મહારાષ્ટ્રનું પુણે શહેર અનેક રીતે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ સુંદર શહેર પોતાની અંદર એક અનોખો ઈતિહાસ ધરાવે છે. એટલા માટે અહીંની સુંદરતા જોવા માટે દેશના વિવિધ ભાગોમાંથી દરરોજ હજારો લોકો પુણે પહોંચે છે.
પુણેની આજુબાજુ એવી ઘણી શ્રેષ્ઠ અને અદ્ભુત જગ્યાઓ આવેલી છે, જ્યાં માત્ર સ્થાનિક લોકો જ નહીં, પરંતુ દેશના ખૂણે-ખૂણેથી પ્રવાસીઓ ચોમાસામાં ફરવા આવતા રહે છે.
જો તમે પણ ચોમાસામાં પાર્ટનર, ફેમિલી કે મિત્રો સાથે પુણેની આસપાસની કેટલીક મનોહર જગ્યાઓ જોવા માંગતા હોવ તો અમે તમને આ લેખમાં કેટલીક અદ્ભુત જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
માલશેજ ઘાટ (Malshej Ghat)
દરિયાની સપાટીથી લગભગ 700 મીટરની ઉંચાઈ પર આવેલો માલશેજ ઘાટ એક એવી જગ્યા છે, જેનું અસલી સૌંદર્ય બીજી કોઈ ઋતુમાં નહીં, પણ ચોમાસામાં જોવા મળે છે. આ સુંદર સ્થળ મહારાષ્ટ્રમાં એક અદ્ભુત હિલ સ્ટેશન તરીકે પણ પ્રખ્યાત છે.
માલશેજ ઘાટ મહારાષ્ટ્ર માટે એક એવું સ્થળ છે જ્યાં ચોમાસા દરમિયાન દૂર-દૂરથી પ્રવાસીઓ મુલાકાત લેવા આવે છે. માલશેજ ઘાટની હરિયાળી અને ચોમાસામાં પહાડો પરથી પડતું પાણી આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે.
માલશેજ ઘાટમાં માલશેજ વોટરફોલ, આજોબાગડ કિલ્લો, પિંપળગાંવ જોગા ડેમ અને કોંકણ કડા જેવા શ્રેષ્ઠ સ્થળોને એક્સપ્લોર કર્યા પછી, તમે ચોમાસામાં અન્ય સ્થળો વિશે ભૂલી જશો.
અંતર- પુણેથી માલશેજ ઘાટ લગભગ 3 કલાકની ડ્રાઈવ પર છે.
પાવના લેક (Pawna lake)
પુણે શહેરની નજીકમાં આવેલું પાવના તળાવ એક એવું સ્થળ છે જે કોઈપણ પ્રવાસીને મંત્રમુગ્ધ કરી શકે છે. ખાસ કરીને ચોમાસામાં આ તળાવની સુંદરતા ચરમસીમાએ હોય છે. પ્રકૃતિ પ્રેમીઓ અને શાંતિ શોધનારાઓ માટે પાવના તળાવ સ્વર્ગથી જરાય કમ નથી. ઘણા લોકો ચોમાસા દરમિયાન અહીં લોંગ ડ્રાઈવ પર પણ જાય છે. ચોમાસામાં ઘણા પરિવારો અહીં પિકનિક કરવા પણ પહોંચે છે. ખાસ કરીને કેમ્પિંગના શોખીન પ્રવાસીઓ સૌથી વધુ તળાવના કિનારે પહોંચે છે.
પાવના લેક એ પાવના ડેમ દ્વારા બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવ છે. આ તળાવની નજીક ત્રણ કિલ્લાઓ છે, લોહગઢ, તિકોના અને તુંગી કિલ્લો. આ સ્થળોની મુલાકાત તમે પાવના તળાવની સાથે લઈ શકો છો. આ તળાવ નાગંજ અને રાજમાચીની પણ નજીક છે. તમે પાવના તળાવ નજીક ઘણા સ્થળોની મુલાકાત લઈ શકો છો. સૂર્યાસ્ત દરમિયાન તળાવનો નજારો જોવાલાયક હોય છે.
અંતર- પુણેથી પાવના તળાવનું અંતર લગભગ 50 કિમી છે. તમે સિયાન-પનવેલ એક્સપ્રેસવે અને મુંબઈ-પુણે એક્સપ્રેસવેના ખંડાલા, લોનાવલામાં NH 4 દ્વારા પાવના તળાવ પર પહોંચી શકો છો.
કામશેત
કામશેત મહારાષ્ટ્રના એવા સ્થળોમાંનું એક છે જ્યાં ચોમાસા દરમિયાન સૌથી વધુ પ્રવાસીઓ આવે છે. ચારે બાજુ શાંત વાતાવરણ અને હરિયાળી આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે. 20 °C થી 26 °C સુધીના તાપમાન સાથે અર્ધ-શુષ્ક આબોહવા સાથે અહીંનું હવામાન રાજ્યના અન્ય સ્થળો કરતાં તદ્દન અલગ છે. અહીંના ગામડાઓમાં આજે પણ ચીકણી માટી અને છાણનો ઉપયોગ કરીને પરંપરાગત શૈલીમાં ઘરો બાંધવામાં આવે છે. કામશેતના લોકો મહેનતુ અને પ્રમાણિક હોવાનું કહેવાય છે.
કામશેત માત્ર તેની સુંદરતા માટે જ નહીં પરંતુ સાહસિક પ્રવૃત્તિઓ માટે પણ પ્રખ્યાત છે. ઘણા લોકો અહીં ટ્રેકિંગ તેમજ પેરાગ્લાઈડિંગ માટે પહોંચે છે. તેથી જ તેને પેરાગ્લાઈડરનું સ્વર્ગ પણ કહેવામાં આવે છે. અહીં ઘણી પેરાગ્લાઈડિંગ સ્કૂલો પણ છે જેની મદદથી આ રોમાંચક સાહસ શીખી શકાય છે. અહીં શિંદે વાડી હિલ્સ તેની પ્રાકૃતિક સુંદરતા સાથે પેરાગ્લાઈડિંગ માટે સૌથી વધુ લોકપ્રિય છે. જમીનથી 100-200 ફૂટની ઉંચાઈને કારણે પેરાગ્લાઈડિંગ શરૂઆત કરનારાઓ માટે આ એક આદર્શ સ્થળ માનવામાં આવે છે.
કોંડેશ્વર મંદિર
પ્રાકૃતિક સ્થળો ઉપરાંત, તમે અહીં ધાર્મિક સ્થળોની મુલાકાતનો આનંદ પણ લઈ શકો છો. તમે અહીં ભગવાન શિવને સમર્પિત કોંડેશ્વર મંદિરની મુલાકાત લઈ શકો છો. આ એક પ્રાચીન હાથી મંદિર છે જે ખૂબ જ ગાઢ જંગલોની વચ્ચે આવેલું છે. મંદિરના નિર્માણમાં કાળા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, મંદિરનું સ્થાપત્ય માડપંથી શૈલીનું પ્રતિનિધિત્વ કરે છે. લોકોને ચોમાસા દરમિયાન આ મંદિરની મુલાકાત ન લેવાની સલાહ આપવામાં આવે છે કારણ કે અહીંનો વિસ્તારો ખડકોથી ભરેલા છે, જે મુશ્કેલીઓ તરફ દોરી શકે છે.
મહાશિવરાત્રીનો તહેવાર અહીં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ ઉપરાંત મંદિરમાં શ્રી ખતેશ્વર મહારાજની સમાધિ, એક તળાવ અને નજીકના વિસ્તારમાં એક સુંદર ધોધ પણ છે.
ભૈરી ગુફાઓ
જો તમે પ્રાકૃતિક સૌંદર્ય સાથે કોઈ સાહસની શોધમાં છો, તો તમે અહીં ભૈરી ગુફાઓમાં ફરવા જવાની યોજના બનાવી શકો છો. ભૈરી ગુફાઓ કામશેતના ઊંચા ખડકો પર આવેલી છે. એવું માનવામાં આવે છે કે આજે પણ અહીં પ્રાણીઓની બલિ ચઢાવવામાં આવે છે.
અહીં લોકો પાસે રાંધવાના ઘણા વાસણો છે, સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, જો કોઈ તેને ચોરી કરવાનો પ્રયાસ કરે છે, તો તેમના પોતાના ભગવાન તેમને સજા આપે છે. ટ્રેકિંગ દ્વારા ગુફાઓ સુધી પહોંચી શકાય છે.
અંતર- પુણેથી કામશેતનું અંતર લગભગ 48 કિમી છે.
લવાસા
લવાસા એવી જગ્યાઓમાંથી છે જ્યાં કોઇ પણ વ્યક્તિ એકવાર જો ચોમાસામાં પહોંચી જાય તો તે કોઇ બીજી દુનિયામાં જ પહોંચી જાય છે. તેની સુંદરતા તેને પ્રકૃતિ પ્રેમીઓ અને ભીડભાડથી દૂર એકાંત શોધી રહેલા પ્રવાસીઓ માટે સ્વર્ગ બનાવે છે.
લવાસાને એક સુંદર હિલ સ્ટેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. અદ્ભુત ધોધ અને ઊંચા પર્વતો ઉપરાંત, લવાસા રોક ક્લાઇમ્બિંગ અને ટ્રેકિંગ જેવી પ્રવૃત્તિઓ માટે પણ જાણીતું છે. ચોમાસામાં અહીંના પહાડો વાદળોથી ઢંકાઈ જાય છે.
લવાસામાં એક્સપ્લોર કરવા માટેના કેટલાક શ્રેષ્ઠ સ્થળોમાં બામ્બુસા, ટેમઘર ડેમ, તિકોના કિલ્લો અને દાસવે વ્યુપોઈન્ટ છે.
અંતર- પુણેથી લવાસાનું અંતર અંદાજે 69 કિમી છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો