલવણ 20 કિ.મી. દૂર છે, તો ટેક્સી કરી લેજો. આમ તો મન થાય તો ગાડી કે ટેક્સી લઇને પણ માલવણ જઇ શકાય છે. સુંદર રસ્તા, સુંદર નજારા અને રસ્તામાં ચટપટુ ખાવાનું મળશે.
માછલી
એકવાર માલવણ પહોંચી જાઓ તો માછલી ફાર્મસ્ટેનો રસ્તો કોઇ પણ બતાવી દેશે. નહીં તો ફોનમાં મેપ પર રસ્તો જોઇને પણ પહોંચી શકશો.
માછલી ફાર્મસ્ટેમાં શું છે ખાસ
માલવણી ભાષામાં માછલી શબ્દનો અર્થ થાય છે, એક એવી ઊંચી જગ્યા જ્યાંથી ખેતરની રખેવાળી કરી શકાય. આ લકઝરી હોટલ બહારથી જોવામાં તો કાચી ઝુંપડી જેવી લાગે છે પરંતુ અંદરથી તેમાં આધુનિક સુખ-સુવિધાઓની બધી વ્યવસ્થા છે. દરેક કોટેજમાં એક મોટો ડબલ બેડ છે, દરેકની સાથે જોડાયેલો તમારે પર્સનલ બાથરુમ છે જેમાં શાવર લાગેલો છે, અને ફ્રી વાઇ-ફાઇ પણ છે. કૉટેજની બહાર પહ્વનેર રેસ્ટોરન્ટ પણ છે, જ્યાં મહારાષ્ટ્રના સ્થાનિક સ્વાદવાળુ ભોજન પિરસવામાં આવે છે.
આ ફાર્મસ્ટેમાં 5 કોટેજ છે, જ્યાં 10 લોકો આરામથી રહી શકે છે. તો તમે અહીં તમારા પરિવાર કે દોસ્તોની સાથે પણ જઇ શકો છો. દરેક કોટેજની આસપાસ લીલીછમ ઝાડ અને ઊંચી ઊંચી ઘાસ છે, તો જો તમે એકલા કે પોતાના મિત્રની સાથે પણ જઇ રહ્યા છો તમારી પ્રાઇવસીમાં દખલ કરનારુ કોઇ નહીં જોવા મળે.
એટલું જ નહીં, કોટેજથી 15 મિનિટના ડ્રાઇવ કરીને તમે સફેદ રેતીલા બીચ પર પહોંચી જશો, જ્યાં તમે હવે ડાઇવિંગ પણ કરી શકો છો. ડાઇવિંગ સ્કૂલ પણ અહીં ખુલી છે. ડાઇવિંગ કરતી વખતે તમને પ્રાકૃતિક મૂંગેના ખડકો અને સમુદ્રી ગુફાઓ પણ જોવા મળશે.
બીજુ પણ ઘણું છે અહીં
પ્રથમેશ, જે માછલી ફાર્મસ્ટેના માલિક છે, તમારા આરામનો પૂરતો ખ્યાલ રાખે છે. તેમની માતા આજ ખેતરમાં ઉગેલી શાકભાજીમાં માલવણી વઘાર કરીને તમારા માટે સ્વાદિષ્ટ ખાવાનું બનાવે છે. કૉટેજમાં એટલી સ્વચ્છતા છે કે તમને પ્લાસ્ટિકનો એક ટુકડો પણ નહીં દેખાય. ફાર્મની આસપાસ પક્ષીઓ, બંદરો અને કુતરાના હેરાન કરવાની મનાઇ છે. પ્રથમેશ પણ આપને અહીંની વનસ્પતિ અને ઝાડ-પાનને કારણ વગર નુકસાન ન પહોંચાડવાની વિનંતી કરે છે.
તો હવે ગોવાના પ્લાનને મારો ગોલી, અને માલવણ ફરવાનો પ્લાન બનાવો. અહીં રોકાવા માટે માછલી ફાર્મસ્ટેથી વધારે સારી જગ્યા તમને નહીં મળે.
પરિવાર કે દોસ્તોની સાથે માછલી જરુર જાઓ.
ભાડું
રોકાવા માટે એક રુમ ₹3,500 પ્રતિ રાતના હિસાબે લઇ શકાય છે, જેમાં તમે બે રાત રોકાઇ શકો છો.
જો માલવણ અંગે વધુ જાણવું હોય તો માલવણ એ હિડન ટ્રેઝરની વેબસાઇટ પર જઇ શકો છો.