જે રીતે ટ્રાવેલ પર બનેલી ફિલ્મો ફરવાનો ઉત્સાહ વધારે છે બિલકુલ તેવી જ રીતે પુસ્તકો વાંચીને પણ રખડવાની મજા માણી શકાય છે. ફિલ્મો ફરવાનું મહત્વ દર્શાવે છે. ફિલ્મો જોઇને લાગે છે કે દુનિયા કેટલી સુંદર છે અને આપણે હજુ ઘરમાં જ પડી રહ્યા છીએ. જ્યારે કોઇ મૂવીમાં અચાનક સુંદર જગ્યા જોઇએ તો આપણે દંગ રહી જઇએ છીએ અને તે જગ્યાની સુંદરતા અને અનુભવનને જીવવા માંગીએ છીએ. જ્યારે પણ તક મળે ફરવા પર બનેલી ફિલ્મો જરુર જોવી જોઇએ. અહીં કેટલીક ટ્રાવેલ પર બનેલી ફિલ્મોનું લિસ્ટ બનાવ્યું છે તેની પર આવો કરીએ એક નજર.
1. ઝિંદગી ન મિલેગી દોબારા
આ મૂવી દરેક ફરનારાએ જોવી જોઇએ. આ ફિલ્મ ત્રણ દોસ્તોની એક રોડ ટ્રિપની કહાની છે. તેઓ સમુદ્રમાં સ્કૂબા ડાઇવિંગ કરે છે, આકાશમાંથી છલાંગ લગાવે છે અને ટોમાતિના ફેસ્ટિવલમાં સામેલ થાય છે. જો તમે પણ પોતાના દોસ્તોની સાથે રોડ ટ્રિપ પર જવા માંગો છો તો આ મૂવી તમને જરુર પસંદ આવશે. આ મૂવી વૉચ કેટેગરીમાં સામેલ થવી જોઇએ.
2. યે જવાની હૈ દિવાની
આ મૂવી દરેકે જોઇ હશે. લીલા અને ગાઢ જંગલો, સુંદર પહાડ અને બરફથી ઢંકાયેલા શિખરો આ બધુ તમને આ મૂવી પ્રત્યે આકર્ષિત કરવા માટે પૂરતું છે. દરેક ટ્રેકર્સ અને બેગપેકર્સને આ મૂવી જરુર પસંદ આવશે. ફિલ્મના ડાયલૉગ અને ગીતો તો મોંઢે ચઢેલા જ છે. આ બોલીવુડ મૂવીને જોયા પછી દરેક બની બનવા માંગશે જે આખી દુનિયા ફરવા માંગે છે.
3. ઇન ટૂ ધ વાઇલ્ડ
આ હૉલીવુડ મૂવી ફરનારાને પસંદ પણ આવશે અને ડરાવશે પણ. આ સત્ય ઘટના પર આધારીત બનેલી એક ફિલ્મ છે. જેમાં એક છોકરો ગ્રેજ્યુએશન પછી પોતાની બધી સંપત્તિ અને પૈસા દાન કરી દે છે. ત્યાર બાદ તે હિચહાઇકિંગ કરીને નોર્થ અમેરિકાથી અલાસ્કા જાય છે. ત્યાં તે જંગલોમાં જાય છે અને ભીડભાડથી દૂર શાંતિનું જીવન જીવવા લાગે છે. આ મૂવી દરેક રખડનારાએ જોવી જોઇએ.
4. ક્વીન
ક્વીન કંગના રનૌત સ્ટારર એક બૉલીવુડ મૂવી છે. જેની સ્ટોરી ઇંડિયાથી શરુ થઇને પેરિસ અને એમસ્ટર્ડમ તરફ જાય છે. જ્યાં તો પોતાની શોધમાં રહે છે. નવા દોસ્તો બનાવે છે અને ઝિંદગીને એન્જોય કરવાનું શીખે છે. ત્યાર બાદ તેની ઝિંદગીના માપદંડો બદલાઇ જાય છે અને તે સોલો ટ્રાવેલર બની જાય છે. રખડુઓએ આ ફિલ્મ અવશ્ય જોવી જોઇએ, દરેક છોકરીએ પણ આ ફિલ્મ જોવી જોઇએ.
5. ટ્રેક્સ
દરેક ટ્રાવેલર ટ્રેક જરુર કરવા માંગે છે. આ મૂવી બે લોકોની કહાની છે જે 9 મહિના સુધી ઊંટથી ઑસ્ટ્રેલિયન રણનું ટ્રેકિંગ કરે છે. આ મૂવી સોલો ટ્રાવેલર્સને ઇંસ્પાયર કરે છે. હરવા-ફરવા દરમિયાન પડતી મુશ્કેલી, ખુશી અને સુંદર નજારા બધુ જ જોવા મળે છે. આ મુવી તમારા મસ્ટ વોચ લિસ્ટમાં જરુર હોવી જોઇએ.
6. દિલ ચાહતા હૈ
આ મૂવીએ આજના સમયની જનરેશન માટે ટ્રાવેલ ગોલ સેટ કરી દીધા છે. આ મૂવીને જોયા પછી ગોવા એક નેશનલ હોલિડે સ્પોટ બની ગયું છે. દરેક પોતાના દોસ્તોની સાથે રોડ ટ્રિપ પર જવા માંગે છે. દોસ્તોની સાથે મસ્તી કરવા માંગે છે અને બીચ પર ચિલ કરવા માંગે છે. જો તમે અત્યાર સુધી આ મૂવી નથી જોઇ તો જરુર જોવી જોઇએ.
7. ધ વે
કહેવાય છે કે હરવા-ફરવાની કોઇ ઉંમર નથી હોતી. જેને જ્યારે તક મળે ત્યારે તે ફરવા ઉપડી જાય છે. આવી જ ઇમોશનલ મૂવી છે ધ વે. ટ્રાવેલિંગ કરતા પુત્ર મરી જાય છે. ત્યાર બાદ પિતા અસ્થીઓ લેવા જાય છે અને પછી તે એ રખડપટ્ટીને પૂરી કરે છે જે તેના પુત્રએ શરુ કરી હોય છે. તે સુંદર જગ્યા પર ટ્રેક કરે છે. ફરતા ફરતા તેને ખબર પડે છે કે તેના પુત્રને ફરવાથી કેમ પ્રેમ હતો? દરેકે આ મૂવી જોવી જોઇએ.
8. હાઇવે
આ ફિલ્મ એક યાત્રા અંગે છે જેને તમે ક્યારેય પૂરી કરવા નથી માંગતા. મૂવી જોતા જોતા તમને લાગશે કે તમે પણ સાથે તે સફરનો હિસ્સો બની ગયા છો. હાઇવે મૂવીની સ્ટોરી એક કિડનેપિંગથી શરુ થાય છે પરંતુ પછી તે સુંદર ખીણોની સફરે પહોંચી જાય છે. આવી સુંદર સફર દરેક કરવા માંગશે.
9. સેવન યર્સ તિબ્બત
સેવન યર્સ તિબ્બત જર્મન માઉંટનેરની તિબેટમાં સાત વર્ષ રહેવાની કહાની છે. બ્રેડ પિટ સ્ટારર આ મૂવી દલાઇ લામાના તિબેટમાં રહેવાની છે. હવે દલાઇ લામા ધર્મશાળામાં રહે છે. આ ફિલ્મમાં તમને સુંદર પહાડો તો જોવા જ મળશે, આ ઉપરાંત તિબેટનું કલ્ચર અને પરંપરા પણ જોવા મળશે. આ ઉપરાંત, ચીનનો તિબેટ પર કબજો પણ મૂવીમાં જોવા મળે છે. રખડુઓને આ મૂવી જરુર પસંદ આવશે.
10. તમાશા
બૉલીવુડ મૂવી તમાશા રણબીર કપૂર અને દિપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ છે. બન્ને ફરતા ફરતા અજાણ્યાની જેમ એક-બીજાને મળે છે. બન્ને ત્યારબાદ સાથે ફરે છે અને ખુબ મસ્તી કરે છે. ફરવામાં અને નોર્મલ ઝિંદગીમાં કેટલું અંતર હોય છે, તે આ મૂવી સારી રીતે દર્શાવે છે.