શાદીની સિઝન આવી ગઈ અને આ ફુલઓન ધમાલવાળી સીઝનમાં લગ્નના લોકેશનની કોઈ ચિંતા તમને સતાવતી હોય તો ફિકરનોટ....ફીલ ગુડ..ફીલ સરિયલ... કરાવતા બ્યુટિફુલ ડેસ્ટિનેશન્સનું લિસ્ટ છે હાજર....પધારો મ્હારે દેશ....ભઈ જ્યાંનો સત્કાર આટલો ભાવ ભર્યો છે ત્યાં સ્વાભાવિક પણે આવભગત પણ તો એવી જ રહેવાની...જે ધરતી પર પગ મુકો અને તમને રોયલ...શાહી...રાજવી ફીલ આવે એવું ડેસ્ટિનેશન એટલે રાજસ્થાન...ન માત્ર ટુરિસ્ટ લોકેશનની ભરમાર છે રાજસ્થાનમાં પરંતુ શાહી શાદી માટેના પરફેક્ટ લોકેશન્સ પણ તમને મળે રાજસ્થાનમાં...તો ચાલો એવા રોયલ ડેસ્ટિનેશન્સ તમને બતાવીએ જ્યાં ડેસ્ટિનેશન વેડિંગ બની જાય સો સ્પેશિયલ. તો લગ્નના તમામ સાત વચનોની આપ-લે તમે શાનદાર લોકેશન્સ પર કરી શકો છો.
ઘણા બૉલિવૂડના સિતારાઓએ પોતાની સ્પેશિયલ શાહી શાદી માટે પસંદગી ઉતારી છે રાજસ્થાન પર...રોયલ અંદાઝમાં સિતારાઓના વેડિંગ બની ગયા ટૉક ઓફ ધ ટાઉન...ત્યારે રાજસ્થાનના મહેલોમાં વન્ડરફુલ વેડિંગનું પ્લાનિંગ તો તમે પણ કરી શકો છો. ડેસ્ટિનેશન વેડિંગની વાત આવે તો રાજસ્થાનને ટૉપ નંબર પર માનવામાં આવે...લાઈફની સૌથી સુંદર પળોને વધુ સુંદર બનાવતા ઐતિહાસિક મહેલો, હોટલ, શાહી અંદાઝ અને રાજવી સેટિંગ બધું જ મળે તમને રાજસ્થાનમાં.. તો ચાલો જોઈએ કયા શહેરો બેસ્ટ છે તમારા શાહી વેડિંગ માટે.
ઉમેદભવન પેલેસ, જોધપુર
રાજસ્થાન એટલે રજવાડાઓની ધરતી અને અહીંનું એક ખાસમખાસ શહેર એટલે જોધપુર.. અને જોધપુરનો ઉમેદભવન પેલેસ કે જે મોંઘેરા લગ્નો માટે જાણીતો છે....ઉમેદભવન પેલેસ પર તો ઈન્ટરનેશનલ સિતારાઓ નિક જોનસ અને પ્રિયંકા ચોપરાએ પસંદગી ઉતારી હતી...
જોધપૂરના બ્લ્યૂ સિટીમાં આવેલો ઉમેદભવન પેલેસ દુનિયાના રૉયલ બૉલરુમમાંથી એક છે...4500 ફુટના આ બૉલરુમને મેવાડ હૉલ કહેવામાં આવે છે. ઉમેદભવનમાં મહેમાનો માટે 64 સુઈટ્સ છે સાથે જ બેંક્વેટમાં 900 જેટલા લોકોની કેપેસિટી છે...ઉમેદભવનમાં લશગ્રીન ગાર્ડન્સ અને તેમાં કળા કરતા..નૃત્ય કરતા મોર..એક્ઝોટિક પૂલ અને અદભુત એમ્બિયન્સમાં એક ફેરીટેલ વેડિંગનો અનુભવ ચોક્કસથી કરાવે છે ઉમેદભવન પેલેસ.
બરવાડા ફોર્ટ, સવાઈ માધોપુર
બૉલિવૂડના કૂલ કપલ વિક્કી કૌશલ અને કૅટરિનાના વન્ડરફુલ ટ્રેડિશનલ રોયલ વેડિંગ જે જગ્યાએ થયા એ છે સવાઈમાધોપુર જિલ્લાના ચૌથનો બરવાડા ફોર્ટ....હેરિટેજ હોટેલ હોવાના કારણે આ હોટેલ ડેસ્ટિનેશન વેડિંગ માટે ઘણી જ હોટ ફેવરિટ છે. હોટલમાંથી પહાડ પર આવેલું ચૌથ માતાનું મંદિર જોવા મળે જેના માટે આ વિસ્તાર ઘણો જ પ્રખ્યાત છે. સાથે જ અહીંથી એક કુંડ પણ દેખાય છે અને શહેરનો નજારો પણ....
પહેલા આ હોટલ બરવાડા ફોર્ટ હતો..જેને 14મી શતાબ્દીમાં ચૌહાણો દ્વારા બનાવવામાં આવ્યો હતો. 1734માં આ ફોર્ટ પર રાજાવત રાજવંશે જીત હાંસલ કરી...બીજા વિશ્વયુદ્ધ સમયે બરવાડા અને તેમા કુળના રાજપૂતોએ જયપુર રાજ્ય સશસ્ત્રબળો સાથે લડાઈમાં હિસ્સો લીધો... 5.5 એકરમાં બનેલા આ ફોર્ટની બહારની દિવાલ 5 ફુટ લાંબી છે જે ઘણી જગ્યા પર 20 ફીટ સુધી લાંબી છે. હોટલમાં બે રેસ્ટોરન્ટ, બાર એન્ડ લૉન્જ, સ્પા, ફિટનેસ સેન્ટર, બે સ્વિમિંગપૂલ, બેંક્વેટ હૉલ, બૂટિક અન કિડ્સ ક્લબ આવેલા છે.
ઉદયપુર લેક પેલેસ, ઉદયપુર
ઝીલોની નગરી ઉદયપુરનું નામ ઈન્ટરનેશનલ વેડિંગ પ્લાનિંગ કંપની ધ નૉટ દ્વારા યુનિક વેડિંગ ડેસ્ટિનેશન લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં 11 દેશોના નામ છે જેમાં ભારતમાંથી માત્ર ઉદયપુરને સ્થાન મળ્યું છે. સપ્ટેમ્બરથી માર્ચ અને નેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે ઉદય પુરમાં વેડિંગ સીઝન જાણે ખીલી ઉઠે. અત્યાર સુધીમાં ઉદયપુર ઘણા સેલેબ્સના રોયલ વેડિંગ્સની યજમાની કરી ચુક્યું છે.
ઉદયપુરનો દેવીગઢ કિલ્લો એક શાનદાર મહેલ છે જે શાહી યુગની સફર કરાવે છે. અરવલ્લીની પર્વતમાળામાં એક પહાડી પર આવેલો આ કિલ્લો પ્રાકૃતિક સુંદરતા દર્શાવે છે. રોયલ શાદીનો પ્લાન કરવા માટે આ જગ્યા બેસ્ટ છે. આ ઉપરાંત ઉદયપુરનો લેક પેલેસ ઘણા પોપ્યુલર સેલિબ્રિટી વેડિંગ્સ માટે ચર્ચાય છે. તો શાદીના આ પરફેક્ટ ડેસ્ટિનેશનને ફિલ્મ યે જવાની હૈ દિવાનીના શાદી સીન શૂટિંગ માટે પણ પસંદ કરવામાં આવ્યો. લેક પિચોલાની સામે આવેલો આ પ્રાચીન મહેલ ડેસ્ટિનેશન વેડિંગ માટે પરફેક્ટ જગ્યા છે. આ મહેલની એક ખાસ વાત છે કે અહીં સનરાઈઝ અને સનસેટ બંનેના નજારા જોવા મળે છે.
ઉદયપુરમાં એવી ઘણી બજેટ હોટેલ્સ છે જે તમને તમારા બજેટ પ્રમાણે વેડિંગ પ્લાન કરીને આપે છે. જેમાં ઘણી હેરિટેજ હોટેલ છે જ્યાં તમે તમારા જીવનના સૌથી યાદગાર દિવસને માણવાનો આનંદ લઈ શકો. જો આપ ડેસ્ટિનેશન વેડિંગનો વિચાર કરી રહ્યા છો તો ઝીલોની નગરી ઉદયપુર તમારા માટે છે પરફેક્ટ ડેસ્ટિનેશન.
સૂર્યગઢ પેલેસ, જેસલમેર
રાજસ્થાનની વાત આવે એટલે રેતાળ ઢૂવા અને દૂર દૂર સુધી વિસ્તરેલું રણ યાદ આવે...અને યાદ આવે જેસલમેર...જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં રાજપૂતાના જીવનશૈલીની ઝલક ઉજાગર થાય છે...થાર રણની વચ્ચે વસેલા જેસલમેરમાં સૂર્યગઢ પેલેસ સૌથી રોમેન્ટિક વેડિંગ ડેસ્ટિનેશનમાંથી એક છે...62 સ્વીટ્સ...18 પેલેસ રુમ, 16 ગ્રાન્ડ હેરિટેજ રુમ્સ સાથે જ આ પેલેસમાં મહેમાનોના રોકાણ માટે સર્વોત્તમ સુવિધાઓ છે....
સૂર્યગઢ કિલ્લો આધુનિક સુવિધાઓની સાથે ટ્રેડિશનલ અનુભવ પણ કરાવે છે..બોલિવૂડના ક્યુટ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના ગ્રાન્ડ વેડિંગ માટે પણ સુર્યગઢ પેલેસ પર પસંદગી ઉતારવામાં આવી હતી. પોતાના લગ્નપ્રસંગને શાહી અને ટ્રેડિશનલ ટચ આપવા ઈચ્છતા કપલ્સ માટે સૂર્યગઢ પેલેસ છે પરફેક્ટ લોકેશન.
જો કે આ ઉપરાંત પણ જેસલમેરમાં એવી ઘણી જગ્યાઓ છે જે આપને રૉયલ રાજપુતાના વેડિંગની ફીલ અપાવે...જેસલમેરના સમમાં આવેલા સેન્ડડ્યુન્સ વચ્ચે શાહી શાદી પોતાનામાં એક અલગ અને યાદગાર અહેસાસ બની રહે છે.
મુન્દોતા ફોર્ટ, જયપુર.
પિંક સિટી જયપુર ડેસ્ટિનેશન વેડિંગ માટે દરેકવ્યક્તિની પહેલી પસંદ બને છે...જયપુરનો 500 વર્ષ જુનો મુન્દોતા કિલ્લો અને મહેલ કોઈ અજૂબાથી કમ નથી..આ ફોર્ટ પેલેસનું નિર્માણ 14મી શતાબ્દીમાં નરુકા રાજપૂતો દ્વારા કરાવવામાં આવ્યું. મુન્દોતા ફોર્ટ અરાવલી રેંજની ટોપ પર આવેલું છે અને ખૂબસૂરત સિનરી સાથે આ જગ્યા કોઈ પણ જાહોજલાલી ભરી ઈવેન્ટ કે પ્રસંગ માટે પરફેક્ટ પ્લેસ છે.
પહાડની ટોચ પર બનેલા આ મહેલમાં બગીચા, મંડપની ખૂબસૂરતી જોવા મળે છે. જયપુરમાં આવેલા આ કિલ્લો લાર્જર ધેન લાઈફ સેલિબ્રેશનનો અનુભવ કરાવે છે. 52 જેટલા ગેસ્ટ રુમ્સ સાથે કિલ્લામાં લગભગ 200 જેટલા લોકો સ્ટે કરીશકે તેવી વ્યવસ્થા છે. આ ઉપરાંત જયપુરમાં અલીલા કિલ્લો પણ એક ગ્રેનાઈટ પહાડીની ટોચ પર આવેલો છે. આ કિલ્લો તમામ વિવાહ પ્રસંગોને એક શાંત વાતાવરણ પ્રદાન કરે છે. ઉપરાંત કિલ્લાના કર્મચારી અહીં ગ્રાન્ડ વેડિંગનો નિર્ણય લેનારા કપલની તમામ જરુરિયાતોને પુરી કરવા માટે તૈયાર રહે છે.
જો આપ એક રોમેન્ટિક રોયલ વેડિંગ ઈચ્છો છો તો આ જગ્યા આપના ડેસ્ટિનેશન વેડિંગ માટે પસંદ કરી શકો. જોતમે પોતાના બજેટને ધ્યાનમાં રાખીને જયપુરમાં વેડિંગ કરવા ઈચ્છી રહ્યા છો તો અહીં ઘણી એવી જગ્યાઓ અને લોકેશન્સ છે જે આપને બેસ્ટ વેડિંગ માટે બેસ્ટ લોકેશન અને બજેટ ઓફર કરે છે.
નીમરાના કિલા પેલેસ, અલવર
એકદમ હટકે અને અંતરંગ અંદાજમાં લગ્નને લાઈફટાઈમ મેમરી બનાવવા ઈચ્છતા હો કે પછી બિગફૅટ ઈન્ડિયન વેડિંગ તમારા મનમાં હોયતો આપ નીમરાના ફોર્ટ પેલેસને લિસ્ટમાં સૌથી ઉપર રાખી શકો...અહીં વેડિંગના તમામ સેલિબ્રેશન્સ તમે તમારી પસંદ પ્રમાણે પ્લાન કરી શકો છો...ચાહે હલ્દી હોય કે પછી મહેંદી કે પછી સંગીતનું સેલિબ્રેશન જ કેમ નહીં...નીમરાના ફોર્ટનું શાનદાર લોકેશન તમારા લગ્નમાં ચારચાંદ લગાવી દેશે...યંગ કપલ્સમાં સૌથી ફેવરિટ છે આ 15મી સદીની હેરિટેજ હોટેલ...
દુલ્હા-દુલ્હનને રાજા-રાણી જેવી ફીલ આવી જાય એવી છે આ જગ્યા...અલવરમાં આવેલી આ હેરિટેજ હોટેલમાં રોમન એમ્ફિથિયેટર, હેંગિંગ ગાર્ડન જેવી આકર્ષક જગ્યાઓ છે આ ફોર્ટમાં કોઈ પણ ફંક્શન જીવંત થઈ ઉઠે એવા હેરિટેજ સ્ટ્રક્ચર અને ફેસિલિટીઝ છે..દસ માળના આ પેલેસમાં કુલ 50 રુમ્સ આવેલા છે. નિમરાના ફોર્ટની ખાસ વાત એ છે કે અહીંયાના તમામ રુમ્સને અલગ અલગ નામ આપવામાં આવ્યા છ
તો રાજસ્થાનના સૌથી બેસ્ટ ડેસ્ટિનેશન્સમાં એક છે તિજારા ફોર્ટ પેલેસ...જે નિમરાના હોટેલની સૌથી નાની પ્રોપર્ટી છે...જ્યાં આપને પ્રાચીન વાસ્તુકલા, હરિયાળીથી તરબતર બગીચા જોવા મળે છે...શાનદાર ઈન્ડોર અને આઉટડોર લોકેશન્સ પર અહીંના સ્ટાફની વર્લ્ડ ક્લાસ હોસ્પિટાલિટી પણ મળે છે...આ જગ્યા શાહી શાદીના સપના જોતા કપલ્સ માટે સ્વર્ગ સમાન છે... તો આ ઉપરાંત હિલ ફોર્ટ કેસરોલી પણ બેહદ ખૂબસૂરત વેડિંગ પ્લેસ છે.
તો મિત્રો...તમારી સફરને આસાન અને આનંદદાયક બનાવવા માટેનો આ આર્ટિકલ જો આપને પસંદ આવ્યો હોય તો લાઈક અને ફોલો કરવાનું ભુલશો નહીં...ફરી ઘુમીશું કોઈ નવા ડેસ્ટિનેશન પર અને ફરી કરીશું કોઈ નવી ટ્રાવેલ તફરીની વાત...નેક્સ્ટ આર્ટિકલમાં.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો