ઉનાળો શરૂ થઇ ગયો છે અને ગરમીમાં રાહત મેળવવી હોય તો બધાની નજર એક જ વસ્તુ પર પડે અને તે છે વોટર પાર્ક. વોટર પાર્કમાં આખો દિવસ મસ્તી કરીને પરસેવાથી છૂટકારો મેળવી શકાય છે. આમ તો હું ગુજરાત ઘણાં વોટર પાર્ક વિશે અગાઉ લખી ચૂક્યો છું પરંતુ આજે હું તમને એવા વોટર પાર્ક વિશે જણાવવાનો છું જે અમદાવાદ-જુનાગઢ હાઇવે પર આવેલા છે. વેકશનમાં ઘણાં લોકો બાય કાર જુનાગઢ, દીવ કે સાસણગીર, સોમનાથ ફરવા જતા હોય છે. આવા ટ્રાવેલર્સ જો રસ્તામાં થોડોક સમય વોટર પાર્કમાં ધુબાકા મારીને જાય તો તેમને બધો થાક ઉતરી જાય. તો આવો જોઇએ કયા છે આ વોટર પાર્ક.
જોલી એન્જોય વોટર પાર્ક
સૌ પ્રથમ તો આ વોટર પાર્ક ક્યાં આવેલો છે તો જોઇ લઇએ તો અમદાવાદ-રાજકોટ હાઇવે પર જો તમ અમદાવાદથી જતા હોવ તો ચોટિલા આવતા પહેલાં આ વોટર પાર્ક આવી જશે. હાઇવેથી જ આ વોટર પાર્ક તમે જોઇ શકશો. વોટર પાર્કનો દાવો છે કે તેઓ પાર્કમાં ફિલ્ટર થયેલું પાણી જ વાપરે છે. એટલે તમને અહીં સ્વચ્છ પાણીની ગેરંટી મળે છે.
વોટર પાર્કના આકર્ષણ
1. 60 ફૂટ એક્વા લૂપ હાઇ જમ્પ સ્લાઇડ
2. 40 ફૂટ જોલી એન્જોય સ્લાઇડ
3. 30 ફૂટ મલ્ટીલેન સ્લાઇડ
4. 30 ફૂટ ઓપન ફ્લોટ સ્લાઇડ
5. 30 ફૂટ ફ્યૂઝન રાઇડ
6. ચિલ્ડ્રન વોટર પ્લે એરિયા
7. વેવ પૂલ
8. લેઝી ક્રેઝી રિવર
9. રેઇન ડાન્સ
10. લોર્ડ્સ રેસ્ટોરન્ટ
કેટલા છે ચાર્જ
એડલ્ટ માટે એન્ટ્રી ફી- રૂ.500
બાળક માટે એન્ટ્રી ફી- રૂ.400
લેડિઝ-જેન્ટ્સ કોસ્ચ્યુમ ફી- રૂ.100
લોકર ચાર્જ- રૂ.100
વોટર પાર્ક+ અનલિમિટેડ લંચ- રૂ.600
વોટર પાર્કની સાથે રિસોર્ટ પણ
આ વોટર પાર્કની એક ખાસિયત એ છે કે અહીં વોટર પાર્કની સાથે રિસોર્ટ પણ છે. એટલે કે જો તમારે અહીં નાઇટ સ્ટે કરવો હોય તો પણ કરી શકો છો. અહીં કુલ 36 રૂમ અને 6 ભૂંગા (હટ્સ) છે. રિસોર્ટમાં સ્વિમિંગ પુલ, જીમ, ઇનડોર ગેમ્સ, સ્પા, મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ છે. અહીં 14000 ચોરસ ફૂટનો પાર્ટ પ્લોટ પણ છે જેમાં મેરેજનું આયોજન કરી શકાય છે. 1100 વ્યક્તિની ક્ષમતા આ પાર્ટી પ્લોટની છે.
જો તમે અહીં વન નાઇટ સ્ટે કરો છો તો તમે વોટર પાર્ક તો એન્જોય કરી જ શકો છો સાથે નજીકમાં ચોટિલામાં જગપ્રસિદ્ધ મા ચામુંડાના દર્શન પણ કરી શકો છો. માતાજીના દર્શન કરવા માટે ચોટીલા પર્વત પર આશરે 635 જેટલા પગથિયા ચઢવા પડે છે. જેમાં ચડવા તથા ઉતારવા માટેની અલગ – અલગ વ્યવવસ્થાન કરવામાં આવી છે. અહીં દર 100 પગથીયા ચડતા પીવાના પાણીની વ્ય વસ્થાન છે. અહીં કૂલીંગ સીસ્ટદમથી સતત ઠંડુ પાણી પૂરું પાડવામાં આવે છે. તેમજ પગથીયા ઉપર છેક સુધી છાયડો હોવાથી ઉનાળા તેમજ ચોમાસામાં પણ ભક્તોને કોઇ તકલીફ પડતી નથી. એટલું જ નહિ પગથીયા ઉપર પંખાઓ પણ લગાવેલા છે.
કિંગ વોટર પાર્ક, જેતપુર
આ વોટર પાર્ક ગોંડલ જેતપુર હાઇવે પર આવેલો છે. એટલે કે જુનાગઢ જતા રસ્તામાં આવે છે. રાજકોટ અને જુનાગઢથી આ વોટર પાર્ક નજીક છે. વિરપુર જલારામ મંદિરથી ફક્ત અડધો કિલોમીટર દૂર છે. આ વોટર પાર્કમાં પણ રહેવાની વ્યવસ્થા છે. અહીં વોટર પાર્ક ઉપરાંત રેસ્ટોરન્ટ, પુલ સાઇડ રેસ્ટોરન્ટ, એસી રૂમ, પાર્ટી લોન, બેન્કવેટ હોલ છે. જેમાં નાના-મોટા ફંકશન કરી શકાય છે.
કેવી રાઇડ્સ અને કેટલો ચાર્જ
સૌ પ્રથમ આપણે ચાર્જની વાત કરીએ તો અહીં એન્ટ્રી ટિકિટ 400 રૂપિયા છે. લંચના 150 રૂપિયા છે પરંતુ જો ફુલ પેકેજ એટલે કે એન્ટ્રી ટિકિટ, કોસ્ચ્યુમ, લંચ વગેરે સાથે જોઇતું હોય તો 650 રૂપિયા છે. વોટર પાર્કનો સમય સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધીનો છે.
જો રાઇડ્સની વાત કરીએ તો વેવ પુલ, કિડ્સ પુલ, બકેટ, રેઇન ડાન્સ, વાઇપ આઉટ સહિત ઘણી રાઇડ્સ ઉપલબ્ધ છે.
ક્રિશ્ના વોટર પાર્ક એન્ડ રિસોર્ટ, રાજકોટ
નેશનલ હાઇવે નંબર-8 પર કુવાડવામાં આવેલો છે આ રિસોર્ટ. જો તમે રાજકોટ કે જુનાગઢ તરફ જતા હોવ તો હાઇવેની નજીક છે આ વોટર પાર્ક. વોટર પાર્કની સાથે આ એક રિસોર્ટ હોવાથી અહીં નાઇટ સ્ટેની સુવિધા પણ છે. વિશાળ કાર પાર્કિંગની સુવિધા છે.
કેટલી છે રાઇડ્સ
વોટર પાર્કમાં બબલ બાઉન્સી, બકેટ, ફનગામા એરિયા, કિડ્સ પૂલ, રેઇન ડાન્સ, 2 રિવર ક્રૂઝ, સ્પીડ વેલી, 3 ટર્બો સ્ટાર, અલ્ટ્રા પેન્ડલમ, વર્ટિગો સ્લાઇડ, 2 વેવ પુલ, વાઇપ આઉટ અને એક્વા ટ્વિસ્ટ જેવી રાઇડ્સ ઉપલબ્ધ છે.
કેટલો છે ચાર્જ
વોટર પાર્ક એન્ટ્રીનો સમય સવારે 10થી સાંજે 9 વાગ્યા અને બપોરે 3.30થી 9 વાગ્યા સુધીનો છે. પુખ્તવયના માટે ટિકિટ 700 રૂપિયા જ્યારે બાળકો માટે 500 રૂપિયા એન્ટ્રી ટિકિટ છે. બપોરે 3.30થી 9માં એન્ટ્રી ટિકિટ એડલ્ટ માટે 450 રૂપિયા જ્યારે બાળક માટે 300 રૂપિયા છે. એટલેકે અહીં વોટર પાર્કમાં એન્ટ્રીના બે ટાઇમિંગ છે. વોટર પાર્કમાં એડવાન્સ બુકિંગ કરાવો તો 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. અહીં તમને લંચ, સ્નેક્સ, ડિનર માટે રેસ્ટોરન્ટની સુવિધા છે. ફૂડ, કોસ્ચ્યુમ અને લોકના એકસ્ટ્રા ચાર્જ રહેશે.
(નોંધઃ ઉપરોક્ત વિગતો વોટર પાર્કની વેબસાઇટ પરથી લેવામાં આવી છે. ચાર્જમાં ફેરફાર હોઇ શકે છે. જતા પહેલાં ફોનથી જાણકારી મેળવી લેવી)
કિશ્ના વોટર પાર્ક એન્ડ રિસોર્ટમાં 30 જેટલા લક્ઝુરિયસ રૂમ્સ પણ છે જે વોટર પાર્ક વિસ્તારમાં આવેલા છે. જે બેન્કવેટ હોલ, બેન્કવેટ લોન અને કોન્ફરન્સ હોલ સાથે સારી રીતે કનેક્ટ થયેલા છે. રૂમમાં એસી, ડબલબેડ, એટેચ બાથરૂમ સહિત તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો