વેકેશનમાં બાળકોની સાથે હવે વડીલો પણ ધિંગામસ્તી કરશે. નવાઇ લાગીને..! જીહાં, આજે અમે લાવ્યા છીએ એક એવી જગ્યા જ્યાં તમે અમદાવાદના કોલાહલથી દૂર શાંતિથી એક દિવસ પસાર કરી શકો છો. અને આ જગ્યાનું નામ છે ધિંગા મસ્તી રિસોર્ટ.
ધિંગા-મસ્તી રિસોર્ટ
નેચરની વચ્ચે શાંતિથી એક કે બે દિવસ પસાર કરવા માટે ધિંગા-મસ્તી રિસોર્ટ બેસ્ટ જગ્યા છે. સૌપ્રથમ તો આ રિસોર્ટ ક્યાં આવ્યો છે તે જાણી લઇએ. ધિંગા મસ્તી રિસોર્ટ અમદાવાદથી લગભગ 85 કિલોમીટર દૂર ઉપરિયાળા ગામમાં આવેલો છે. આ ગામ શંખેશ્વર-પાટડી રોડ પર વિરમગામ તાલુકામાં આવેલું છે. અહીં જવા માટે તમારે સરખેજ-સાણંદ ચોકડી થઇને સાણંદ તરફના રોડ પર જવું પડશે જ્યાંથી વિરમગામ થઇને તમે અહીં પહોંચી શકશો.
રિસોર્ટની ખાસિયતો
ધિંગા મસ્તી રિસોર્ટ આશરે પાંચ વર્ષ જુનો છે. વચ્ચે કોવિડના સમયમાં થોડોક સમય બંધ રહ્યો હતો અને હવે ફરીથી ચાલુ થયો છે. તેમાં ઘણાં સુધારા-વધારા કરવામાં આવ્યા છે. આ જગ્યા બાળકોના પિકનિક માટે, કોર્પોરેટ ગેધરિંગ માટે પણ એક ઉત્તમ જગ્યા છે. આ પ્રોપર્ટીમાં ગ્રામ્ય સંસ્કૃતિની ઝલક પણ જોવા મળે છે.
વન-ડે પિકનિક પેકેજ
નોંધઃ વન-ડે પિકનિક કરવી હોય તો શુક્ર, શનિ, રવિમાં મિનિમમ 10 વ્યક્તિઓ જ્યારે સોમથી ગુરુમાં ઓછામાં ઓછા 20 વ્યક્તિઓ જરૂરી છે.
પેકેજ-1
સમયઃ સવારે 9થી સાંજે 6
કિંમતઃ રૂ.1250 પ્રતિ વ્યક્તિ (બ્રેક ફાસ્ટ, લંચ, હાઇ-ટી)
એક્ટિવિટીઝઃ
મિનિ એડવેન્ચર પાર્ક (12 જેટલી પ્રવૃતિઓ કરી શકાય)
બગીચામાં હિંચકા ખાઓ
મ્યૂઝિક સાથે સ્વિમિંગ પુલની મજા
આઉટડોર ગેમ્સ
ઇનડોર ગેમ્સ
ડાન્સ પાર્ટી
એકસ્ટ્રા ચાર્જ
હોર્સ રાઇડિંગ અને ઝિપ લાઇના એકસ્ટ્રા પૈસા થશે
પેકેજ-2
સમયઃ સવારે 9થી સાંજે 9
કિંમતઃ રૂ.1700 પ્રતિ વ્યક્તિ (બ્રેક ફાસ્ટ, લંચ, હાઇ-ટી, ડિનર)
એક્ટિવિટીઝઃ
મિનિ એડવેન્ચર પાર્ક (12 જેટલી પ્રવૃતિઓ કરી શકાય)
બગીચામાં હિંચકા ખાઓ
મ્યૂઝિક સાથે સ્વિમિંગ પુલની મજા
આઉટડોર ગેમ્સ
ઇનડોર ગેમ્સ
ડાન્સ પાર્ટી
એકસ્ટ્રા ચાર્જ
હોર્સ રાઇડિંગ અને ઝિપ લાઇના એકસ્ટ્રા પૈસા થશે
પેકેજ-3
સમયઃ સવારે 9થી રાતે 12
કિંમતઃ રૂ.1850 પ્રતિ વ્યક્તિ (બ્રેક ફાસ્ટ, લંચ, હાઇ-ટી, ડીનર)
એક્ટિવિટીઝઃ
મિનિ એડવેન્ચર પાર્ક (12 જેટલી પ્રવૃતિઓ કરી શકાય)
બગીચામાં હિંચકા ખાઓ
મ્યૂઝિક સાથે સ્વિમિંગ પુલની મજા
આઉટડોર ગેમ્સ
ઇનડોર ગેમ્સ
ડાન્સ પાર્ટી
ઓપન એર થિયેટર
એકસ્ટ્રા ચાર્જ
હોર્સ રાઇડિંગ અને ઝિપ લાઇના એકસ્ટ્રા પૈસા થશે
રૂમની ખાસિયતો
અહીં તમને 3 પ્રકારના રૂમ જોવા મળશે. સૌપ્રથમ એસી ડિલક્સ રૂમની વાત કરીએ તો અહીં તેમાં કિંગસાઇઝ બેડ, સોફા, વોટર જગ, ખુરશી વગેરે સુવિધા મળશે. ડબલ બેડ સાથે આ રૂમમાં એકસ્ટ્રા 4 મેટ્રેસિસ પાથરી શકાય છે. એટલે કુલ 6 વ્યક્તિ તેમાં રહી શકે છે.
બીજો પ્રકાર છે એસી ડિલક્સ હટ એટલે કચ્છી ભૂંગા સ્ટાઇલનો રૂમ. આ રૂમમાં પણ એસી, એટેચ બાથરૂમ, 2 ચેર, ડબલ બેડ સહિત ડિલક્સ રૂમની તમામ સુવિધાઓ મળશે. જો કે આ રૂમમાં ફક્ત 2 એકસ્ટ્રા મેટ્રેસિસ ઉપલબ્ધ રહેશે. એટલે કુલ 4 વ્યક્તિઓ તેમાં રહી શકે છે.
અહીં એસી ડિલક્સ ટેન્ટ પણ છે. ટેન્ટમાં કુલ 4 વ્યક્તિઓ રહી શકે છે. એક ડબલ બેડ અને 2 એકસ્ટ્રા મેટ્રેસિસ તમને મળશે. બાકીની સુવિધાઓ ડિલક્સ રૂમ જેવી જ છે.
તમે અહીં ગ્રુપમાં આવો છો તો પ્રાઇવેટ બુકિંગ પણ કરાવી શકો છો.
રૂમના ભાડાં (ભોજન વગર)
રિસોર્ટમાં ચેક ઇન સવારે 12 વાગે અને ચેક આઉટ સવારે 10 વાગ્યાનું હોય છે. એસી ડિલક્સ કપલ રૂમ 3500 રૂપિયાનો છે. જેમાં એકસ્ટ્રા એડલ્ટ (11 વર્ષથી ઉપર)નાં 800 રૂપિયા થશે. જ્યારે 6 થી 10 વર્ષના બાળકના 600 રૂપિયાનો ચાર્જ છે.
એસી ડિલક્સ હટમાં કપલ રૂમના 3000 રૂપિયા, એકસ્ટ્રા એડલ્ટના 700 રૂપિયા અને બાળકના 500 રૂપિયા ચાર્જ છે. જ્યારે એસી ડિલક્સ ટેન્ટમાં કપલ રૂમના 2500, એકસ્ટ્રા વ્યક્તિના 600 અને બાળકના 500 રૂપિયા ચૂકવવાના થશે.
રૂમના ભાડાં (ભોજન સાથે)
એસી ડિલક્સ કપલ રૂમ 5000 રૂપિયાનો છે. જેમાં એકસ્ટ્રા એડલ્ટ (11 વર્ષથી ઉપર)નાં 1800 રૂપિયા થશે. જ્યારે 6 થી 10 વર્ષના બાળકના 1500 રૂપિયાનો ચાર્જ છે.
એસી ડિલક્સ હટમાં કપલ રૂમના 4500 રૂપિયા, એકસ્ટ્રા એડલ્ટના 1800 રૂપિયા અને બાળકના 1500 રૂપિયા ચાર્જ છે. જ્યારે એસી ડિલક્સ ટેન્ટમાં કપલ રૂમના 4000, એકસ્ટ્રા વ્યક્તિના 1600 અને બાળકના 1300 રૂપિયા ચૂકવવાના થશે. પેકેજમાં બ્રેક ફાસ્ટ, લંચ, ડિનર અને હાઇટીનો સમાવેશ થાય છે. દરેક બાથરૂમમાં તમને હેન્ડ વોશ, સોપ, શેમ્પૂ, ટોવેલની સુવિધા મળશે.
રિસોર્ટમાં સુવિધાઓ
ધિંગા મસ્તી રિસોર્ટમાં જો સુવિધાઓની વાત કરીએ તો અહીં મિનિ એડવેન્ચર પાર્ક, સ્વિમિંગ પુલ (કોશ્યુમ ફરજીયાત), મલ્ટી પર્પઝ હોલ, મેડિડેટશન હોલ, કોમ્યુનિટી સિટિંગ પ્લેસ, રેસ્ટોરન્ટ, ઓપન સ્કાય થિએટર, ક્લબ હાઉસ, બર્થ ડેની ઉજવણી કરવી હોય તો ડેકોરેશનની સુવિધા છે જેના એક્સ્ટ્રા ચાર્જ રહેશે.
એક્ટિવિટીઝ અને એમેનિટીઝ
રિસોર્ટમાં એક્ટિવિટીઝની વાત કરીએ તો અહીં બેબી પૂલ અને ઇન્ફિનિટી પૂલ એમ બે જાતના સ્વિમિંગ પુલ છે. એડવેન્ચર એક્ટિવિટીઝમાં બર્મા બ્રિજ, ટાયર વોક, પ્લાન વોક, બેલેન્સિંગ રોપ, બેલેન્સિંગ પ્લાન્ક, લેડર વોક અને કમાન્ડો નેટ જેવી પ્રવૃતિ કરી શકશો. જ્યારે આઉટડોર ગેમ્સમાં ક્રિકેટ, વોલીબોલ, બેડમિન્ટન, ટગ ઓફ વોર, મ્યુઝિકલ ચેર જેવી રમતો રમી શકાય છે.
આ રિસોર્ટમાં આર્ચરી, ચિલ્ડ્રન પ્લે એરિયા, બગીચામાં હિંચકાનો આનંદ માણી શકાય છે. ઇનડોર ગેમ્સમાં તમે કેરમ, ચેસ, પત્તા, પુલ ટેબલ, ટેબલ ટેનિસ, હાઉસી અને અન્ય બોર્ડ ગેમ્સનો આનંદ માણી શકો છો. ગ્રપમાં આવો છો તો ગ્રુપ ગેમ્સ, ઓપન સ્કાય થિયેટર, ફન એક્ટિવિટીઝ વિથ મ્યૂઝિકનો લ્હાવો લઇ શકાય છે.
અહીં કચ્છનું નાનું રણ નજીક છે તો જો તમારે રણમાં જીપ સફારી કરવી હોય તો 4000 રૂપિયામાં 3 કલાક માટે સફારી કરી શકાય છે. જેમાં 6 થી 8 વ્યક્તિઓ બેસી શકશે. અહીં ઉંટ સવારી પણ 1500 રૂપિયા ખર્ચીને કરી શકાય છે.
રિસોર્ટની નજીક શું છે
19 કિલોમીટર દૂર વાઇલ્ડ એસ સેન્ક્ચુરી, બજાણામાં છે જ્યાં તમે જંગલી ગધેડા જોઇ શકો છો. આ સિવાય 10 કિલોમીટર દૂર વર્ણીન્દ્ર સ્વામિનારાયણ ધામ, 2 કિલોમીટર દૂર ઉપરિયાળા જૈન મંદિર, 45 કિલોમીટર દૂર શંખેશ્વર જૈન મંદિર જ્યારે 48 કિલોમીટર દૂર બહુચરાજી મંદિર આવેલું છે.
રિસોર્ટનો સંપર્ક આ રીતે કરો
dhingaaamasteee@gmail.com
મોબાઇલઃ +91 922 776 8166
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો