ભારતીય રેલવેએ પર્યટનને પ્રોત્સાહન દેવાની સાથે સાથે યાત્રીઓ માટે ટ્રેનની યાત્રા યાદગાર બનાવવા માટે વિસ્ટાડોમ કોચ લોન્ચ કરેલ છે. આ કોચ લેન્ડસ્કેપનું ૩૬૦ ડિગ્રી દ્રશ્ય પ્રસ્તુત કરે છે અને તમારી ટ્રેન યાત્રાના અનુભવને એક આગલા સ્તર પર લઇ જશે. જો તમે વિસ્ટાડોમ કોચમાં સફર કરવા ઈચ્છો છો તો આ અમુક જગ્યા છે જ્યાં તમે જઈ શકો છો.
૧. અરાકુ ઘાટી
બધા યાત્રીઓને બહારના સુંદર દ્રશ્યો જોવાનો આનંદ મળે એટલા માટે ભારતીય રેલવેએ અરાકુ ઘાટી માર્ગ પર વિસ્ટોડોમ કોચ લોન્ચ કરેલ છે. ૩૬૦ ડિગ્રી ફરતી સીટ આરામમાં જરાય તકલીફ ન પડે એવી રીતે યાત્રાને ખુબ જ સુખદ બનાવે છે. જો તમે અરાકુને તેના સર્વશ્રેષ્ઠ અવતારમાં જોવા ઈચ્છો છો તો તમે ઓક્ટોબરથી ડિસેમ્બર ની વચ્ચે આ ટ્રેન યાત્રાની યોજના બનાવી શકો છો. વર્ષના આ સમયમાં ઘાટીનો મોટો ભાગ સુંદર ફૂલોથી ભરેલો રહે છે તેથી તમે યાત્રાનો પૂરો આનંદ લઇ શકો છો.
ટ્રેન નં. ૦૮૫૧૩/૦૮૫૧૪ અને નામ વિશાખાપટ્ટનમ-અરાકુ કિરંદલ એક્સપ્રેસ છે.
૨. શિમલા
શિમલાની વાદીઓનો ૩૬૦ ડિગ્રી નજારો જોવા માટે તમે હિમ દર્શન એક્સપ્રેસમાં સફર કરી શકો છો, જે નવા વિસ્ટોડોમ ડબ્બાવાળી ટ્રેન છે. ટ્રેન કાલકા અને શિમલાની વચ્ચે ચાલે છે અને તેમાં ૧૦૦૦થી વધારે યાત્રીઓની ક્ષમતા છે. પારદર્શક છતવાળી આ ટ્રેનમાં યાત્રીઓને પ્રકૃતિનો આનંદ લેવા મળશે અને કોચની અંદર બેસીને સુંદર મનોરમ દ્રશ્યો જોવા મળશે. જો તમે શિયાળાના સમયમાં આ ટ્રેનમાં સફર કરવાની યોજના બનાવશો તો તમે આ કોચના ડબ્બામાં હિમવર્ષા પણ એન્જોય કરી શકો છો.
ટ્રેનનું નામ શિમલા-કાલકા છે.
૩. અલીપુરદ્વાર , પશ્ચિમ બંગાળ
વિસ્ટોડોમ કોચ દ્વારા તમે ઉત્તર બંગાળમાં ન્યુ જલપાઈગુડ઼ી-અલીપુરદ્વાર માર્ગના સુંદર નજારા પણ જોઈ શકો છો. આ ટ્રેનમાં તમે લીલાછમ જંગલો, ચાના બગીચા અને દુરસની નદીઓ પાસેથી પણ પસાર થશો. અને કોચની મોટી બારી અને પારદર્શક છત દ્વારા તમે ઘાટીના દ્રશ્યોનો પૂરો આનંદ લઇ શકશો. અલીપુરદ્વાર પહોંચતા પહેલા આ ટ્રેન ચલસા, સિલિગુડી અને હાસીમારા પણ ઉભી રહે છે.
૪. તીનસુકિયા , આસામ
તમે અરુણાચલ પ્રદેશના નાહરલાગુનથી વિસ્ટોડોમ એક્સપ્રેસ લઇ શકો છો અને તીનસુકિયાની યાત્રા એકદમ આરામથી અને એન્જોય કરતા કરતા પૂરી કરી શકો છો. વિસ્ટોડોમ કોચમાં યાત્રીઓને સુંદર નજારા જોવાનો અનુભવ મળે છે, જયારે કાચની છત અને ૧૮૦ ડિગ્રી ફરતી સીટો પર બેસીને તમે ઉત્તર પૂર્વના સુંદર દ્રશ્યો , હરિયાલી અને ચાના બગીચાના દ્રશ્યોનો આનંદ લઇ શકો છો.
૫. પુણે , મહારાષ્ટ્ર
પુણેથી મંત્રમુગ્ધ કરી દેતી પ્રાકૃતિક સુંદરતાનો અનુભવ કરવા માટે વિસ્ટોડોમ કોચમાં યાત્રા કરવી જોઈએ. ટ્રેન વેસ્ટર્ન ઘાટના સુંદર રસ્તાઓમાંથી પસાર થાય છે જેમાં યાત્રીઓને સોંગીર હિલ્સ, માથેરાન હિલ, ઉલ્હાસ નદીની ઝલક જોવા મળશે. તેની સાથે જ તમે ઉલ્હાસ ઘાટી, ખંડાલા અને લોનાવાલાના કેટલાક નજારા જોઈ શકો છો. ટ્રેનમાં સ્લાઈડિંગ દરવાજા અને મનોરમ દ્રશ્ય જોવા માટે એક વિશેષ ઓબઝર્વેશન ડેક છે.
ટ્રેનનું નામ CSMT મુંબઈ ડેકન કવીન સુપરફાસ્ટ એક્સપ્રેસ છે, જેનો નં. ૦૨૧૨૩/૦૨૧૨૪ છે. ટ્રેન પુણેથી સવારે ૭:૧૫ વાગ્યે ઉપડે છે અને ૧૦:૨૫ વાગ્યે મુંબઈ પહોંચે છે. મુંબઈથી પાછા સાંજના ૫:૧૦ વાગ્યે શરુ થાય છે અને ૮:૨૫ વાગ્યે પુણે પહોંચી જાય છે.
તેના સિવાય તમે ટ્રેન નં. ૦૧૦૦૭/૦૧૦૦૮ CSMT પુણે-CSMT ડેકન એક્સપ્રેસ સ્પેશ્યલ ટ્રેનમાં પણ સફર કરી શકો છો.
૬. મડગાંવ , ગોવા
ફ્લાઇટ અને રોડ દ્વારા ગોવા જવાનો વિકલ્પ મોટા ભાગના લોકો પસંદ કરે છે. પણ જો તમે ગોવાની એક શાનદાર યાત્રા કરવા ઈચ્છો છો તો એક અનોખી ટ્રેન યાત્રા કરી શકો છો. દાદર-મડગાંવ જન શતાબ્દિ એક્સપ્રેસની યાત્રાનો પ્લાન કરવો જોઈએ. આ ટ્રેનમાં વિસ્ટોડોમ કોચ છે, જેમાં કાચની છત અને બેસવા માટે આરામદાયક સીટ છે. આ ટ્રેનમાં સફર કરતી વખતે તમે પશ્ચિમી ઘાટ અને કોંકણ તટના સુંદર દ્રશ્યોનો આનંદ લઇ શકો છો.
ટ્રેનનો નં. ૧૨૦૫૧/૧૨૦૫૧ છે અને તેને જનશતાબ્દિ એક્સપ્રેસનું નામ આપેલ છે.
૭. મેંગ્લોર, કર્ણાટક
જો તમે પશ્ચિમી ઘાટના મનોરમ દ્રશ્યોનો આનંદ લેવા ઈચ્છો છો તો તમે યશવંતપુર અને મેંગ્લોરની વચ્ચે નવા શરુ કરેલ વિસ્ટોડોમ કોચમાં સફર કરી શકો છો. આ શાનદાર ડબ્બામાં બંને તરફ મોટી બારીઓ છે જેની દ્વારા તમે બહારના સુંદર દ્રશ્યો જોઈ શકો છો. ટ્રેનની છત પર લાગેલ કાચની પેનલ દ્વારા તમે લેન્ડસ્કેપનો ૩૬૦ ડિગ્રી વ્યુ જોવા મળશે. ટ્રેનની બધી સીટ ૧૮૦ ડિગ્રી ફરે છે. તેના સિવાય કોચમાં રેફ્રીજરેટર , માઇક્રોવેવ અને જીપીએસ આધારિત સૂચના આપવાની પણ સુવિધા છે.
ટ્રેન નં. ૦૬૨૧૧/૦૬૨૧૨, ૦૬૫૭૫/૦૬૫૭૬ અને ૦૬૫૪૦/૦૬૫૩૯ છે.
.
તમારી જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