અરુણાચલ પ્રદેશમાં આમ તો ફરવાલાયક ઘણી જગ્યાઓ છે પરંતુ રોઇંગ ઘણી ખાસ જગ્યા છે. રોઇંગ પોતાના બરફથી ઢંકાયેલા પહાડો, પુરાતત્વિક સ્થળો, નદીઓ, ઝરણા, ખીણો, શાંત સરોવરો જેવા આકર્ષક સ્થળો માટે જાણીતું છે. અહીં આવવું તમારા માટે એક કમ્પ્લિટ ટ્રાવેલ એક્સપીરિયન્સ બની શકે છે. ભીષ્ણનગરનો કિલ્લો અને નહેરુ ઉદ્યોગ આ શહેરનું ઐતિહાસિક મહત્વ પણ બતાવે છે. અરુણાચલ પ્રદેશના રોઇંગમાં તમને બર્ફિલા પહાડો જોવાનો અનુભવ એકવાર જરુર લેવો જોઇએ. અહીં તમે તમારી ફેમિલી કે ફ્રેન્ડ્સની સાથે જઇ શકો છો અને રોઇંગ તમને બિલકુલ નિરાશ નહીં કરે. આવો અરુણાચલ પ્રદેશના આ શહેર વિશે જાણીએ..
રોઇંગને લગતી મહત્વની માહિતી
રોઇંગ નીચલી દિબાંગ ખીણમાં આવેલું છે જે લીલીછમ ખીણો, નદીઓ, બરફથી ઢંકાયેલ શિખરો, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિથી ભરેલું છે. તે ટ્રેકિંગ, એંગલિંગ, રાફ્ટિંગ અને રોક ક્લાઇમ્બિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓ માટે પણ સારું સ્થળ છે. આ શહેરમાં આદિ-પદમ અને ઇદુ-મિશ્મી જાતિઓ રહે છે. ફેબ્રુઆરી મહિનામાં ઉજવાતો ઇદુ મિશ્મીનો રેહ તહેવાર અહીં ખૂબ જ પ્રખ્યાત છે, જેને જોવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે. જ્યારે આદિ જાતિનો સોલંગ ઉત્સવ પણ દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. રોઇંગ જવાનો શ્રેષ્ઠ સમય ઉનાળો છે.
રોઇંગના પ્રખ્યાત પ્રવાસી સ્થળો અને ફરવાની જગ્યાઓ
મહો તળાવ
મહો તળાવ રોઇંગથી 14 કિમી દૂર મહૂ વાઇલ્ડ લાઇફ અભયારણ્યમાં આવેલું છે. 3000 ફૂટની ઉંચાઈ પર આવેલું મહો તળાવ જોવામાં ખૂબ જ સુંદર લાગે છે. 4 ચોરસ કિમીમાં ફેલાયેલું આ તળાવ સુંદર ફૂલો અને છોડ સાથે ગાઢ લીલા જંગલની વચ્ચે સ્થિત મોટી સંખ્યામાં જંગલી બતકને આકર્ષે છે. ભૂસ્તરશાસ્ત્રીઓ દાવો કરે છે કે આ તળાવ ઓલિગોટ્રોફિક છે કારણ કે તળાવમાં કોઈ માછલી નથી.
સેલી લેક
સેલી તળાવ એક પ્રસિદ્ધ પર્યટન સ્થળ તેમજ લોકપ્રિય પિકનિક સ્થળ છે. આ એક કુદરતી તળાવ છે જે લીલોતરીથી ઘેરાયેલું છે અને પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગથી ઓછું નથી. રોઇંગમાં પરિવાર સાથે મુલાકાત લેવા માટે સેલી લેક શ્રેષ્ઠ સ્થળો પૈકીનું એક છે.
ભીષ્મકનગર કિલ્લો
8મી સદીનો ભીષ્મકનગર કિલ્લો રોઈંગથી 30 કિમી દૂર આવેલો છે. આ કિલ્લાનું નામ અહીં મળી આવેલી સૌથી જૂની પુરાતત્વીય જગ્યાના નામે રાખવામાં આવ્યું છે. કિલ્લામાં ત્રણ હોલ, બે એક્સટેન્શન રૂમ અને છ પ્રવેશદ્વાર છે. કિલ્લાને બે દરવાજા છે, પૂર્વનો દરવાજો અને પશ્ચિમનો દરવાજો. તે વિતેલા યુગની ભવ્યતા અને સાંસ્કૃતિક શ્રેષ્ઠતાનું સુંદર પ્રદર્શન કરે છે. આ કિલ્લો પૂરાતનકાળના યુગની ભવ્યતા અને સાંસ્કૃતિક શ્રેષ્ઠતાનું સુંદર પ્રદર્શન છે. ખોદકામમાં ફૂલોની ડિઝાઇન અને પ્રાણીઓની ડિઝાઇન, ચક્રથી બનેલા માટીના વાસણો, ચીરી નાખેલી ઇંટો અને ઘણું બધું મળી આવ્યું છે જે તે સમયની સંસ્કૃતિની આગળની સ્થિતિ દર્શાવે છે.
હુનલી
5000 ફૂટની ઉંચાઈ પર આવેલું આ શહેર પ્રવાસીઓના સૌથી વધુ પસંદગીના સ્થળોમાંનું એક છે. ખીણમાં સ્થિત હુનલી એક તમને અદભૂત નજારો આપે છે. જો તમને ટ્રેકિંગ ગમે છે તો તમારે હુનલીની મુલાકાત લેવી જ જોઈએ. લોકો અવારનવાર અહીં કુપુનલીના ગુફા મંદિરની પણ મુલાકાત લે છે. તમે રોઇંગથી હુનલી સુધીના ડ્રાઇવનો આનંદ માણો ત્યારે તમે સુંદર દૃશ્યો જોઇ શકો છો.
નિઝોમાઘાટ
રોઈંગમાં પ્રકૃતિ પ્રેમીઓ માટે નિજોમાઘાટ બીજું એક અદ્ભુત સ્થળ છે. તે 19મી સદી દરમિયાન અંગ્રેજો દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેનું નામ બ્રિટિશ રાજકીય અધિકારી જે.એફ. નીધમના નામે રાખવામાં આવ્યું હતું. રોઇંગથી 15 કિમી દૂર સ્થિત નિજોમાઘાટ હરિયાળી, પર્વતો અને એક સુંદર નદી સાથે સુંદર દૃશ્યો પ્રસ્તુત કરે છે. જ્યારે તમે અહીં હોવ ત્યારે બોટ રાઈડનો આનંદ જરુર માણો.
નેહરુ ફોરેસ્ટ પાર્ક
નેહરુ વન ઉદ્યાન દેવપાણી નદીના કિનારે આવેલું છે અને તે રોઈંગથી એક કિલોમીટર દૂર છે. આ અદ્ભુત ફોરેસ્ટ પાર્કમાં સુંદર ઓર્કિડ અને કેક્ટસ છે. અહીં સ્થિત ઇજે-બ્રિઝ ટાવરથી દેવપાણી નદીના અદભૂત દૃશ્યો જોઇ શકાય છે. ઇજે અને ઇમ નદીઓનો સંગમ પ્રકૃતિ પ્રેમીઓને આ સ્થાન તરફ આકર્ષિત કરે છે.
મયુદીયા, રોઇંગ
રોઇંગથી લગભગ 56 કિમીના અંતરે હિમાલયના લીલાછમ અને આકર્ષક નજારાઓ વચ્ચે મયુદિયા એક પહાડી રિસોર્ટ છે. લીલાછમ જંગલો અને અદભૂત લેન્ડસ્કેપ્સ અને બરફથી ઢંકાયેલા પહાડોના નજારાઓ સાથે એક સુંદર વાતાવરણ સાથે, 8000 ફીટની ઊંચાઈએ આવેલું માયોડિયા, પ્રકૃતિના અનોખા સૌંદર્યને માણવા માટે યોગ્ય સ્થળ છે. જો તમે શિયાળામાં અહીં આવો છો, તો તમે હિમવર્ષા અને અદભૂત ખીણ જોઈને દંગ રહી જશો, જે તમને પ્રકૃતિ સાથે દાતામ્ય અનુભવવા માટે સંપૂર્ણ વાતાવરણ આપે છે. આત્માને અપાર આનંદ આપતી સુંદરતાનો અનુભવ કરવા માટે તમે અહીં ટ્રેકિંગ પર પણ જઈ શકો છો. જો તમે તમારા પરિવાર અથવા પ્રેમીઓ સાથે રોઈંગ ફરવા જઈ રહ્યા છો, તો મયુદીયા એક એવી જગ્યા છે જેને તમે બિલકુલ મિસ નહીં કરવા માંગો
રોઇંગ કેવી રીતે પહોંચવું
ફ્લાઇટ દ્વારા રોઇંગ કેવી રીતે પહોંચવું
જે પ્રવાસીઓ ફ્લાઈટમાં મુસાફરી કરીને રોઈંગની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છે, તેમને જણાવી દઈએ કે આ સ્થળ માટે કોઈ સીધી ફ્લાઈટ કનેક્ટિવિટી નથી. મોહનબારી એરપોર્ટ અને ગુવાહાટી એરપોર્ટ એ બે નજીકના એરપોર્ટ છે જે રોઈંગથી લગભગ 150 અને 500 કિમીના અંતરે સ્થિત છે. જો તમે ફ્લાઇટ દ્વારા મુસાફરી કરવાનું મન બનાવી લીધું હોય, તો તમારે આમાંથી એક એરપોર્ટ પર આવવું પડશે અને વિમાન દ્વારા મુસાફરી કર્યા પછી અને એરપોર્ટ પર ઉતર્યા પછી, તમે પ્રથમ રોઇંગ માટે ટેક્સી અથવા બસ લઈ શકો છો.
ટ્રેન દ્વારા રોઇંગ કેવી રીતે પહોંચવું
દિબ્રુગઢ ટાઉન રેલ્વે સ્ટેશન એ તિનસુકિયા રોઈંગ સુધી પહોંચવા માટેનું મુખ્ય રેલ્વે સ્ટેશન છે જે રોઈંગથી લગભગ 113 કિમી દૂર આવેલું છે. ગુવાહાટી, ચેન્નાઈ અને નવી દિલ્હી જેવા શહેરોથી નિયમિત ટ્રેનો મળે છે. રેલ્વે સ્ટેશન પહોંચ્યા પછી, અહીંથી ટેક્સી અથવા બસ દ્વારા રોઇંગ જઈ શકાય છે.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો