ફરવું હોય તો સાહસ હોવું જોઇએ. રખડવાનો વ્યાપ એટલો વધી ગયો છે કે લોકોને એડવેન્ચર એક્ટિવિટી ઘણી પસંદ આવી રહી છે. જે જગ્યાએ એડવેન્ચર સ્પોર્ટ્સ હોય છે લોકો એવી જગ્યાઓ પર જવાનું ઘણું જ પસંદ કરે છે. મોટાભાગના લોકો ઋષિકેશ રિવર રાફ્ટિંગ માટે જાય છે. બીર બિલિંગ પેરાગ્લાઇડિંગ માટે જાણીતું છે. આ બધામાં સૌથી મુશ્કેલ માનવામાં આવે છે, રૉક ક્લાઇમ્બિંગ. રૉક ક્લાઇમ્બિંગ ભારતમાં ઘણું લોકપ્રિય થઇ રહ્યું છે. અમે આપને કેટલીક એવી જગ્યાઓ અંગે બતાવી રહ્યા છીએ જે રૉક ક્લાઇમ્બિંગ માટે જ ઓળખાય છે.
હિમાચલ પ્રદેશ
1- મિયાર વેલી
હિમાચલ પ્રદેશમાં ઘણી જગ્યાઓ એવી છે જે રૉક ક્લાઇમ્બિંગ માટે જાણીતી છે. તેમાં સૌથી સારી જગ્યા છે મિયાર ખીણ. હિમાલયની પર્વત શ્રેણીની વચ્ચોવચ સ્થિત આ ખીણમાં ફક્ત ભારતીયોને જ આવવાની અનુમતિ છે. મિયાર વેલી પોતાની સુંદરતા માટે પણ જાણીતી છે. પહાડોથી ઘેરાયેલી આ સુંદર વેલીને ફૂલોની ખીણના નામે પણ ઓળખવામાં આવે છે. જો તમને રૉકક્લાઇમ્બિંગ પસંદ છે તો મિયાર ખીણ તમારા બકેટ લિસ્ટમાં હોવી જોઇએ.
કર્ણાટક
2- બાદામી
કર્ણાટકમાં એક લોકપ્રિય જગ્યા છે, હમ્પી. હમ્પીથી લગભગ 150 કિ.મી.ના અંતરે બાદામી આવે છે. બાદામી પોતાની ઐતિહાસિક ઇમારતો માટે તો ઓળખાય જ છે, આ ઉપરાંત આ જગ્યા રૉક ક્લાઇમ્બિંગ માટે ઘણી પ્રચલિત છે. બાદામીમાં 100થી વધુ ક્લાઇમ્બિંગ રૂટ્સ છે. રૉક ક્લાઇમ્બિંગની શરૂઆત કરવા માટે પણ બાદામી સારી જગ્યા છે. બાદામીમાં રૉક ક્લાઇમ્બિંગ કરવાનો સૌથી સારો સમય નવેમ્બરથી માર્ચનો માનવામાં આવે છે.
લેહ
3- શે રૉક
લેહથી લગભગ 20 મિનિટની ડ્રાઇવ કરવા પર તમને શે રૉક મળશે. રૉક ક્લાઇમ્બિંગ કરનારા માટે આ જગ્યા કોઇ સ્વર્ગથી કમ નથી. શે રૉક એકમાત્ર એવું શિખર છે જેની પર તમે ચઢી શકો છો. આ જ કારણ છે કે તમને અહીં રૉક ક્લાઇમ્બિંગ કરનારા ઘણાં લોકો અહીં મળશે. રૉક ક્લાઇમ્બિંગ શિખવા માટે પણ આ જગ્યા ઘણી સુંદર છે. તમારે એક વાર આ જગ્યા પર જરૂર આવવું જોઇએ.
કેરળ
4- પેથલમાલા
કેરળ પોતાની અદ્ભૂત સુંદરતા માટે જાણીતું છે. આ કેરળમાં એક એવી જગ્યા છે જો રૉક ક્લાઇમ્બિંગ માટે જાણીતી છે. કેરળના કપિમાલા ગામની પાસે પૈથલમાલા સ્થિત છે. અહીંના પહાડો સમુદ્રની સપાટીએથી લગભગ 1371 મીટરની ઊંચાઇ પર સ્થિત છે. આ લીલાછમ ક્ષેત્રમાં રૉક ક્લાઇમ્બિંગ કરવાનો આનંદ જ કંઇક અલગ હતો. રૉક ક્લાઇમ્બિંગના શોખીનોને પેથલમાલાનો પ્લાન બનાવવો જોઇએ.
હરિયાણા
5- ધૌજ
ભારતની રાજધાની દિલ્હીથી લગભગ 25 કિ.મી. દૂર એક જગ્યા છે ધૌજ. હરિયાણાની આ નાનકડી જગ્યા અરવલ્લીના પહાડોથી ઘેરાયેલી છે. દિલ્હી નજીક હોવાના કારણે રૉક ક્લાઇમ્બિંગ માટે આ જગ્યા ઘણી પસંદ પડવા લાગી. અહીં દરેક પ્રકારના ખડક છે જે રૉક ક્લાઇમ્બિંગ માટે ઘણી સારી છે. રૉક ક્લાઇમ્બિંગ શીખનારા માટે પણ આ જગ્યા ઘણી જાણીતી છે. ધૌજમાં રૉક ક્લાઇમ્બિંગ કરવા માટે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો સમય બેસ્ટ માનવામાં આવે છે.
કર્ણાટક
6- મધુગિરી
કર્ણાટકમાં એક બીજી જગ્યા છે જે રૉક ક્લાઇમ્બિંગ માટે પણ જાણીતી છે. કર્ણાટકના તુમકૂર શહેરમાં મધુગિરી નામથી એક જગ્યા છે જેને મદગિરીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ જગ્યા પોતાના વિશાળ ખડકો માટે જાણીતા છે. અહીં તમને મોટી સંખ્યામાં રૉક ક્લાઇમ્બર્સ જોવા મળી જશે. આ જગ્યા પર રૉક ક્લાઇમ્બિંગ કરવું એક ઉપલબ્ધિ માનવામાં આવે છે.
મહારાષ્ટ્ર
7- માલશેજ ઘાટ
મુંબઇ અને પુણે લગભગ 120 કિ.મી. દૂર ઘણી સુંદર જગ્યા છે, માલશેજ ઘાટ. આમ તો આ જગ્યા પોતાના પહાડો અને દૂર સુધી ફેલાયેલી હરિયાળી માટે જાણીતી છે પરંતુ માલશેજ ઘાટ રૉક ક્લાઇમ્બિંગ માટે જાણીતી છે. માલશેજ ઘાટ રૉક ક્લાઇમ્બિંગ કરનારા માટે એક શાનદાર ઉપહાર છે. અહીં રૉક ક્લાઇમ્બિંગ સૌથી આદર્શ સમય ઓક્ટોબરથી જાન્યુઆરી સુધી માનવામાં આવે છે.