અમદાવાદમાં કોરોનાના કેસો હવે ઘટવા લાગ્યા છે. દરરોજના 100થી પણ ઓછા કેસો આવી રહ્યા છે ત્યારે લોકોમાં કોરોનાનો ભય ઘટી રહ્યો છે. વર્ક ફ્રોમ હોમની સાથે હવે ઓફલાઇન એટલે કે ઓફિસોમાં પણ કામકાજ શરુ થઇ ગયા છે. સોમથી શુક્ર સુધી કામના ભારણથી કંટાળેલા લોકો શનિ-રવિમાં કોઇ શાંત જગ્યાએ રિલેક્સ થવા માંગે છે. તો આજે અમે આપને એવા કેટલાક રિસોર્ટ્સ વિશે જણાવીશું છે તમારો મૂડ બનાવી દેશે, અને હાં...આ રિસોર્ટ્સ અમદાવાદની નજીકમાં જ છે. તો આવો વાત કરીએ આવા જ કેટલાક રિસોર્ટસ વિશે.
પિયુષ પેલેસ
અમદાવાદ-ખેડા હાઇવે પર અમદાવાદથી 30 કિલોમીટર દૂર રાજસ્થાની હવેલીઓ પરથી પ્રેરીત થઇને બનાવવામાં આવેલો આ રિસોર્ટ એક દિવસ રહેવા માટે સારી જગ્યા છે. મુળ સુરતના અને હાલ અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતા એનઆરઆઇ બિઝનેસમેન પિયુષ પટેલે અમદાવાદ-ખેડા હાઇવે પર બારેજા નજીક બાંધ્યો છે આ પેલેસ રિસોર્ટ. આ રિસોર્ટમાં 500 કરતાં વધુ કેસર કેરીના વૃક્ષો વાવવામાં આવ્યા છે. ઇકો ફ્રેન્ડલી કન્સેપ્ટના આધારે તૈયાર કરવામાં આવેલો પિયુષ પેલેસ એક ભવ્ય રિસોર્ટ છે. આ એક એવો રિસોર્ટ છે જે રાજસ્થાનના હેરિટેજ મહેલોને પણ ઝાંખા પાડી દે છે.
આ હેરિટેજ પ્રકારના રિસોર્ટમાં એલઇડી લાઇટિંગ, ક્લબ, 500 આંબાના ઝાડ, વિશાળ સ્વિમિંગ પુલ, વોટર રિસાયકલ પ્લાન્ટ છે. આ ઉપરાંત, યોગા અને નેચરોપેથી સેન્ટર, બેન્કવેટ હોલ, બોલિંગ એલી, રોક ક્લાઇમ્બિંગ, બાળકો માટે પ્લેઇંગ એરિયા, 50 કરતાં વધુ રૂમ અને પેન્ટહાઉસ છે.
સ્વપ્નસૃષ્ટિ રિસોર્ટ
ઘણીવાર શહેરના કોલાહોલથી કંટાળીને આપણને ગામડામાં જઇને એકાંત માણવાનું મન થતું હોય છે. પરંતુ હવે તો ગામડાં પણ ભાંગી રહ્યા છે ત્યારે મનની શાંતિ માટે જો કોઇ એવો રિસોર્ટ મળે જ્યાં તમને ગામડા જેવું કુદરતી વાતાવરણ મળે, સાથે દેશી જમવાનું અને લોકસંસ્કૃતિનો પરિચય પણ થાય તો…તો સોનામાં સુગંધ ભળી જાય. આવી જ એક જગ્યા છે ગાંધીનગરથી માત્ર 23 કિલોમીટર દૂર એવો સ્વપ્નસૃષ્ટિ રિસોર્ટ.
અવશ્ય વાંચો: અમદાવાદમાં સ્ટ્રીટ શોપિંગ
સ્વપ્નસૃષ્ટિ રિસોર્ટ અમદાવાદથી માત્ર 50 કિલોમીટરના અંતરે સાબરમતી નદીના કોતરોમાં આવેલો છે જે તમને શહેરના કોલાહલથી દૂર એક પ્રાકૃતિક અને અલૌકિક વાતાવરણનો અનુભવ કરાવે છે. રિસોર્ટ નજીક સાબરમતી નદી છે જેનાથી ચોમાસામાં તેની સુંદરતા વધુ ખીલી ઉઠે છે.
ગાંધીનગરથી મહુડી જવાના રસ્તા પર ગ્રામભારતી નજીક અમરાપુર ગામ પાસે આવેલો છે આ રિસોર્ટની ખાસિયત એ છે કે તેમાં તમને અર્બન અને ગ્રામ્ય સંસ્કૃતિનો અનુભવ એક જ જગ્યાએ થાય છે. આ રિસોર્ટમાં કચ્છમાં હોય છે તેવા ભુંગા જોવા મળશે તો રાજસ્થાનના જેસલમેર જેવા જેવા ટેન્ટ પણ અહીં જોઇ શકાય છે. આ ઉપરાંત, આ રિસોર્ટમાં ટેન્ટ હાઉસ, ટ્રક હાઉસ, તેમજ ટ્રી હાઉસ પણ છે. તો પ્રીમિયમ રૂમ, એક્ઝિક્યૂટિવ, સુપિરિયર રૂમ પણ છે. રેસ્ટોરન્ટ, સ્વિમિંગ પુલ જેવી બેઝિક સુવિધાઓથી પણ આ રિસોર્ટ સજ્જ છે.
ગુલમહોર ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ
અમદાવાદ-સાણંદ હાઇવે પર તેલાવ ગામ નજીક કોલાટ ગામમાં અને સાણંદ તાલુકામાં આ રિસોર્ટ આવેલો છે. નામ પરથી જ ખબર પડે છે કે આ એક ગોલ્ફ ક્લબ છે જેમાં એકોમોડેશનની પણ સુવિધા છે. લગભગ 75 એકરમાં ફેલાયેલો આ રિસોર્ટ અમદાવાદ નજીકનો સૌથી મોટો રિસોર્ટ છે. લીલુંછમ ગોલ્ફ કોર્સ, સુંદર ઇન્ટિરિયર અને શાંત જગ્યા તમને આકર્ષિત કરવા માટે પુરતું છે. તમે ફેમિલી સાથે અહીં રિલેક્સ કરી શકો છો.
રિસોર્ટમાં સુવિધાઓ:
9 હોલ પર 36 ગોલ્ફ કોર્સ
સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ
ડિલક્સ, સુપર ડિલક્સ રૂમ, શ્યૂટ
રેસ્ટોરન્ટ એન્ડ કેફે, મિનિપ્લેક્સ, જીમ
સ્પા, બેન્ક્વેટ, પ્રો-શોપ, પુલ, વાઇ-ફાઇ
જાકુઝી, ટેનિસ કોર્ટ, કોન્ફરન્સ રૂમ
મધુભાન રિસોર્ટ્સ એન્ડ સ્પા
અમદાવાદથી 65 કિલોમીટર દૂર આણંદ-સોજીત્રા હાઇવે પર વલ્લભ વિદ્યાનગરના રવિપુરામાં આવેલો છે આ રિસોર્ટ. ગુજરાતની જાણીતી એલિકોન એન્જિનિયરિંગ કંપનીના માલિકો દ્ધારા આ રિસોર્ટનું સંચાલન કરવામાં આવે છે. કંપનીના સીએમડી પ્રયસ્વિન પટેલના માતા મધુબેન અને પિતા ભાનુભાઇના નામ પરથી આ રિસોર્ટનું નામ મધુભાન રાખવામાં આવ્યું છે. ખાસ કરીને એનઆરઆઇ વેડિંગ માટે જાણીતા આ રિસોર્ટમાં તમામ આધુનિક સુવિધાઓ છે. આ રિસોર્ટ તેની યુનિક ડિઝાઇન માટે જાણીતો છે. અહીં ગુજરાતનો સૌથી લાંબો સ્વિમિંગ પુલ અને સ્પા છે.
રિસોર્ટમાં સુવિધાઓ
સ્વિમિંગ પુલ, સ્પા, નેચરોપેથી, સિગ્નેચર સલૂન
ડિલક્સ રૂમ્સ, માંડવડી ગોમ કોટેજીસ, ઝમકુડી ગોમ કોટેજીસ, માડવડી ગોમ કોટેજીસ
ઝાંઝરીયુ ડિલક્સ શ્યૂટ, ઝુલણિયા બ્રાઇડલ શ્યૂટ, મધુભાન પ્રેસિડેન્શિયલ શ્યૂટ
બિઝનેસ સેન્ટર, વિડિયો કોન્ફરન્સ, વાઇ-ફાઇ કનેક્ટિવિટી, જીમ
જ્વેલરી શોપ, ઇન્ડોર-આઉટડોર ગેમ્સ, યોગા, કિડ્સ ઝોન, એમ્ફિ થિયેટર, વેલ્વેટ પાર્કિંગ
પામ ગ્રીન્સ ક્લબ
ખેડા-ખંભાત હાઇવે પર બારેજા ગામ નજીક ગોબલજમાં આવેલો આ રિસોર્ટ અમદાવાદથી 28 કિલોમીટર દૂર છે. આ રિસોર્ટમાં અનેક સુવિધાઓ છે. ડે પિકનિક માટે પણ ઘણાં અમદાવાદીઓ અહીં આવે છે. રિસોર્ટમાં ચારેબાજુ લીલોતરી જોવા મળે છે. રિલેક્સ થવા માટે આ ઉત્તમ જગ્યા છે.
સુવિધાઓઃ
સ્પા, ફિટનેસ સેન્ટર, સિનેમા હોલ, પુલ એરિયા, ટેનિસ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ
રેસ્ટોરન્ટ, ઇનડોર-આઉટડોર ગેમ્સ, એમ્ફિથિયેટર, 24 કલાક કેફે
ડિસ્કોથેક, રેઇન ડાન્સ, બિઝનેસ સેન્ટર, કોન્ફરન્સ રૂમ, વોટર રાઇડ્સ
રૂમ્સઃ
કોટેજ, કોરલ, સુપીરિયર કિંગ રૂમ, સુપીરિયર ક્વીન રૂમ, પ્રેસિડેન્શિયલ રૂમ, ફેમિલી રૂમ