કહેવાય છે કે મંજિલથી વધારે સુંદર પ્રવાસ હોય છે. પ્રવાસમાં દરેક વળાંક એક નવો નજારો લઈને આવે છે. આ રસ્તાને જોવા , ખૂલા આકાશની નીચે વિહાર કરવો ખૂબ જ સારું લાગે છે. ચાલતા ચાલતા રોકાવું અને લોકો સાથે વાત કરવી , આ બધું થાય છે એક રોડ ટ્રિપમાં. કદાચ એટલે જ બધાની ઇચ્છા હોય છે કે તેઓ થોડા દિવસ માટે એક લાંબી રોડ ટ્રિપ પર નિકળી જાય.. રોડ ટ્રિપ તો આમ પણ ઉત્સાહિત કરે છે પણ જ્યારે વાત વિદેશ જવાની હોય ત્યારે આનાથી સારું શું હોઈ?
જો તમે ભારતથી સડક માર્ગે વિદેશ પ્રવાસ કરવા માંગતા હો તો તેના માટે ભૂટાન શ્રેશ્ઠ સ્થળ છે. ભૂટાન પ્રવાસીઓમાં પ્રિય સ્થળ છે.. અહીની હરિયાળી, પહાડો અને છુપાયેલા સ્થળો લોકોને આકર્ષે છે. આ જગ્યાની સુંદરતા વિશે બહુ ઓછા લોકો જાણે છે. અહી કેટલીક જગ્યાઓ તો એવી છે જેના વિશે તમને ઇન્ટરનેટ પર પણ કઈ નહી મળે. જો તમારે રોડ ટ્રિપ કરવી હોય તો તમારે ભૂટાનની ૫ દિવસની રોડ ટ્રિપ પર જવુ જોઈએ. હવે સવાલ એ આવે છે કે ભારતથી ભૂટાન ગાડીમાં કેવી રીતે જવું? આ સિવાય પણ ઘણા પ્રશ્નો જેના જવાબ અમે તમને આપીએ છીએ.
ભારત થી ભૂટાનનો પ્રવાસ
પરવાનગી
સડક માર્ગેથી ભૂટાન જવા માટે ભારતીય નાગરિકોને પાસપોર્ટ / વિઝાની જરુર નથી. આ માટે તમારે ભૂટાનના કુંટશોલિંગ પાસેથી પરવાનગી લેવી પડે છે. ત્યાં તમારે દસ્તાવેજીકરણ માટે આઇડી પ્રૂફ બતાવવાનુ હોય છે. તેના આધારે ભૂટાનનું ઇમિગ્રેશન વિભાગ પરવાનગી જારી કરે છે. જો તમે તમારી બાઇક લઇ જવા માંગતા હો તો તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ હોવુ જરુરી છે. સામાન્ય રીતે આટલા બધા ડોક્યુમેંન્ટ તપાસવામા અને પરવાનગી મેળવવામા ઘણો સમય લાગે છે, પરંતુ અહીં આ પ્રક્રિયા જલ્દી થઈ જાય છે. ભૂટાનના રસ્તા પણ સારા છેઅને અહીંના નિયમો પણ ભારત જેવા જ છે. પણ ત્યાનું અનુશાસન થોડું વધારે કડક છે. પ્રવાસનને ધ્યાનમાં રાખીને ભૂટાનમાં એક વર્ષમાં એક નિશ્ચિત સંખ્યાને અનુમતિ આપવામા આવે છે.
દિવસ ૧
ફુંતશોલિંગ
ભારત અને ભૂટાન ઘણી જગ્યાઓ પર બોર્ડર શેર કરે છે પણ પ્રવાસન હેતુથી સૌથી સારી જગ્યા જયગાઁવથી ફુંતશોલિંગ છે. જયગાઁવ ભારતનું છેલ્લુ નગર છે અને ફુંતશોલિંગ ભૂટાનની પહેલી જગ્યા છે. આ જગ્યા પર જ તમારે પરવાનગી લેવાની હોય છે. પરવાનગી સોમવારથી શુક્રવાર સુધી સવારે 9 વાગ્યાથી 5 વાગ્યા સુધી મળે છે. ભારતથી ફુંતશોલિંગ સુધી આવવા માટે તમારે કોઈ પણ પરવાનગીની જરૂર નથી. ફુંતશોલિંગમાં જો તમે 2 વાગ્યા સુધીની પરવાનગી લઈ લો છો તો તમે તે જ દિવસે પારો માટે નિકળી શકો છો. જો તેના પછીના દિવસે પરવાનગી મળે તો તમારે ફુંતશોલિંગમાં જ રાત રહેવું જોઈએ અને પછીના દિવસે પારો જવું જોઈએ. પારોથી ફુંતશોલિંગ સુધીનું અંતર ૧૪૩ કિ.મી છે. આ અંતર કાપતા તમને લગભગ ૪ કલાકનો સમય લાગશે.
દિવસ ૨
પારો
જો તમે પારો બાઈક દ્વારા જાવ છો તો ૪ કલાકથી વધારે સમય નહીં લાગે અને બસ દ્વારા જાવ છો તો ૬ કલાક લાગી શકે છે. ફુંતશોલિંગથી પારો સુધીની સફર ખૂબ જ સુંદર છે. તમને રસ્તામાં પર્વતની સુંદરતા જોવા મળશે. અહીં સુધી જવાનો હાઈવે ૪ લેન છે. જેને ઇન્ડિયન બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને બનાવ્યું છે. પારોનો રસ્તો બાઈકથી જવા માટે ખૂબ જ સુંદર છે, દરેક બાઈકર આ રસ્તા પર જવા ઈચ્છે છે. આ રસ્તાઓ ને જોતા જોતા તમે સુંદર પારો માં પગ મૂકો છો. પારો સમુદ્ર તટથી ૨૧૦૦ મીટર ઉચાઈ પર સ્થિત છે.
પારોથી થિમ્ફૂ
પારો પહોચીને તમને આખો દિવસ પારો જોવા માટે મળશે. તમે આરામથી આ સુંદર શહેર ને નિહાળો અને તે દિવસે સાંજે જ થિમ્ફૂ માટે નિકળી શકો છો. પારોથી થિમ્ફૂનું અંતર માત્ર ૫૦ કિ.મી. છે. પારોને સારી રીતે જોઈને સાંજે થિમ્ફૂ માટે નિકળો અને કલાકમાં જ તમે થિમ્ફૂ પહોચી જશો. પારોથી થિમ્ફૂનો રસ્તો ખુબ જ સુંદર છે, કદાચ ભૂટાનમાં સૌથી સુંદર રોડ આ જ હશે.
દિવસ 3
થિંપુથી બુમ્થાંગ
થિમ્ફૂ પહોચીને રાત ત્યા જ રહેવું અને પછીના દિવસની સુંદર સવાર નિહાળવી જોઈએ. થોડો વખત થિમ્ફૂમા રોકાઈને જલ્દી બૂમ્થાંગ માટે નિકલી જવુ કારણ કેબૂમ્થાંગ સુધીનો સફર ખૂબ લાંબો છે. લાંબા સફરની સાથે તમારે ઘણી જગ્યાએ રોકાવું પણ પડી શકે છે. રસ્તામાં ઘણી જગ્યા એવી મળશે કે જ્યાં રોડ ઉખડી ગયા હોય અને બાઈક ચલાવવુ સહેલું નહીં રહે. રસ્તામાં ઘણી જગ્યાએ કામ પણ ચાલતુ હશે અને ઘણા ચેક પોસ્ટમાંથી પણ પસાર થવું પડશે.થિમ્પુથી બુમ્થાંગનુ અંતર લગભગ ૨૫૦ કિ.મી.છે. જો તમે સતત ડ્રાઈવ કરો છો અને બહુ ઓછી જગ્યાએ રોકાવ છો તો તમને બુમ્થાંગ પહોચવામા લગભગ ૮ કલાક લાગી શકે છે. બુમ્થાંગમાં બસ સ્ટેશન પાસે એક શયનગૃહ છે. જ્યાં એક રાત રોકાવાના ₹૧૫૦ થાય છે. બુમ્થાંગમાં જોવા માટે વધારે કઈ નથી બસ ૧૫મી સદીનું મઠ જોઈ શકાય છે.
દિવસ ૪
બુમ્થાંગથી ત્રાશીગાંગ
બુમ્થાંગમાં રાત રોકાઈને સવારે અમુક જગ્યા જોઈને ત્રાશીગાંગ માટે નીકળી જવું. તમારે ફરી એકવાર રસ્તાથી જવું પડશે. આ રૂટનો રસ્તો ડ્રાઈવિંગ માટે બરાબર નથી. આ રસ્તા પર તમને ખૂબ જ મુશ્કેલી થશે. બુમ્થાંગથી ત્રાશીગાંગ પહોચતા લગભગ ૮-૯ કલાક તો લાગી જ જશે. આમ તો આ રસ્તા પર કામ થતું ઓછું જોવા મળશે પણ જો કઈ કામ થઈ રહ્યું હોય તો ત્યાથી જલ્દી નિકળી જવું જોઈએ.
દિવસ ૫
ત્રાશીગાંગથી જોંગખાર
આ રોડ ટ્રિપનો આખરી પડાવ જોંગખાર છે. ત્રાશીગાંગથી જોંગખાર જવા માટે એક સારા હાઈવેથી થઈને જવું પડે છે. પણ અમુક જગ્યાએ ભૂસ્ખલન થવાનો ખતરો હોય છે. ત્રાશીગાંગથી જોંગખારનો રસ્તો લાંબો છે. ત્રાશીગાંગથી જોંગખારનુ અંતર લગભગ ૧૯૦ કિ.મી. છે જેને પૂરૂ કરવામા લગભગ ૭ કલાક લાગી શકે છે. જોંગખાર એ જગ્યા છે જ્યાંથી તમે ભારતમાં પ્રવેશ કરી શકો છો. જો તમે ઈચ્છો તો સાંજે પહોચીને રાત ત્યાં જ વિતાવી શકો છો.આના સિવાય તમે ભારતમાં પ્રવેશ કરીને શશિપુર જઈ શકો છો. શશિપુર રહેવા માટે ઓછું ખર્ચાળ અને સારો વિકલ્પ છે.
તો બધી જાણકારી મેળવી લીધી હોય તો ભૂટાન રોડ ટ્રિપ નુ આયોજન કરવાનું શરૂ કરી દો!
.