![Photo of વારાણસીમાં ખાવાની મસ્ત જગ્યાઓ, જે ગૂગલ તમને નહીં બતાવે! by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1657943780_1557383671_1539685144_varansi_food.jpg)
મારા માટે કોઇ જગ્યાને સમજવા માટેની સૌથી સારી રીત તે જગ્યાનું ખાવાનું હોય છે. જ્યારે પણ હું કોઇ ટ્રિપ પ્લાન કરું છું તો સૌથી પહેલા હું તે જગ્યાના કેફે, રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ સ્ટોલ્સ અંગે જાણકારી ભેગી કરું છું. અને મારી ટ્રિપ આ બધી જગ્યાઓની આસપાસ જ ફરતી જોવા મળે છે.
હંમેશાની જેમ મારી વારાણસીની ટ્રિપ પણ આવી જ રહી. સારી વાત એ રહી કે ઇંટરનેટ પર સર્ચ કર્યા વગર જ મને ઘણા સારા સ્ટ્રીટ ફૂડના ઓપ્શન્સ મળી ગયા.
તેમાંથી મોટાભાગના સ્ટૉલ્સનું કોઇ નામ નહોતું કારણ કે તે ગલીઓમાં હતા. પરંતુ તેમનું લોકેશન હું તમને જણાવીશ જેથી તમે તેને સરળતાથી શોધી શકો.
મારા હિસાબે આ છે વારાણસીના બેસ્ટ ફૂડ ઓપ્શન્સ:
1. પૂરી, શાક અને જલેબી
ગોદોલિયા-લક્સા રોડ પર એક ખૂણામાં અવની જનરલ સ્ટોરની સામે એક સ્ટોલ મળ્યો જ્યાં અમને દિવસનું પહેલુ ખાવાનું મળ્યું. જ્યારે અમે અહીં પહોંચ્યા તો લોકલ લોકો ઘણાં વધારે હતા અને વારાણસીની આ ખાસ જગ્યા પર નાસ્તો કરવા આવ્યા હતા. જોસ્ટલના મેનેજર રાજના કહેવાથી અમે આ સુંદર જગ્યાએ ખાવા માટે ગયા હતા.
રામપુર લુક્સા
![Photo of વારાણસીમાં ખાવાની મસ્ત જગ્યાઓ, જે ગૂગલ તમને નહીં બતાવે! by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1657943834_1557383765_1539600309_screen_shot_2018_10_15_at_4_12_49_pm.png)
![Photo of વારાણસીમાં ખાવાની મસ્ત જગ્યાઓ, જે ગૂગલ તમને નહીં બતાવે! by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1657943834_1557383789_1539604154_kacchdhdh.jpg)
2. ફ્રાઇડ ઇડલી
અમારા લિસ્ટમાં નેકસ્ટ આઇટમ હતી ફ્રાઇડ ઇડલી. વારાણસીમાં સાઉથ ઇન્ડિયન નાસ્તાનું ઘણું ચલણ છે. મોટાભાગના સ્ટૉલ્સ પર લગભગ આ નાસ્તો મળી જાય છે પરંતુ અલગ-અલગ લોકોના બનાવવાના કારણે ટેસ્ટમાં થોડોક ફેરફાર રહે છે. અમે શિવાલાના સોનારપુરા ક્રોસિંગ પહોંચ્યા જ્યાં અમારી શોધ પૂરી થઇ. એક વૃદ્ધ અંકલ પોતાની પત્ની સાથે યાદવ ટી સ્ટૉલની પાસે આ નાનકડો સ્ટૉલ ચલાવે છે.
સોનારપુરા માર્ગ
![Photo of વારાણસીમાં ખાવાની મસ્ત જગ્યાઓ, જે ગૂગલ તમને નહીં બતાવે! by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1657943889_1557383844_fried_idli.png)
![Photo of વારાણસીમાં ખાવાની મસ્ત જગ્યાઓ, જે ગૂગલ તમને નહીં બતાવે! by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1657943890_1557383858_1539604176_idli.png)
3. કચોરી-ભાજી
કચોરી-ભાજી વારાણસીમાં ખુબ ખવાય છે. જે પૂરી ભાજી થી અલગ છે. આ જગ્યા સ્થાનિકોએ બતાવી જે બાંસફાટક રોડ પર જયપુરિયા ભવનની પાસે હતી. જો તમે ગોદોલિયા ચોક બાજુથી આવી રહ્યા છો તો પહેલા ડાબી બાજુ વળો. એક નાનકડી હાથ રીક્ષાવાળો આ સ્ટોલ દરરોજ સવારે ફ્રેશ કચોરી ભાજી વેચે છે. તમારે અહીં સમયસર પહોંચવું પડશે. કારણ કે આ કચોરી ભાજી ઘણી જલદી વેચાઇ જાય છે.
હોટલ જયપુરિયા
![Photo of વારાણસીમાં ખાવાની મસ્ત જગ્યાઓ, જે ગૂગલ તમને નહીં બતાવે! by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1657943948_1557383888_hotel_jaipuriya.png)
![Photo of વારાણસીમાં ખાવાની મસ્ત જગ્યાઓ, જે ગૂગલ તમને નહીં બતાવે! by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1657943948_1557383929_1539604204_kach.png)
4. ચાટ
બનારસનું સૌથી પ્રસિદ્ધ સ્ટ્રીટ ફૂડ કદાચ ચાટ જ છે. જો કે અમને દીના ચાટ ભંડારનો પાલક ચાટ ઘણો પસંદ આવ્યો પરંતુ જો તમે મસાલેદાર ચાટ ખાવા માંગો છો અને તે પણ કિનારે બેસીને તો તમારે ભોકાલ ઘાટ જરૂર જવું જોઇએ.
![Photo of વારાણસીમાં ખાવાની મસ્ત જગ્યાઓ, જે ગૂગલ તમને નહીં બતાવે! by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1657944124_1557383948_bhokal_chat.png)
![Photo of વારાણસીમાં ખાવાની મસ્ત જગ્યાઓ, જે ગૂગલ તમને નહીં બતાવે! by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1657944125_1557383963_1539604472_screenshot_20181015_172211.png)
5. ભાંગ લસ્સી
વારાણસીમાં દરેક ખૂણે એક લસ્સીની દુકાન તમને મળી જશે. 2 જગ્યાએ લસ્સી ચાખ્યા બાદ મને ગ્રીન લસ્સી શોપમાં ભાંગ ઠંડાઇ મળી જે સૌથી સારી અને અસરદાર હતી. જો તમે પણ ફ્લેવર્ડ લસ્સી નથી ઇચ્છતા તો બ્લૂ લસ્સી જવાની જરૂર નથી. કારણ કે આ શોપ ઘણી મોંઘી છે.
![Photo of વારાણસીમાં ખાવાની મસ્ત જગ્યાઓ, જે ગૂગલ તમને નહીં બતાવે! by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1657944165_1557383988_green_lassi.png)
6. પાન
જેટલી પાનની દુકાનો પર હું ગઇ, તેમાં મારુ ફેવરિટ અસ્સી ચોકવાળી પાનની દુકાન છે. આ શૉપ પર સૌથી વધુ ફ્લેવર્ડ પાન હતા અને અહીં તમે તમારા પાનના હિસાબે કસ્ટમાઇઝ પણ કરાવી શકો છો. આ દુકાનનું કોઇ નામ નહોતું. પરંતુ આને મેં ગુલાબી રંગથી માર્ક કર્યું છે.
અસ્સી ઘાટ
![Photo of વારાણસીમાં ખાવાની મસ્ત જગ્યાઓ, જે ગૂગલ તમને નહીં બતાવે! by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1657944476_1557384013_paan.png)
આ તો થઇ દુકાનોની વાત. હવે તમને મારો એ ગુણ શિખવાડીશ જેનાથી તમે કોઇ પણ નવી જગ્યાએ જઇને ઇન્ટરનેટ વગર સારા ફૂડ જોઇન્ટ્સ શોધી શકો.
1. ત્યાંના લોકલ સાથે વાત કરો
રિક્ષા ચલાવનારા, હોટલના સ્ટાફ, નાના દુકાનદારો અને ત્યાં સુધી કે રોડ પર ચાલતા લોકો સાથે વાત કરો. વારાણસીમાં જેટલી પણ શાનદાર જગ્યા અમને મળી તે આ પ્રકારના લોકો સાથે વાત કરીને ખબર પડી. જો કે ટૂરિસ્ટ્સ અને ટૂર ગાઇડ્સ પણ તમારી મદદ સારી જગ્યા શોધવામાં કરી શકે છે. પરંતુ તે તમને મોટાભાગે એવી જગ્યાઓ પર લઇ જશે જ્યાં મોટાભાગના ટૂરિસ્ટ્સ જતા હોય પરંતુ તેનાથી તમને તે જગ્યાનો અસલી ફ્લેવર કદાચ જોવા ન મળે.
![Photo of વારાણસીમાં ખાવાની મસ્ત જગ્યાઓ, જે ગૂગલ તમને નહીં બતાવે! by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1657944508_1557384047_1200px_samosas_of_varanasi.jpg)
2. એ જગ્યાઓ પર જાઓ જ્યાં સ્થાનિક લોકો ખાવા જતા હોય
સૌથી પહેલા તો એ શોધો કે સ્થાનિક લોકો ખાવા ક્યાં જાય છે, એકવાર આ ખબર પડી ગઇ તો એ જગ્યાને શોધો જ્યાં વધારે લોકલની ભીડ છે. એવી જગ્યાઓ પર તમને વધારે સ્વાદિષ્ટ અને તે જગ્યાએ ફ્લેવરવાળી ચીજો ખાવા મળશે. જો તે ફૂડ સ્ટૉલ પર ઘણી વધારે ભીડ રહે છે તો તેનો અર્થ એ છે કે તે જગ્યાએ ખાવાનું ફ્રેશ મળશે. જેનાથી તમારા બીમાર પડવાની સંભાવના ઘટી જાય છે.
3. પગે ચાલીને આંટાફેરા કરો
જો તમે કોઇ જગ્યાએ કાર કે કોઇ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં બેસીને ફરો છો તો તમે એવી જગ્યાએ કે ગલીઓમાં કે જ્યાં લોકલ ફૂડ સ્ટોલ્સ છે ત્યાં નહીં પહોંચી શકો. પગપાળા ચાલવાનો ફાયદો એ છે કે આનાથી શહેરને સારી રીતે એક્સપ્લોર કરી શકો છો. અમે આ રીતે એક ગલીમાં પોતાના નાશ્તા માટે એક શાનદાર જગ્યાની શોધ કરી હતી.
![Photo of વારાણસીમાં ખાવાની મસ્ત જગ્યાઓ, જે ગૂગલ તમને નહીં બતાવે! by Paurav Joshi](https://cdn1.tripoto.com/media/filter/nl/img/2043653/Image/1657944530_1557384066_pexels_photo_825707.jpeg)
4. હંમેશા એલર્ટ રહો
ક્યારેક ક્યારેક એક ચીજ ખાવાના ચક્કરમાં કંઇક બીજી વસ્તુ છુટી જાય છે. વારાસણીમાં પરફેક્ટ નાસ્તાની શોધમાં અમે લોકો એક નાનકડા સ્ટૉલ પર ફ્રાઇડ ઇડલી ખાઇ રહ્યાં હતા ત્યારે અમારી નજર એક બીજા સ્ટોલ પર પડી જ્યાં લોકો કુલડીમાં ચા પી રહ્યાં હતા. ઘણાંબધા સ્થાનિક લોકો લાઇન લગાવીને ચાની રાહ જોઇ રહ્યાં હતા. અમે તરત સમજી ગયા કે આ જગ્યાએ અમારે અમારી સવારની ચા પીવી જોઇએ અને ખરેખર તે એક શાનદાર નિર્ણય હતો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો