કપકોટની સુંદરતા આગળ નૈનીતાલ પણ લાગે છે ફિક્કું, ફરવાનો જલદી બનાવો પ્લાન

Tripoto
Photo of કપકોટની સુંદરતા આગળ નૈનીતાલ પણ લાગે છે ફિક્કું, ફરવાનો જલદી બનાવો પ્લાન by Paurav Joshi

ઉત્તરાખંડ દેશનું ખૂબ જ સુંદર અને મનમોહક રાજ્ય છે. આ રાજ્યની સુંદરતા એટલી લોકપ્રિય છે કે માત્ર સ્થાનિક જ નહીં પરંતુ વિદેશી પર્યટકો પણ અહીં મોજ-મસ્તી કરવા આવે છે.

ઉત્તરાખંડની સુંદર ખીણોમાં આવા ઘણા અદ્ભુત અને સુંદર સ્થળો છે, જે પ્રવાસીઓની નજરથી હજુ દૂર છે. કપકોટ એક એવી જગ્યા છે, જેની સામે નૈનીતાલ પણ ઘણી વખત નિસ્તેજ લાગે છે.

આ લેખમાં, અમે તમને કપકોટમાં આવેલી કેટલીક એવી સુંદર જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં એક વાર ગયા પછી, તમે પરિવાર, મિત્રો અથવા જીવનસાથી સાથે વારંવાર જવા ઈચ્છશો.

ઝીરો પોઇન્ટ

Photo of કપકોટની સુંદરતા આગળ નૈનીતાલ પણ લાગે છે ફિક્કું, ફરવાનો જલદી બનાવો પ્લાન by Paurav Joshi

જ્યારે કપકોટમાં મુલાકાત લેવા માટેના શ્રેષ્ઠ સ્થળોની વાત આવે છે, ત્યારે ઝીરો પોઈન્ટનો ચોક્કસપણે પ્રથમ ઉલ્લેખ કરવામાં આવે છે. પહાડીની ટોચ પર આવેલું આ સ્થળ પ્રવાસીઓમાં ઘણું પ્રખ્યાત છે.

ઝીરો પોઈન્ટ તેની અદભૂત સુંદરતા માટે ખૂબ જ પ્રખ્યાત છે. ઝીરો પોઇન્ટથી કપકોટની સુંદરતાના નજીકથી દર્શન કરી શકાય છે. ચોમાસા કે શિયાળા દરમિયાન ઝીરો પોઈન્ટ વાદળોથી ઢંકાયેલો રહે છે. તમને જણાવી દઈએ કે મુખ્ય શહેરથી ઝીરો પોઈન્ટ સુધી પહોંચવા માટે તમે ટ્રેકિંગ પણ કરી શકો છો.

પનોરા

Photo of કપકોટની સુંદરતા આગળ નૈનીતાલ પણ લાગે છે ફિક્કું, ફરવાનો જલદી બનાવો પ્લાન by Paurav Joshi

કપકોટથી થોડે દૂર સ્થિત પનોરા ખૂબ જ સુંદર અને મનમોહક સ્થળ છે. જો તમે ઉત્તરાખંડમાં કોઈ શાંત સ્થળની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો તમારે પનોરા ચોક્કસ પહોંચવું જ જોઈએ.

પનોરા પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ ગણાય છે. અહીં તમને દરેક જગ્યાએ હરિયાળી જોવા મળશે. નજીકમાં આવેલા નાના તળાવો અને ધોધ આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે.

બહારનું માર્કેટ

બહારનું માર્કેટ આમ તો સ્થાનિક માર્કેટ છે, પરંતુ કપકોટમાં જોવાલાયક સ્થળોની વાત કરીએ તો ફરવા માટે તે એક બેસ્ટ સ્થળો માનવામાં આવે છે. બહારના માર્કેટને કપકોટનો મોલ રોડ માનવામાં આવે છે. તેથી જ અહીં ઘણી ચહલ-પહલ જોવા મળે છે.

Photo of કપકોટની સુંદરતા આગળ નૈનીતાલ પણ લાગે છે ફિક્કું, ફરવાનો જલદી બનાવો પ્લાન by Paurav Joshi

બહારના માર્કેટને એક્સપ્લોર કરવાની સાથે-સાથે તમે ખરીદી પણ કરી શકો છો. આ સિવાય માર્કેટમાં તમે લોકલ ફૂડથી લઇને અન્ય ઘણી વાનગીઓ પણ ટ્રાય કરી શકો છો. તમને જણાવી દઈએ કે સાંજે આ બજારની સુંદરતા સૌથી અલગ જ હોય ​​છે.

સરયુ નદી

Photo of કપકોટની સુંદરતા આગળ નૈનીતાલ પણ લાગે છે ફિક્કું, ફરવાનો જલદી બનાવો પ્લાન by Paurav Joshi

સરયુ નદી કપકોટની સુંદરતામાં વધારો કરે છે. કપકોટ શહેરની વચ્ચેથી વહેતી આ નદી કપકોટને બે ભાગમાં વહેંચે છે. નદી કિનારે ફરવાનો એક અલગ જ આનંદ છે.

સરયુ નદીના કિનારે આરામથી બેસી શકાય છે. નદીમાં માછીમારી પણ કરી શકે છે. ચોમાસા દરમિયાન સરયુ નદી અને તેની આસપાસનો વિસ્તાર ખૂબ જ સુંદર અને અદ્ભુત લાગે છે. ચોમાસામાં ઘણી વખત સરયુ નદી વાદળોથી ઢંકાઈ જાય છે.

Photo of કપકોટની સુંદરતા આગળ નૈનીતાલ પણ લાગે છે ફિક્કું, ફરવાનો જલદી બનાવો પ્લાન by Paurav Joshi

કેવી રીતે પહોંચવું?

કપકોટનું સૌથી નજીકનું એરપોર્ટ પંતનગર છે, જે કપકોટથી લગભગ 206 કિમીના અંતરે છે. ટ્રેન દ્વારા કપકોટ માટે સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન કાઠગોદામ છે, જે કપકોટથી લગભગ 173 કિમી દૂર છે.

કપકોટથી નજીકમાં ફરવાલાયક સ્થળો

બાગેશ્વર

Photo of કપકોટની સુંદરતા આગળ નૈનીતાલ પણ લાગે છે ફિક્કું, ફરવાનો જલદી બનાવો પ્લાન by Paurav Joshi

બાગેશ્વર કુમાઉ પ્રદેશમાં આવેલું એક નાનું શહેર છે. બાગેશ્વર શહેર પૂર્વમાં ભીલેશ્વર પર્વત, પશ્ચિમમાં નીલેશ્વર પર્વત, ઉત્તરમાં સુરજકુંડ અને દક્ષિણમાં અગ્નિ કુંડથી ઘેરાયેલું છે. બાગેશ્વર શહેર સરયુ અને ગોમતી નદીઓના સંગમ પર આવેલું માનવામાં આવે છે જે બાગેશ્વરની પવિત્રતાનું કેન્દ્રબિંદુ પણ છે. બાગેશ્વર ધામ એક ખૂબ જ ધાર્મિક સ્થળ છે અને તે ભગવાન શિવની પવિત્ર ભૂમિ માટે જાણીતું છે.

બાગેશ્વર ધામની ખ્યાતિનું મુખ્ય કારણ ભગવાન શિવનું મંદિર છે, જેના દર્શન કરવા હજારો ભક્તો અહીં આવે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે તીર્થસ્થળ હોવાની સાથે બાગેશ્વર ધામ તેની સુંદરતા, ગ્લેશિયર્સ, નદીઓ વગેરે માટે પણ જાણીતું છે. બાગેશ્વર ધામ તેના ધાર્મિક મહત્વ માટે જ નહીં પરંતુ તેના ઐતિહાસિક અને રાજકીય મહત્વ માટે પણ જાણીતું છે.

Photo of કપકોટની સુંદરતા આગળ નૈનીતાલ પણ લાગે છે ફિક્કું, ફરવાનો જલદી બનાવો પ્લાન by Paurav Joshi

હિંદુ ધર્મ સંબંધિત શિવપુરાણના માનસખંડમાં બાગેશ્વર ધામની કથાઓનો ઉલ્લેખ છે. હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન શિવ અને માતા પાર્વતીએ વાઘ અને ગાયના રૂપમાં બાગેશ્વરમાં નિવાસ કર્યો હતો, તેથી બાગેશ્વરનું નામ વ્યાઘેશ્વર રાખવામાં આવ્યું છે. માર્કંડેય નામના પ્રસિદ્ધ ઋષિએ વ્યાઘરેશ્વરમાં ભગવાન શંકરની પૂજા કરી હતી અને તેમની પૂજાથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે માર્કંડેયને આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ વર્ષ 1450 માં, ચાંદ વંશના રાજા ચંદ્રેશ, જે ભગવાન શિવના પ્રખર ભક્ત હતા, તેમણે બાગેશ્વરમાં ભગવાન શિવનું એક વિશાળ મંદિર બનાવ્યું અને તેનું નામ બાગનાથ રાખ્યું. વ્યાઘરેશ્વર હાલ બાગનાથના નામ પરથી બાગેશ્વર કહેવાય છે.

બાગનાથ મંદિર

Photo of કપકોટની સુંદરતા આગળ નૈનીતાલ પણ લાગે છે ફિક્કું, ફરવાનો જલદી બનાવો પ્લાન by Paurav Joshi

બાગેશ્વરના મુખ્ય પ્રવાસન સ્થળોમાં સૌથી વધુ લોકપ્રિય બાગેશ્વરનું બાગનાથ મંદિર છે. બાગેશ્વરનું નામ પણ બાગનાથ મંદિર પરથી પડ્યું છે. બાગનાથ મંદિર બાગેશ્વર શહેરની મધ્યમાં આવેલું છે. આ મંદિર 1450 માં કુમાઉના રાજા લક્ષ્મી ચંદ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિર ભગવાન શિવ ઋષિ માર્કંડેયને વાઘના રૂપમાં આશીર્વાદ આપવાની દંતકથા માટે પ્રખ્યાત છે. બાગનાથ મંદિરમાં હજારો પ્રવાસીઓ દર્શન કરવા આવે છે. આ મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પર મોટી ઘંટડીઓ લગાવેલી છે જે આખો દિવસ રણકતી રહે છે.

બૈજનાથ મંદિર

Photo of કપકોટની સુંદરતા આગળ નૈનીતાલ પણ લાગે છે ફિક્કું, ફરવાનો જલદી બનાવો પ્લાન by Paurav Joshi

બાગેશ્વર ધામના પ્રસિદ્ધ અને આકર્ષક સ્થળોમાંનું એક બાગેશ્વરનું બૈજનાથ મંદિર છે જે ગઢવાલ હિમાલયની પૂર્વમાં આવેલું છે. બૈજનાથ મંદિરનું નિર્માણ 12મી સદીમાં થયું હતું. બૈજનાથ મંદિર ભગવાન શંકરને સમર્પિત એક ખૂબ જ પ્રાચીન અને આકર્ષક મંદિર છે. બૈજનાથના આ ભવ્ય શહેરને ઈતિહાસકારોએ કત્યુરી સામ્રાજ્યની રાજધાની ગણાવી છે. ભગવાન શંકરનું બૈજનાથ મંદિર બૈજનાથ શહેરનું હ્રદય માનવામાં આવે છે. બૈજનાથ શહેરમાં બીજા ઘણા મંદિરો હતા પરંતુ હવે તમામ મંદિરો ખંડેરમાં ફેરવાઈ ગયા છે.

પિંડારી ગ્લેશિયર ટ્રેક

Photo of કપકોટની સુંદરતા આગળ નૈનીતાલ પણ લાગે છે ફિક્કું, ફરવાનો જલદી બનાવો પ્લાન by Paurav Joshi

પિંડારી નદી પૌરી ગઢવાલ જિલ્લામાં આવેલી છે જે બાગેશ્વરથી ટ્રેકિંગ માટે ખૂબ જ લોકપ્રિય છે. પિંડારી ગ્લેશિયર ટ્રેક એ 5 થી 15 દિવસની ટ્રેકિંગ ટ્રીપ છે. અહીં સપ્ટેમ્બરથી ઓક્ટોબર દરમિયાન આ ટ્રેકિંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અહીં આવતા પ્રવાસીઓ તંબુઓ લગાવીને રહે છે અને દરરોજ તેમની ટ્રેકિંગ મુસાફરીનો આનંદ માણે છે.

Photo of કપકોટની સુંદરતા આગળ નૈનીતાલ પણ લાગે છે ફિક્કું, ફરવાનો જલદી બનાવો પ્લાન by Paurav Joshi

દેશ-વિદેશના પ્રવાસ પ્રસંગો અને તમારી મુસાફરીના અનોખા અનુભવો શેર કરો, આ સિવાય અન્ય મુસાફરો ક્યાં જઇ રહ્યા છે અને તેઓ શું કરી રહ્યા છે? તે પણ જાણો. એકબીજાની સાથે ફરીએ અને એક બીજાને ગમતા રહીએ

તમારા જેવા લાખો ફરવાના શોખીન લોકોની જેમ તમે પણ Tripoto પર તમારા પ્રવાસની તસવીરો અને અનુભવો શેર કરો

મફતમાં ટ્રાવેલ કરવા માંગો છો? Tripoto પર આવી ક્રેડિટ મેળવો અને પછી તમારા આગામી પ્રવાસમાં હોટેલ બુકિંગ તેમજ વેકેશન પેકેજ મેળવો

Tripoto ગુજરાતીને ફેસબુક પર ફોલો કરવા માટે અહીં ક્લિક કરો

Further Reads