શહેરી શોરબકોરથી દૂર જંગલ વિસ્તારમાં થોડોક સમય રહેવા મળે તો કોને ન ગમે. આજકાલ મોટા શહેરોના લોકો મનની શાંતિ માટે એવી જગ્યાઓ શોધે છે જ્યાં કામકાજના ટેન્શનથી દૂર રહીને નેચરને એન્જોય કરી શકાય. જો તમે પણ તહેવારોની રજાઓ કે વીકેન્ડ્સમાં પ્રકૃતિના ખોળે થોડોક સમય ગાળવા માંગો છો તો આજે અમે તમને કેટલાક રિસોર્ટ બતાવીશું જે અમદાવાદની નજીક છે પરંતુ ઘોંઘાટથી દૂર છે. આ રિસોર્ટની ખાસિયત એ છે કે જો તમે ધાર્મિક ભાવના ધરાવો છો તો તમે નજીકમાં અંબાજી કે શામળાજી જેવા પોપ્યુલર ધાર્મિક સ્થળોની મુલાકાત પણ લઇ શકો છો.
મિડાસ ટચ રિસોર્ટ, ગાંભોઇ
આ કેટેગરીમાં સૌપ્રથમ આપણે વાત કરીશું પાવર્તી હિલ મિડાસ ટચ રિસોર્ટની. આ રિસોર્ટ અમદાવાદથી 101 કિલોમીટર દૂર ગાંભોઇના અદાપુર ગામમાં આવેલો છે. જે સાંબરકાંઠા જિલ્લામાં આવેલું છે. ગુજરાતનું પ્રખ્યાત યાત્રાધામ સ્થળ શામળાજી અહીંથી ફક્ત 45 કિલોમીટર દૂર આવેલું છે. એક રાત રિસોર્ટમાં રોકાણ કરીને તમે ભગવાન શામળાજીના દર્શન કરી શકો છો. આ રિસોર્ટમાં જવા માટે તમારે ચિલોડાથી હિંમતનગરનો મેઇન હાઇવે પકડવાની જરૂર નથી પરંતુ તમારે ગાંભોઇ જવા માટે તલોદ થઇને રણાસણથી અને એક બીજો રસ્તો દહેગામ વાયા રણાસણ થઇને જાય છે. અહીંથી મોડાસા પણ જઇ શકાય છે.
રિસોર્ટની ખાસિયતો
આ રિસોર્ટની ખાસિયતોની વાત કરીએ તો પાર્વતી હિલ પર હોવાના કારણે તેમાં તમને અપાર કુદરતી સુંદરતા મળે છે. ચારેબાજુ ગ્રીનરી જ ગ્રીનરી..ચોમાસામાં તો તેની સુંદરતા અનેકગણી વધી જાય છે. તમે આ રિસોર્ટમાં રહેશો તો તમે પ્રકૃતિની નજીક રહેતા હોવ તેવી લાગણી થશે. આ રિસોર્ટમાં સુવિધાની વાત કરીએ તો અહીં ઇન્ફિનિટી પુલ, બે ખાસ સ્વિમિંગપુલ, ફ્રી વાઇફાઇ, ટી-કોફી મેકર, ટીવી, ઇન્ટરકોમ ફોન, 24 કલાક સિક્યુરિટી, ગેમિંગ રૂમ જેવી સુવિધાઓ મળશે.
રૂમની વાત કરીએ તો અહીં કચ્છી ભૂંગા, ડિલક્સ કોટેજ, સુપર ડિલક્સ કોટેજ, ક્લબ કોટેજ, રોયલ શ્યૂટ જેવા રૂમ ઉપલબ્ધ છે જેમાં આધુનિક સુવિધાઓ મળી રહેશે. અહીંના રેસ્ટોરન્ટમાં તમે સ્વાદિષ્ટ ભોજનની સાથે નેચર વ્યૂ પણ એન્જોય કરી શકો છો.
જો એક્ટિવિટીઝની વાત કરીએ તો તમને અહીં પેઇન્ટ બોલ, મિનિ ગોલ્ફ, ગો કાર્ટિંગ, એડવેન્ચર કોર્સ, આર્ચરી, શૂટિંગ, બોડી ઝોર્બિંગ, કોર્ન હોલ, હાઇકિંગ, સ્ટારગેઝિંગ, જીપ સફારી, ઇન્ડોર ગેમ્સ, બર્ડ વોચિંગ, સ્વિમિંગ, બૂટ કેમ્પ અને વાઇલ્ડ લાઇફ વોચિંગ જેવી એક્ટિવિટીઝ કરી શકો છો.
અરવલ્લી ટ્રેઇલ્સ, પાલનપુર
પાલનપુરથી 13 કિલોમીટર અને અમદાવાદથી 122 કિલોમીટર દૂર આવેલો આ રિસોર્ટ પણ આસપાસ લીલી વનરાજીથી ઘેરાયેલો છે. ચોમાસા અને શિયાળા દરમિયાન તમે આ જગ્યાની મુલાકાત લઇ શકો છો. રિસોર્ટની નજીકના સ્થળોની વાત કરીએ તો જેસોર રીંછ અભયારણ્ય અહીંથી 30 કિ.મી., અંબાજી મંદિર 45 કિલોમીટર અને પાટણની રાણી કી વાવ 80 કિલોમીટર દૂર છે.
રિસોર્ટની ખાસિયતો
અરવલ્લી ટ્રેઇલ્સ એક ફેમિલી રિસોર્ટ છે. જો તમે એડવેન્ચર લવર છો તો તમે અહીં હોર્સ રાઇડિંગ, વિલેજ સફારી, વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી અને બર્ડ વોચિંગ જેવી પ્રવૃતિઓ કરી શકો છો. હોર્સ રાઇડિંગનો સમય સવારે 7 થી સાંજે 5નો છે. તમે જંગલ ટ્રેકિંગનો અનુભવ પણ લઇ શકો છો. તમે એ તો જાણતા હશો કે બનાસકાંઠાનું જંગલ રીંછ અભરાણ્ય તરીકે પણ જાણીતું છે. આ રિસોર્ટમાં વન ભોજન એટલે કે જંગલમાં બેસીને ડીનર કરી શકાય છે. કેમ્પફાયર અને ઇકોવોકની પણ મજા માણી શકાય છે. અહીં સ્પૂનબિલ રેસ્ટોરન્ટ અને100ની ક્ષમતા ધરાવતો કોન્ફરન્સ રૂમ પણ છે. રેસ્ટોરન્ટમાં તમને ઓથેન્ટિક ગુજરાતી ભોજન મળશે. જે બિલકુલ ઓર્ગેનિક હશે.
એકોમોડેશન અને અન્યુ સુવિધાઓ
જો એકોમોડેશનની વાત કરીએ તો તમને અહીં ડિલક્સ રૂમ, કોટેજ રૂમ અને શ્યૂટ રૂમ મળશે. આ રૂમ્સમાં ડબલ બેડ, એસી, ડેસ્ક, વેલકમ ડ્રિંક, હાઇસ કિપિંગ જેવી સુવિધાઓ મળે છે. અહીં 2 કોટેજ રૂમ છે જેમાંથી તમે અરવલ્લીના પહાડોને જોઇ શકો છો. બધા રૂમમાં તમામ મોર્ડન ફેસેલિટીઝ છે. શ્યૂટ રૂમના બેકડ્રોપમાં અરવલ્લીના પહાડો, બારી ખોલતા જ ગાર્ડન અને કોર્ટયાર્ડનો સુંદર નજારો જોવા મળે છે. રૂમમાં મિનિ ફ્રીજની સુવિધા પણ મળે છે.
આ ઉપરાંત 24 કલાક પાવર બેક અપ, ન્યૂઝ પેપર, બિઝનેસ સેન્ટર, કોફી શોપ, ફ્રી પાર્કિંગ, ગાર્ડન, ડોક્ટર ઓન કોલ જેવી સુવિધા મળે છે.
ક્યાં આવેલો છે
અરવલ્લી ટ્રેઇલ્સ હાથીદ્રા રોડ, માલણ ગામ, પાલનપુર, બનાસકાંઠામાં આવેલો છે. જે અમદાવાદથી 162 કિલોમીટર દૂર છે.
વનરાજી રિસોર્ટ, અંબાજી
અંબાજી જતા ભાવિકોને અંબાજીમાં ન રોકાઇને કોઇ રિસોર્ટમાં રોકાવાનું મન થાય તો અંબાજીથી 5 કિલોમીટર દૂર પાંછા ગામમાં આવેલો આ રિસોર્ટ એક બેસ્ટ ઓપ્શન છે. આ રિસોર્ટમાં ગાર્ડન એરિયા, રિસેપ્શન એરિયા, ચિલ્ડ્રન પ્લે એરિયા, સ્વિમિંગ પુલ, ઇનડોર ગેમ્સ વગેરે સુવિધાઓ છે. અહીં રેસ્ટોરન્ટમાં તમને ટેસ્ટી ભોજન મળશે. ગાડીના પાર્કિંગ માટે પણ સુવિધા છે. રૂમની વાત કરીએ તો અહીં ડિલક્સ રૂમ, સુપર ડિલક્સ રૂમ, શ્યૂટ અને કોટેજ રૂમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગેમ ઝોન, કેમ્પફાયર, ગઝેબો, વોકિંગ ટ્રેક, ઓપન જીમ, યોગા, ફોટગ્રાફી પોઇન્ટ, સાંજે મ્યુઝિકની મસ્તી માણી શકાય છે. રિસોર્ટની આસપાસ ડુંગર હોવાથી તમે ચોમાસાની સીઝનમાં લીલોતરી જોઇને આંખોને ઠંડક પહોંચાડી શકો છો. એક દિવસ રોકાણ કરીને તમે અહીંથી નજીક અંબાજી માતાના દર્શન કરવા જઇ શકો છો. કારણ કે અંબાજી મંદિર 10 મિનિટમાં પહોંચી જવાશે. તમે ગબ્બર પર્વત, કુંભારિયા જૈન ટેમ્પલ તેમજ આસપાસના સ્થળોની વિઝિટ કરીને પાછા રિસોર્ટમાં આવી શકો છો. અમદાવાદથી આ રિસોર્ટ લગભગ 192 કિલોમીટર દૂર છે.
રિસોર્ટની વેબસાઇટ અનુસાર ડબલ બેડ અને બ્રેકફાસ્ટ સાથે ડિલક્સ રૂમના 3500 રૂપિયા, સુપર ડિલક્સ રૂમના 4200, શ્યૂટના 6800 રૂપિયા અને કોટેજના 5200 રૂપિયા ચાર્જ છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો