અમદાવાદથી લગભગ 190 કિલોમીટર અને વડોદરાથી 46 કિલોમીટર દૂર આવેલું મહાકાળી માનું પ્રસિદ્ધ તીર્થધામ પાવાગઢ ગુજરાતની 3 શક્તિપીઠોમાનું એક છે. દેશમાં કુલ 52 શક્તિપીઠો આવેલી છે તેમાંથી ગુજરાતમાં 3 શક્તિપીઠ અંબાજી ,બહુચરાજી અને પાવાગઢ છે. પાવાગઢમાં દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. મહાકાળી માનુ મંદિર 1525 ફૂટ ઊંચી ટેકરી પર આવેલું છે. પાવાગઢ ની પહાડીઓની શરૂઆત ચાંપાનેર થી થાય છે ત્યાંથી માંચી હવેલી સુધી જવાની સુવિધા ઉપલબ્ધ છે. ચોમાસાથી લઇને શિયાળો પૂરો થાય ત્યાં સુધી અહીં અદ્ભુત નજારા જોવા મળે છે. ખાસ કરીને અત્યારની સીઝનમાં એટલે કે દિવાળી પહેલા તમે જો પાવાગઢ જાઓ તો તમને પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી જોવા મળે છે. વરસાદી માહોલમાં તો અહીં નયનરમ્ય દ્રશ્યો સજાર્ય છે. હવે જો તમે પ્રકૃતિના આનંદ માણવા પાવાગઢ જતા હોવ અને એક રાત રોકાઇને આસપાસના જંગલો અને અન્ય જોવાલાયક સ્થળોએ ફરવું હોય તો આજે અમને તમને કેટલાક રિસોર્ટ વિશે જણાવીશું જ્યાં એક રાત સ્ટે કરવાની તમને મજા આવશે.
ચાંપાનેર હેરિટેજ રિસોર્ટ, પાવાગઢ
ચાંપાનેર હેરિટેજ રિસોર્ટની વાત કરીએ તો તે પાવાગઢથી ફક્ત 14 કિલોમીટર દૂર આવેલો છે. આ હેરિટેજ રિસોર્ટની વાત કરીએ તો તેમાં બે પ્રકારના રૂમ છે. એક છે ચાંપાનેર હાઉસ અને બીજું છે ભમ્મરીયા હાઉસ. ચાંપાનેર હાઉસની વાતની કરીએ તો ચાંપાનેર હાઉસમાં 8 ડિલક્સ રૂમ અને 4 શ્યૂટ રૂમ છે. તમને અહીં હેરિટેજ સ્ટાઇલની લોબી જોવા મળે છે. ફસ્ટ ફ્લોર પર બે અને ગ્રાઉન્ડ ફ્લોર પર બે લોબી જોવા મળશે. લોબીમાંથી તમને ગાર્ડન અને કેરીના ઝાડ જોવા મળશે. જો તમે મોટા ગ્રુપમાં જતા હોવ તો તમને અહીં બેસીને ગાલા ડીનર કરી શકો છો.
હવે વાત કરીએ ભમ્મરીયા હાઉસની. જો ચાંપાનેર હાઉસ પાસે એક્સક્લૂઝિવ લોબી છે તો ભમ્મરીયા હાઉસને વિન્ટેજ બાલ્કની છે. આ હાઉસમાં 3 ફ્લોર છે. જેમાં દરબાર હોલ ગ્રાઉન્ડ ફ્લોર પર છે બાકીના રૂમ એટલે કે દરેક માળે બે રૂમ છે. દરેક રૂમમાં પ્રાઇવેટ અને કોમન એરિયામાં હાઉ સ્પીડ વાઇફાઇ, LCD TV, ચા અને ફોકી મેકર, લક્ઝુરિયસ ટોઇલેટરીઝ, દરેક રૂમમાં બાથ રોબ્સ અને સ્લીપર્સ છે.
ભાનુ ધ ફર્ન ફોરેસ્ટ રિસોર્ટ
પાવાગઢથી આ રિસોર્ટ 45 કિલોમીટરના અંતરે છે. આ રિસોર્ટ જાંબુઘોડાના ખાખરિયા ગામમાં આવેલો છે. ભાનું ફર્ન રિસોર્ટમાં કુલ 108 રૂમ છે, જેમાં પ્રાઇવેટ બાલ્કની સાથેના 20 વિન્ટર રૂમ, પ્રાઇવેટ બાલ્કની સાથેના 60 વિન્ટર ગ્રીન પ્રીમિયમ રૂમ, 4 ફર્ન ક્લબ શ્યૂટ અને 8 ફર્ન ક્લબ વિલા આવેલા છે. ક્લબ વિલામાં પ્રાઇવેટ પુલ છે. આ રૂમ 3 બીએચકેના છે. આ રિસોર્ટ તમને વિન્ટર રૂમ અને વિન્ટર ગ્રીન રૂમની ઇન્ટર કનેક્ટિવિટી પ્રદાન કરે છે. રિસોર્ટમાં રેસ્ટોરન્ટ છે જેમાં બફેટ અને આલા કાર્ટેની સુવિધા છે. પુલ સાઇડ સ્નેક બાર અને કિડ્સ પુલ સાથેનો સ્વિમિંગ પુલ છે. આ ઉપરાંત સોશિયલ અને કોર્પોરેટ ઇવેન્ટ્સ માટે બેન્ક્વેટ હોલની સુવિધા પણ છે. નજીકમાં જાંબુઘોડાનું જંગલ આવેલું હોવાથી તમે ખાનગી કે સરકારી વાહનોમાં જંગલને એન્જોય કરી શકો છો.
બનયાન હિલ રિસોર્ટ, હાલોલ
બનયાન હિલ રિસોર્ટ પાવાગઢથી માત્ર 16 કિલોમીટર દૂર છે. આ રિસોર્ટ રમેશરા-તાજપુરા રોડ પર ગોપીપુરામાં આવેલો છે. રૂમની વાત કરીએ તો આ રિસોર્ટમાં ડીલક્સ રૂમ, ડિલક્સ રૂમ વિથ હિલ વ્યૂ, પ્રીમિયમ વિલા રૂમ, વિલા રૂમ વિથ પ્રાઇવેટ પૂલ છે. અહીં તમે પ્રાઇવેટ પૂલમાં ફ્લોટિંગ બ્રેક ફાસ્ટ, લંચ અને ડિનર કરી શકો છો જેની સુવિધા તમને અહીં અલગથી મળી રહે છે. રૂમમાં ડબલ બેડ, સોફા, મિનિ ફ્રીઝ, ટી અને કોફી મેકર, કબાટ, એટેચ વોશરૂમ, એસી, ટીવી સહિતની સુવિધાઓ મળે છે. રિસોર્ટમાં ચારેબાજુ ગ્રીનરી જોવા મળશે.
રૂમમાંથી પાવાગઢ હિલ્સનો અદ્ભુત નજારો તમે જોઇ શકો છો. મનોરંજન માટે તમને અહીં ઇનડોર અને આઉટડોર ગેમ્સ છે. રેસ્ટોરન્ટ છે. રૂફ ટોપ રેસ્ટોરન્ટની સુવિધા પણ છે. આ ઉપરાંત તમે અહીં ઝીપ લાઇન, બર્મા બ્રિજ જેવી એડવેન્ચર એક્ટિવિટીઝ કરી શકો છો. પ્રાઇવેટ સ્વિમિંગ પુલમાં બેસીને પાવાગઢને જોતા જોતા લંચ કે ડિનર કરી શકાય છે. અહીં એક માળના વિલા છે જેમાં નીચેના વિલામાં સ્વિમિંગ પુલ મળે છે જ્યારે ઉપરના વિલામાં બાલ્કની મળશે. આ ઉપરાંત રેસ્ટોરન્ટની સાથે કોમન સ્વિમિંગ પુલ છે. ઇનડોર ગેમ્સમાં પુલ ટેબલ, ફુટબોલ, કેરમ, ટેબલ ટેનિસ છે.
ગ્રીનલેન્ડ રિસોર્ટ, પાવાગઢ
પાવાગઢ ડુંગરથી ફક્ત 9 કિલોમીટરના અંતરે આવેલો છે ગ્રીનલેન્ડ રિસોર્ટ. જો લોકેશનની વાત કરીએ તો આ રિસોર્ટ પાવાગઢથી જાંબુઘોડા રોડ પર છાજડીવાળી ગામમાં આવેલો છે. હોટલમાં સુપર ડિલક્સ, વિલા રૂમ અને શ્યૂટ વિલા રૂમ છે. રૂમની સુવિધાઓની વાત કરીએ તો દરેક રૂમમાં એસી, વર્ક એરિયા, ફ્રી વાઇફાઇ, એલઇડી ટીવી, સેફ્ટી ડિપોઝિટ બોક્સ, ટી અને કોફી મેકર, મિનિ ફ્રીજ, એટેચ્ડ બાથરૂમ, શાવર, ગરમ પાણીની સુવિધા છે. ગેસ્ટ અહીં કોમ્યુનિટી ટેબલ, ટી ટ્રોલી, બિઝનેસ સેન્ટર, લોન્ડ્રી, આયર્નિંગ સર્વિસિઝનો ઉપયોગ કરી શકે છે. અહીં 24 કલાક કાર રેન્ટલ સર્વિસ છે. અહીં તમે મિટીંગ કરી શકો છો તેમજ ઓપન એર ડાઉનિંગ હોલમાં ભોજન કરી શકો છો.
જિમિરા રિસોર્ટ, શિવરાજપુર
પાવાગઢથી માત્ર 12 કિલોમીટર દૂર શિવરાજપુરથી દોઢ કિલોમીટર દૂર આવેલો છે આ રિસોર્ટ. આ રિસોર્ટ હાલોલ-જાંબુઘોડા રોડ પર આવેલો છે. રિસોર્ટની ખાસિયતોની વાત કરીએ તો અહીં તમને પાર્કિંગ માટે પૂરતી જગ્યા મળી રહેશે. રિસોર્ટમાં સ્વિમિંગ પુલ છે. રિસોર્ટમાં ઝિપ લાઇન, બર્મા બ્રિજ સહિત જુદી જુદી એડવેન્ચર એક્ટિવિટીઝ કરી શકાય છે. રિસોર્ટ તરફથી ટ્રેકિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે જેથી તમે જંગલમાં ટ્રેકિંગ કરીને પ્રકૃતિનો આનંદ માણી શકો છો. રિસોર્ટના વિશાળ સ્વિમિંગ પુલમાં ધુબાકા મારીને ગરમીને ભગાડી શકો છો. અહીં ઇનડોર અને આઉટડોર ગેમ્સ રમી શકાય છે. રહેવા-જમવાની સુવિધા સાથે તમે અહીં વન-ડે પિકનિક પણ કરી શકો છો. રિસોર્ટના ગાર્ડનમાં બાળકો સાથે મસ્તી કરી શકો છો. અહીં નાના મોટા ફંકશન કરી શકાય છે. વેડિંગ ફોટોશૂટ, બર્થ-ડે, કોર્પોરેટ ગેધરિંગ માટે આ જગ્યા સારી છે. રહેવા માટે અહીં ડિલક્સ, સુપર ડિલક્સ રૂમ અને વિલા પણ છે.
ક્રિષ્ના રિવરસાઇડ રિસોર્ટ, વાસદ
પાવાગઢથી 70 કિલોમીટર દૂર વાસદમાં આવેલો છે ક્રિષ્ના રિવરસાઇડ રિસોર્ટ. આ એક લક્ઝરી રિસોર્ટ છે. જે મહિસાગર નદીના કિનારે આવેલો છે. અહીંથી તમને મહિસાગર નદીનો અદ્ભુત નજારો જોવા મળશે. પ્રકૃતિપ્રેમીઓને આ રિસોર્ટ ખુબ ગમશે. અહીં કુલ 13 લક્ઝુરિયસ રૂમ છે. જેમાં જાકુઝિ રિવર વ્યૂ, નેચર વ્યૂ રૂમ્સ, રિવર વ્યૂ રૂમ્સ, વિલા વિથ પ્રાઇવેટ થિયેટર જેવા રૂમ છે. અહીંના ગેમ ઝોનમાં તમે સ્નૂકર, એર હોકી, ટેબલ ટેનિસ, ચેસ, કેરમ જેવી ગેમ્સ એન્જોય કરી શકો છો. ઉપરાંત રિસોર્ટમાં વોટરફોલ સાથેનો સ્વિમિંગ પુલ, હોર્સ રાઇડિંગ, એટીવી એડવેન્ચર ક્વોડ બાઇક રાઇડ એન્ડ રિવરસાઇડ વોકનો આનંદ માણી શકો છો. અહીં વન-ડે પિકનિક કે વન નાઇટ સ્ટે પણ કરી શકાય છે. અહીંની રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, ચાઇનીઝ સહિતનું ફૂડ મળશે. ડેસ્ટિનેશન વેડિંગ માટે અહીં વિશાળ આઉટડોર લોન છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો