5 બૉલીવુડ મુવી જેણે આપણને ફરવા માટે પ્રોત્સાહિત કર્યા!

Tripoto
Photo of 5 બૉલીવુડ મુવી જેણે આપણને ફરવા માટે પ્રોત્સાહિત કર્યા! 1/6 by Jhelum Kaushal

એવું કહેવાય છે કે ફિલ્મો એ સમાજનો અરીસો હોય છે. જોકે આજકાલના સમયમાં ફિલ્મો ઘણા ખરા અર્થે સમાજનું સાચું ચિત્રણ કરવામાં ફ્લોપ રહેતા હોય છે પરંતુ કેટલાક એવા પણ મુવીઝ છે જેમણે એક આખી પેઢીને નવા નવા સ્થળોએ ફરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે!

ચાલો જોઈએ આ મુવીઝનું લિસ્ટ!

1 દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે

Photo of 5 બૉલીવુડ મુવી જેણે આપણને ફરવા માટે પ્રોત્સાહિત કર્યા! 2/6 by Jhelum Kaushal

યશરાજ, રાજ અને સિમરનની જોડીએ ભારતીય કપલ્સને ફોરેન અને રોમેન્ટિક ટ્રીપ માટે આગવું ઉદાહરણ પૂરું પાડ્યું હતું! ઝ્યુરિચથી લઈને લંડન સુધીની એમની સફર જોઈને કેટલાય નવયુગલો એમની કોપી કરવાના ઉત્સાહમાં જોવા મળતા.

2 દિલ ચાહતા હે

Photo of 5 બૉલીવુડ મુવી જેણે આપણને ફરવા માટે પ્રોત્સાહિત કર્યા! 3/6 by Jhelum Kaushal

દિલ ચાહતા હે એ ભારતીય સિનેમા અને દર્શકોને એક અલગ જ અનુભવ આપ્યો હતો. ટ્રેડિશનલ લવ સ્ટોરી માઈન્ડસેટમાંથી બહાર આવવા સાથે મિત્રો સાથેની ટ્રીપ એ અલગ જ ટોપિક હતો જેની આજે પણ અસર આપણા યંગ સમાજમાં જોવા મળે છે. ગોઆ, સિડની ઓપેરા હાઉસ, સિડની હાર્બર બ્રિજ, એવી કેટલીયે જગ્યાઓને ભારતીયો આ ફિલ્મથી ઓળખાતા થયા હતા.

3 યે જવાની હે દીવાની

Photo of 5 બૉલીવુડ મુવી જેણે આપણને ફરવા માટે પ્રોત્સાહિત કર્યા! 4/6 by Jhelum Kaushal

જયારે હજારો લોકો માટે આ ફિલ્મ એ એક લવ સ્ટોરી હતી તો મારી તમારી જેવા લોકો માટે આ એક ટ્રીપ ફીલ હતી! મનાલીથી ગુલમર્ગ અને બનીની પોરિસ અને લિયોનની સફર એક ફોરોગ્રાફર તરીકેની કરિયર વગેરે બધું જ આપણી જનરેશનને ઇન્સ્પાયર કરી ચૂક્યું છે! ઉદયપુરને એક વેડિંગ ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરવામાં પણ આ ફિલ્મનો ફાળો છે.

4 જિંદગી ના મિલેગી દોબારા

Photo of 5 બૉલીવુડ મુવી જેણે આપણને ફરવા માટે પ્રોત્સાહિત કર્યા! 5/6 by Jhelum Kaushal

ટ્રાવેલ ફિલ્મની વાત આવે અને મિત્રો તથા પ્રેમની વાત આવે ત્યારે આ ફિલ્મ શ્રેષ્ઠ છે. 3 મિત્રોના જીવનમાં ચાલતા દ્વંદ્વ સાથે સ્પેન, કોસ્ટા બ્રાવો, જીરોના, બાર્સેલોના ની તેમની સફર ઉપરાંત સ્કાય ડાઇવિંગ, અને અન્ય જોખમી સ્પોર્ટ્સ ઉપરાંત જીવનને મોજથી માણવાની વાત લોકોના હૃદયને સ્પર્શી ગઈ છે.

5 ક્વિન

Photo of 5 બૉલીવુડ મુવી જેણે આપણને ફરવા માટે પ્રોત્સાહિત કર્યા! 6/6 by Jhelum Kaushal

થનાર પતિ સાથે સંબંધ તૂટતાં કંગનાનું એકલા હનીમૂન માટે નીકળી જવું! આ કન્સેપટ જ ભારતના લોકોને રોમાંચિત કરી મુકનારો લાગ્યો હતો. સ્ત્રી પ્રધાન ફિલ્મોમાં ક્વિન એ પ્રથમ સ્થાને છે. કંગના જાતે મિત્રો બનાવે છે, તૂટ્યા ફૂટ્યા અંગ્રેજીમાં જાતે ફરે છે અને જીવનનો જે આનંદ માણે છે એ ઘણી જ સ્ત્રીઓને પ્રેરિત કરનારો રહ્યો છે.

ભારતીયો આમ જ ફરવાના શોખીન છે અને બૉલીવુડ ફિલ્મોએ એમાં વધારો કરવાનું કામ આ અને અન્ય ઘણા ફિલ્મો દ્વારા કર્યું છે. હોલીડેના મૂડમાં હો તો આ મુવીઝ જોઈ લો અને નીકળી પડો ફરવા માટે!

.

તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

Further Reads