આશ્ચર્ય થયુંને?? તો શું થયું I!
જો તમે ફક્ત પુષ્કરના જ ઉંટોના મેળા એટલે કે કેમલ ફેર વિશે જ સાંભળ્યું હોય તો તમને એક સુખદ આશ્ચર્ય જરુર થશે!
1488 સદીમાં રાવ બીકા દ્વારા સ્થાપિત રજવાડું મારી રાજસ્થાન યાત્રા દરમિયાન મારા પસંદગીના રાજ્યોમાંનું એક હતું. આ શાંતિપૂર્ણ અને સારી રીતે સંચાલિત શહેર રાજસ્થાન આવનારા દરેક પર્યટકની યાદીમાં કદાચ ન પણ હોય પરંતુ લોકોને પ્રિય જરુર છે. અને હવે બીકાનેર શહેર વાર્ષિક બિકાનેર કેમલ ફેસ્ટિવલની મેજબાની કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે!!!
થાર રેગિસ્તાનની જીવન રેખા- રણનું જહાજનો ઉત્સવ મનાવવા માટે આ ઉત્સવ 11 અને 12 જાન્યુઆરી 2023ના રોજ આયોજિત કરવામાં આવશે. આ પહેલ પર્યટન વિભાગ, રાજસ્થાન સરકાર દ્વારા કરવામાં આવી છે.
દરવર્ષે ધામધૂમથી ઉજવાતા આ ઉત્સવનું સેન્ટર પોઇન્ટ એટલે કે મુખ્ય કેન્દ્ર ઉંટ છે. તે આ શાનદાર જાનવરના પ્રજનન, પાલન અને પ્રશિક્ષણને પ્રોત્સાહન આપે છે. અહીં થતી ભવ્ય ઉજવણી અને શો પુષ્કરમાં થતા ઉત્સવથી જરાય ઓછી નથી હોતી. દર વર્ષે હજારો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પર્યટકો આ મેળાની મુલાકાત લેવા માટે આવે છે.
આ તહેવારની શરૂઆત રંગીન કપડામાં સજાવેલા ઉંટોના એક ભવ્ય સરઘસ સાથે થાય છે. પરંપરાગત આભૂષણ જેવા કે ઝાંઝર અને હારની સાથે ઉંટોને તૈયાર કરવામાં આવે છે. જુનાગઢના કિલ્લાથી શરુ થઇને આ સરઘસનું સમાપન ડો.કર્ણી સિંહ સ્ટેડિયમ પર થાય છે જે મુખ્ય ઉત્સવ સ્થળ છે.
ઉત્સવનો પહેલો દિવસ ઉંટ સ્પર્ધા જેવી પ્રતિયોગિતા માટે અનામત હોય છે, આ સ્પર્ધા બહુપ્રતીક્ષિત પ્રતિયોગીતાઓમાંની એક છે, પછી ઉંટનું દૂધ કાઢવું, સુંદર વાળ કાપવા અને નૃત્ય કરવાનું પણ તેમાં સામેલ હોય છે. આ બધી સ્પર્ધાઓમાં ઉંટની ડાન્સ સ્પર્ધા સૌથી લોકપ્રિય છે. શું તમે એવું માની શકો કે ઉંટોને સંગીતના તાલે પોતાના ઝાંઝર રણકાવવા માટે ટ્રેન કરવામાં આવ્યા હોય !! એકવાર ઉંટોના પ્રદર્શન બાદ રાજસ્થાની લોક કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રદર્શન શરુ થઇ જાય છે.
અહીં, તમે માત્ર વિવિધ "રણ" પ્રવૃત્તિઓનો આનંદ જ નહીં પરંતુ આ પ્રદેશના સ્થાનિક ભોજનનો સ્વાદ પણ માણી શકો છો. અહીંના વ્યંજનોમાં બહુ ઓછું પાણી વાપરવામાં આવે છે. વાનગીઓ મુખ્યત્વે દૂધ અને છાશ પર આધાર રાખે છે જેમાં દાળ અને કઠોળ જેવા સાંગરિયા અને કેરનો ઉપયોગ થાય છે. અહીંની મીઠાઈઓ અને ચા પણ ઊંટના દૂધમાંથી જ બને છે!
તહેવારનો છેલ્લો દિવસ (બીજો દિવસ) એવો હોય છે જ્યારે લોકો સૌથી વધુ આનંદ માણતા હોય છે. ટગ ઓફ વોર, વોટર પોટ રેસ, પાઘડી બાંધવી, પરંપરાગત કુસ્તી અને કબડ્ડી મેચો જેવી ઘણી સ્પર્ધાઓ યોજાય છે જેમાં સ્થાનિકો તેમજ મુલાકાતીઓ ભાગ લઈ શકે છે. અને અંતે, આતશબાજીના જાદુઈ પ્રદર્શન સાથે તહેવાર સમાપ્ત થાય છે.
બુક કરવા માટે અહીં ક્લિક કરો
ભારત હંમેશા સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ દેશ રહ્યો છે, પરંતુ દરેક પ્રદેશમાં કંઈક વિશેષતા હોય છે. જ્યારે આપણે વ્યાપક રીતે કોઈ ચોક્કસ પ્રદેશના માત્ર એક જ તહેવાર વિશે જાણી શકીએ છીએ, પરંતુ આવા બીજા પણ હશે જે એક્સપ્લોર થવાની રાહ જોતા હશે. અને બિકાનેર કેમલ ફેસ્ટિવલ એવો જ એક તહેવાર છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો