દિવાળીમાં હરિયાળી અને ઠંડી હવા વચ્ચે ફરવાની એક અલગ જ મજા છે. ખાસ કરીને મનની શાંતિ માટે કુદરતની વચ્ચે ફરવાનો એક અલગ જ આનંદ હોય છે. જ્યારે ઠંડક અને હરિયાળી વચ્ચે પરિવાર, મિત્રો કે જીવનસાથી તમારી સાથે હોય છે, ત્યારે હૃદય વધુ હળવાશ અનુભવે છે અને ખોવાઈ જવાનું મન થાય છે. તેથી, દિવાળીના વેકેશનમાં, મોટાભાગના લોકો હિલ સ્ટેશનોની મુલાકાત લેવાનું વલણ ધરાવે છે.
અગાઉ અમે તમને ઘણાં હિલ સ્ટેશનો વિશે માહિતી આપી છે તો આ જ ક્રમમાં આજે અમે તમને કોટદ્વાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે દિલ્હીથી લગભગ 242 કિલોમીટરના અંતરે આવેલું છે. કોટદ્વાર હિલ સ્ટેશન તરીકે પણ પ્રખ્યાત છે. આવી સ્થિતિમાં, જો તમે પણ નવેમ્બરમાંમાં ઉત્તરાખંડમાં ફરવાનું વિચારી રહ્યા છો, તો તમે કોટદ્વાર જઈ શકો છો. ચાલો જાણીએ કોટદ્વારની કેટલીક શ્રેષ્ઠ જગ્યાઓ વિશે.
કણ્વાશ્રમ
જો તમે સૌપ્રથમ કોટદ્વારમાં ફરવા જવાનું આયોજન કરી રહ્યા છો, તો પછી તમે કણ્વાશ્રમમાં જઈ શકો છો. પહાડોની વચ્ચે આવેલું કણ્વાશ્રમ એક મુખ્ય પ્રવાસન સ્થળ હોવાની સાથે સાથે એક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ તરીકે પણ ફેમસ છે. કહેવાય છે કે વેદોમાં પણ આ જગ્યાના નામનો ઉલ્લેખ છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ સ્થાન સમ્રાટ ભરતનું જન્મસ્થળ પણ છે. આવા સંજોગોમાં જો તમે કણ્વાશ્રમનો ઈતિહાસ જાણવા માગો છો, તો તમે સૌથી પહેલા અહીં દર્શન કરવા જઈ શકો છો.
ચરેખ ડંડા
જો તમે કોટદ્વારમાં હરિયાળી અને ઠંડા પવનો વચ્ચે ફરવા માંગો છો, તો તમારે ચોક્કસપણે ચરેખ ડંડાની મુલાકાત લેવી જોઈએ. તમારી જાણકારી માટે, અમે તમને જણાવી દઈએ કે ચરેખ ડંડા એક વ્યુ પોઈન્ટ છે જ્યાં લોકો અદ્ભુત નજારો માણવા આવે છે. એવું કહેવાય છે કે આ વ્યુ પોઈન્ટથી લગભગ આખું કોટદ્વાર દેખાય છે. આ જગ્યા સેલ્ફી પોઈન્ટ તરીકે પણ પ્રખ્યાત છે. પાર્ટનર સાથે અહીં ફરવાની એક અલગ જ મજા છે.
સેન્ટ જોસેફ ચર્ચ
સેન્ટ જોસેફ ચર્ચ કોટદ્વારના મુખ્ય પ્રવાસન સ્થળોમાંનું એક છે. પહાડોની વચ્ચે આવેલા આ ચર્ચમાં દરેક ધર્મના લોકો આવે છે. કહેવાય છે કે આ ચર્ચ એશિયાના ટોપ ટેન ચર્ચમાં પણ સામેલ છે. મહત્વપૂર્ણ છે કે આ ચર્ચ એક સુંદર પાર્કની વચ્ચે આવેલું છે જ્યાં તમે સરળતાથી ફરવા જઈ શકો છો. પ્રવાસીઓ ઉનાળાની ઋતુમાં ઠંડી પવનની મજા માણવા અહીં હંમેશા આવે છે. આવી સ્થિતિમાં તમે પણ અહીં ફરવા માટે જઈ શકો છો.
શ્રી સિદ્ધબલી મંદિર
કોટદ્વારમાં આવેલ શ્રી સિદ્ધબલી મંદિર સૌથી પ્રસિદ્ધ અને સૌથી પવિત્ર પ્રવાસન સ્થળ છે. એવું માનવામાં આવે છે કે તપસ્યા કર્યા પછી, એક સિદ્ધ પુરૂષે તે જ સ્થાન પર હનુમાનજી મહારાજની સિદ્ધિ પ્રાપ્ત કરી, ત્યારબાદ તે સિદ્ધપુરુષે હનુમાનજી મહારાજની વિશાળ મૂર્તિની સ્થાપના કરી. કહેવાય છે કે આ મંદિરની મુલાકાત લેવા માટે લગભગ એક વર્ષ અગાઉથી બુકિંગ કરાવવું પડે છે. તમને એ પણ જણાવી દઈએ કે સિદ્ધબલી બાબાનો ભંડારો પણ ખૂબ જ પ્રખ્યાત છે.
બુદ્ધ પાર્ક
મિત્રો, બુદ્ધ પાર્ક એ કોટદ્વારના સૌથી પ્રખ્યાત પાર્કો પૈકીનું એક છે, જે કોટદ્વારથી માત્ર 2 કિલોમીટરના અંતરે આવેલું છે. બુદ્ધ પાર્ક અઠવાડિયામાં સોમવારથી શુક્રવાર સુધી ખુલ્લું રહે છે તથા વર્ષના તમામ મહિનામાં ખુલ્લું રહે છે. આ પાર્કમાં ભગવાન બુદ્ધની 130 ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. તે માત્ર દેશના જ નહીં પરંતુ વિદેશના પ્રવાસીઓને પણ પોતાની તરફ આકર્ષે છે. આ પાર્કની ચારે બાજુ નાના-નાના વૃક્ષો વાવેલા છે તેમજ લોકોના બેસવા માટે સિમેન્ટની બેઠકો બનાવવાાં આવી છે. ઘણા પ્રવાસીઓ અહીં આવે છે અને તેની સુંદરતાનો આનંદ માણે છે. આ માત્ર નાના બાળકો માટે રમવાની જગ્યા નથી પરંતુ વૃદ્ધો અને તમામ લોકો માટે પણ ખૂબ જ સારી જગ્યા છે, તેથી જ દરેક વ્યક્તિ અહીં આવતા-જતી રહે છે.
દુર્ગા દેવી મંદિર
દુર્ગા દેવી મંદિર, કોટદ્વારના મુખ્ય પર્યટન સ્થળોમાંનું એક છે જે કોટદ્વારથી લગભગ 9 કિલોમીટરના અંતરે ખોહ નદીના કિનારે આવેલું પવિત્ર પર્યટન સ્થળ છે. જે નવ દેવીઓમાંની એક દેવી દુર્ગાને સમર્પિત છે. કોટદ્વારમાં દેવી દુર્ગાના મંદિરની ખૂબ જ ધામધૂમથી પૂજા કરવામાં આવે છે અને તે કોટદ્વારનું એક મહત્વપૂર્ણ પર્યટન સ્થળ છે. દુર્ગા દેવીનું આ મંદિર પૌડીના જવાના રસ્તા પાસે એક ટેકરીના ઢોળાવ પર આવેલું છે.
કોટદ્વાર કેવી રીતે પહોંચશો?
હવાઈ માર્ગે: જોલી ગ્રાન્ટ એરપોર્ટ કોટદ્વારથી 110 કિમીના અંતરે સૌથી નજીકનું એરપોર્ટ છે. જોલી ગ્રાન્ટ એરપોર્ટથી કોટદ્વાર સુધી નિયમિત ટેક્સીઓ અને બસો ઉપલબ્ધ છે.
ટ્રેન દ્વારા: કોટદ્વાર ભારતના મુખ્ય શહેરો સાથે રેલ્વે દ્વારા જોડાયેલ છે. ભારતનું આ સૌથી જૂનું રેલવે સ્ટેશન કોટદ્વારમાં આવેલું છે. અહીંથી દિલ્હી, નજીબાબાદ વગેરે સ્થળોએ જવા માટે ટ્રેનો છે.
રોડ માર્ગે: કોટદ્વાર ઉત્તરાખંડ રાજ્યના મુખ્ય સ્થળો સાથે સડક માર્ગે સારી રીતે જોડાયેલું છે. દિલ્હી, નજીબાબાદ, દેહરાદૂન, હરિદ્વાર અને ઉત્તર પ્રદેશથી કોટદ્વાર માટે બસો સરળતાથી ઉપલબ્ધ છે. કોટદ્વાર નેશનલ હાઈવે 119 સાથે જોડાયેલું છે. આ રીતે તમને અહીં આવવામાં કોઈ તકલીફ નહીં પડે.
કોટદ્વારમાં ક્યાં રહેવું?
કોટદ્વારમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે સરળતાથી એકથી બે દિવસ રોકાઈ શકો છો. અહીં તમે ખૂબ ઓછા બજેટની રેન્જમાં રહેવા માટેની જગ્યાઓ સરળતાથી શોધી શકો છો. અહીં તમે હોટેલ વોલનટ, કોર્બેટ મિસ્ટ રિસોર્ટ અને માય ચોઈસ વગેરે જેવી જગ્યાઓ પર સરળતાથી રહી શકો છો. અહીં તમને લગભગ આઠસોથી હજાર રૂપિયામાં રૂમ સરળતાથી મળી જશે.
ખાવા માટે શું છે?
જો તમે કોટદ્વાર જતા હોવ તો ભાંગની ચટણી, ગઢવાલનું પન્હા, કાફૂલી, ચૈન્સુનો સ્વાદ લેવાનું ભૂલશો નહીં. આ સિવાય તમારે કંદાલીનું સાગ અને કુમૌની રાયતાનો પણ ટેસ્ટ જરૂર કરવો જોઈએ.
દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ
તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો
મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો
Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો