ભારતની સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ્યાં ધમધમે છે તે મુંબઈ ગુજરાતની પાડોશમાં જ આવેલું છે. પણ શૂટિંગ લોકેશનની બાબતમાં ગુજરાત અન્ય લોકેશન્સ કરતાં સહેજ પણ પાછળ નથી. ગુજરાતમાં અઢળક પ્રવાસન સ્થળો પૈકી એવા અનેક સ્થળો છે જ્યાં બોલિવૂડ ફિલ્મ્સના શૂટિંગ થયા હોય.
સ્વિત્ઝરલેન્ડમાં DDLJના તેમજ લદ્દાખમાં 3 Idiots ના શૂટિંગ લોકેશન્સની જેટલા ઉત્સાહભેર મુલાકાત લઈએ છીએ તેમ ગુજરાતમાં આવેલા આ શૂટિંગ લોકેશન્સની જરુર મુલાકાત લેવા જેવી છે.
કચ્છ ( રણ, વિજય વિલાસ પેલેસ તેમજ અન્ય જગ્યાઓ):
અહીં આ બોલિવૂડ ફિલ્મ્સનું શૂટિંગ થયું છે:
લગાન, હમ દિલ દે ચુકે સનમ, રેફ્યુજી, રામ-લીલા, ડી-ડે, બોસ, મોહેંજોદરો, આર.. રાજકુમાર, ભૂજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા વગેરે
અમદાવાદ:
ફિલ્મ્સનું શૂટિંગ: પિકુ, કાઇ પો છે, 2 સ્ટેટ્સ, મિત્રોં, સરદાર, ગાંધી- માય ફાધર, વ્હોટ્સ યોર રાશિ?, ઓકે જાનુ, રઈસ
લક્ષ્મી વિલાસ પેલેસ:
ફિલ્મ્સનું શૂટિંગ: ગ્રાન્ડ મસ્તી, રંગ રસિયા, રાજા રવિ વર્મા
વડનગર:
ફિલ્મ્સનું શૂટિંગ: કાઇ પો છે
વાંકાનેર
ફિલ્મ્સનું શૂટિંગ: મતરું કી બીજળી કા માંડોલા
પાવાગઢ:
ફિલ્મ્સનું શૂટિંગ: સિંઘમ રિટર્ન્સ
ગોંડલ
ફિલ્મ્સનું શૂટિંગ: રામલીલા, આર... રાજકુમાર
તો તમે આમાંથી કયા કયા શૂટિંગ લોકેશન્સ જોયા છે? શું તમને ખબર હતી કે આટલી બધી હિન્દી ફિલ્મ્સ ગુજરાતમાં શૂટ થઈ છે? કમેન્ટ્સમાં જણાવો.
.