જોવા માંગો છો અસલી તમિલનાડુ તો પુદુક્કોટ્ટઇમાં આ જગ્યાઓ પર ફરો

Tripoto
Photo of જોવા માંગો છો અસલી તમિલનાડુ તો પુદુક્કોટ્ટઇમાં આ જગ્યાઓ પર ફરો by Paurav Joshi

વેલ્લાર નદીના કિનારે આવેલું પુદુક્કોટ્ટઈ તમિલનાડુનું એક ખૂબ જ સુંદર શહેર છે. આ શહેર ઘણી રીતે ખાસ છે, કારણ કે તેના પર ચોલાથી લઈને પાંડ્યા, થોન્ડાઈમાનો અને અંગ્રેજોએ શાસન કર્યું છે. આ કારણે તમને અહીં અનેક ઐતિહાસિક સ્મારકો જોવાની તક મળશે. જો તમે ઈતિહાસમાં રસ ધરાવો છો અથવા તમે કલાના શોખીન છો તો પુદુક્કોટ્ટઈ તમારા માટે વધુ સારું પર્યટન સ્થળ છે.

પુદુક્કોટ્ટઈ જિલ્લો રામનાથપુરમ, ત્રિચી, શિવગંગાઈ અને તંજાવુર સાથે જોડાયેલો છે. અહીં તમે માત્ર ઐતિહાસિક સ્મારકો જ નહીં પરંતુ મંદિરો, કિલ્લાઓ અને મહેલો વગેરેનો પણ અનુભવ કરી શકશો. તેથી, આજે આ લેખમાં અમે તમને તમિલનાડુના પુદુક્કોટ્ટઈમાં જોવાલાયક કેટલાક શ્રેષ્ઠ સ્થળો વિશે જણાવી રહ્યા છીએ-

બ્રહદમ્બલ મંદિર

Photo of જોવા માંગો છો અસલી તમિલનાડુ તો પુદુક્કોટ્ટઇમાં આ જગ્યાઓ પર ફરો by Paurav Joshi

બ્રહદમ્બલ મંદિર પુદુક્કોટ્ટઈમાં એક અદ્ભુત સ્થળ છે. દ્રવિડ અને જૈન સ્થાપત્ય શૈલીના મિશ્રણને કારણે, લોકો વારંવાર આ મંદિરની મુલાકાત લે છે.મંદિરમાં દેવતાઓ ભગવાન ગોકર્ણેશ્વર અને તેમની પત્ની બ્રહ્મદમ્બલ છે. એવું માનવામાં આવે છે કે પલ્લવ વંશના રાજા મહેન્દ્રવર્મા પ્રથમે તેનું નિર્માણ કરાવ્યું હતું. આ ઇમારતનું પુનઃનિર્માણ પાંડ્ય, ચોલ, થોન્ડેમન અને ન્યાકર રાજાઓ જેવા રાજવંશો દ્વારા કરવામાં આવ્યું હતું. આ મંદિરને થિરુગોકર્ણમ,કોકર્ણેશ્વર અને ગોકર્ણેશ્વર મંદિર જેવા વિવિધ નામોથી પણ ઓળખાય છે.

થિરુમાયમ ફોર્ટ

Photo of જોવા માંગો છો અસલી તમિલનાડુ તો પુદુક્કોટ્ટઇમાં આ જગ્યાઓ પર ફરો by Paurav Joshi

થિરુમાયમ ફોર્ટ પુદુક્કોટ્ટઈના જોવા લાયક શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે. આ કિલ્લો શહેરના કેન્દ્રથી થોડે દૂર આવેલો છે. કિલ્લાની ટોચ પર ચડવું થોડું મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ એકવાર ત્યાં પહોંચ્યા પછી તમને અદ્ભુત નજારો જોવાની તક મળે છે. કિલ્લામાં એક વિશાળ શિવલિંગ પણ છે, જ્યાં સુધી પહોંચવા માટે તમારે કેટલીક સીડીઓ ચઢવી પડશે.

સિતનવાસલ

Photo of જોવા માંગો છો અસલી તમિલનાડુ તો પુદુક્કોટ્ટઇમાં આ જગ્યાઓ પર ફરો by Paurav Joshi

આ પુદુક્કોટ્ટઈની સૌથી પ્રખ્યાત ગુફાઓમાંની એક છે. સિત્તનવાસલ એએસઆઈ એટલે કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ હેઠળ છે. ASIએ તેને આદર્શ સ્મારકનું નામ આપ્યું છે. અંદરના ચિત્રો જૈન મંદિરના છે. આ એક રોક કટ મઠ છે. એવું માનવામાં આવે છે કે તે બીજી સદીમાં બનાવવામાં આવ્યું હતું. તેનું નિર્માણ જૈનોએ કરાવ્યું હતું. અહીં બનેલા ભીંતચિત્રો લીલા, પીળા, કાળા, સફેદ અને લીલા જેવા ઘાટા રંગોનો ઉપયોગ કરીને મિનરલ્સ અને વેજિટેબલ ડાઇઝની મદદથી બનાવવામાં આવ્યા છે.

વિરાલીમલઈ અભયારણ્ય

Photo of જોવા માંગો છો અસલી તમિલનાડુ તો પુદુક્કોટ્ટઇમાં આ જગ્યાઓ પર ફરો by Paurav Joshi

તમિલનાડુમાં આ એક લોકપ્રિય વન્યજીવ અભયારણ્ય છે. આ અભયારણ્ય અનેક પ્રજાતિઓના નિવાસ માટે પ્રખ્યાત છે. જો કે, વન્યજીવ અભયારણ્યમાં જોવા મળતા મોર પ્રવાસીઓને મોટાભાગે આકર્ષે છે. અભયારણ્ય પુદુક્કોટ્ટઈથી 42 કિમી અને ત્રિચીથી 30 કિમી દૂર છે. અભયારણ્યમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતા મોર ટુંડિકન અથવા પલાવન પીકોક ચકોર છે. અહીંયા ફરવા માટેનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી એપ્રિલ માનવામાં આવે છે. જો કે, લોકો ચોમાસા દરમિયાન વન્યજીવ અભયારણ્યની પણ મુલાકાત લે છે.

અવુર ચર્ચ

Photo of જોવા માંગો છો અસલી તમિલનાડુ તો પુદુક્કોટ્ટઇમાં આ જગ્યાઓ પર ફરો by Paurav Joshi

તે એવુર નામના વિસ્તારમાં સ્થિત એક રોમન કેથોલિક ચર્ચ છે. આ ચર્ચ પુદુક્કોટ્ટઈથી લગભગ 28 કિલોમીટર દૂર છે. આ ચર્ચનું નિર્માણ 1747માં ફરીથી કરવામાં આવ્યું હતું. રેવ જ્હોન વેનેટિયસ બેચેટે તેનું નિર્માણ કર્યું હતું. જ્યારે પણ લોકો પુદુક્કોટ્ટઈની મુલાકાતે આવે છે ત્યારે આ ચર્ચની મુલાકાત જરૂર કરે છે.

પુદુક્કોટ્ટઇની બાજુમાં જોવાલાયક સ્થળો

રામનાથપુરમ વિશે

તમિલનાડુમાં આવેલું રામનાથપુરમ એક એવું સ્થળ છે, જ્યાં ગયા પછી તમે દક્ષિણ ભારતના અન્ય સ્થળોને ભૂલી જશો. રામનાથપુરમ તમિલનાડુનું ખૂબ જ પ્રખ્યાત અને ઐતિહાસિક શહેર છે. જે રીતે આ શહેરની સુંદરતા લોકપ્રિય છે, તેવી જ રીતે આ શહેરની પૌરાણિક કથા પણ લોકપ્રિય છે.

Photo of જોવા માંગો છો અસલી તમિલનાડુ તો પુદુક્કોટ્ટઇમાં આ જગ્યાઓ પર ફરો by Paurav Joshi

રામનાથપુરમ વિશે કહેવાય છે કે રામાયણમાં પણ તેનો ઉલ્લેખ છે. ઘણા લોકો માને છે કે જ્યારે ભગવાન રામ સીતાને લાવવા માટે સમુદ્ર પાર કરવાના હતા ત્યારે તેઓ સૌથી પહેલા રામનાથપુરમ પહોંચ્યા હતા. તેથી આ શહેર રામનાથપુરમ તરીકે ઓળખાય છે.

રામનાથપુરમમાં ફરવા માટે શ્રેષ્ઠ સ્થળો

જ્યારે રામનાથપુરમની આસપાસ ફરવાની વાત આવે, ત્યારે સૌથી પહેલો ઉલ્લેખ કુરુસાદાઈ દ્વીપનો થાય છે. કુરુસાદાઈ ટાપુ માત્ર તમિલનાડુ માટે જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ભારતમાં ખૂબ જ લોકપ્રિય સ્થળ છે.

Photo of જોવા માંગો છો અસલી તમિલનાડુ તો પુદુક્કોટ્ટઇમાં આ જગ્યાઓ પર ફરો by Paurav Joshi

કુરુસાદાઈ દ્વીપ મન્નારની ખાડીમાં સ્થિત 21 ટાપુઓમાંથી એક છે, જે તેની સુંદરતાના કારણે પ્રવાસીઓમાં ખૂબ પ્રખ્યાત છે. આ સુંદર ટાપુ પર, તમે દરિયાઈ જીવો અને કુદરતી દ્રશ્યોને દિલ ખોલીને માણી શકો છો. ચોમાસામાં આ સ્થળની સુંદરતા ચરમસીમાએ હોય છે.

રામનાથસ્વામી મંદિર

Photo of જોવા માંગો છો અસલી તમિલનાડુ તો પુદુક્કોટ્ટઇમાં આ જગ્યાઓ પર ફરો by Paurav Joshi

રામનાથસ્વામી મંદિર માત્ર રામનાથપુરમમાં જ નહીં પરંતુ સમગ્ર તમિલનાડુમાં એક પ્રાચીન અને પવિત્ર મંદિર માનવામાં આવે છે. રામનાથસ્વામી મંદિરનું નિર્માણ 12મી સદીમાં થયું હતું. જે પણ પ્રવાસી રામનાથસ્વામી મંદિરની મુલાકાતે આવે છે તે અહીં ચોક્કસ પહોંચે છે. રામનાથસ્વામી મંદિરની ઇમારત શિવને સમર્પિત છે. રામનાથસ્વામી મંદિર વિશે એવું કહેવાય છે કે ઘણા સમય પહેલા તે એશિયાનું સૌથી મોટું મંદિર હતું. આ મંદિરનું આર્કિટેક્ચર ઘણા પ્રવાસીઓને આકર્ષે છે.

તંજાવુર

Photo of જોવા માંગો છો અસલી તમિલનાડુ તો પુદુક્કોટ્ટઇમાં આ જગ્યાઓ પર ફરો by Paurav Joshi

તંજાવુર તમિલનાડુમાં આવેલું ખૂબ જ જૂનું શહેર છે. એક સમયે તે ચોલ વંશની રાજધાની તરીકે પ્રખ્યાત હતું. અહીં બનેલા મંદિરો, કિલ્લાઓ અને અન્ય સ્થળોનું સ્થાપત્ય જોવા જેવું છે. હાલમાં, આ સ્થાન તમિલનાડુની રાજધાની ચેન્નઈથી લગભગ 218 કિમી દૂર કાવેરી નદીના કિનારે આવેલું છે. અહીં કોટન મિલ, પરંપરાગત હેન્ડલૂમ અને વીણા મેન્યુફેક્ચરિંગ જેવી ઘણી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ થાય છે, જે આ શહેરની સમૃદ્ધિ દર્શાવે છે. તંજાવુરને તમિલનાડુ રાજ્યના 'રાઇસ બાઉલ' તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં ડાંગર ઉપરાંત નાળિયેર, કેળા, લીલા ચણા, મકાઈ અને શેરડી જેવા પાકો પણ લેવામાં આવે છે. તંજાવુરને તંજૌર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં લગભગ 75 નાના-મોટા મંદિરો છે, તેની વાસ્તુકલા જોઈને તમે દંગ રહી જશો. એટલા માટે તંજાવુરને મંદિરો અને કલાનું શહેર પણ કહેવામાં આવે છે.

Photo of જોવા માંગો છો અસલી તમિલનાડુ તો પુદુક્કોટ્ટઇમાં આ જગ્યાઓ પર ફરો by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads