ક્રિસમસમાં મોંઘા ભાડાની ચિંતા છોડો, માત્ર એક ક્લિકમાં અહીં મળશે સસ્તી હવાઇ ટિકિટ

Tripoto
Photo of ક્રિસમસમાં મોંઘા ભાડાની ચિંતા છોડો, માત્ર એક ક્લિકમાં અહીં મળશે સસ્તી હવાઇ ટિકિટ by Paurav Joshi

ડિસેમ્બર મહિનો આવી ગયો છે ત્યારે લોકો ક્રિસમસ વેકેશન અને ન્યૂ યરની રાહ જોતા હોય છે. નાતાલમાં ગુજરાતીઓ ફરવા જવા માટે ગોવા, મુંબઇ, ઉટી, બેંગાલુરુ, સિમલા, મનાલી, ધર્મશાલા, જયપુર, શ્રીનગર જેવા શહેરો તો કેરળમાં પણ ફરવા જતા હોય છે. જ્યારે ઇન્ટરનેશલ ડેસ્ટિનેશન્સમાં થાઇલેન્ડ, સિંગાપુર, મલેશિયા, ઇન્ડોનેશિયા, દુબઇ અને યુરોપ લોકો માટે ફેવરિટ હંમેશાથી રહ્યાં છે.

પરંતુ જ્યારે આવા સ્થળોએ ફરવા જવાની વાત આવે ત્યારે સૌથી પહેલા મનમાં એક જ વિચાર આવે કે ફ્લાઇટની ટિકિટ મોંઘી પડશે. પરંતુ આજે અમે તમને એક એવી વેબસાઇટ વિશે જણાવીશું જ્યાંથી તમે ભારતના જુદા જુદા શહેરોની ટિકિટ સસ્તામાં બુક કરી શકશો.

Disclaimer- દરેક ટિકિટ 18-10-2022ના રોજ via Skyscanner દ્વારા સર્ચ કરવામાં આવી છે.

શ્રીનગર-

શ્રીનગર ફરવા જવું એટલે કોઇ જાદુઇ અનુભવથી કમ નથી. બરફથી છવાયેલા પહાડો અને ખીણોની સુંદરતાને બસ જોયા જ કરીએ. તમારી આંખો ત્યાંથી હટવાનું નામ નહીં લે. શિયાળા દરમિયાન તમે અહીં સ્કીઇંગ, સ્નોબોર્ડિંગ, આઇસ સ્કેટિંગ જેવી આઉટડોર એક્ટિવિટીઝ કરી શકો છો.

હવાઉ ભાડું: દિલ્હીથી પ્રતિ વ્યક્તિ ટિકિટ રૂ.3687. વધુ માહિતી માટે જુઓ Skyscanner.

ગોવા

સોનેરી દરિયાકિનારાના અનંત વિસ્તારો, ધબકતી નાઇટલાઇફ અને સ્વાદિષ્ટ સીફૂડ સાથે, ગોવા ઉત્સવની મજા માણવા માટે યોગ્ય સ્થળ છે. ક્રિસમસમાં અહીં દારૂ મુક્તપણે વહે છે અને દરેક જગ્યાએ પાર્ટીનો માહોલ હોય છે. નાતાલની પૂર્વ સંધ્યા સામાન્ય રીતે ગોવામાં યોજાતી અનેક બીચ પાર્ટીઓમાં લોકો ખુબ એન્જોય કરે છે.

હવાઉ ભાડું: મુંબઇથી પ્રતિ વ્યક્તિ ટિકિટ રૂ.3214. વધુ માહિતી માટે જુઓ Skyscanner.

જયપુર

ક્રિસમસ દરમિયાન જયપુર બની જાય છે જોય-પૂર! શહેરને રોશની, માળા અને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. બજારો ભેટ-સોગાદોની ખરીદી કરતા લોકોથી ભરેલા હોય છે અને ઉત્સવનું વાતાવરણ જોવા મળે છે. રાજસ્થાની ફૂડ પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે અને સમગ્ર શહેરમાં ખાસ કાર્યક્રમો અને શો થાય છે.

