હિમાચલના કલ્પામાં તમે જોઇ શકો છો અપાર કુદરતી સુંદરતા, શિમલા-મનાલી પણ તેની આગળ ફેઇલ

Tripoto
Photo of હિમાચલના કલ્પામાં તમે જોઇ શકો છો અપાર કુદરતી સુંદરતા, શિમલા-મનાલી પણ તેની આગળ ફેઇલ by Paurav Joshi

જો તમે થોડા સમય માટે ઓફિસની ધમાલથી દૂર રહેવા માંગતા હોવ, તો અમે તમારા માટે શ્રેષ્ઠ સ્થાન શોધી લીધું છે. એક એવું સ્થળ જે દર સપ્તાહના અંતમાં પર્વતોની મુલાકાત લેનારા મિત્રોના મોઢેથી પણ સાંભળ્યું નહીં હોય. કારણ કે અહીં ન તો નૈનીતાલ જેવી ભીડ છે અને ન તો શિમલાના મોલ રોડ જેવું બજાર છે. અહીં માત્ર શાંતિ, આરામ અને સુંદરતા છે. આ બધાને એકસાથે જોવા માટે ફક્ત એક વસ્તુ જોઇએ અને તે છે તમારી વ્યસ્ત ઝિંદગીમાંથી શાંતિની બે પળ. જ્યારે તમે સવારે ઉઠો ત્યારે ઓફિસ જવા માટે ન જાગો, પરંતુ બારીમાંથી બરફની ચાદરથી ઢંકાયેલો પહાડ જોઈને જાગો. તો આવો, અમે તમને એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમને આ બધું મળશે.

Photo of હિમાચલના કલ્પામાં તમે જોઇ શકો છો અપાર કુદરતી સુંદરતા, શિમલા-મનાલી પણ તેની આગળ ફેઇલ by Paurav Joshi

હિમાચલ પ્રદેશમાં કુદરતી સૌંદર્યનો એક અલગ જ સુંદર નજારો જોઈ શકાય છે. અહીંની ઉંચી-ઉંચી ખીણો અને પહાડોની સુંદરતા કોઈને પણ પોતાની તરફ આકર્ષિત કરશે. આ જ કારણ છે કે અહીં વર્ષભર પ્રવાસીઓની ભીડ રહે છે. જો તમે આ વેકેશનમાં હિમાચલ પ્રદેશની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો શિમલા, મનાલી, ધર્મશાલા, મેકલિયોડગંજ વગેરે સ્થળોએ જવાને બદલે કિન્નૌર જિલ્લામાં સ્થિત એક સુંદર શહેર કલ્પા જાઓ. અહીં તમે બધી ભીડથી દૂર પ્રકૃતિ સાથે એકાંતમાં થોડો સમય વિતાવી શકો છો.

હિમાચલ પ્રદેશમાં હાજર કલ્પા આપણા બધાની કલ્પનાની બહાર છે. કારણ કે અહીં ઘણું બધું છે જેની આપણે કલ્પના પણ કરી શકતા નથી. જોકે કલ્પાના સ્થાનિક લોકો માટે ત્યાં રહેવું મુશ્કેલ હોય છે. પરંતુ ત્યાંની શાંતિ અને હળવાશ હશે જેની આપણે આટલા વર્ષોથી રાહ જોઈ રહ્યા છીએ. કલ્પા એક નાનકડું શહેર છે જે સમુદ્ર સપાટીથી 2960 મીટરની ઉંચાઈ પર આવેલું છે.

Photo of હિમાચલના કલ્પામાં તમે જોઇ શકો છો અપાર કુદરતી સુંદરતા, શિમલા-મનાલી પણ તેની આગળ ફેઇલ by Paurav Joshi

કલ્પા સુધી પહોંચવા માટે છે ઘણા વિકલ્પો

કલ્પાની સૌથી નજીકનું એરપોર્ટ શિમલામાં જુબ્બરહટ્ટી એરપોર્ટ છે, જે અહીંથી લગભગ 270 કિમીના અંતરે આવેલું છે. એરપોર્ટ સિવાય, શિમલામાં એક નાનું રેલ્વે સ્ટેશન પણ છે જ્યાંથી લોકપ્રિય ટોય ટ્રેન પસાર થાય છે. તે સાંકડા ટ્રેક પર કાલકામાંથી પસાર થાય છે અને કલ્પા પહોંચવા માટેનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે, જે સાતથી આઠ કલાકનું અંતર છે. આ સિવાય તમે કલ્પા માટે HRCTC બસ પણ બુક કરી શકો છો, જેના દ્વારા તમે 13-14 કલાકમાં પહોંચી શકો છો. મહત્વનું છે કે શિમલા, મનાલી, કિન્નૌરથી ઘણી બસો કલ્પા જાય છે.

Photo of હિમાચલના કલ્પામાં તમે જોઇ શકો છો અપાર કુદરતી સુંદરતા, શિમલા-મનાલી પણ તેની આગળ ફેઇલ by Paurav Joshi

કલ્પા છે ખૂબ જ સુંદર ગામ

કલ્પ એક નાનું ખૂબ જ સુંદર શહેર છે. તે કિન્નૌર જિલ્લાથી માત્ર 5 થી 6 કિલોમીટરના અંતરે આવેલું છે. કલ્પાની ઊંચાઈ સમુદ્રની સપાટીથી લગભગ 2960 મીટર છે. આ શહેર તેના સફરજનના બગીચા, શાંતિપૂર્ણ વાતાવરણ અને આ વિસ્તારમાં ચારે બાજુ ફેલાયેલા કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. કલ્પાની સુંદરતા વિશે બહુ ઓછા લોકો જાણે છે, આ જ કારણ છે કે અત્યાર સુધી અહીંની પ્રાકૃતિક સુંદરતા સચવાયેલી છે. તમને જણાવી દઈએ કે કૈલાશ પર્વતના બર્ફિલા શિખરો અહીં કોઈપણ જગ્યાએથી સરળતાથી જોઈ શકાય છે. અહીં એક સફરજનનો બગીચો પણ છે જે ખૂબ જ આકર્ષક છે. સફરજનના બગીચા અહીંના રહેવાસીઓની આજીવિકાનું મુખ્ય સાધન છે. અહીં બૌદ્ધ મઠ અને મંદિરો પણ છે.

Photo of હિમાચલના કલ્પામાં તમે જોઇ શકો છો અપાર કુદરતી સુંદરતા, શિમલા-મનાલી પણ તેની આગળ ફેઇલ by Paurav Joshi

ટ્રેકિંગ માટે પણ શ્રેષ્ઠ સ્થળ

કિન્નોર કૈલાશનું બરફથી ઢંકાયેલું શિખર અહીંથી ખૂબ જ સુંદર લાગે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ શિખર તેના રંગ બદલવા માટે જાણીતું છે. તેમજ કેટલાક પૂર્વજોનું કહેવું છે કે આ ભગવાન શિવનું ઘર છે. આ સિવાય જો તમને ટ્રેકિંગનો શોખ હોય તો તેમના માટે પણ અહીં જવું એક સારો વિકલ્પ છે. તો કલ્પાથી રોધી ગામ સુધીનો પાંચ કિલોમીટરનો ટ્રેક લો જે તમને જીવનભર યાદ રહેશે. હિમાચલના કલ્પા ગામના ચોકની ઉપર એક વ્યુ પોઈન્ટ છે, જ્યાંથી આખા ગામનો અદ્ભુત નજારો જોવા મળે છે. આ સિવાય તમે અહીંના સ્થાનિક નારાયણ નાગણી મંદિરમાં પણ પ્રાર્થના કરી શકો છો.

Photo of હિમાચલના કલ્પામાં તમે જોઇ શકો છો અપાર કુદરતી સુંદરતા, શિમલા-મનાલી પણ તેની આગળ ફેઇલ by Paurav Joshi

કલ્પામાં હુ-બુુઉ-ઇયાન-કર ગોમ્પા સહિત એક બૌદ્ધ મઠ સ્થિત છે. આ ગામ હિન્દુ અને બૌદ્ધ રહેવાસીઓનું મિલન છે. જ્યારે પણ તમે કલ્પમાં જાઓ છો, ત્યારે બૌદ્ધ હૂ-બૂ-લાન-ખર મઠમાં આરામ કરવા અથવા હિંદુ દુર્ગા મંદિરમાં આશીર્વાદ લેવા જરૂર જાઓ. મહત્વનું છે કે શહેરી જીવનના શોરબકોરથી દૂર, કલ્પામાં એક શુદ્ધ પ્રાકૃતિક આનંદ લો. અહીં તમે માત્ર એક જ દિવસમાં આખા ગામની મુલાકાત લઈ શકો છો. પ્રકૃતિને પ્રેમ કરતા લોકો માટે કલ્પા એકદમ શ્રેષ્ઠ સ્થળ છે.

કલ્પની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય

કલ્પાની ઊંચાઈને લીધે, ત્યાં આખા વર્ષ દરમિયાન મધ્યમ આબોહવાનો અનુભવ થાય છે. ઓક્ટોબરથી મે સુધી શિયાળો લાંબો અને ઠંડો હોય છે. જ્યારે ઉનાળો જૂનથી સપ્ટેમ્બર સુધીનો હોય છે. ગામમાં ચોમાસાની ઋતુમાં ખૂબ જ અણધાર્યો વરસાદ પડે છે. ઉનાળાની ઋતુમાં ગામનું તાપમાન 8 °C થી 24 °C ની વચ્ચે હોય છે. જ્યારે શિયાળામાં તે 15 ડિગ્રી સેલ્સિયસથી 20 ડિગ્રી સુધી રહે છે. જો તમે આ ગામની મુલાકાત લેવા જાવ છો તો ઉનાળાની ઋતુમાં જરૂર કરો.

Photo of હિમાચલના કલ્પામાં તમે જોઇ શકો છો અપાર કુદરતી સુંદરતા, શિમલા-મનાલી પણ તેની આગળ ફેઇલ by Paurav Joshi

કલ્પાની નજીક જોવાલાયક સ્થળો

બેરિંગ નાગ મંદિર

બેરિંગ નાગ મંદિર એક ખૂબ જ સુંદર મંદિર છે જે સાંગલા ખીણનું મુખ્ય પ્રવાસન સ્થળ છે. તમને જણાવી દઈએ કે આ મંદિર તેની વાસ્તુકલા માટે જાણીતું છે.

ચિતકુલ

Photo of હિમાચલના કલ્પામાં તમે જોઇ શકો છો અપાર કુદરતી સુંદરતા, શિમલા-મનાલી પણ તેની આગળ ફેઇલ by Paurav Joshi

ચિતકુલ એ ભારત-તિબેટ રોડ પર ભારતીય સરહદોની અંદરનું છેલ્લું વસવાટવાળું ગામ હોવાનું કહેવાય છે. આ ગામ કિન્નૌર ખીણમાં સાંગલાથી 28 કિમીના અંતરે 3450 મીટરની ઉંચાઈ પર આવેલું છે. ચિતકુલ તેની આકર્ષક સુંદરતા અને શાંત વાતાવરણ માટે એક ઉત્તમ પ્રવાસન સ્થળ તરીકે જાણીતું છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads