ગુજરાતીઓ સહિત ભારતીયો માટે વર્ષોથી ઋષિકેશ એક પ્રસિદ્ધ સ્થળ બની ગયું છે. જો તમે ક્યારેય પોતાના દોસ્તોની સાથે ક્યાંક ફરવાનો કાર્યક્રમ બનાવ્યો હશે તો ઘણીવાર ઋષિકેશની ચર્ચા જરુર થઇ હશે. અને કેમ ન થાય, દેશનું એડવેન્ચર કેપિટલ ગણાતા ઋષિકેશમાં કરવા માટે ઘણું બધુ છે.
યોગથી લઇને મંદિરો સુધી, કેફેથી લઇને એડવેન્ચર સ્પોર્ટ્સ એમ બધુ જ તમને ઋષિકેશમાં જોવા મળશે. યોગ અને મેડિટેશન કરનારાઓ માટે ઋષિકેશથી વધુ સારી જગ્યા કદાચ જ બીજી કોઇ ન હોઇ શકે.
પછી ગંગા કિનારે બેસીને ખુલ્લી હવામાં શ્વાસ લેવાનું સુખ હોય કે નદીમાં રાફ્ટ લઇને ઉતરવાનો રોમાંચ, ઋષિકેશમાં તમે બધુ જ શક્ય છે. લોકો મોજ મસ્તી માટે તો ઋષિકેશ આવે જ છે, સાથે જ અનેક લોકો રોમાંચની શોધમાં તો કેટલાક આધ્યાત્મની શોધમાં અહીં આવે છે. આધ્યાત્મિકતામાં રસ ધરાવતા લોકોને અહીંના ધ્યાન અને યોગ કેન્દ્રોમાં ઘણી શાંતિ મળશે. તો આવો જાણીએ કે ઋષિકેશમાં રાફ્ટિંગ સિવાય તમે શું કરી શકો અને ક્યાં ફરવા જવું જોઇએ.
ગંગા કિનારે ડૂબકી લગાવો
હરદ્વાર-ઋષિકેશ જઇએ અને ગંગા નદીમાં ડૂબકી ન લગાવીએ તો ડેલીએ હાથ દઇને પાછા આવ્યા જેવું ગણાય. ગંગાના કાંઠે ત્રિવેણી ઘાટમાં ડૂબકી લગાવીને સાંજની આરતી જોવાનો એક અલગ જ આનંદ છે. શ્રદ્ધાળુઓ ગંગામાં ડૂબકી લગાવીને પાપ ધોવાઇ જતા હોવાનું માને છે એટલે જ ગંગા ઘાટમાં કાયમ ભક્તોની ભીડ રહેતી હોય છે. પરંતુ જો તમે આ બધામાં નથી માનતા તો પણ એકવાર ગંગા સ્નાન અવશ્ય કરવું જોઇએ.
બિટલ્સ આશ્રમની મુલાકાત
પ્રકૃતિની અસીમ સુંદરતાથી સમૃદ્ધ શાંતિનું સ્થાન, બીટલ્સ આશ્રમને દુનિયાની યોગ રાજધાની તરીકે ઓળખવામાં આવતી હતી. બીટલ્સ આશ્રમ સ્થાનિક લોકોમાં ચોરાસી કુટિયાના નામથી પ્રસિદ્ધ છે.
મહર્ષિ યોગીએ પોતાના ધ્યાન સિદ્ધાંતોથી આ સ્થાનને સમૃદ્ધ કર્યું. વર્ષ 1960-70 દરમિયાન મહર્ષિ યોગી પોતાના છાત્રોને યોગ અને ધ્યાનનું પ્રશિક્ષણ આપતા હતા. તેમના પારલૌકિક ધ્યાને લોકોના જીવનમાં શાંતિ અને શાંતિ પ્રાપ્ત કરવામાં સહાયતા કરી. આ આશ્રમના શાંત સ્થાને હંમેશા બધા વિદ્યાર્થી અને અનુયાયીઓ માટે સકારાત્મક વાઇબ્સને ધ્યાન કેન્દ્રીત કરવા અને શોધવામાં મદદ કરી હતી.
આ સ્થાનને વર્ષ 1968 દરમિયાન ઇષ્ટતમ ઓળખ મળી જ્યારે પ્રસિદ્ધ અંગ્રેજી રૉક બેન્ડ "ધ બીટલ્સે" અહીં સમય પસાર કર્યો અને આંતરિક શાંતિ પ્રાપ્ત કરીને આકર્ષક સંગીતની રચના માટે એક સકારાત્મક વાતાવરણ પૂરું પાડ્યું, છેવટે તે ઘણાં આકર્ષક ગીત અને સંગીત બનાવવામાં સફળ રહ્યાં. આ ઘટનાએ દુનિયાનું ધ્યાન આ જગ્યા તરફ ખેંચ્યું. બીટલ્સ આશ્રમમાં વાતાવરણની સમતા લોકોમાં સકારાત્મકતા અને જોશનો સંચાર કરે છે. વર્ષ 2015થી આ આશ્રમ વન વિભાગની દેખરેખમાં દર્શન માટે ખુલ્લો છે.
જો તમે ઋષિકેશ જઇ રહ્યાં છો તો આ જગ્યાને તમારા બેકટ લિસ્ટમાં સામેલ કરવાનું ભૂલતા નહીં
રોક ક્લાઇમ્બિંગ
હિમાલયનું આ સ્થાન રૉક ક્લાઇમ્બિંગ એટલે પર્વત ચઢાણ સહિત તમામ પ્રકારની સાહસિક પ્રવૃતિઓ માટે એકદમ પરફેક્ટ જગ્યા છે. આ અનોખી જગ્યાએ તમારી આંતરિક શક્તિ અને સહનશક્તિની પરિક્ષા થાય છે જ્યારે તમે પહાડો પર ચઢાણ કરો છો. શિવાલિકમાં સીધા પહાડ છે જે રૉક ક્લાઇમ્બિંગ માટે આદર્શ જગ્યા છે. તમે પરંપરાગત રીતે દોરડા અને ગ્રીપની મદદથી પહાડ પર ચઢી શકો છો. જો કે આ દેખાય છે તેટલું સહેલું નથી પરંતુ અહીં આવ્યા હોવ તો એકવાર જરૂર પર્વત પર ચઢવાનો પ્રયત્ન કરો.
વોટરફૉલ ટ્રેકિંગનો અનુભવ કરો
ઋષિકેશમાં વોટરફૉલ ટ્રેકિંગ? આ વિચાર કદાચ તમને ડરામણો લાગી શકે પરંતુ તમે આ ખેલનો પૂરો આનંદ ઉઠાવો. વહેતી નદીની વિરુદ્ધ દિશામાં જઇને પહાડો પર ટ્રેકિંગ કરવાનો આનંદ જ કંઇક અલગ છે. પહાડો પર ટ્રેકિંગની સાથે રસ્તો શોધવાની પણ મજા આવે છે. જો તમે ઋષિકેશ યાત્રામાં કંઇક અલગ કરવા માંગો છો તો તમારે આવી કોશિશ જરૂર કરવી જોઇએ. તો આ પ્રવૃતિને તમારી યાત્રામાં સામેલ કરો.
યોગ અને ધ્યાનની પ્રેકટિસ
અમદાવાદ સહિત ગુજરાતમાંથી દર મહિને 8થી 10 હજાર લોકો વેલનેસ ટુરિઝમના ભાગરૂપે આરોગ્ય સુધારવા, શરીર પર વધેલી ફેટ(ચરબી) ઘટાડવા હરિદ્વાર અને ઋષિકેશ જાય છે. જ્યાં 15થી 30 દિવસ સુધી રોકાઈ યોગા સહિત આયુર્વેદિક ઉપચારનો લાભ લે છે.
ઋષિકેશમાં યોગ અને ધ્યાન કરવા માટે અનેક આશ્રમ છે. તેમાંનો એક છે પરમાર્થ નિકેતન આશ્રમ. જો તમે યોગની સાથે સાથે આધ્યાત્મિક સુખ પણ મેળવવા માંગો છો તો ગંગા કિનારે વર્ષ 1948માં સ્થાપિત થયેલા પરમાર્થ નિકેતનમાં જરૂર આવવું જોઇએ. જ્યાં તમે વિશિષ્ટ રીતે યોગની સાથે આધ્યાત્મિક જીવન જીવવાનો આનંદ માણી શકો છો. આ ઉપરાંત શિવાનંદ આશ્રમ છે જેની સ્થાપના સ્વામી શિવાનંદે કરી હતી. આ આશ્રમ અને યોગ કેન્દ્ર ભારતના મુખ્ય કેન્દ્રોમાંનું એક છે. આ યોગ સેન્ટર દિવ્ય લાઇફ સોસાયટી દ્વારા સંચાલિત છે. શિક્ષણ યોગના પાંચ બિંદુઓ પર આધારિત છે- આસન, શ્વાસ, વિશ્રામ, ધ્યાન અને આહાર. અહીં પ્રવાસીઓ નિઃશુલ્ક યોગ શીખી શકે છે. જો તમારે યોગ શિખવો હોય તો શ્રી મહેશ હેરિટેજ મેડિટેશન સ્કલ પણ એક સારો વિકલ્પ હોઇ શકે છે. આ સ્કૂલ 300 કલાકના ધ્યાનથી શિક્ષક પ્રશિક્ષણનો પાઠ્યક્રમ પ્રદાન કરે છે. યોગ નિકેતન આશ્રમ પણ છે જેની સ્થાપના રાજ યોગાના પ્રસિદ્ધ સ્વામી યોગેશ્વરાનંદ પરમહંસે કરી હતી. આ આશ્રમમાં પતંજલી યોગશાસ્ત્ર અનુસાર કેવળ 8 ગુના પથ પર આધારીત છે. હિમાલયન યોગ આશ્રમ પર સારો વિકલ્પ છે. જે પ્રવાસીઓને વૈદિક પરંપરાના આધારે હિમાલય યોગના અભ્યાસને શિખવાડે છે.
પેરાગ્લાઇડિંગ અને બંજી જમ્પિંગ પર હાથ અજમાવો
કેટલાક લોકોને પાણીમાં મુસાફરી કરવાનો શોખ હોય છે તો કેટલાક હવા સાથે વાતો કરતા હોય છે. જો તમે બીજી કેટેગરીમાં આવો છો તો ઋષિકેશમાં બંજી જમ્પિંગ તમારા જેવા માટે છે. જમીનથી 80 મીટર ઉપર પહાડ પર જઇને પછી ત્યાંથી છલાંગ લગાવવી, વિચારીને જ રુંવાડા ઉભા થઇ જાય. સૌથી જુના બંજી જમ્પિંગ સ્પોટમાંનું એક મોહન ચટ્ટી ઋષિકેશમાં આવેલું છે. અહીંની છલાંગ એક નિશ્ચિત પ્લેટફૉર્મથી અને જમીની સ્તરથી લગભગ 83 મીટર ઉપર છે. આ ઋષિકેશમાં સૌથી એસ્ટ્રીમ રમતોમાંની એક છે. જેનો અનુભવ તમારે જરૂર લેવો જોઇએ. ઋષિકેશમાં તે જ સ્થળે રિવર્સ બંજી જમ્પિંગ પણ કરી શકાય છે.
બંજી જમ્પિંગની સાથે-સાથે અહીં તમે પેરાગ્લાઇડિંગ પણ કરી શકો છો. જો તમે વધારે પડતા એડવેન્ચર પ્રેમી છો તો પેરાગ્લાઇડિંગનો આનંદ લઇ શકો છો. એક પહાડ પર ચડવાનું અને પછી ત્યાંથી છલાંગ લગાવવી ઋષિકેશને હવામાં ઉડતા ઉડતા જોવાનો લ્હાવો જ કંઇક અલગ છે.
વશિષ્ઠ ગુફા
વશિષ્ઠ ગુફા ઋષિકેશમાં 16 કિ.મી.ના અંતરે ગંગા નદીના કિનારે સ્થિત છે. આ ગુફા ધ્યાન માટે એક મુખ્ય સ્થાન છે. અને ગૂલરના ઝાડની વચ્ચે છે. આ ગુફાની પાસે હિન્દુઓ દ્વારા પવિત્ર ગણાતું શિવલિંગ છે. વિખ્યાત હિન્દૂ સંત શ્રી સ્વામી પુરષોત્તમાનંદજી આ સ્થાન પર 1928 અને 1961માં આવ્યા હતા. તેમનો આશ્રમ ગુફાની પાસે જ છે. જ્યાં ઘણાં પ્રવાસીઓ આવે છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
ટ્રાવેલ અપડેટ માટે Tripoto ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવા માટે અહીં ક્લિક કરો