હવાઉ ભાડું: દિલ્હીથી પ્રતિ વ્યક્તિ ટિકિટ રૂ.2756. વધુ માહિતી માટે જુઓ Skyscanner.

કોલકાતા

કોલકાતા ક્રિસમસ ફેસ્ટિવલ, જેને પાર્ક સ્ટ્રીટ ફેસ્ટિવલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દર વર્ષે યોજાય છે અને લોકો ખુબ આતુરતાથી તેની રાહ જોતા હોય છે. પાર્ક સ્ટ્રીટની આખી શેરીને ફેરી લાઇટ્સ અને ક્રિસમસ-થીમ આધારિત લાઇટિંગથી શણગારવામાં આવે છે જે રાત પડે ત્યારે એક મનોહર દ્રશ્ય બનાવે છે. પરંપરાગત ભોજન પીરસતા ખાણી-પીણીના પુષ્કળ સ્ટોલ અહીં આવેલા છે. તેથી જો તમે ક્રિસમસનો આનંદ ઉઠાવવા આવો છો તો પાર્ક સ્ટ્રીટ જવાનું ભુલતા નહીં

હવાઉ ભાડું: દિલ્હીથી પ્રતિ વ્યક્તિ ટિકિટ રૂ.5851. વધુ માહિતી માટે જુઓ Skyscanner.

લેહ

જ્યારે તમે સફેદ શિખરો અને વાદળી આકાશથી ઘેરાયેલા વિશ્વની ટોચ પર હોવ ત્યારે તમારી સંપૂર્ણ 'લેટ ઇટ ગો' ક્ષણ આવશે. બરફથી ઢંકાયેલા પર્વતો અને થીજી ગયેલા સરોવરો સાથે, લેહ ખરેખર એક જોવા જેવું સ્થળ છે. તમે ધર્મ અને સંસ્કૃતિ વિશે વધુ જાણવા માટે આ વિસ્તારના ઘણા બૌદ્ધ મઠોનો પણ લાભ લઈ શકો છો.

હવાઉ ભાડું: દિલ્હીથી પ્રતિ વ્યક્તિ ટિકિટ રૂ.3629. વધુ માહિતી માટે જુઓ Skyscanner.

શિલોંગ

શિલોંગ શિયાળા દરમિયાન સફેદ રંગથી ઢંકાઇ જાય છે. પર્વતોની ટોચને સ્પર્શતા વાદળો અને ઠંડી, હવાની લહેરખીઓ સાથે, શિલોંગ એ શિયાળુ વન્ડરલેન્ડ છે. લોકો ગિફ્ટ અને સજાવટ માટે ખરીદી કરતા હોવાથી શહેરમાં નાતાલનું વાતાવરણ છવાઈ જાય છે. શિલોંગમાં લોકો બોનફાયરની આસપાસ લપેટાયેલા જોઈ શકાય છે.

હવાઉ ભાડું: કોલકાતાથી પ્રતિ વ્યક્તિ ટિકિટ રૂ.3331. વધુ માહિતી માટે જુઓ Skyscanner.

લક્ષદ્વિપ

હિંદ મહાસાગરની મધ્યમાં આવેલા ઉષ્ણકટિબંધીય ટાપુ પર તમારું ક્રિસમસ વેકેશન વિતાવવાની કલ્પના કરો. લક્ષદ્વીપ, 36 ટાપુઓનો દ્વીપસમૂહ, આવી ઉજવણી કરવા માટે યોગ્ય સ્થળ છે. સફેદ રેતીના દરિયાકિનારા, પીરોજ પાણી અને લીલીછમ વનસ્પતિ સાથે, લક્ષદ્વીપ ખરેખર એક સ્વર્ગ છે.

હવાઉ ભાડું: કોચીથી પ્રતિ વ્યક્તિ ટિકિટ રૂ.5576. વધુ માહિતી માટે જુઓ Skyscanner.

કોચી

ક્રિસમસ અંગે વિચારો, રોશની વિશે વિચારો, સાંતા ક્લોઝ વિશે વિચારો, રેન્ડિયર એટલે કે બર્ફિલા પ્રદેશના હરણ વિશે વિચારો અને બીજું ઘણું બધુ તમે વિચારી શકો. પરંતુ શું તમે ક્યારેય પોતાના ક્રિસમસને એવી જગ્યાએ ઉજવવા વિશે વિચાર્યું છે જ્યાં બરફના ટુકડા ના હોય પરંતુ તાજી હવા સી-ફૂડના ભોજનથી ભરેલી હોય...રસપ્રદ લાગે છે? તો આ ડિસેમ્બરમાં કેરળ જાઓ અને તેમના વાર્ષિક કોચીન કાર્નિવલનો ભાગ બનો, જેને ઘણાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવારનું મુખ્ય આકર્ષણ ભવ્ય પરેડ છે જેમાં બધા ક્ષેત્રોના લોકો પોતાના સુંદર અને પરંપરાગત વેશભૂષામાં તૈયાર થઇને ભાગ લે છે.

હવાઉ ભાડું: પ્રતિ વ્યક્તિ રૂ.3522.વધુ માહિતી માટે જુઓ Skyscanner.

પુડ્ડુચેરી

ક્રેડિટઃ એશ્વર ક્રિએટિવ સ્ટુડિયો

Photo of ક્રિસમસમાં મોંઘા ભાડાની ચિંતા છોડો, માત્ર એક ક્લિકમાં અહીં મળશે સસ્તી હવાઇ ટિકિટ by Paurav Joshi

પોંડિચેરીમાં ક્રિસમસને ઘણા ઉત્સાહ અને ખુશીની સાથે મનાવવામાં છે. ક્રિસમસ બજાર પર્યટકો અને સ્થાનિક લોકોમાં સમાન રીતે લોકપ્રિય છે અને પરંપરાગત ઉપહારો અને ટ્રિંકેટ્સની એક વિશાળ શ્રેણી રજૂ કરે છે. અહીં અનેક પ્રકારના ફૂડ સ્ટોલ પણ છે જે સ્વાદિષ્ટ ક્રિસમસ વ્યંજન રજૂ કરે છે. પોંડિચેરીમાં ક્રિસમસ દરમિયાન ચર્ચ ઓફ અવર લેડી ઓફ એન્જલ્સ જરૂર જવું જોઇએ જે સુંદર સજાવટ માટે જાણીતું છે.

હવાઉ ભાડું: હૈદરાબાદથી પ્રતિ વ્યક્તિ ટિકિટ રૂ.3821. વધુ માહિતી માટે જુઓ Skyscanner.

મુંબઇ

ક્રિસમસ દરમિયાન મુંબઇને જોવું એક લ્હાવો છે. રસ્તાને લાઇટોથી શણગારવામાં આવે છે, મોલમાં લાઇટિંગ અને દરેક જગ્યાએ ઉત્સવનો માહોલ જોવા મળે છે. મુંબઇ ક્રિસમસ દરમિયાન ખરીદી કરવા માટે સૌથી સારી જગ્યા છે. કારણ કે આ દિવસોમાં અહીં મોલમાં વેચાણ પર ડિસ્કાઉન્ટ ઓફર હોય છે એટલે ખરીદી કરવા માટે આ યોગ્ય સમય છે. તમે મુંબઇના પ્રસિદ્ધ સેંટ માઇકલ ચર્ચ અને માઉન્ટ મેરી બેસિલિકા પણ જઇ શકો છો.

હવાઉ ભાડું: દિલ્હીથી પ્રતિ વ્યક્તિ ટિકિટ રૂ.4734. વધુ માહિતી માટે જુઓ Skyscanner.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો

Further Reads