અલ્માટીનો અર્થ છે ગાર્ડન ઓફ ઇડન, એટલે કે સ્વર્ગનો બગીચો. કઝાકિસ્તાનનું આ સૌથી જીવંત અને સુંદર શહેર છે. ક્યારેક સિલ્ક રૂટ પર સ્થિત આ શહેર આજે દેશનું વાણિજ્યિક કેન્દ્ર પણ છે. ટ્રાન્સ અલ્ટાઉ પવર્ત શ્રેણીમાં બરફથી ઘેરાયેલા પહાડોની વચ્ચે વસેલું અને શાનદાર ફિરોજા પાણીના તળાવોથી ઘેરાયેલું આ શહેર તમને તેની સુંદરતાથી વિસ્મિત કરી દેશે. કઝાકિસ્તાન ધીમે ધીમે એશિયામાં એક પર્યટન સ્થળ તરીકે વિકસી રહ્યું છે ત્યારે તેની નાઇટ લાઇફ અંગે લોકોને વધુ જાણકારી નથી.
અમે તમારા માટે લાવ્યા છીએ અદ્ભુત નાઇટલાઇફ જે અલ્માટી તેના પર્યટકોને પ્રદાન કરે છેઃ
જો તમે એક પાર્ટી પ્રેમી છો, તો અલ્માટીમાં પોતાના સમયનો આનંદ લેવા માટે વિકલ્પોની કોઇ કમી નથી. તમે નાઇટ ક્લબમાં પાર્ટી કરી શકો છો. કે પછી બાર અને સ્ટ્રિપ ક્લબમાં મોડી રાત સુધી મસ્તી કરી શકો છો. અહીં આયરિશ પબ છે અને સૉકર મેચ જોનારા પોતાના દોસ્તોની સાથે મોડી રાત સુધી ફરવા માટે ઘણી જગ્યાઓ છે. જો તમે પાર્ટનરની સાથે છો તો રોમાન્ટિક ડિનરની મજા લઇ શકો છો. અલ્માટીમાં એક સુંદર રાત વિતાવવા માટે ઘણી રીતો છે.
1. બારમાં ખીલી ઉઠશે તમારું વ્યક્તિત્વ
અલ્માટીમાં ઘણાં પ્રકારના બાર છે જેમાં કેઝ્યુઅલ હેંગ-આઉટ સ્પેસથી લઇને બિઝનેસ ક્લાસ ક્લસ્ટર સુધી બધુ જ આકર્ષક છે. ડિજેના તાલ સાથે તાલ મિલાવવાની પણ મજા આવશે. અલ્માટીની કેટલીક લોકપ્રિય જગ્યાઓમાં ક્લબ પિકનિક, હાર્ડ રૉક કેફે, લોઓપેરા, ડોપ લાઉન્જ એન્ડ બાર સામેલ છે.
2. બસમાં પાર્ટી
અલ્માટીમાં બસમાં પાર્ટી કરવાની મજા આવશે. બસમાં લગભગ 50 લોકોને સમાવી શકવાની વ્યસ્થા છે. એક મોબાઇલ ડિસ્કોમાં ડાન્સ ફ્લોર અને ડાન્સિંગ પોલ હોય છે. તેમાં એક વીઆઇપી ક્ષેત્ર પણ છે. અહીં પ્લાઝમા પેનલ અને એક શૌચાલયની સુવિધા પણ હોય છે.
3. લિમોઝિનમાં બેસવાના સપનાને કરો સાકાર
જ્યારે તમે એક શોફર દ્વારા સંચાલિત લિમોઝિનમાં લક્ઝુરીનો આનંદ પ્રાપ્ત કરી શકો છો વધારે મહેનત શું કામ કરવી. તમારે ફક્ત એટલું કરવાનું છે કે તમે જે માંગશો તે તમારી સામે પ્રસ્તુત થઇ જશે.
4. સ્ટ્રિપ ક્લબમાં પોતાની બેચલર પાર્ટીની યોજના બનાવો
જો તમે મસ્તી કરવા અને તમારી કલ્પનાઓને હકીકતમાં ફેરવવા માંગો છો તો અલ્માટી તમારા માટે યોગ્ય જગ્યા છે. અહીં અલગ અલગ થીમ પર આધારિત ઘણી સ્ટ્રીપ ક્લબ છે જેવી કે 50 શેડ્સ ઑફ ગ્રો, ધ ઑફિસ, કેસાનોવા ક્લબ, પ્રાઇવેટ રૂમ વગેરે.
5. રાતમાં ડાન્સ પાર્ટી
અલ્માટીમાં અલગ અલગ ક્લબમાં તમને જુદા જુદા પ્રકારનું સંગીત સાંભળવા મળશે. કેટલીક ક્લબ અંતિમ ગ્રાહક બેઠો હોય ત્યાં સુધી ખુલ્લી રહે છે. અહીંની કેટલીક લોકપ્રિય ક્લબમાં ટોટ સામી, એસ્પેરાંજા, સોવા, બરખિવા, બાર કોડ અને ચાઇના ગોલ્ડનો સમાવેશ થાય છે.
6. દિલ ખોલીને ગાઓ
જો તમે બીટ્સની સાથે ગણગણવાનું પસંદ કરો છો તો કઝાખ કરાઓકે સંસ્કૃતિ કંઇક એવી છે જેને તમારે યાદ ન કરવી જોઇએ. સૌથી લોકપ્રિય કરાઓકે બાર, ઇસ્ટેરિયા, તમારા દિલની વાત ગીત દ્વારા વ્યક્તિ કરવા માટેની સૌથી યોગ્ય જગ્યા છે.
7. પોતાની કિસ્મત અજમાવો
અલ્માટીમાં કેટલાક શાનદાર કેસિનો છે જ્યાં તમે તમારૂ નસીબ અજમાવી શકો છો. આ કેસિનોમાં રૉયલ પ્લાઝા, બૉમ્બે કેસીનો, ટૉર્નેડો કેસીનો, અલ્ટીન અલ્મા સિટી અને બેલાજિયો લાસ વેગાસ જેવા કેસીનોનો સમાવેશ થાય છે.
અમે શરત લગાવીએ છીએ કે તમને એ ખબર નહીં હોય કે મધ્ય એશિયામાં આવી પણ જગ્યા છે. જો તમે પણ અલ્માટી જવાનું વિચારી રહ્યાં છો તો તમે તમારી ઇચ્છાને આ રીતે પૂરી કરી શકો છો.
દિલ્હીથી અલ્માટી માટે સીધી ફ્લાઇટ છે. 3 કલાકની આ મુસાફરીનું ભાડું અન્ય આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ કરતાં ઓછું છે. ઇ-વીઝા આવશ્યક્તા અનુસાર ન્યૂનતમ છે, માત્ર એક સપ્તાહમાં વીઝાની તમામ પ્રક્રિયા પૂર્ણ થઇ જાય છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો