સ્કૂલોમાં વેકેશન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતીઓના ઘરમાં ફરવાનો પ્લાન તો બની જ રહ્યો હશે. જો તમે પણ એક કે બે દિવસ માટે ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો તો આબુ રોડ પર આવેલા સન હોટલ એન્ડ રિસોર્ટમાં જઇ શકો છો. તો આવો આ હોટલ વિશે વિગતવાર જાણીએ.
સન હોટલ એન્ડ રિસોર્ટ ક્યાં છે
અમદાવાદથી 187 કિલોમીટર દૂર પાલનપુર-આબુરોડ હાઇવે પર આ હોટલ આવેલી છે. આ હોટલથી આબુરોડ 11 કિલોમીટર દૂર છે. જ્યારે પાલનપુરથી 43 કિલોમીટર દૂર આવેલો છે આ રિસોર્ટ. જે રાજસ્થાનની હદમાં છે. તમે અહીં પ્રાઇવેટ વાહન દ્વારા કે બસમાં જઇ શકો છો. રેલવેમાં જવું હોય તો પાલનપુર કે આબુરોડ રેલવે સ્ટેશને ઉતરવું પડશે.
હોટલ વિશે જાણકારી
સન હોટલ એન્ડ રિસોર્ટ એક 5 સ્ટાર કેટેગરીનો રિસોર્ટ છે. આ રિસોર્ટ 18 એકરમાં ફેલાયેલો છે. આ હોટલ રાજસ્થાનનો પ્રવેશદ્વાર છે. અહીંથી રાજસ્થાનની હદ શરૂ થાય છે. આ હોટલમાં તમને લક્ઝુરિયસ રૂમ્સ, કોટેજીસ, મડ હાઉસ, બામ્બુ વિલાસ જોવા મળશે. અહીં મલ્ટી ક્વિસાઇન રેસ્ટોરન્ટ, ઓપન પૂલ બાર, બિસ્ટ્રો બાર, સન સ્પા, કેસલ બેન્ક્વેટ હોલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, એડવેન્ચર ઝોન, વોલી બોલ, ફૂટબોલ એન્ડ લોન ટેનિસ કોર્ટ ઉપરાંત ઘણું બધું છે.
ખાસ ફિચર્સ
Check In: 1:00 PM
Check Out : 10:00 AM
પાર્કિંગ માટે પૂરતી જગ્યા, લોન્ડ્રી, ઇલેક્ટ્રીક તિજોરી, વાઇફાઇ, 24 કલાક રૂમ સર્વિસ, ડોક્ટર ઓન કોલ, રનિંગ હોટ વોટર, ઇન્ટરકોમ
બધા પ્રકારના સુવિધાઓ
બાર, રેસ્ટોરન્ટ, સ્વિમિંગ પુલ, રેઇન ડાન્સ, કોન્ફરન્સ હોલ, ફિટનેસ સેન્ટર, ગાર્ડન, પ્લેઇંગ એરિયા, કોફી શોપ, આયુર્વેદા, બિઝનેસ સેન્ટર, ટ્રેમ્પોલિન
હાઇલાઇટ્સ
વેડિંગ વેન્યૂ, ઇવેન્ટ્સ, ફોટોશૂટ, પ્રી વેડિંગ, ટીકટોક ઝોન, મૂવી શૂટીંગ, સ્પોર્ટ્સ, સેલિબ્રેશન, હેંગઆઉટ્સ, કિટી પાર્ટી, પૂલ પાર્ટી
શું કરી શકાય
કેમલ રાઇડ એટલે કે ઉંટ સવારી કરી શકાય છે.
જુદીજુદી એડવેન્ચર રાઇડ્સ અહીં આવેલી છે
હોર્સ રાઇડ એટલે કે ઘોડે સવારી કરી શકો છો
સ્પાની સુવિધા છે
ફૂટબોલ, વોલીબોલ, બાસ્કેટ બોલ, લોન ટેનિસ જેવી રમતો રમી શકાય છે
ઝિપલાઇન, રોપ કોર્સ, ઝીપ બાઇક, આર્ચરી (તિરંદાજી)નો આનંદ માણી શકાય છે.
અહીં કેવા રૂમ છે
સન સુપિરીયર
સન સુપિરીયર એક બેસ્ટ એક્ઝિક્યૂટિવ રૂમ છે. ખાસ કરીને સિંગલ ફેમિલી માટે ઉત્તમ રૂમ છે. આ રૂમમાંથી તમને ગાર્ડન વ્યૂ જોવા મળે છે. બધી રીતે સુસજ્જ ફ્લેટમાં તમને આરામ અને આનંદ એમ બન્ને મળશે. આ રૂમની સાઇઝ 340 ચોરસ ફૂટની છે. જો રૂમની સુવિધાની વાત કરીએ તો અહીં કિંગ સાઇઝનો બેડ તમને મળશે. જેની મેક્સિમમ ક્ષમતા 3 લોકોની છે. આ ઉપરાંત રૂમમાં રાઇટિંગ ટેબલ, ટી-કોફી મેકર, હાઇ સ્પીડ વાઇફાઇ, એસી, એલઇડી ટીવી, 24 કલાક રૂમ સર્વિસ વગેરે સુવિધા મળશે.
સુપર ડિલક્સ કોટેજ
આ કોટેજીસમાં બાલ્કની સાથે તમે જમવાનું એન્જોય કરી શકો છો. આ રૂમની સાઇઝ 350 ચોરસ ફૂટની છે અને વેકેશન સ્ટે માટે એકદમ અનૂકુળ છે. જો રૂમની સુવિધાની વાત કરીએ તો અહીં કિંગ સાઇઝનો બેડ તમને મળશે. જેની મેક્સિમમ ક્ષમતા 3 લોકોની છે. આ ઉપરાંત રૂમમાં રાઇટિંગ ટેબલ, ટી-કોફી મેકર, હાઇ સ્પીડ વાઇફાઇ, એસી, એલઇડી ટીવી, 24 કલાક રૂમ સર્વિસ વગેરે સુવિધા મળશે.
સન એક્ઝિક્યૂટિવ
આ રૂમની એક્સક્લૂઝિવ કેટેગરી છે જે ખાસ કરીને ફેમિલીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. એક ફ્લોરનો વિસ્તાર 950 ચોરસ ફૂટનો છે. અહીંથી તમે ખાસ કરીને સનસેટ વ્યૂ જોઇ શકો છો. આ કિંગસાઇઝમાં 6 લોકોને રહેવાની સુવિધા છે. જો રૂમની સુવિધાની વાત કરીએ તો અહીં કિંગ સાઇઝનો બેડ તમને મળશે. જેની મેક્સિમમ ક્ષમતા 3 લોકોની છે. આ ઉપરાંત રૂમમાં રાઇટિંગ ટેબલ, ટી-કોફી મેકર, હાઇ સ્પીડ વાઇફાઇ, એસી, એલઇડી ટીવી, 24 કલાક રૂમ સર્વિસ વગેરે સુવિધા મળશે.
સન શ્યૂટ
આ એક લક્ઝુરિયસ રૂમ છે જે ઘણો સ્પેસિયલ છે અને તેમાં તમામ પ્રકારની સુવિધાઓ છે. જેવી કે ડેબલ બેડ, ડ્રેસિંગ ટેબલ વગેરે. રૂમની સાઇઝ 910 ચોરસ ફૂટની છે અને આવા 2 રૂમ આ રિસોર્ટમાં છે. બાકીની સુવિધાઓ સુપર ડિલક્સ કોટેજ મુજબની છે.
બામ્બૂ હાઉસ
બામ્બૂ એટલે કે વાંસને પર્યાવરણ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. અહીં બામ્બૂ રૂમ સૌથી વધુ વ્યસ્ત રહે છે કારણ કે તે ફર્નિચરથી સારીરીતે સજ્જ છે. તમને રૂમમાંથી સનસેટ વ્યૂ મળે છે. તેનું ઇન્ટિરીયર વાંસ અને ફર્નિચરનું બનેલું છે. રૂમની સાઇઝ 650 ચોરસ ફૂટ છે. જો રૂમની સુવિધાની વાત કરીએ તો અહીં કિંગ સાઇઝનો બેડ તમને મળશે. જેની મેક્સિમમ ક્ષમતા 3 લોકોની છે. આ ઉપરાંત રૂમમાં રાઇટિંગ ટેબલ, ટી-કોફી મેકર, હાઇ સ્પીડ વાઇફાઇ, એસી, એલઇડી ટીવી, 24 કલાક રૂમ સર્વિસ વગેરે સુવિધા મળશે.
મડ હાઉસ
મડ હાઉસ તમને ગામડાની દુનિયામાં લઇ જાય છે. પરંતુ આ એવું મડ હાઉસ જે તમને જુના જમાનાની યાદો વાગોળવાની સાથે એક લક્ઝુરિયસ સુવિધાઓ પણ આપે છે. મડ હાઉસ રૂમનું ઇન્ટિરિયર ગામડાની એક પ્રાચીન હવેલી જેવું છે. જે યૂનિક અને રોયલ છે. 610 ફૂટનો આ રૂમ તમને સન સેટ વ્યૂ પ્રદાન કરે છે. જો રૂમની સુવિધાની વાત કરીએ તો અહીં કિંગ સાઇઝનો બેડ તમને મળશે. જેની મેક્સિમમ ક્ષમતા 3 લોકોની છે. આ ઉપરાંત રૂમમાં રાઇટિંગ ટેબલ, ટી-કોફી મેકર, હાઇ સ્પીડ વાઇફાઇ, એસી, એલઇડી ટીવી, 24 કલાક રૂમ સર્વિસ વગેરે સુવિધા મળશે.
સન પ્રીમિયમ રૂમ
બાથટબ સાથેનો આ રૂમ પણ લક્ઝુરિયસ છે. મોટી ફેમિલી માટે સારો છે. જેની સાઇઝ 360 ચોરસ ફૂટ છે. સુવિધાઓ ઉપર મુજબની છે. આ રૂમમાંથી તમને ગાર્ડન વ્યૂ મળે છે.
સન સિગ્નેચર શ્યૂટ
સન સિગ્નેચર સ્યુટ તમને આધુનિક સમયની લક્ઝરી સાથે રેટ્રો એટલે જુના જમાનાની અનુભૂતિ કરાવે છે, તે સામાન્ય ગરમ છત સાથેનો સંપૂર્ણ રાઉન્ડ રૂમ છે. રૂમની હેડ સ્પેસ ઘણી ઊંચી છે. માટીના ઘરના ગોળાકાર રૂમની આંતરિક અને ડિઝાઇનિંગ ગામની કોઠી દ્વારા પ્રેરિત છે જે અનુભવને અનન્ય અને રોયલ બનાવે છે. આ રૂમને ખાસ કરીને સૂર્યાસ્તના દૃશ્યનો આનંદ માણવા માટે બનાવવામાં આવ્યો છે. રૂમનું કદ 680 ચોરસ ફૂટ છે. સુવિધાઓ મડ હાઉસ જેવી જ છે.
હોટલમાં રહેવાનો ચાર્જ
અત્યારે 2 નાઇટ 3 ડેઝની ઓફર ચાલી રહી છે જે સપ્ટેમ્બર 2023 સુધી વેલિડ છે તેમાં સન સુપિરિયર રૂમના 14,999 રૂપિયા, પ્રીમિય ડિલક્સ કોટેજના 16,999, મડ કોટેજ, બામ્બૂ કોટેજ, સન શ્યૂટના 19,999 રૂપિયા, સન સિગ્નેચર શ્યૂટના 22,999, એક્ઝિક્યૂટિવ રૂમના 33,999 રૂપિયા ચાર્જ છે. જેમાં બ્રેક ફાસ્ટ અને ડીનરનો સમાવેશ થાય છે. સ્ટે દરમિયાન તમે જુદી જુદી ફ્રી એક્ટિવિટી કરી શકો છો. કેટલીક ચાર્જેબલ છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો