Day 1
રવિવારના દિવસે જ્યારે તમે મિસળ પાંઉની ઓલરેડી 2 પ્લેટ ખાઇ લીધી હોય તો તમે શું કરશો? પછી તમે ત્રીજી પ્લેટ ખાવા માટે તૈયાર થઇ જાઓ છો. બિચારા પેટને એ પણ ખબર નથી હોતી કે બીજા દિવસે તેની સાથે શું થવાનું છે. પણ એની ચિંતા કોને હોય? આ એક ઉત્તમ મિસળ પાઉં છે.
મહારાષ્ટ્રના નાસિક અને કોલ્હાપુરના લોકો માને છે કે તેઓએ જ આ અદ્ભુત વાનગીની શોધ કરી છે. પુણે અને મુંબઈ તેમના જેવા સ્વાદિષ્ટ મિસળ પાઉં બનાવવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરે છે, પરંતુ મને લાગે છે કે તેઓ તે લેવલનો નથી બનાવી શકતા.
જો તમે વિશ્વસનીય મિસળ પાઉંનો સ્વાદ ચાખવા માંગતા હોવ, તો અહીં મુંબઈની કેટલીક રેસ્ટોરન્ટ્સ છે જ્યાં તમને સ્પાઈસી સ્પ્રાઉટ્સ, ફરસાણ અને ગ્રેવીના સંયોજનનો અનુભવ થશે.
આ 64 વર્ષ જૂની રેસ્ટોરન્ટ છે જે કોલ્હાપુરની પ્રખ્યાત મિસળ પાઉં પીરસે છે. તેમાં યોગ્ય માત્રામાં ગ્રેવી, સ્પ્રાઉટ્સ અને ફરસાણ હોય છે જે મને કોલ્હાપુરમાં એક દિવસ ઠંડા પવનની સવારે ખાધેલી પહેલી મિસલ પાવની યાદ અપાવે છે.
આ દાદરની સૌથી પ્રસિદ્ધ ભોજનાલયોમાંની એક છે જે વિવિધ પ્રકારના મહારાષ્ટ્રીયન ભોજન પીરસે છે. અહીં પીરસવામાં આવતો મિસળ, પાઉં વગર આપવામાં આવે છે અને રેસીપી પુણેની છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં સ્પ્રાઉટ્સ અને મસાલા હોય છે અને જેમાં વધારે ગ્રેવી હોય છે તેનો સ્વાદ સાંભાર જેવો હોય છે. આ સિવાય મિસળ સાથે આમળાનો રસ ચાખવાનું ભૂલશો નહીં.
લાડુ સમ્રાટને "લાડુનો રાજા" પણ કહી શકાય. તે લાલબાગના પ્રખ્યાત વિસ્તારમાં આવેલું છે, અને તે તેની મીઠાઈઓ અને મહારાષ્ટ્રીયન ભોજન માટે જાણીતું છે. અગાઉ, અહીંના મિસળ પાઉં ઓછા મસાલેદાર હતા, અને તેટલા સ્વાદિષ્ટ પણ નહોતા જેટલી તેની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ જેઓ ઓછી મસાલેદાર વાનગીઓ પસંદ કરે છે તેમના માટે તે સારું છે. મિસળ પાઉંની સાથે તમે પીયૂષ (શ્રીખંડનું પ્રવાહી સ્વરૂપ) પણ માણી શકો છો.
દાદરમાં અન્ય એક પ્રખ્યાત ફૂડ જોઈન્ટ પંશીકાર છે, જે મિસળ પાઉં અને મહારાષ્ટ્રીયન ભોજન માટે પ્રખ્યાત છે. પંશીકારની મુંબઈમાં 4 શાખાઓ છે અને તે 1921 થી સ્વાદિષ્ટ વાનગીઓ પીરસી રહી છે. તેમની પાસે બજેટ ફ્રેન્ડલી મિસળ પાઉં છે જે અજમાવવો જ જોઈએ.
1952માં એક નાનકડા સ્ટોલ તરીકે શરૂ કરવામાં આવ્યો હતો, તે હવે મહારાષ્ટ્રમાં અધિકૃત મિસળ પાઉં પીરસતી કદાચ સૌથી મોટી ફૂડ ચેઇન બની ગઈ છે. મામલેદાર તેની અત્યંત મસાલેદાર મિસળ માટે પ્રખ્યાત છે. તેની પ્રથમ શાખા થાણેમાં આવેલી છે અને મારા મતે ત્યાં મિસળ પાઉંનો આનંદ ચોક્કસ લેવો જોઈએ.
ફક્ત નામ પર ન જશો, મુંબઈમાં મિસળ પાઉં મળતા હોય તેવી જગ્યાઓમાં આ પણ એક શ્રેષ્ઠ જગ્યા છે. તે છત્રપતિ શિવાજી ટર્મિનસની બરાબર સામે છે, અને અહીં સામાન્ય રીતે ભીડ રહેતી હોય છે, અને અહીં જગ્યા શોધવી એક અઘરુ ટાસ્ક છે.
હવે તમારો વારો છે આ બધી જગ્યાએ જવાનો અને મિસળ પાઉંનો ટેસ્ટ કરવાનો..અને પછી અમે બતાવીશું કે નાસિક અને કોલ્હાપુર વચ્ચે કોની જીત થઇ..
તમને આ લેખ કેવો લાગ્યો, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ અનુવાદિત છે. મુખ્ય લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો