'મર્ચુલા'! ઉત્તરાખંડના મેદાનોમાં વસેલો એક કુદરતી ખજાનો, નૈનીતાલથી 100 કિ.મી. છે દૂર

Tripoto
Photo of 'મર્ચુલા'! ઉત્તરાખંડના મેદાનોમાં વસેલો એક કુદરતી ખજાનો, નૈનીતાલથી 100 કિ.મી. છે દૂર by Paurav Joshi

કહેવાય છે કે ઉત્તરાખંડની દરેક જગ્યા કુદરતી ખજાનાથી ભરેલી છે. કંઈક આવું જ છે અહીંનું મર્ચુલા, જે ઉત્તરાખંડના સૌથી પ્રખ્યાત હિલ સ્ટેશનોમાંથી એક એવા નૈનીતાલની ખૂબ નજીક છે, જે અહીંથી લગભગ 100 કિમી દૂર છે. આ માટે, તમને નૈનીતાલથી એક ટેક્સી મળશે, જે તમને લગભગ 2 કલાકમાં પ્રકૃતિના ભવ્ય ખજાના પર લઈ જશે. આવી સ્થિતિમાં, એક વાર મર્ચુલાની મુલાકાત લેવી જરૂરી છે.

સુંદર દૃશ્યોથી ભરેલો છે અહીંનો રસ્તો

Photo of 'મર્ચુલા'! ઉત્તરાખંડના મેદાનોમાં વસેલો એક કુદરતી ખજાનો, નૈનીતાલથી 100 કિ.મી. છે દૂર by Paurav Joshi

આ ખાસ સ્થળે પહોંચવા માટે, તમારે હરિયાળીથી ભરેલા વળાંકવાળા રસ્તાઓમાંથી પસાર થવું પડશે, જે તમારી મુસાફરીને વધુ રોમાંચક બનાવે છે. આ દરમિયાન, તમે ઉત્તરાખંડના મેદાનો પણ જોશો, જે ખૂબ જ આકર્ષક હશે અને આ ટૂંકી મુસાફરીમાં પણ તમને કંટાળો નહીં આવે. અને આ પ્રાકૃતિક સ્થાન પર પહોંચતા જ તમને એવું લાગશે કે તમે પોતે જ કોઈ સ્વર્ગીય સ્થાને પહોંચી ગયા છો.

ક્રોકોડાઈલ વ્યુ પોઈન્ટ

ઊંચા પહાડો અને ધોધની વચ્ચે આવેલું ક્રોકોડાઈલ વ્યુ પોઈન્ટ ખૂબ જ સુંદર અને આકર્ષક સ્થળ છે. અહીં ઝરણાનું વહેતું પાણી ખૂબ જ સુંદર લાગે છે, જે આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે. આ શાનદાર જગ્યાએથી તમે સમગ્ર મર્ચુલા શહેરનું અદ્ભુત દૃશ્ય જોઈ શકો છો. અહીં આવતા પ્રવાસીઓ તેને સેલ્ફી પોઈન્ટના નામથી ઓળખે છે.

Photo of 'મર્ચુલા'! ઉત્તરાખંડના મેદાનોમાં વસેલો એક કુદરતી ખજાનો, નૈનીતાલથી 100 કિ.મી. છે દૂર by Paurav Joshi

બારસી ગામ

અહીં નજીક એક નાનકડું ગામ છે, જેનું નામ બરસી છે. પહાડોની વચ્ચે આવેલું આ ગામ ચારે બાજુથી પહાડોથી ઘેરાયેલું છે. કોર્બેટ નદી ક્રીક આ ગામમાંથી વહે છે, જે અહીં ફરવા માટેના સૌથી લોકપ્રિય અને શાંત સ્થળોમાંનું એક છે. મર્ચુલાથી થોડે દૂર હોવાને કારણે તમે અહીં બસ કે ટેક્સી દ્વારા જઈ શકો છો.

Photo of 'મર્ચુલા'! ઉત્તરાખંડના મેદાનોમાં વસેલો એક કુદરતી ખજાનો, નૈનીતાલથી 100 કિ.મી. છે દૂર by Paurav Joshi

રામનગર નદી

સુંદર મર્ચુલા નગર રામનગર નદીના કિનારે આવેલું છે. નદી કિનારે આવેલું હોવાથી તેની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. જે કોઈ આ અનોખા સ્થળે આવે છે તે અહીં જ રહે છે. આ નદીને પ્રવાસી પક્ષીઓનું ઘર પણ માનવામાં આવે છે, અહીં તમે પક્ષીઓની અનેક પ્રજાતિઓને વિહરતા જોઇ શકશો. ઉનાળાની ઋતુમાં અહીં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે.

Photo of 'મર્ચુલા'! ઉત્તરાખંડના મેદાનોમાં વસેલો એક કુદરતી ખજાનો, નૈનીતાલથી 100 કિ.મી. છે દૂર by Paurav Joshi

ગર્જિયા દેવી મંદિર

Photo of 'મર્ચુલા'! ઉત્તરાખંડના મેદાનોમાં વસેલો એક કુદરતી ખજાનો, નૈનીતાલથી 100 કિ.મી. છે દૂર by Paurav Joshi

આ મંદિર મર્ચુલાથી લગભગ 15 કિમી દૂર છે. અહીં સુંદર ખાલ નામનું ગામ છે, જે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર પણ માનવામાં આવે છે. આ મંદિરને ગિરિજા દેવી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સિવાય તમે મર્ચુલામાં ટ્રેકિંગની મજા પણ માણી શકો છો. અહીં ઘણા પ્રખ્યાત રિસોર્ટ્સ, વાઇલ્ડલાઇફ મ્યુઝિયમ, જિમ કોર્બેટ નેશનલ પાર્ક પણ છે, જ્યાં તમે તમારી સફરને વધુ અદભૂત બનાવી શકો છો. અત્યાર સુધી અહીં ઘણી ફિલ્મોનું શૂટિંગ થયું છે.

Photo of 'મર્ચુલા'! ઉત્તરાખંડના મેદાનોમાં વસેલો એક કુદરતી ખજાનો, નૈનીતાલથી 100 કિ.મી. છે દૂર by Paurav Joshi

પૌરાણિક માન્યતા અનુસાર, જે ટેકરા પર ગર્જિયા દેવીનું મંદિર આવેલું છે, તે એક સમયે કોસી નદીના પૂરમાં વહેવા લાગ્યું હતું. ત્યારે ભૈરવદેવે ટેકરાને બોલાવીને કહ્યું, 'બહેન રાહ જુઓ. અમારા બધા સાથે અહીં રહો. આ પછી ગર્જિયા દેવી કોસી નદીની વચ્ચે રોકાઈ ગઈ અને ત્યાં તેમનું મંદિર બનાવવામાં આવ્યું.

Photo of 'મર્ચુલા'! ઉત્તરાખંડના મેદાનોમાં વસેલો એક કુદરતી ખજાનો, નૈનીતાલથી 100 કિ.મી. છે દૂર by Paurav Joshi

ગર્જિયા દેવી હિમાલયની પુત્રી એટલે કે માતા પાર્વતીનું સ્વરૂપ છે. આ કારણે આ સ્થાનને શક્તિસ્થલ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માત્ર ગર્જિયા દેવીના દર્શન કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. જે પણ ભક્ત સાચા મનથી અહીં આવે છે અને દેવી ગર્જિયાની પ્રાર્થના કરે છે, તેની બધી મનોકામનાઓ ચોક્કસપણે પૂર્ણ થાય છે. પરંતુ સ્થાનિક માન્યતા અનુસાર, વ્રત પૂર્ણ થયા પછી, ભક્ત માટે ફરીથી ગર્જિયા દેવીના ધામમાં આવીને નમન કરવું ફરજિયાત છે, નહીં તો ભક્ત સજાનો ભાગ બને છે.

Photo of 'મર્ચુલા'! ઉત્તરાખંડના મેદાનોમાં વસેલો એક કુદરતી ખજાનો, નૈનીતાલથી 100 કિ.મી. છે દૂર by Paurav Joshi

આ મંદિર જિમ કોર્બેટ નેશનલ પાર્કથી માત્ર 7-8 કિમી દૂર આવેલું છે. કહેવાય છે કે એકવાર વન વિભાગના અધિકારીઓએ એકસાથે અનેક વાઘોની ગર્જના સાંભળી હતી. જ્યારે નજીકથી જોયું તો જાણવા મળ્યું કે આ મંદિરની આસપાસ અનેક વિકરાળ વાઘ એકસાથે ફરતા હતા. ત્યારથી આ સ્થળનું મહત્વ ઘણું વધી ગયું છે. આ પછી જ ગામના લોકોએ મંદિરનું નિર્માણ કરાવ્યું. ગર્જિયા દેવીનું મંદિર અત્યંત જોખમી જગ્યાએ આવેલું હોવા છતાં આ મંદિરમાં ભક્તોની કોઈ કમી નથી.

Photo of 'મર્ચુલા'! ઉત્તરાખંડના મેદાનોમાં વસેલો એક કુદરતી ખજાનો, નૈનીતાલથી 100 કિ.મી. છે દૂર by Paurav Joshi

આ મંદિર 1970માં વ્યવસ્થિત રીતે બનાવવામાં આવ્યું હતું. ગર્જિયા દેવીના મંદિરમાં પૂજા કરવા આવતા લોકો પહેલા કોસી નદીમાં સ્નાન કરે છે. આ પછી મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચવા માટે 90 પગથિયાં ચઢવા પડે છે, જે નદીમાંથી પસાર થાય છે. આ મંદિરમાં માતા પાર્વતીની સાથે ભગવાન ગણેશ, લક્ષ્મી-નારાયણ અને માતા સરસ્વતીના પણ દર્શન થાય છે. મંદિરમાં પૂજા કર્યા પછી ભૈરવ દેવજીની પૂજા કરવામાં આવે છે. ભૈરવદેવને ચોખા અને અડદની દાળ અર્પણ કરવામાં આવે છે. ભૈરવ દેવજીની પૂજા પછી જ ગર્જિયા માતાની પૂજા પૂર્ણ માનવામાં આવે છે.

અલ્મોડા

Photo of 'મર્ચુલા'! ઉત્તરાખંડના મેદાનોમાં વસેલો એક કુદરતી ખજાનો, નૈનીતાલથી 100 કિ.મી. છે દૂર by Paurav Joshi

મુરાદાબાદથી અલ્મોડા 181 કિમી દૂર છે. કહેવા ખાતર તો તે કુમાઉની પહાડીઓ પર આવેલો નાનકડો જિલ્લો છે, પરંતુ તે સ્વર્ગથી કમ નથી. અર્ધચંદ્રાકાર આકારની ટેકરીની ટોચ પર સ્થિત, અલ્મોડાની સુંદરતા શિયાળા અને ચોમાસામાં જોવાલાયક હોય છે. આ જ કારણ છે કે આ દિવસોમાં મોટાભાગના લોકો અહીં ફરવા આવે છે. અલ્મોડામાં ઝીરો પોઈન્ટ, જાગેશ્વર મંદિર, સૂર્ય મંદિર અને બિનસર જોવાલાયક સ્થળો છે. તમને જણાવી દઈએ કે અલ્મોડામાં વહેતી બે મોટી નદીઓ કોશી અને સુયાલ પણ આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે.

Photo of 'મર્ચુલા'! ઉત્તરાખંડના મેદાનોમાં વસેલો એક કુદરતી ખજાનો, નૈનીતાલથી 100 કિ.મી. છે દૂર by Paurav Joshi

મર્ચુલા કેવી રીતે પહોંચવું?

Photo of 'મર્ચુલા'! ઉત્તરાખંડના મેદાનોમાં વસેલો એક કુદરતી ખજાનો, નૈનીતાલથી 100 કિ.મી. છે દૂર by Paurav Joshi

મર્ચુલા પહોંચવા માટે પહેલા તમારે નૈનીતાલ અથવા હલ્દ્વાની પહોંચવું પડશે. અહીંથી તમે લોકલ બસ અથવા ટેક્સી દ્વારા સરળતાથી મર્ચુલા પહોંચી શકો છો. નૈનીતાલથી આ સુંદર સ્થળનું અંતર લગભગ 100 કિમી છે. જ્યારે હલ્દ્ધાની અંદાજે 90 કિ.મી. દૂર છે.

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads